Articles
અમરેલી,
દેશ અને દુનિયાના
રોકાણકારો ગુજરાતમાં મૂડી રોકાણ કરી વેપાર વિસ્તારવા માટે તત્પર છે જેની નોંધ વિશ્વ્વભરમાં લેવામાં આવી છે. ત્યારે ગ્લોબલ ગુજરાત, ગોલ્ડન ગુજરાતની મુખ્યમંતાીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પરિકલ્પનાને સાકાર અને સિઘ્ધ કરવા સહિયારા પુરૂષાર્થની આવશ્યકતા છે અને તેના માટે આપણે સૌ સંકલ્પબઘ્ધ થઇ પુરા જોશ અને લગન સાથે સક્રિય થઇને તે જ આજના પ્રજાસતાક પર્વ દિનની સાર્થક ઉજવણી ગણાશે.
ઉપર મુજબ રાજયના જળસંપતિ વિભાગના સંસદીય સચિવશ્રી એલ.ટી. રાજાણીએ અમરેલી જિલ્લાના ધારી ખાતે ૨૬મી જાન્યુઆરી ૨૦૧૦ા રોજ ઘ્વજવંદન કર્યા બાદ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું.
જિલ્લા કષાના પ્રજાસતાક દિન ૨૬ મી જાન્યુઆરી ૨૦૧૦ના ધારી ખાતેના ઉજવણી કાર્યક્રમમાં સર્વ પ્રથમ દેશની સ્વાતંત્રતા કાજે કુરબાની આપનાર નામી અનામી શહિદોને યાદ કરી અંજલિ અર્પતા અને અમરેલી જિલ્લાના સુપુતોને વંદતા શ્રી રાજાણીએ રાષ્ટ્રના વિકાસ માટે રાજયના વિકાસનો મંત્ર લઇને ગુજરાત આજે સમગ્ર દેશનું ગ્રોથ એન્જીન, દેશનું પેટ્રોકેપિટલ બન્યું છે. તેમ જણાવી દેશભરના કૃષિ વિકાસ દર કરતા આપણા ગુજરાત રાજયનો કૃષિ વિકાસ દર ત્રણ ગણો છે તેમ પણ ઉમેર્યુ હતું.
શ્રી રાજાણુીએ ગુજરાતે છેલ્લા એક દાયકામાં વિકાસના અનેધવિધ સીમા ચિન્હો હાંસલ કર્યા છે. અને વિશ્વ્વના વિકસિત દેશોએ ગુજરાતની પ્રાચીન ભવ્યતાના વારસાને જાળવીને વિકાસ સાધતી ગુજરાતની પ્રજા અને સરકાર સાથે સતત સહકાર અને સહભાગીતા દાખવી છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. તેમ પણ વધુમાં જણાવ્યું હતું.
સમગે્ર દેશમાં કૃષિષેત્રે અગ્રેસર હોવાના લીધે કેન્દ્રીય સરકાર, કેન્દ્રીય અને વૈશ્વ્વિક સંસ્થાઓના એવોર્ડ ગુજરાતને સતત મળતા રહયાં છે. તેમ જણાવતા શ્રી રાજાણીએ પશુપાલન અને ડેરી વ્યવસયના વિકાસ માટે નવતર શિક્ષણ પુરૂ પાડવા કામધેનું યુનિ. રચના કરવા તરફ પણ રાજય સરકાર આગળ વધી રહી છે. તેવી માહિતી આપી હતી.
ગુજરાતે કૃષિક્ષેત્રે જે સિઘ્ધ હાંસલ કરી છે તેમાં લોક ભાગીદારીથી થયેલા જળસંચય અને જળવ્યવસ્થાપના નવતર ઉપાયોનો ફાળો પણ ખુબ જ સહાયક પુરવાર થયો
છે તેમ પણ શ્રી રાજાણીએ વધુમાં જણાવ્યું ચહતું.
સંરૂાદ દ્વારા ગ્રામ વિકાસનો ઉતમ માર્ગ આ રાજય સરકારે અપનાવ્યો છે અને આવી ભાવના ઉજાગર કરવા ૭.૩૪૯ જેટલા ગામો સમરસ બન્યા છે અને તેમને પ્રોત્સાહક
અનુદાન રૂપે. રૂા. ૬૨૮૪ લાખથી વધુની રકમ ચૂકવવામાં આવી છે તેવી માહિતી પણ રાજાણીએ આપી હતી.
અમરેલી જિલ્લાના કૃષિ, શિક્ષણ, આરોગ્ય, જળ, ગ્રામ વિકાસ સહિતના વિવિધ ક્ષેત્રોની પ્રગતિનો આલેખ આપતા સંસદીય સચિવશ્રી, એલ.ટી. રાજાણીએ રાજયની વિકાસ કૂચમાં અમરેલી જિલ્લા પણ સહભાગી છે તેમ જણાવી રાજયની પ્રજાની આજ અને આવતી કાલ ભવ્ય અને સુવર્ણમય બને તેવા સંકલ્પ સાથે સક્રિય થવા સૌને ભારપૂર્વક અનુરોધ પણ કર્યો હતો.
ઘ્વજવંદન કાર્યક્રમ સંપન્ન થયે સંસદીય સચિવશ્રી એલ.ટી. રાજાણીએ કલેકટરશ્રી પી.આર.સોમપુરા, જિલ્લા પોલીસવડાશ્રી શશીકાંત ત્રિવેદી સાથે પોલીસ પરેડનું નિરીક્ષણ કરેલ જયારે પોલીસ તથા હોમગાર્ડઝના જવાનાએ માર્ચ પાસ્ટ યોજી હતી. પ્રજાસતાક પર્વના આ કાર્યક્રમમાં શ્રી રાજાણીએ ઉપસ્થિત સ્વાતંત્ર્ય સેનાનીઓ પાસે જઇ તેમના ખબર અંતર જાણતા સુતરની આંટી, શાલ અને ખાદીનો રૂમાલ અર્પી તેઓને સન્માન્યા હતા. અને કલેકટરશ્રી અમરેલીને ધારી તાલુકાના વિકાસ માટે રાજય સરકાર તરફથી ચેક અર્પણ કર્યો હતો.
રાષ્ટ્રીય પર્વના જિલ્લા કષાના આ કાર્યક્રમમાં સંસદીય સચિવશ્રી એલ.ટી. રાજાણી ઉપરાંત સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, ધારાસભ્યશ્રી મનસુખથભાઇ ભુવાના હસ્તે વિવિધ
યોજના હેઠળના લાભાર્થીઓને ચેક વિતરણ પરેડ, ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિવિધ સ્ટોલના પ્રથમ વિજેતાઓને મેડલ ટ્રોફી, શિલ્ડની અર્પણ વિધિ કરાઇ હતી.
સંસદીય સચિવશ્રી દ્વારા ઘ્વજવંદન કાયરક્રમ સંપન્ન યે અક્ષર પુરૂષોતમ સંસ્થા દ્વારા નિર્મિત યોગી પ્રવેશ દ્રારનું લોકાર્પણ, વૃક્ષારોપણ સાથે ધારીની વિવિધ સરકારી કચેરીઓની
મુલાકાત લેવામાંઆવી હતી.
પ્રજાસતાક પર્વ ૨૬ મી જાન્યુઆરી ૨૦૧૦ ના પૂર્વ દિને ધારી ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગ રૂપે સાયકલ યાત્રા, મશાલ સરઘસના અને રાત્રિના લોકડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયો હતો. જિલ્લા કક્ષાના પ્રજાસતાક પર્વ દિન ઉજવણીના ધારી ખાતેના આ કાર્યક્રમોણાં સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, ધારાસભ્યો, સરૂરશ્રી મનસુખભાઇ ભુવા, કાળુભાઇ વિરાણી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ડો. ભરતભાઇ કાનાબાર, સરપંચશ્રીમતિ ઇલાબેન શેઠ, કલેકટરશ્રી, પી.આર.સોમપુરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.કે. સોલંકી, મદદનીશ
કલેકટર રાજુલા શ્રી સંદીપ સાંગલે, નાયબ કલેકટરો સર્વશ્રી પરિમલ પંડયા, આર.એમ.પગી, એ.એમ. ભરાડા, ડે.ડી.ડી.ઓ.શ્રી મેધા, જિલ્લા હોમગાર્ડઝ માન્ડન્ટશ્રી આર.એમ. કાપડીયા, મામલતદારશ્રી બી.એસ.ગંગદેવ, ઉપસરપંચશ્રી ભરતભાઇ શેઠ, અગ્રણીઓ સર્વશ્રી, નલીનભાઇ કોટડીયજા, અતુલભાઇ કાનાણી, માજી ધારાસભ્યશ્રી બેચરભાઇ ભાદાણી, જિયલ્લા તાલુકા
અને ગ્રામ પંચાયતના સદસ્યો, અગ્રણીઓ, નગરના ભાઇઓ, બહેનો વિદ્યાર્થીગણ સહિતના સૌ ઉપસ્થિત રહી આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના સહભાગી બન્યા હતા.


