Links News Contact Us About us Privacy Terms FAQ Add feedback Invite a friend Bookmark English Gujarati
Home Members Classifieds Photos Blogs Events Polls Articles Video
Articles
અમરેલી માર્કેટયાર્ડ ટી.એમ.સી ટેકનોલોજી મીશન ફોર કોટનનો લાભ મેળવવામાં દેશભરમાં સૌ પ્રથમ
05-22-09

                       છેક ૧૯૫૨ માં સ્થાપિત થયેલ અમરેલીની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દેશભરમાં સૌ પ્રથમ ટી.એમ.સી. - ટેકનોલોજી મીશન ફોર કોટનનો લાભ લેનારી અને સૌ પ્રથમ આઈ.એસ.ઓ. ૯૦૦૧ - ૨૦૦૦ પ્રમાણપત્ર મેળવનાર ખેડુતોની પોતાની એક ગૌરવવંતી સંસ્થા છે.આયુષ્યમાં ૫૭માં વર્ષમાં પ્રવેશ પામેલી અમરેલી ખેતીવાડી બમજાર ઉત્પન્ન બજાર સમિતિએ ૨૦૦૮ના પૂરા થતા વર્ષે રૂ/. ૫૦,૫૫,૮૮૫/- નો ચોખ્ખો નફો કર્યો હતો. આધુનિક અને વૈજ્ઞાનિક ટેકનીકનો ઉપયોગ કરીને ધરતીપૂત્રોના હિતોનું રક્ષણ કરવા આ બજાર સમિતિ સક્રિય છે. ખેત પેદાશોની ખુલ્લી હરાજી, લાઈસન્સ ધરાવતા વેપારી - તોલાટ - હમાલો દ્વારા સાચો તોલ કરી ધરતીપૂત્રોને તેની પરસેવાની ખેતપેદાશોનું સાચૂં મુલ્ય આપવાનો સંનિષ્ટ પ્રયાસ થઈ રહયો છે. ખેડુત વર્ગો પાકના વેચાણમાં છેતરાઈ ન જાય અને તેનો ઉારોતર સમૃઘ્ધ બને તેવો આ બજાર સમિતિનો શુભ આશય છે ત્યારે, રાજય સરકાર દ્વારા વખતોવખત અમલી બનતી કૃષિ વિષયક યોજનાઓનો ધરતીપૂત્રો બહોળી સંખ્યામાં લાભ ઉઠાવે તેના જ ભાગરૂપે કૃષિ મહોત્સવ - ૨૦૦૯ નો શુભારંભ આ બજાર સમિતિના વિશાળ પટાંગણમાં ઉજવવાની તક પણ તેણે ઝડપી છે. ખેત ઉત્પન્ન બજારધારાના અસરકારક અમલ માટે પણ આ બજાર સમિતિ સતત કાર્યરત રહી છે. માર્કેટયાર્ડમાં આવતા ખેડુતો માટે રાહત દરે ભોજનાલય, કેન્ટિન, નજીવા દરે રહેવાની હોટલ, આરામગૃહ ઉપરાંત બજાર સમિતિના વિશાળ પટાંગણમાં ઠેર - ઠેર વોટરકુલરો, સિમેન્ટ માર્ગો, હરારજીના સ્થળ પર હરતા ફરતા ડીપ ફ્રિઝ, ઈલેકટ્રોનિક વજન કાંટા, યોગ્ય સંખયાના યુરિનલ બ્લોકસની સુવિધા પૂરી પાડવા સાથે તેના સભ્યો એવા ખેડુતોને પ્રત્યેકને રૂ/. ૫૦૦૦૦/- નું વીમા કવચ પણ આ સમિતિ પુરૂ પાડે છે. જેનું વાર્ષિક રૂ/. ૫ કરોડનું પ્રીમીયમ સમિતિ ખેડુતો વતી ભરે છે. ખેડુતોને રૂ/. ૩ ના કિ.મી.ના ભાવે એમ્બ્યુલન્સ સેવા પુરી પાડવા ઉપરાનત ખેડુતોને માર્કેટયાર્ડ સંચાલિત લેબોરેટરીમાં વિનામૂલ્યે તબીબી પરિક્ષણની સુવિધા પણ આ સમિતિ પૂરી પાડે છે. સમિતિ પ્રતિ વર્ષે ખેડુત શિબિરનું પોતાના બળે આયોજન કરીને કૃષિક્ષેત્રે નવા નવા સંશોધન કરનારા ધરતીપૂત્રોને રોકડ પુરસ્કારોથી બિરદાવવાની પ્રશંશનિય કામગીરી પણ કરે છે સાથે સાથે ધરતીપૂત્રોના પરિવારમાં કોઈ સ્નેહિજનનું મૃત્યું થાય તો તેઓના દુઃખમાં સહભાગી થવા ‘મોક્ષરથ' ની વિનામુલ્યે સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. ખેડુતોના માલના રક્ષણ માટે મજબુત પાકા શેડ, દુકાનો/ગોડાઉનો, ૫૦૦ મે-ટન ક્ષમતાવાળુ વેર હાઉસ, વિડિયો પ્રોજેકટર સાથેનું ખેડૂત માહિતી કેન્દ્ર, ઈન્ફરમેશન ફિયોસ્ક, આધુનિક લેબોરેટરી, આગ જેવી દુર્ઘટનાને પ્રતિરોધવા સનપૂર્ણ ફાયર સિસ્ટમ, સેનેટરી બ્લોકસ, જુદા જુદા સ્થળે વોટર કુલરો, હરાજીની જાહેરાત માટે આખા માર્કેટમાં સંભળાય તેવી માઈક સીસ્ટમ, ખેડુતોને ખાતર મળે તે માટે તાલુકા સંઘોને ટોકન ભાડે ગોડાઉન, આખા માર્કેટ યાર્ડનો સફાઈ કોન્ટ્રેકટ, સુંદર લાઈટીંગ વ્યવસ્થા, આખા માર્કેટ યાર્ડને એકસરખો કલર, ખેડુત કે વેપારીનો કાચો માલ ચોરાઈ તયારે તાત્કાલીક ધોરણે ૫૦ ટકા રકમ સમિતિ દ્વારા સહાય, રાજય કે રાજય બહાર યોજાતી કૃષિ શિબિરોમાં જિલ્લાના ખેડુતોને લઈ જવા - લાવવાની વ્યવસ્થા, સફળ ખેડુતોને ર્ડા. જીવરાજ મહેતા પુરસ્કાર ખેડુતોના તેજસ્વી છાત્રોને રૂ/. ૧૧૦૦૦/- ની મર્યાદામાં સહાય અદને જાહેર સ્થળોએ ૧૧૦૦ જેટલા બાકડાનું વિતરણ અમરેલી ખેતીવાડી સમિતિના ઘ્યાનાકર્ષક પાસાઓ છે.‘ખુદ બજાર' હેઠળના ૨૦ જેટલા ગામો જેવા કે, અમરેલી, લાલાવદર, ઈશ્વ્વરીયા, ચક્કરગઢ, કેરીયાનાગસ, નાના માચીયાળા, મોટા માચીયાળા, બક્ષીપુર, સાંગાડેરી, વરૂડી, નાના આંકડીયા, માંગવાપાળ, નાના ભંડારીયા, ફતેપુર, ગીરીયા, ચાંપાથળ, વિઠ્ઠલપુર, ગાવડકા, નવા ખીજડીયા, વેણીવદર, જેવા અમરેલીથી પાંચ માઈલની ત્રિજયામાં આવેલા ગામોને માલ બજારધારા અનુસાર આ મુજબ માર્કેટયાર્ડ સિવાય અન્યત્ર વેંચી શકાતો નથી. જેથી ખેડુતોને તેના માલના વ્યાજબી ભાવ મળવાની શકયતાઓ અનેક ગણી વધે છે. અનાજ અને શાકભાજી, મસાલા, તેજાના, પશુબજાર વિભાગ જેવા નિયંત્રીતજણસીઓની અહીં સારી એવી આવક છે. આ માર્કેટયાર્ડ દ્વારા રોજેરોજ જણસીઓની આવક અને વેચાણની માહિતી વર્તમાનપત્રોને પ્રસિઘ્ધિ માટે મોકલવામાં આવે છે. તેમજ ભારત સરકારને પણ રોજેરોજના ભાવોની માહિતીનો ટેલીગ્રામ નિયમાનુસાર કરવામાં આવે છે. અહીં ફેક્ષ, ઈ-મેઈલ અને ઈન્ટરનેટની સુવિધા પણ ધરતીપૂત્રોને ઉપલબ્ધ છે. ઈ.ટી.વી.ના ‘અન્નદાતા' કાર્યક્રમમાં સમિતિ દૈનિક ભાવો પ્રદર્શિત કરે છે. કૃષિ જણસોની જયા લેતીદેતી છે અને જયા નાણાકીય વહેવારો પણ મોટા પ્રમાણમાં છ ત્યા તેના હોદેદારો થવા રસાકસી હોય તે પણ સ્વાભાવિક છે. છતા આ સમિતિએ સહકારના સિઘ્ધાંતને સાચી અને સારી રીતે પચાવ્યો હોઈ એનું સંચાલક મંડળ આખુંજ વગર ચૂંટણીએ સમરસ જાહેર થયેલું છે. ૧૨ એકર ૩૮ ગુંઠા જેટલા વિસ્તારમાં પથરાયેલ આ અદ્યતન યાર્ડને હજુ અદ્યતન બનાવવા વખુ જમીન મેળવવાની કામગીરી પણ ચાલું છે. ચેરમેનશ્રી કાંતિભાઈ કે ધાડીયાની અને વાઈસ ચેરમેનશ્રી કાળુભાઈ રૈયાણીની આગેવાનીમાં વર્તમાન બોર્ડના સભ્યો સર્વશ્રી પ્રદિપભાઈ સોજીત્રા, ભૂપતભાઈ મેતલીયા, પ્રવિણભાઈ વિરપરા, નવનીતભાઈ પડસાલા, ધીરૂભાઈ ગઢીયા, જયંતિભાઈ ચકરાણી, લાભુભાઈ અકબરી, શંભુભાઈ દેસાઈ, પ્રવિણભાઈ માંગરોળીયા, જયેશભાઈ નાકરાણી, સેક્રેટરીશ્રી સુરેશભાઈ પી.પટેલ અને આસી. સેક્રેટરીશ્રી શાંતિલાલ રાજપરા સૌ ખભેખભા મીલાવી ખેડુતોના હિતમાં સતત કામગીરી બજાવી રહયા છે.આમ અનેક રીતે સિઘ્ધિના સોપાનો સર કરી ચૂકેલી અને આયુષ્યની અડધી સદી વટાવી ચૂકેલી અમરેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ન માત્ર અમરેલી જિલ્લાનું કિન્તુ સમગ્ર ગુજરાત રાજયનું ગૌરવ બની છે.

Copyright © 2010 Perfect Marketing 09825088887.