આદસંગ ગામની સીમમાં 3 સિંહોએ માલધારી પર હુમલો કરતાં ફેલાયો ફફડાટ

સાવરકુંડલા, તા. 1ર

સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામની સીમમાં ત્રણ સિંહોએ માલધારી ઉપર હુમલો કરતાં ફફડાટ ફેલાયો છે.

આજે રોજ સવારે માલધારી વિનુભાઈ (ભરવાડ) ગમારા(ઉ.વ.પ0) તે સવારે ઘરે થી સિમમાં બકરા ચરાવવા જતા હતા. ત્‍યારે અચાનક ત્રણ સિંહોએ ગંભીર હુમલો કરતા તેમને તત્‍કાલીક 108 માં સાવરકુંડલા સિવિલ હોસ્‍પિટલમાં લાવ્‍યા બાદ અમરેલી રિફર કરવામાં આવીયા હતા, વિનુભાઈ ગમારા પર ભભત્રણ સિંહોએ હુમલોકરતા તેમને માથામાં તથા ગળામાં ભાગે ગંભીર ઈજા થવા પામી હતી.

ધારી-બગસરાનાં ધારાસભ્‍ય નલિન કોટડીયાનું કટાક્ષભર્યુ નિવેદન

ધારી, તા. 1ર

રાજયમાં જયારે ભાજપની સરકારે સમસ્‍ત સમાજ પર બોજ બની સત્તાના મદમાં અન ઘમંડમાં અધિકારી તેમજ કર્મચારીને હાથા બનાવી સત્તાનો દુરઉપયોગ કરી કાળો કેર વર્તાવ્‍યો છે અને ગરીબથી માંડી સુખી સંપન્‍ન લોકો સોૈ કોઈને ડંખ દીધો છે. એવા સમયે હાથમાંથી બાજી સરકી જતા જોઈ એનકેન પ્રકારે જનમત ફરી ભાજપ તરફ વાળવા સરકારી તિજોરીને ખાલીખમ કરીને આવનારા વર્ષોની ગ્રાન્‍ટ એડવાન્‍સમાં વાપરીને કે પછી ખોટા લોભ-લાલચ, વાયદા અને ખાતમુર્હુત કે ઉદઘાટન કરવા પુરતી યોજનાઓ જાહેર કરીને સરકાર ર017 ની વિધાનસભા જીતી ફરી સત્તાગ્રહણ કરી તાનાશાહી ભોગવવા બધા જ પ્રયત્‍નો કરી છુટવા જાણે મન બનાવી લીધુ હોય તેમ હવે વર્તી રહી છે. ત્‍યારે તમામ વર્ગ, જ્ઞાતિ, સમાજના લોકો જે કોઈ ધંધા-રોજગાર કે વ્‍યવસાય કરતા હોય ત્‍યાંસરકારનો મળનાર લાભ માટે જરૂરી અરજી કરી જ દે કારણ કે હવે આ સરકાર માંગો તે આપીને લોકોને ભાજપ તરફ વાળવા મરણીયા પ્રયાસો કરશે. ખાસ કરી પાક વીમાનું પ્રિમીયમ ભરવા આગામી 1પ જુલાઈ છેલ્‍લો દિવસ છે. આ સમય પહેલા સોૈ કોઈ ઓનલાઈન પ્રિમીયમ ભરી દે. આવતા વર્ષે તમામને પાક થાય કે ન થાય તો પણ સરકાર વીમો આપશે જ. કારણ ખેડુતોને વીમો અપાવી અગાઉ જે હેરાનગતિ કરી છે, રંજાડયા છે, પાકનું, ખેડુતનું, જાનમાલનું રક્ષણ નથી કરી શકયા, વ્‍યાજબી ભાવ નથી અપાવી શકયા, આ બધી જ હૈયાની વેદના, વરાળ બહાર ન આવે એ પેહલા જ વળતર આપી ડામી દેવાની સાજીશ આજથી જ જાણે શરૂ કરી દીધી હોય તેવું લાગે છે.

શકય બને કદાચ વરસાદ પણ સરકાર કહે ત્‍યાં જ પડે કારણ એકમાત્ર ન્‍યાયતંત્ર સ્‍વતંત્ર હતુ તેને પણ પોતે ઈચ્‍છે તે રીતે ન્‍યાય અપાવી શકે તેવી જાહેરાતો હાર્દિક પટેલને જામીન મળતા મંત્રી અને પ્રમુખ દવારા કરવામાં આવી છે જે ન્‍યાયતંત્રનું અપમાન છે. મને ન્‍યાયતંત્ર પર પુરો ભરોસો છે પરંતુ લોકોને ગેરમાર્ગે દોરવા આટલી નીમ્‍ન કક્ષાએ જનારા લોકોને શિક્ષિત અને સમજુ લોકોએ ઓળખી, એકજુથ બની, લડત લડી એમને પાઠ ભણાવવો જોઈએ. અન્‍યથા ગુજરાતમાં સામાનય વર્ગને જીવવું પણ કઠણ થઈ પડશે. સ્‍વતંત્રતા જાણે હણાય ગઈ હોય તેમ દરેક ક્ષેત્રમાંભ્રષ્‍ટાચાર, અરાજકતા, ગુંડાગર્દી, લુંટ, ખુન, બળાત્‍કાર, દારૂ-જુગાર, અત્‍યાચારે માથુ ઉચકયુ છે, કોઈના પર કોઈનો કંટ્રોલ રહયો નથી, પ્રજા પણ ભગવાન ભરોસે જીવે છે. ત્‍યારે આવનારા દિવસોમાં સુશિક્ષિત, શાણા, સમજદાર અને લોકોના દુઃખે દુઃખી એવા દરેક જ્ઞાતિ, સમાજના અગ્રણીઓ એકમંચ પર ભેગા થાય અને રાજયમાં સુલેહ-શાંતિ જળવાઈ, દરેક માનવી સ્‍વમાનભેર જીવન જીવી એકબીજાને મદદરૂપ બની શકે અને ગુજરાતની શાન વધારે એવી સરકાર બનાવવા કટીબઘ્‍ધ બને એ સમયની માંગ છે. એમ નલીનભાઈ કોટડીયાએ એક અખબારી યાદીમાં જણાવ્‍યુ છે.

ધસમસતી ટ્રેને ઓટો રીક્ષાને હડફેટે લેતાં 3 વ્‍યકિતને દવાખાને ખસેડાયા

અમરેલી, તા.1ર

અમરેલી જિલ્‍લામાં બ્રોડગેજ રેલ્‍વેની સુવિધા તો મળતી નથીપરંતુ મીટર ગેજ રેલ્‍વે લાઈનમાં પણ અનેક ફાટક વગરની રેલ્‍વે લાઈન હોય, ત્‍યારે આજે બપોરે ચલાલા-ધારી વચ્‍ચે એક પેસેન્‍જર ટ્રેનની હડફેટે ઓટો રીક્ષા આવી જતાં આ રીક્ષામાં બેઠેલા 3 જેટલા લોકોને ઈજા થયાનું જાણવા મળેલ છે.

આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ અમરેલીથી વેરાવળ તરફ જતી બપોરની ટ્રેન ચલાલાથી ધારી વચ્‍ચે પસાર થતી હતી. ત્‍યારે જર ગામ નજીક આવેલ ફાટક વગરની રેલ્‍વે લાઈન ઉપરથી ઓટો રીક્ષા નંબર જી.જે.6 ડબલ્‍યુ. 786 પસાર થતી હોય તેને ચેલેન્‍જર ટ્રેને હડફેટે લેતાં આ ઓટો રીક્ષામાં બેઠેલા 3 જેટલા લોકોને ઈજા થતાં પ્રથમ ચલાલા અને વધુ સારવાર માટે અમરેલી દવાખાને ખસેડાયાનું જાણવા મળેલ છે.

અમરેલી ખાતે જાહેર સભા સંબોધવા માટે અરવિંદ કેજરીવાલ કેજરીવાલે સ્‍વીકાર કર્યો

અમરેલી, તા. 1ર

ભાજપ અને કોંગ્રેસ જેવા મહાકાય રાજકીય પક્ષોને દેશનાં પાટનગર નવી દિલ્‍હીમાં રાજકીય પછડાટ આપીને દેશભરમાં લોકપ્રિય બનેલ મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી સપ્‍ટેમ્‍બરમાં અમરેલી ખાતે જાહેર સભા સંબોધવા માટે આવી રહૃાાનું જાણવા મળેલ છે.

તાજેતરમાં કેજરીવાલ સૌરાષ્‍ટ્રનાં પ્રવાસે આવેલ ત્‍યારે અમરેલી જિલ્‍લા આપભહનાં આગેવાન જાવેદખાન પઠાણે અમરેલી પધારવા આમંત્રણ આપેલ જેનો કેજરીવાલે સ્‍વીકાર કર્યો હતો.

કૃષિ પ્રધાન ગણાતાં અમરેલી જિલ્‍લાનાં ખેડૂતો આઝાદીનાં 7 દાયકા બાદ પણ અપુરતી વીજળી અને સિંચાઈ માટે પાણીની મુશ્‍કેલીનો સામનો કરી રહૃાા છે. ત્‍યારે કેજરીવાલ ખેડૂતોનાં પ્રશ્‍નને લઈને અમરેલીમાં ભાજપ-કોંગ્રેસ પર તડાપીટ બોલાવશે તેમજ જિલ્‍લાનાં અનેક નિષ્ઠાવાન આગેવાનોને પણ ભભઆપભભમાં આવકારશે. અને ભભઆપભભનાં કાર્યકરોને અમરેલી જિલ્‍લાનાં ભાજપનાં ભ્રષ્‍ટાચાર અને કોંગ્રેસનાં કારસ્‍તાનની વિગતો એકઠી કરવા જરૂરી સુચના અપાઈ હોવાનું પણ જાણવા મળેલ છે.

જાફરાબાદમાં ખારવા સમાજનો ર1મો સમુહ લગ્નોત્‍સવ યોજાયો

જાફરાબાદ ખારવા સમાજ દ્વારા યોજવામાં આવેલ ર1માં સમુહ લગ્ન જેમાં કુલ 131 વર કન્‍યાએ મંગલફેરા કામનાથ મહાદેવનાં પટાંગણમાં ફરી નવ દંપતિઓએ આશિર્વાદ મેળવેલ. આ ભવ્‍ય સમૂહ લગ્નથી જાણે આખુ શહેર ડિજેને ઝનકાર ઉપર જુમી ઉઠેલ. કામનાથ મહાદેવનાં મંદિરે થઈ ટાવર ચોક અને બંદર ચોક, મેઈન બજારથી કામનાથ મહાદેવનાં પટ્ટાંગણમાં પહોંચેલા. આ વરઘોડામાં જન મેદની ઉમટી પડેલ જેમાં વરાજાઓ અલગ અલગ પહેરશવેશમાં કોઈ ગુલાબનાં હાર, બદામ કાજુનાં તો અલગ – અલગ તલવારો, છત્રીઓ, શણગારેલી ટોપીઓ જોવા મળે છે. ગુજરાતનાં ખુણે ખુણેથી તેમજ મુંબઈથી પણ ડિજે સાઉન્‍ડો જાફરાબાદ શહેરની ગલીઓને ગુંજવી મુકે છે. આ સમુહ લગ્નને વધુ આકર્ષિત કરતો હોય તો તેનું બીજુ કારણ ગુજરાત રાજયની નામી હસ્‍તીઓ પણ આ વરઘોડામાં સહભાગી બને છે. અને નવ દંપતિને આશિર્વાદઆપે છે. જેમાં સુનીલભાઈ ગોહેલ (પ્રમુખ ગુજરાત ખારવા સમાજ), ચુનીભાઈ ગોહેલ (સંસદ સભ્‍ય રાજયસભા), જીતુભાઈ કુહાડા (પ્રમુખ ખારવા સમાજ વેરાવળ), ગોપાલભાઈ ફોફંડી (પ્રમુખ અખીલ ગુજરાત માછીમાર મહામંડળ), કિશોરભાઈ કુહાડા (અઘ્‍યક્ષ ખારવા સમાજ-વેરાવળ), હિરેનભાઈ હિરપરા (પ્રમુખ અમરેલી જિલ્‍લા ભાજપ), કરણભાઈ બારૈયા (તાલુકા પ્રમુખ જાફરાબાદ), નગરપાલિકા તેમજ ખારવા સમાજનાં પ્રમુખ ભગુભાઈ સોલંકી, મંગાભાઈ બારૈયા, ખારવા સમાજનાં પટેલ રામભાઈ સોલંકી, છનાભાઈ બારૈયા, બાલકૃષ્‍ણ સોલંકી (પ્રમુખ ગ્રાહક સુરક્ષા મંડળ જાફરાબાદ તાલુકા), વેપારી એસોસીએશનનાં જયેશભાઈ ઠાકર, મોટી સંખ્‍યામાં વેપારીઓ, અન્‍ય જ્ઞાતિઓનાં પ્રમુખો, પટેલો તેમજ નરેશભાઈ બારૈયા, નારણભાઈ બાંભણિયા, રામજીભાઈ, માલાભાઈ, નરસિંહભાઈ, રાજેશભાઈ, ઈશુભાઈ, સુરેશભાઈ તેમજ મોટી સંખ્‍યામાં ખારવા સમાજનાં સ્‍ત્રી, પુરુષો, બાળકો ડિજેનાં તાલ પર ઝુમી ઉઠેલ. જેમાં સ્‍ટેજ સંચાલન અને પ્રેણારૂપ સુચન કનૈયાલાલ સોલંકી દ્વારા કરવામાં આવેલ.