વંડા ગામે પરિણીતાએ લગ્ન કરવાની ના પાડતા મહુવાનાં શખ્‍સે છરી ઝીંકી

અમરેલી, તા.ર4
સાવરકુંડલા તાલુકાના વંડા ગામે રહેતા બેનાબેન ઉર્ફે વર્ષાબેન દિનેશભાઈ સલખણા નામના 36 વર્ષીય પરિણીતાને ગત તા.ર1ના બપોરના ત્રણેક વાગ્‍યાના સમયે મહુવા વાળા મજીદ નામના શખ્‍સે તેણીને લગ્ન કરવાનું કહેતા આ પરિણીતાએ લગ્ન કરવાની ના પાડતા આરોપીએ ઉશ્‍કેરાઈ જઈ તેણીને ગાળો આપી ગળાના ભાગે છરીથી ગંભીર ઈજા કરતાં આ અંગે વંડા પોલીસમાં ફરિયાદ નોંધાતા પી.એસ.આઈ. પટેલે વધુ તપાસ હાથ ધરી છે.

Source: Amreli Express

રાજુલાનાં કડીયાળી ગામે દારૂ પી ઘરે આવવાની ના પાડતા જાનથી મારી નાખવાની ધમકી

અમરેલી, તા.ર4
રાજુલા તાલુકાનાં કડીયાળી ગામે રહેતા ભાણીબેન નારણભાઈ નાવર નામની 4પ વર્ષીય મહિલા છેલ્‍લા 1 વર્ષથી રીસામણે હોય ત્‍યારે મનસુખ ધનજીભાઈ બાબરીયાને કહેલ કે તારે દારૂ પી અમારા ઘરે આવવું નહીં તેમકહેતા તેણે ઉશ્‍કેરાઈ જઈ જેમ ફાવે તેમ ગાળો બોલી લાકડી વતી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ પીપાવાવ મરીન પોલીસમાં નોંધાઈ છે.

Source: Amreli Express

અમરેલી જિલ્‍લા યુવા ભાજપનાં આગેવાનો ‘શહીદ દિન કૂચ’માં જોડાયા

દેશના માટે હસતા હસતા ફાંસીના માંચડે ચડી જનારા શહીદ વીર ભગતસિંહ, સુખદેવ અને રાજયગુરૂની વીર શહાદતના દિવસ એટલે કે ર3મી માર્ચ 1931ને ભારતીય ઈતિહાસમાં સમગ્ર રાષ્‍ટ્રમાં શહીદ દિન તરીકે ઉજવાય છે. ત્‍યારે રાષ્‍ટ્રના માટે પ્રાણ ન્‍યોછાવર કરનાર આ નરબંકાઓ આજના યુવાનોની પ્રેરણા બને તેવા હેતુથી ભારતીય જનતા પાર્ટી, યુવા મોરચા દ્વારા તા.ર3મી માર્ચના રોજ વિશાળ માનવ મહેરામણ વચ્‍ચે ભારત માતાકી જય અને શહીદો અમર રહોના નારા સાથે શહીદ દિન કૂચ રેલી યોજવામાં આવી હતી. વિશાળ જનમેદનીને આક્રમકતાથી સંબોધતા મહેશ કસવાલાએ શહીદોને નમન કરતા જણાવ્‍યું હતું કે આજનો સમય આઝાદી બચાવવા માટેનો સંઘર્ષ કરવાનો સમય છે. ભારતના પુનઃ નિર્માણ કરવા માટે વડાપ્રધાન દેશ માટે દિવસ રાત મહેનત કરી રહયા છે. ત્‍યારે ભારત માતાને પુનઃ વિશ્‍વ શિખરે બિરાજમાન કરવા અને દેશના શહીદોના સપનાનું હિન્‍દુસ્‍તાન બનાવવા આવા કાર્યક્રમોની જરૂર છે. તેઓએ આજના કાર્યક્રમને ભાવનાત્‍મક બતાવતા જણાવ્‍યું હતું કે દેશનાયુવાનોમાં રાષ્‍ટ્રભાવના અને રાષ્‍ટ્રપ્રેમનું સિંચન થાય અને દેશના યુવાનોમાં દેશના ગદારો કે ફિલ્‍મી હીરોને બદલે ભગતસિંહ, સુખદેવ અને રાજયગુરૂ જેવા રાષ્‍ટ્રના સાચા હીરો દેશના યુવાનોના આઈડીયલ બને. અમરેલી જિલ્‍લા અઘ્‍યક્ષો અને શહેર મહામંત્રી યુવા મોરચા પ્રભારીના માર્ગદર્શન નીચે ત્રણેએ જિલ્‍લાના યુવા મોરચાના શહેર અને વોર્ડના હોદેદારો અને કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. ર3 માર્ચ શહીદ દિન 1931 નિમિતે ભારતીય જનતા યુવા મોરચો અમરેલી જિલ્‍લા દ્વારા ભાવનગર મુકામે ભભશહીદ દિન કૂચભભનું આયોજન કરવામાં આવેલ. તેમાં હાજર રહેલ. જેમાં મહેશભાઈ કસવાલા, પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજેન્‍દ્રસિંહ રાણા, ભગીરથભાઈ ત્રિવેદી, દિપકભાઈ વઘાસીયા, રાજેશભાઈ માંગરોલીયા, જગદીશભાઈ નાકરાણી, નિતેશભાઈ ડોડીયા, વનરાજભાઈ વરૂ, રામદેવસિંહ ગોહિલ, પ્રીતેશ નારોલા, દિગંત ભટ્ટ, હરેશ કાબરીયા, મૃગેશભાઈ કોટડીયા, વિપુલભાઈ બુહા, વિપુલ ધોરાજીયા, ચિરાગ ચાવડા, વિજય ચોટલીયા, દિલુભાઈ વાળા, રવિ પવાર, જયદીપ વિઠલાણી, મનીષ ધરાજીયા, દિલીપ રંગપરા, નિકુંજ માંગરોલીયા, સંજય કરકર, અનિરૂઘ્‍ધસિંહ રાઠોડ, ભારત જાની, બગસરા, ધારી, દામનગર, બાબરા, રાજુલા, અમરેલી, જાફરાબાદ સહિત અલગ અલગ યુવા મોરચાના મંડળમાંથી કાર્યકર્તાઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયાહતા. તેવું રાજેશ માંગરોલીયાની અખબારી યાદીમાં જણાવેલ છે.

Source: Amreli Express

કાઠી ક્ષત્રિય સમાજના વાળા અને કરપડા પરિવારના કુળદેવી માંના મંદિરે ઘ્‍વજારોહણ કરાયું

કાઠી ક્ષત્રિય સમાજના વાળા અને કરપડા પરિવાર દ્વારા કુળદેવી માતાજીના મંદિરે ઘ્‍વજારોહણ કરવામાં આવ્‍યું. જૂનાગઢ જિલ્‍લાના દાત્રણા ગામે આવેલ ગાત્રાડ માતાજીના ધામમાં કાઠી ક્ષત્રિય સમાજના વાળા અને કરપડા શાખાના કુળદેવી પર ગજની ઘ્‍વજા ચડાવી ધન્‍યતા અનુભવી હતી. આ પ્રસંગે બાબરા નગરપાલિકાના ઉપપ્રમુખ વનરાજભાઈ વાળા તેમજ કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને સંતો મહંતો ઉપસ્‍થિત રહયા હતા.

Source: Amreli Express

ચમારડીમાં ઉત્‍સાહભેર ‘‘વિશ્‍વ વન દિન”ની ઉજવણી કરવામાં આવી

સામાજિક વનવિભાગ-બાબરા તથા જનતા વિદ્યાલય-ચમારડીના સંયુકત ઉપક્રમે ચમારડી ખાતે વિશ્‍વ વન દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી. મુખ્‍યમંત્રી વિજય રૂપાણીના ઉદ્‌બોધનને માણવામાં આવ્‍યું. આ પ્રસંગે વનવિભાગના રાઠોડ તથા પરેશભાઈ મોરડીયાની ઉપસ્‍થિતિમાં વિદ્યાર્થીઓને દેશમાં વનની દયનીય સ્‍થિતિને ઉગારવા વૃક્ષારોપણ, વનસંરક્ષણ અને વન્‍યપ્રાણીઓના સંરક્ષણ ઉપર આચાર્ય સુરેશભાઈ નાકરાણીએ જાગૃતિ લાવવા વહેલી તકે પ્રયત્‍નશીલ થવા જણાવ્‍યું. એચ. જે. જાદવ, રેખાબેન ગાંભા, પરેશભાઈ મોરડીયાએ વન અંગેજાણકારી આપી વિદ્યાર્થીઓને ચકલીના માળાઓનું વિતરણ કરવામાં આવ્‍યું. માળાના દાતા નાથાભાઈ મગતરપરાનો આભાર માનવામાં આવ્‍યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનિષભાઈ તલસાણીયાએ કર્યુ.

Source: Amreli Express

અમરેલીમાં સાહિત્‍યકાર માયાભાઈ આહીરનું અદ્‌કેરૂ સન્‍માન કરાયું

અમરેલી પરિવાર ઘ્‍વારા સુપ્રસિઘ્‍ધ સાહિત્‍યકાર માયાભાઈ આહીરને સાહિત્‍ય જગતનાં સર્વોચ્‍ચ એવોર્ડ ભભકવિ દુલાભાયા કાગભભ એવોર્ડ મળતાં દિલીપ સંઘાણી સાંસ્‍કૃતિક હોલમાં પૂ. વલકુબાપુ, પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી તેમજ જુદી-જુદી 140 સંસ્‍થાઓ ઘ્‍વારા અદકેરૂસન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ તકે પૂ. વલકુબાપુએ આર્શિવચન પાઠવ્‍યા હતા અને પૂ. મોરારીબાપુ, કથાકાર અમરદાસ ખારાવાળા, કાનજી ભુટા બારોટ, કવિ રમેશ પારેખને યાદ કરાયા હતા. આ કાર્યક્રમમાં જિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍ક, જિલ્‍લા ભાજપ, અમરેલી જિલ્‍લા દુધ સંઘ, શકિત ગૃપ, ડો. જીવરાજ મહેતા ચેરીટેબલ ટ્રસ્‍ટ, નગરપાલીકા, જિલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ, માર્કેટયાર્ડ, ખોડલધામ સમિતિ, બ્રહ્મસમાજ, ક્ષત્રિય સમાજ, આહીર સમાજ, રઘુવંશી સમાજ સહિતની સંસ્‍થાઓ ઘ્‍વારા ભવ્‍યાતિભવ્‍ય સન્‍માન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ચંદુભાઈ સંઘાણીએ ભારે જહેમત ઉઠાવી હતી.

Source: Amreli Express

બાબરામાં મામલતદારે પેટ્રોલપંપની આકસ્‍મીક ચકાસણી કરી

અમરેલી, તા. ર3
અમરેલી જિલ્‍લાનાં અનેક પેટ્રોલપંપમાં તોલમાપમાં ભારે ગોલમાલ થયાની ચર્ચાઓ ઉભી થઈ રહી છે. તેવા જ સમયે મામલતદાર ચિંતન વૈષ્‍ણવે આજે બાબરા શહેરનાં જુદા-જુદા પેટ્રોલપંપની ચકાસણી કરી હતી.
બાબરામાં આજે સાવરથી મામલતદાર ચિંતન વૈષ્‍ણવ ઘ્‍વારા પેટ્રોલપંપમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું હતું જો કે કોઈપણ પ્રકારની ગેરરીતિ ઝડપાઈ ન હતી.
બાબરામાં મામલતદાર ચિંતન વૈષ્‍ણવ ઘ્‍વારા આજે નાયબ મામલતદાર, કારકુન અને રેવેન્‍યુ તલાટી મળી કુલ ર0 જેટલા કર્મચારીઓની ચાર જેટલી ટીમો બનાવી ચેકીંગની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં આવેલ શાહ પેટ્રોલપંપ, જસાણી પેટ્રોલપંપ, સોમનાથ પેટ્રોલપંપ તેમજ કમલેશ્‍વર પેટ્રોલપંપ સહિત કુલ ચાર જેટલા પેટ્રોલ પંપોમાં ચેકીંગની કાર્યવાહી કરવામાં આવેલ હતી. જેમાં સ્‍ટોક રજીસ્‍ટર, પેટ્રોલની ગુણવતાં, મિલાવટ, ફિલ્‍ટર ટેસ્‍ટ સહિત પેટ્રોલ પંપમાં અન્‍ય સુવિધા છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી હતી. ફાયર ફાઈટર, ટોઈલેટ સુવિધાની પણ યોગ્‍ય ચકાસણી કરવામાંઆવેલ હતી.
આ બાબતે મામલતદાર ચિંતન વૈષ્‍ણવે જણાવ્‍યું હતું કે, માત્ર ફરજના ભાગરૂપે ચેકીંગ હાથ ધરાયું હતું અને એકપણ પેટ્રોલપંપમાં ગેરરીતિ ઝડપાઈ ન હતી.

Source: Amreli Express

લીલીયા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં મીટર, સર્વિસ, ટ્રાન્‍સફોર્મર જપ્‍ત કર્યા

અમરેલી, તા. ર3
લીલીયા પીજીવીસીએલ ર્ેારા શહેર તથા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વીજ ગ્રાહકો પાસે બાકી વીજબીલનાં નાણા વસુલવા માટે અધિક્ષક ઈજનેર કે. વી. ભટ્ટના માર્ગદર્શન અને આદેશથી લીલીયાના સલડી ગામની ખેતીવાડી વિસ્‍તારમાંથી મીટર,સર્વિસ, ટ્રાન્‍સફોર્મર જપ્‍ત કરેલ. તેમજ લીલીયા શહેર, અંટાળીયા તથા લીલીયાનાં અન્‍ય ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી મીટર, સર્વિસ જપ્‍ત કરેલ. પીજીવીસીએલની કડક નીતિથી વીજબીલ ન ભરતા ગ્રાહકોમાં ફફડાટ વ્‍યાપી ગયો છે અને જુના બાકી વિજ બીલોના નાણા ભરાવા લાગ્‍યા છે. વધુમાં રજાના દિવસોમાં પણ ગ્રાહકોની સુવિધા માટે કેશબારી ખુલ્‍લી રહેશે. તેમ અધિક્ષક ઈજનેર કે. વી. ભટ્ટે જણાવ્‍યું છે.

Source: Amreli Express

રાજુલામાં હંગામી કર્મચારીઓની વિવિધ માંગને લઈને હડતાલ યથાવત

રાજુલા, તા.ર3
રાજુલા તાલુકા પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના આઈ.આર.ડી. મિશન મંગલમના રપ જેટલા કર્મચારીઓ હડતાલ પર છે. આર્થિક શોષણ સામે લડત ચલાવી રહયા છે. ત્‍યારે આજે ચોથા દિવસે આ હડતાલ યથાવત રહી હતી. આજે ભાજપના રવુભાઈ ખુમાણ, કોંગ્રેસના બાબુભાઈ રામ, અંબરીશભાઈ ડેર, ઘનશ્‍યામભાઈ લાખણોત્રા સહિતનાએ આ હડતાલની છાવણીની મુલાકાત લીધી હતી. 7મીએ મુખ્‍યમંત્રી રાજુલા આવી રહયા છે. ત્‍યારે રૂબરૂ રજૂઆત કરવા આશ્‍વાસન આપ્‍યું હતું.

Source: Amreli Express