Main Menu

મોટા આંકડીયા ગામે 7-12ના ઉતારા માટે વસુલાતી ડબલ રકમ

સ્થાનિક કાર્યકર દ્વારા ટીડીઓને રજૂઆત

વડીયા-કુંકાવાવતાલુકા પંચાયતની કચેરી કુંકાવાવ ખાતે આવેલી છે. કુંકાવાવ તાલુકા પંચાયત મથક હોવાથી અહિં 22 ગામના લોકો જુદા જુદા કામ સબબ કચેરીમાં આવે છે. ગામડાના ખેડૂતોને 7-12 અને 8-અ ના ઉતારાની નકલો જોઇતી હોય છે. ઘણા લોકો 16 નંબર અને 6 નંબરની નકલ લેવા માટે પણ આવે છે. માટે એક નકલના રૂા. પાંચ લેવાનું નક્કી થયેલુ છે. પરંતુ આવા ઉતારાઓ લેવા માટે આવતા લોકો પાસેથી રૂા. દસ વસુલ કરવામાં આવે છે. સ્થાનિક કાર્યકર પ્રિતેશ પટેલે ગઇકાલે બારામાં કુંકાવાવના તાલુકા વિકાસ અધિકારીને લેખીતમાં રજુઆત કરી હતી. રજુઆતમાં તેમણે એમ પણ જણાવ્યુ હતું કે અહિં જન્મ અને મરણના દાખલા માટે રૂા. 100 જેવી રકમ લોકોના ગજવામાંથી ખંખેરી લેવામાં આવે છે અને રકમનો પંચાયતના ચોપડે કોઇ હિસાબ નથી. તેમણે તાલુકા વિકાસ અધિકારીને બાબતે યોગ્ય તપાસ કરી ધોરણસરની કાર્યવાહી કરવા રજુઆત કરી છે.