Main Menu

ગાંધીનગરમાં કરાર આધારિત કર્મચારીઓના ધરણા કાર્યક્રમમા અમરેલીના કર્મીઓ પણ જોડાયા

સરકારનાવિવિધ વિભાગોમા 11 માસના કરારથી તેમજ આઉટસોર્સ એજન્સીથી કે રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી વેતન વધારવાની માંગ કરી રહ્યાં છે. જો કે સરકાર દ્વારા કોઇ નિર્ણય આવતા આજરોજ કર્મચારીઓએ ગાંધીનગર ખાતે ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો જેમા અમરેલી જિલ્લાના કર્મચારીઓ પણ જોડાયા હતા. અમરેલી જિલ્લામા પણ સરકારના વિવિધ વિભાગોમા 11 માસના કરારથી આઉટસોર્સ એજન્સીથી કે રોજમદાર તરીકે ફરજ બજાવી રહ્યાં છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા કર્મચારીઓને પગાર વધારો કરવામા આવતો હોય ઠેરઠેર આંદોલન કરવામા આવી રહ્યું છે જો કે તેમ છતા સરકાર દ્વારા પ્રશ્ન અંગે કોઇ કાર્યવાહી કરવામા આવી હોય આજરોજ રાજયભરમાથી કર્મચારીઓ ગાંધીનગર એકઠા થયા હતા. અમરેલી જિલ્લામાથી પણ સરકારના વિવિધ વિભાગોમા ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓ, આંગણવાડી વર્કરો, આશા વર્કરો સહિત કર્મીઓને પગાર વધારો કરવામા આવતો હોય આંદોલનમા જોડાયા હતા. અને સમાન કામ સમાન વેતન અને સમાન જોબ સિકયોરીટીની માંગણી કરવામા આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામા પણ અગાઉ કરાર આધારિત કર્મચારીઓ, આંગણવાડી વર્કરો, આશા વર્કરોએ આવેદન પાઠવી રજુઆતો કરી હતી.

આંગણવાડી કર્મચારીઓએ પોતાનાં કામ મુજબ વેતન મળવું જોઇએ અને જોબ સિકયોરીટીની પણ માંગ કરી હતી. અને બેનરો સાથે રેલી કાઢી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

રાયભરમાંથી આંગણવાડી કાર્યકર એકઠા થયા . તસ્વીર: ભાસ્કર

કામ સામે સમાન વેતન, જોબ સિકયોરીટી આપો