Main Menu

અમરેલીના ખેડૂતની વાડીમાંથી રૂા.12 હજારનું જીરૂં ચોરાઇ ગયું

પંથકમાં સીમચોરીની વધતી ઘટનાઓ

અમરેલીપંથકમાં ઘરફોડ ચોરીની સાથે સાથે સીમચોરીની ઘટનાઓ પણ વધી રહી છે. ત્યારે અમરેલીના એક ખેડૂતની વાડીમાં ઘુસી કોઇ અજાણ્યા શખ્સો રૂા. 12 હજારની કિંમતનું જીરૂ ચોરી કરીને લઇ જતા તેણે અંગે અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.વાડીમાં ગત તા. 25/2/17ના રાત્રીના દસ વાગ્યાથી ગઇકાલ સવારના સાત વાગ્યાના સમયગાળા દરમિયાન કોઇ અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતાં. વાડીમાં જીરૂનો પાક લેવાયેલો છે અને અહિં રાત્રીના સમયે કોઇ રખોપુ કરવાવાળુ હતું. જેને પગલે અજાણ્યા શખ્સોએ રાત્રીના સમયે તેમની વાડીમાં પ્રવેશ કરી રૂા. 12 હજારની કિંમતનું ચાર મણ જીરૂ ચોરી કરી લીધુ હતું. સવારે તેઓ વાડીએ ગયા ત્યારે તેમને ચોરીની ઘટના અંગે જાણ થઇ હતી. જેને પગલે તેમણે અમરેલી તાલુકા પોલીસ મથકે દોડી જઇ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે તસ્કરોની ભાળ મેળવવા તજવીજ હાથ ધરી છે.