Main Menu

સાવરકુંડલાની મામલતદાર કચેરીમાં મીઠાઈ અને ફરસાણનાં વેપારીઓની બેઠક યોજાઈ

સાવરકુંડલા, તા. ર8
ભભપહેલુ સુખ તે જાતે નર્યાભભ શરીરની સ્‍વસ્‍થતાની આવી આવી ઘણી કહેવતો આપણે બોલતા, સાંભળતા હોઈએ છીએ. પરંતુ આપણે ગુજરાતીઓ એટલે જમવાનું આવે એટલે બધી કહેવતો કે શાણપણની વાતો ભુલી જતાં હોઈએ છીએ. આવુ સ્‍વાસ્‍થ્‍યની તકેદારીનુંએક સુંદર કાર્ય ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાએ કર્યુ. પ્રાંત અધિકારી તથા મામલતદારનાં ઘ્‍યાને એ વાત મુકી કે તહેવારો આવે છે અને ફરસાણનાં ભાવો આસમાને છે. માટે સાવરકુંડલાનાં તમામ ફરાસણનાં વેપારીઓની એ મિટીંગ બોલાવવી અને ભાવ બાંધણુ કરાવવું. તેથી પ્રાંત અધિકારીની સુચનાથી મામલતદાર અને ગ્રાહક સુરક્ષા મંડળનાં સંયુકત ઉપક્રમે નાયબ મામલતદાર હરેશભાઈ તલાટીએ સાવરકુંડલાનાં ફરસાણ-મિઠાઈનાં તમામ વેપારીઓની એક બેઠક મામલતદાર કચેરી સભા હોલમાં બોલાવવામાં આવેલી. અને વેપારીઓને તેલની અને બેસનની ગુણવતા અને તે અનુસાર ભાવ પુછવામાં આવ્‍યા બાદ હવે પછીનાં નવા ભાવો જાહેર કરવામાં આવ્‍યા. જેમાં પામોલીનમાં બનેલ ફરસાણ રૂા. 170નાં ભાવે તથા સીંગતેલમાં બનેલ ફરસાણ રૂા. ર00માં વેચવાનું નકકી કરવામાં આવ્‍યું. તેમજ ફરસાણ-મિઠાઈનાં તમામ વેપારીઓને કડક સુચના આપવામાં આવી કે તેઓ કયાં તેલમાં ફરસાણ કે મિઠાઈ બનાવે છે તેનું બોર્ડ ગ્રાહકો વાંચી શકે તેમ દુકાન પર ફરજીયાતપણે લગાડવું અને જે વેપારીની દુકાન પર આવું બોર્ડ નહી હોય તેના વિરૂઘ્‍ધ ધારાસર કાર્યવાહી કરીશુ તેમ જણાવેલ. મિટીંગમાં શહેરનાં નામી ફરસાણ ધારકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ હતા. પરંતુ પ્રાંત અધિકારી કે મામલતદારનેઆ મિટીંગમાં આવીને માર્ગદર્શન આપવાનો સમય ન મળ્‍યો જે સ્‍પષ્‍ટ દેખાતું હતું. સરકારે ગ્રાહકોનાં હીતો માટે લીધેલ પગલાઓ માત્ર રાજકોટ પુરતા મર્યાદિત નથી તેની પ્રતિતિ મામલતદાર કચેરી સાવરકુંડલાએ કરાવેલ હતી. ફરસાણ-મિઠાઈનાં વેપારીઓની બેઠક તાત્‍કાલીક મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાનાં રમેશભાઈ હીરાણી તથા ડો. રવિભાઈ મહેતાએ ખુબ પ્રયત્‍નો કરેલ હતા.

Source: Amreli Express(Next News) »