Main Menu

અમરેલીના ઈતિહાસમાં પ્રથમ વખત નૂતનવર્ષના પ્રારંભે સર્વ સમાજનો સહિયારો સ્‍નેહ મિલન સમારંભ યોજાશે

અમરેલી, તા.ર7
અમરેલી નગર સેવાસદન તથા તેમના દ્વારા નિયુકત અમરેલી શહેર વિકાસ સમિતિના સયુંકત ઉપક્રમે અમરેલી શહેરના ઈતિહાસમાં નુતનવર્ષના પ્રારંભે પ્રથમ વખત સર્વ સમાજના સહિયારા સ્‍નેહ મિલન સમારંભનું ભવ્‍યઆયોજન અત્રેના સરદાર સર્કલ ખાતે નવનિર્મિત સીનીયર સીટીઝન પાર્ક ખાતે સવારે 10 કલાકે કરવામાં આવ્‍યું છે. જેમાં ઉપસ્‍થિત રહેવા અમરેલી શહેરના સર્વ સમાજના લોકોને તથા વિવિધ સામાજીક, રાજકીય, સહકારી, શૈક્ષણિક, વ્‍યાપારી, ઔદ્યોગીક, ધાર્મિક તેમજ સેવાકીય સંસ્‍થાઓના આગેવાનોને ઉપસ્‍થિત રહેવા નગર સેવા સદનના પ્રમુખ શ્રીમતિ અલ્‍કાબેન ગોંડલીયા તથા શહેર વિકાસ સમિતિના ચેરમેન પી.પી.સોજીંત્રા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે. સાથો સાથ આજ દિવસે સરદાર વલ્‍લભભાઈ પટેલનો જન્‍મ જયંતિ દિન હોય જેને પણ ભવ્‍ય રીતે ઉજવવામાં આવનાર છે. તે માટે નગર સેવા સદન, શહેરી વિકાસ સમિતિ, ખોડલધામ સમિતિ, પાટીદાર સમાજ તથા વિવિધ સામાજીક અને સેવાકીય સંસ્‍થાઓના આગેવાનો સાથે શહેર વિકાસ સમિતિના ચેરમેન પી.પી.સોજીત્રા સંકલન કરીને આયોજન કરી રહૃાા છે.
આ અંગે શહેર વિકાસ સમિતિના ચેરમેન પી.પી.સોજીત્રા તથા નગર સેવા સદનના પંમુખ શ્રીમતિ અલ્‍કાબેન ગોંડલીયાએ એક નિવેદનમાં જણાવેલ છે. નુતન વર્ષના નવલા દિવસે અમરેલી શહેરના ઈતિહાસમા પ્રથમ વખત અમરેલી શહેરના સર્વ સમાજના લોકો એકસાથે એકબીજાને હળીમળીને નુતનવર્ષની શુભકામના પાઠવી શકે અને સમગ્ર શહેરના શહેરીજનોમાં પારીવારીક ભાવના ઉભી થાય તેવા ઉમદાહેતુથી અત્રેના સરદાર સર્કલ ખાતે નગર સેવા સદન દ્વારા નવનિર્મિત વિશાળ સીનીયર સીટીઝન પાર્ક ખાતે સવારના 10 કલાકે, ભભ સર્વ સમાજના સહિયારા સ્‍નેહમિલન સમારંભનું ભવ્‍ય આયોજનભભ કરવામાં આવ્‍યું છે જેમાં ઉપસ્‍થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે.
સાથો સાથ શહેર વિકાસ સમિતિના ચેરમેન અને આધુનિક અમરેલીના સ્‍વપ્‍ન દ્રષ્‍ટા પી.પી.સોજીત્રાએ તા.31/10ને નુતનવર્ષના મંગલ દિવસે અખંડ ભારતના શિલ્‍પી સરદાર વલ્‍લભભાઈ પટેલનો જન્‍મ દિવસ હોય જેની ઉજવણી પણ આજ સ્‍થળે સર્વ સમાજના સહિયારા સ્‍નેહ મિલન વચ્‍ચે કરવાનું નકકી કરીને આ અંગે નગર સેવા સદન, શહેરી વિકાસ સમિતિ, ખોડલધામ સમિતિ પાટીદાર સમાજ તથા વિવિધ સામાજીક અને સેવાકીય સંસ્‍થાઓના આગેવાનો સાથે સંકલન કરીને આયોજન કરી રહૃાાં છે.

Source: Amreli Express