Main Menu

ઓળીયા ગામનાં બસ સ્‍ટેન્‍ડ નજીકથી વિદેશી દારૂની 6 બોટલ ઝડપાઈ

અમરેલી, તા.ર4
સાવરકુંડલા ગામે રહેતા શિલ્‍પેશ ઉર્ફે શૈલેષ બાબુભાઈ વાળા નામના 36 વર્ષીય શખ્‍સ ગત તા.રરના સવારે સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામના બસ સ્‍ટેન્‍ડ પાસે પોતાના કબજામાં વિદેશી દારૂની બોટલ નંગ-6 કિંમત રૂા. ર600નીલઈને ઉભો હતો. ત્‍યારે સાવરકુંડલા રૂરલ પોલીસે બાતમીના આધારે આરોપીની તલાશી લઈ વિદેશી દારૂ ઝડપી લઈ તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી.

Source: Amreli Express