Main Menu

ઘુઘરાળા ગામનાં દલિત પરિવારની સામૂહિક આત્‍મવિલોપનની ચીમકી

અમરેલી, તા.રર
બાબરા નજીક આવેલ ઘુઘરાળા ગામના રમેશભાઈ સોહેલીયાએ કલેકટર સહિતનાં ઉચ્‍ચ અધિકારીને પત્ર પાઠવીને ગાડા માર્ગ દૂર કરવાની માંગ કરી છે. નહીં તો આત્‍મવિલોપન કરવાની ચીમકીઆપતાં ચકચાર મચી ગઈ છે.
પત્રમાં જણાવેલ છે કે તેઓની વાડીએ જતાં ગાડા માર્ગ પર અન્‍ય ખેડૂતોએ દબાણ કર્યું છે. અને પાછળની બાજુએ નદી હોવાથી વાડીએ જવામાં મુશ્‍કેલી ઉભી થાય છે.
વધુમાં જણાવેલ છે કે ટીસી બદલવા માટે પીજીવીસીએલનું વાહન વાડી સુધી આવી શકતું ન હોય વીજળીના અભાવે પાક નિષ્‍ફળ જવાની શકયતાઓ યોગ્‍ય કરવા માંગ કરી છે.

Source: Amreli Express« (Previous News)