Main Menu

અમરેલીમાં ગુણવંતભાઈ પુરોહિતનું ભવ્‍ય સન્‍માન કરાયું

14606269_733678910112773_2840657906409728393_n

અમરેલી, તા. રર
અમરેલી ખાતે અમરેલી પરિવાર ઘ્‍વારા આજે અમરેલી જિલ્‍લાના વરિષ્ઠ અગ્રણી, સ્‍વાતંત્ર્ય સેનાની અને રચનાત્‍મક કાર્યો ઘ્‍વારા ગાંધી વિચારધારાને જીવંત રાખનાર આરઝી હકુમતનાં ખમીરવંતા સેનાપતિ શતાયું કર્મવીર ગુણવંતભાઈ પુરોહિતને તેમનાં જન્‍મ શતાબ્‍દી પ્રસંગે રાષ્‍ટ્રકક્ષાના પંણેતા સ્‍વામિ ધર્મબંધુજી તથા વિશ્‍વયુઘ્‍ધના સમયના એરમાર્શલ જનકકુમારની ઉપસ્‍થિતિમાં સન્‍માન કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો.
આજે બપોરે 3 કલાકે ડો. જીવરાજ મહેતા ચોક ખાતેથી એક રેલી સ્‍વરૂપે નીકળેલ યાત્રા અત્રેના ફોરવર્ડ સ્‍કુલનાં મેદાનમાં પહોંચ્‍યા બાદ રાષ્‍ટ્રીય એકતા અને સામાજિક સમરસતા કાર્યક્રમનો શુભારંભ થવા પામ્‍યો હતો.
આ પ્રસંગે ઉપસ્‍થિત સ્‍વામિ ધર્મબંધુજીએ જણાવ્‍યું હતું કે, આજના જમાનામાં સૌથી વધુ કોઈ કિંમતી હોય તો તે છે શિક્ષણ અને વર્ષોથી બાબાપુર જેવા નાના ગામોમાં રહી શિક્ષણની જયોત પ્રજવલ રાખનાર ગુણવંતબાપા પુરોહિતનાં જન્‍મ શતાબ્‍દી પ્રસંગે તેમનું સન્‍માન કરવા માટેનો યશ પણ અમરેલી પરિવાર તથા તેમના મોભી દિલીપભાઈ સંઘાણીને ફાળે જાય છે.
અમરેલી પરિવારના મોભી અને સ્‍વાતંત્ર્ય સેનાની ગુણવંતભાઈ પુરોહિત જન્‍મ શતાબ્‍દી ઉત્‍સવ સમિતિનાં કન્‍વીનર અને પૂર્વ કૃષિ અને સહકાર મંત્રીદિલીપભાઈ સંઘાણીનો અવાજ બેસી જવા છતાં પણ હજારોની સંખ્‍યામાં ઉપસ્‍થિત લોકોને આવકારવા માટે પોતાનો થનગનાટ વ્‍યકત કર્યો હતો.
આ પ્રસંગે કેન્‍દ્રીય રાજય કૃષિમંત્રી પરશોતમભાઈ રૂપાલાએ આજના કાર્યક્રમમાં ખુબ જ મોટો રાજીપો વ્‍યકત કરતા જણાવ્‍યું હતું કે, મહાત્‍મા ગાંધીજીના આદર્શને જીવનમાં કેમ ઉતારાય તેનો તાદ્રસ્‍ય નમુનો એટલે આરઝી હકુમતનાં સરસેનાપતિ ગુણવંતબાપા પુરોહિત છે. કેટલાક લોકો ગ્રામોથાનની માત્ર વાતો કરે છે ત્‍યારે આ ક્રાંતિવીર ગુણવંતબાપા પુરોહિતે 100 વર્ષ બાબાપુર જેવા નાના ગામમાં વિતાવી ગ્રામ્‍ય લોકોની સાચી સેવા કરી છે.
વર્ષો પહેલા અમરેલીમાં માત્ર ગણીગાઠી સ્‍કૂલ-કોલેજો હતી. ત્‍યારે બહારગામથી લોકો બાબાપુર ભણવા માટે આવતા હતા. તેમ રૂપાલાએ જણાવી ગુણવંતબાપાને નમન કર્યા હતા.
આ પ્રસંગે દેવેન્‍દ્રભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે, ગુણવંતભાઈ પુરોહિતે પોતાના જીવનમાં ગાંધી ચ્‍યવનપ્રાશ ઉતાર્યુ છે.
આ કાર્યક્રમમાં સ્‍વાતંત્ર્ય સેનાની બેચરભાઈ પોકળ, ચંદુભાઈ લાખાણી, બાલુભાઈ ઠાકર, ઉમંગભાઈ છાંટબાર તથા હિન્‍દુ-મુસ્‍લીમ સમાજના 3પ સમાજના આગેવાનો, 1પ0 થી વધુ એનજીઓનાં આગેવાનો, જિલ્‍લાભરના વેપારી મહાજનો, બાબાપુર સર્વોદય પરિવારનાં સદસ્‍યો, સ્‍થાનીક સ્‍વરાજની ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત તથા જિલ્‍લાપંચાયતનાં સદસ્‍યો તથા દેશ-વિદેશમાંથી પધારેલા આગેવાનો તેમજ અમરેલી માર્કેટયાર્ડના ચેરમેન પી.પી. સોજીત્રા, હેમેન્‍દ્રભાઈ મહેતા, દિલાવરબાપુ, વસંતભાઈ પરીખ, અમર ડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા, વાઈસ ચેરમેન મુકેશ સંઘાણી, અમરેલી જિલ્‍લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ શરદભાઈ લાખાણી, અમર ડેરીનાં ડીરેકટર્સ ભાવનાબેન ગોંડલીયા, રાજેશ માંગરોળીયા, એમડી આર.એસ. પટેલ, એડવોકેટ રાજેશ રૂપારેલ, બ્રહ્મ સમાજના યુવા આગેવાન ભગીરથ ત્રિવેદી, તુષાભાઈ જોષી, જિલ્‍લા બેંકના એમડી ચંદુભાઈ સંઘાણી, વાયસ ચેરમેન અરૂણભાઈ પટેલ, જનરલ મેનેજર બી.એસ. કોઠીયા, ધીરૂભાઈ વાળા, ખેડૂત અગ્રણી ધીરૂભાઈ ગઢીયા, અમરેલી યાર્ડના ડીરેકટર્સ કૌશીકભાઈ વેકરીયા, ઘનશ્‍યામભાઈ રૈયાણી, ભાવેશ ગોંડલીયા, ભાસ્‍કરભાઈ શુકલ, મોટાભાઈ સવંટ, પ્રહલાદ સોલંકી, લોહાણા સમાજનાં આગેવાન જયસુખભાઈ પોપટ, દિનેશભાઈ વિઠૃલાણી સહિત જિલ્‍લાભરનાં તમામ આગેવાનોએ ગુણવંતબાપાનું ભવ્‍ય સ્‍વાગત કર્યુ હતું.કાર્યક્રમની શરૂઆતમાં સ્‍વાગત પ્રવચન શરદભાઈ લાખાણીએ કર્યુ હતું. જયારે 100 દિપમાળાનું દીપ પ્રાગટય ઉપસ્‍થિત આગેવાનો ઘ્‍વારા કરવામાં આવ્‍યું હતું.

Source: Amreli Express