Main Menu

શતાબ્‍દિ વર્ષમાં મંગલ પ્રવેશ કરતા હોય ભવ્‍ય સન્‍માન કરાશે અમરેલીમાં આજે ગુણવંતભાઈનાં ગુણગાન ગવાશે

અમરેલી, તા. ર1
અમરેલી પરિવાર ઘ્‍વારા બાબાપુરનાં વતની અને સ્‍વાતંત્ર્ય સેનાની ગુણવંતભાઈ પુરોહિત આવતીકાલે 100માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહૃાા હોય અમરેલી ખાતે ભવ્‍યાતિભવ્‍ય અભિવાદન સમારોહ ફોરવર્ડ હાઈસ્‍કુલનાં પટાંગણમાં યોજાઈ રહૃાો છે.
આવતીકાલે બપોરે ડો. જીવરાજ મહેતા ચોકમાં સફાઈ અભિયાન કરાયા બાદ એકતા યાત્રાનું પ્રસ્‍થાન કરવામાં આવશે અને યાત્રા ફોરવર્ડ હાઈસ્‍કુલનાં પટાંગણમાં પહોંચશે.
આ કાર્યક્રમમાં રાજયભરનાં સ્‍વાતંત્ર્ય સેનાઓ, પૂ. ધર્મબંધુજી, એરમાર્શલ, જનકકુમાર, કૃષિમંત્રી રૂપાલા સહિતનાં આગેવાનો પણ ઉપસ્‍થિત રહેશે અને જિલ્‍લાનાં દરેક સમાજ, સંસ્‍થાઓ અને સંગઠનો ઘ્‍વારા ગુણવંતભાઈ પુરોહિતનું ભવ્‍યાતિભવ્‍ય સન્‍માન કરવામાં આવશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પુર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીના માર્ગદર્શન તળે શરદ લાખાણી, અશ્‍વિન સાવલીયા, ધીરૂભાઈ ગઢીયા, તુષાર જોષી, કૌશિક વેકરીયા, ભગીરથ ત્રિવેદી, રાજેશ માંગરોળીયા, ધીરૂભાઈ વાળા સહિતનાં આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહૃાા છે.

Source: Amreli Express