Main Menu

જાફરાબાદ પંથકમાં માળખાકીય અને રોજગારલક્ષી સુવિધાઓ આપવામાં તમામ સરકાર નિષ્‍ફળ

જાફરાબાદ, તા. પ
જાફરાબાદ શહેર એ 4ર ગામડાઓનો તાલુકો છે. પરંતુ આ શહેરમાં આજદિન સુધી બસ સ્‍ટેશનની સુવિધા નથી. આ તળાવ સમાન દેખાતું કોઈ તળાવ નથી પરંતુ આ જાફરાબાદ શહેરનું નવું બસ સ્‍ટેશન છે. જાફરાબાદ શહેરથી નજીક આવેલ રાજુલા તેમજ ઉના શહેર છે જે આઝાદી પછી ત્રણથી ચાર વાર નવા સુવિધાઓ વાળા બસ સ્‍ટેશન બનેલ છે. પરંતુ આ પનોતા તાલુકામાં આજદિન સુધી બસ સ્‍ટેશન કે કોઈ બસનાં સમયપત્રકની માહિતી મુસાફરોને મળે તેવી સુવિધા નથી. પોસ્‍ટ ઓફિસ છે તો માત્ર ત્રણનો સ્‍ટાફ, બેંક છે જેમાં હજારો બેંક ખાતાઓ છે તો એસબીઆઈમાં ત્રણનો સ્‍ટાફ, પીજીવીસીએલમાં પણ સ્‍ટાફ નથી, તાલુકા પંચાયત ત્રણ વ્‍યકિતનાં ભરોસે તો આ તાલુકો કુદરતનાં ભરોસે અને માત્ર માચ્‍છીમારીનાં બંદર ઉપર જ આ શહેર ટકી રહૃાું મીઠાનાં ધંધામાં પણ ઘણાગરીબ મજુરો રોજી-રોટી કમાતા હતા તો ત્‍યાં પણ ટેકનોલોજીવાળા સાધનો આવી જતાં મજુરો બેરોજગાર અને બેકાર. કદાચ આ શહેરનાં લોકો ગાંધી ચિંઘ્‍યા માર્ગે આંદોલન તરફ વળશે ત્‍યારે જ આ શહેરમાં વિકાસ થશે તેવું લાગી રહૃાું છે.

Source: Amreli Express