Main Menu

અમરેલીની ગણેશ સોસાયટીથી સુખનિવાસ કોલોની સુધીનાં માર્ગનું નવિનીકરણ બાદ લોકાર્પણ કરાયું

અમરેલી, તા. 1
અમરેલી નગર સેવા સદન તેમજ જિલ્‍લા સેવા સદનના વહીવટીતંત્ર અને પાલીકાના પદાધિકારીઓ તેમજ ધારાસભ્‍ય, શહેર વિકાસ સમિતિ, શહેર કોંગ્રેસ સંકલન સમિતિના સમન્‍વયથી અત્રેના ચિતલ રોડ ઉપર આવેલ ગણેશ સોસાયટીના 7 મીટર પહોળા તેમજ 330 મીટરની લંબાઈ ધરાવતા મુખ્‍ય માર્ગને પેવર બ્‍લોકથી મઢીને નવીનીકરણ કરેલા આમાર્ગનું અને અત્રેના સરદાર સર્કલથી સુખનિવાસ કોલોની તરફ જતાં માર્ગની જમણી સાઈડમાં સમર્થ વ્‍યાયામ મંદિરની કમ્‍પાઉનડ વોલને લગત રોડ સાઈડ ઉપર પેવર બ્‍લોકીંગનું બ્‍યુટીફીકેશન કરાયું છે. જે બંને નવીનીકરણ કામો સંપન્‍ન થતા આજે ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણી, શહેર વિકાસ સમિતિના ચેરમેન પી.પી. સોજીત્રા તેમજ કોંગ્રેસ શાસીત નગરપાલીકાના પ્રમુખ શ્રીમતિ અલ્‍કાબેન ગોંડલીયા, ઉપપ્રમુખ નટુભાઈ સોજીત્રા, કારોબારી ચેરમેન સંદિપભાઈ ધાનાણી, ટાઉન પ્‍લાનીંગ સમિતિના ચેરમેન શકીલભાઈ કાદરી, નગરસેવક મૌલીકભાઈ ઉપાઘ્‍યાય, હંસાબેન જોષી, પ્રવિણભાઈ માંડાણી, ફરીદભાઈ રઈશ, પતાંજલભાઈ કાબરીયા સહિતના પાલીકાના પદાધિકારીઓ તેમજ શહેર કોંગ્રેસ સંકલન સમિતિના જે.પી. સોજીત્રા, લલીતભાઈ ઠુંમર, ડી.કે. રૈયાણી અરવિંદભાઈ સીતાપરા, નરેશભાઈ અઘ્‍યારૂ, રફીકભાઈ મોગલ, પોપટલાલ કાશ્‍મીરા, શરદભાઈ ધાનાણી, અર્જુનભાઈ સોસા, જીતુભાઈ ગોળવાળા, મુઝફરહુસેન સૈયદ, કોંગી આગેવાન હાર્દિકભાઈ સેંજલીયા, ઘનશ્‍યામભાઈ પરીખ તેમજ શહેરના તેમજ આ વિસ્‍તારના પ્રબુઘ્‍ધ નાગરીકોની ઉપસ્‍થિતિમાં જિલ્‍લા કલેકટર દિલીપકુમાર રાણા તેમજ અધિક નાયબ કલેકટર જે.કે. ઠેસીયાના વરદ હસ્‍તે ખુલ્‍લા મુકવામાં આવ્‍યા હતા.
આ તકે જિલ્‍લા પોલીસ અધિક્ષક જગદીશ પટેલ, જિલ્‍લા વિકાસ અધિકારી, જિલ્‍લાપુરવઠા અધિકારી સહિતના ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહૃાા હતા. પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમર તથા પૂર્વ કેન્‍દ્રીય મંત્રી સ્‍વ. મનુભાઈ કોટડીયાના ધર્મપત્‍ની હંસાબેન આ તકે આવી પહોંચતા ઉપસ્‍થિત આગેવાનોએ તેમને સત્‍કાર્યા હતા. પરંતુ અન્‍ય કાર્યક્રમમાં વ્‍યસ્‍ત હોવાના કારણે તેઓ શુભેચ્‍છા મુલાકાત લઈને રવાના થયા હતા.
અમરેલીનાં ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણી, શહેર વિકાસ સમિતિના ચેરમેન પી.પી. સોજીત્રા ઘ્‍વારા અમરેલી શહેરના વિકાસ માટે અનેકવિધ સુચનો કરવામાં આવી રહૃાા છે અને તે સુચન અનુસાર કોંગ્રેસ શાસિત નગરપાલીકાના પ્રમુખ શ્રીમતિ અલ્‍કાબેન ગોંડલીયા, ઉપપ્રમુખ નટુભાઈ સોજીત્રા તેમજ પાલીકાના તમામ સભ્‍યો શહેર કોંગ્રેસ સંકલન સમિતિના માર્ગદર્શન હેઠળ પાલીકાના ચીફ ઓફીસર સાગર રાડીયા તેમજ એન્‍જીનીયર એચ.પી. ખોરાસીયા સાથે નતનવા વિકાસકાર્યો માટે અને શહેરની સુંદરતા વધે તે માટે આયોજન કરી રહૃાા છે.
ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણી અને શહેર વિકાસ સમિતિના ચેરમેન પી.પી. સોજીત્રાના વિકાસલક્ષી વિચારો અને સુચનો અંતર્ગત અમરેલી નગર સેવા સદન તરફથી વિકાસ કામોની વણથંભી વણઝાર શરૂ કરવામાં આવી છે. તેમાં જિલ્‍લા કલેકટર દિલીપકુમાર રાણા, જિલ્‍લા પોલીસ અધિક્ષક જગદીશ પટેલ સહિતના ઉચ્‍ચ અધિકારીઓ પણ પોતાનું કુનેહપૂર્વકનું વહીવટી માર્ગદર્શનઆપી રહૃાા છે અને આ બધાની ફલશ્રુતી સ્‍વરૂપે અત્રેના ગણેશ સોસાયટીના મુખ્‍ય માર્ગ ઉપર 14 માં નાણાપંચ યોજના અંતર્ગત રૂા. ર0 લાખના ખર્ચે બ્‍લોક પેવીંગનું કામ પુર્ણ કરવામાં આવ્‍યું છે. સાથોસાથ યુડીપી 78 યોજના અંતર્ગત અત્રેના સરદાર સર્કલથી સુખનિવાસ કોલોનીના માર્ગ ઉપર રૂા. ર0 લાખના ખર્ચે બ્‍લોક પેવીંગથી રોડ સાઈડનું બ્‍યુટીફીકેશનનું કામ પુર્ણ કરવામાં આવ્‍યું છે. અને આજે આ બંને નવીનીકરણના કામો સંપન્‍ન થતા બંને માર્ગોને જાહેર જનતા માટે ખુલ્‍લા મુકવામાં આવ્‍યા છે. તેમ પાલીકાના સંકલનકર્તા શૈલેષભાઈ રૂપારેલ ઘ્‍વારા જણાવાયું છે.