Main Menu

અમરેલીનાં કોંગી આગેવાનોએ ગાંધીનગરમાં કર્યો હલ્‍લાબોલ

ગાંધીનગર, તા. ર3

ગાંધીનગર ખાતે આજે યોજાયેલ જનઆક્રોશ રેલી અને વિધાનસભા ભવનને ઘેરાવ કરવાનાં કાર્યક્રમમાં અમરેલી જિલ્‍લાનાં કોંગીજનો અગ્રેસર રહૃાા હતા. અને જિલ્‍લાની પંચાયતો અને પાલીકામાં કોંગ્રેસને ગયા વર્ષે મળેલ પ્રચંડ સફળતાનો પડઘો કોંગી આગેવાનોમાં જોવા મળતો હતો.

અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણી, જિલ્‍લા પંચાયતનાં પ્રમુખ જેનીબેન ઠુંમર, માજી સાંસદ વિરજી ઠુંમર, જિલ્‍લા પંચાયતનાં ઉપપ્રમુખ કેસુરભાઈ ભેડા, દિપક માલાણી, પ્રતાપ દુધાત, અમરેલી પાલીકાનાં પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયા સહિતનાં સેંકડો આગેવાનોએ કોંગ્રેસપક્ષનાં દિગ્‍ગજોની સંગાથે ખભેખભા મિલાવીને દલિતોનાં પ્રશ્‍ને ભાજપ સરકારનેભીંસમાં મુકવાનો સફળ પ્રયાશ કર્યો હતો. માજી સાંસદ ઠુંમર વિધાનસભાની દિવાલ પર ચડવામાં સફળ રહૃાા હતા અને કોંગ્રેસપક્ષનો ઘ્‍વજ લહેરાવવામાં સફળ રહૃાા હતા.