Main Menu

અમરેલી-ચલાલા માર્ગ પર ટાવેરા વૃક્ષ સાથે અથડાતા 1 વ્‍યકિતનું મોત

અમરેલી, તા.18

લાઠી તાલુકાનાં ચાવંડ ગામે રહેતા રાકેશભાઈ રમેશચંદ્ર દવે તથા ડ્રાયર સહિતના લોકો આજે કોઈ રક્ષાબંધન કરવા માટે ચલાલા ગયા હતા અને સાંજના સમયે ચલાલાથી ચાવંડ જવા માટે ટાવેરા કાર નંબર જી.જે.18 એ.બી. 4339માં નીકળ્‍યા હતા. ત્‍યારે દેવરાજીયા ગામ નજીક પહોંચતા કાર ચાલકે કોઈ કારણોસર સ્‍ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતાં કાર રોડ સાઈડના ઝાડ સાથે અથડાય પડતાં કારમાં બેઠેલા રાકેશભાઈ રમેશભાઈ દવે (ઉ.વ.39)ને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્‍થળે મોત થયું હતું. જયારે આ કારમાં બેઠેલા જયોતિબેન રાજેશભાઈ, રાજવીબેન રાજેશભાઈ, કરીશ્‍માબેન રાજેશભાઈ, જીત રાજેશભાઈ તથા બાબરા ગામના ભાવનાબેન પ્રદિપભાઈ, ગાયત્રીબેન પ્રદિપભાઈ સહિત 7 લોકોને નાની- મોટી ઈજાઓ થતાં ઘવાયેલા તમામને સારવાર માટે અત્રેના સરકારી દવાખાને ખસેડવામાં આવેલ છે. આ બનાવની જાણ અમરેલી તાલુકા પોલીસને થતાંપી.એસ.આઈ. રામ ગોજીયા, સાર્દુળભાઈ ભુવા, મનીષભાઈ જોષી સહિતનો સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી જઈ ઘવાયેલાઓને સારવાર માટે દવાખાને ખસેડવાની વ્‍યવસ્‍થા કરી હતી.