Main Menu

બાબરા નગરપાલીકાનું 13.રર કરોડનું પુરાંતલક્ષી બજેટ સર્વાનુમતે પસાર

બાબરા, તા. ર4
બાબરા નગરપાલીકાની આજે સામાન્‍ય સભા પ્રમુખના અઘ્‍યક્ષ સ્‍થાને મળી હતી જેમાં આગામી વર્ષનું 13.રર કરોડનું પુરાંત લક્ષી બજેટ સર્વાનુંમતે પસાર કરવામાં આવ્‍યું હતું.
બાબરા નગરપાલિકાના સભ્‍યોની એક સામાન્‍ય સભા આજે બપોરે પ્રમુખ ખીમજીભાઈ મારુ અને ચીફ ઓફિસરની ઉપસ્‍થિતિમાં મળીહતી. જેમાં આગામી વર્ષ ર017-18નું બજેટ 13.રર કરોડનું સર્વાનુંમતે પસાર કરવામાં આવ્‍યું હતું.
બાબરામાં આગામી વર્ષમાં પાણી, રસ્‍તા, લાઈટ અને અન્‍ય પ્રાથમિક અને માળખાકીય સુવિધામાં ખર્ચ કરાશે.
આ બેઠકમાં પાલિકા પ્રમુખ ખીમજીભાઈ મારૂ, ઉપપ્રમુખ વનરાજભાઈ વાળા, ચીફ ઓફિસર જે.જે. ચૌહાણ, તેમજ ભાજપ અને કોંગ્રેસના સભ્‍યો ઉપસ્‍થિત રહૃાા હતા.
નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે. થોડા દિવસો પહેલા નારાજ સભ્‍યો ર્ેારા પાલિકા પ્રમુખ વિરુદ્ધ અવિશ્‍વાસની દરખાસ્‍ત કરેલ જોકે અવિશ્‍વાસની દરખાસ્‍તનું સુરસુરીયું થયું હતું. ત્‍યારે પાલિકામાં બજેટની બેઠકમાં કોંગ્રેસના એક પણ સભ્‍ય વિરુદ્ધમાં ન જાય તે માટે જિલ્‍લા કોંગ્રેસ ર્ેારા દરેક કોંગ્રેસી સભ્‍યને વ્‍હીપ આપવામાં આવ્‍યો હતો.

Source: Amreli Express