રાજુલાનાં કડીયાળીમાં ઝગડામાં સમજાવવા જતાં પાઈપ, છરી, તલવાર વડે હુમલો

અમરેલી, તા.ર4
રાજુલા તાલુકાનાં કડીયાળી ગામે રહેતા અને મજૂરી કામ કરતાં મનસુખભાઈ ધનજીભાઈ બાબરીયા નામના 30 વર્ષીય યુવક ગત તા.રર ના રાત્રે 10 વાગે પોતાના ઘરે હતા ત્‍યારે તેમના પડોશી હિંમત નારણભાઈ નાવર તથા બાલુ ભીમાભાઈ બાબરીયા અંદરોઅંદર ઝગડો કરતાં હોય, અને ગાળો બોલતા હોય જેથી આ યુવક તેમને સમજાવવા જતાં હિંમત નાવર, પ્રેમજી હરસુરભાઈખુમાણ તથા ભીખા ઉગાભાઈ ખુમાણે ઉશ્‍કેરાઈ જઈ અને પાઈપ, છરી અને તલવાર વડે આડેધડ માર મારી ઈજા કરી અને ગામ મૂકીને જતાં રહેવાની ધમકી આપી નહીંતર તારૂ ખૂન કરી નાંખીશું તેમ કહેતા આ અંગે પીપાવાવ મરીન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Source: Amreli Express