Main Menu

કપાસની ગાંસડી સાથે ઈલેકટ્રીક બલ્‍બ અથડાતા આગ : ર કિશોર ઘાયલ

અમરેલી, તા.ર4
બાબરા તાલુકાનાં ત્રંબોડા ગામે ગેસનો સિલિન્‍ડર ફાટતા ર ના મોત અને 7 લોકો સખત રીતે દાજી ગયાની ઘટનાની હજુ શાહી પણ સૂકાઈ નથી ત્‍યાં ગઈકાલે મોડી રાત્રીના સમયે લાઠી તાલુકાના લુવારીયા ગામે કપાસની ગાંસડી સાથે ઈલેકટ્રીક લેમ્‍પ ઘસાતા લેમ્‍પ ફુટી જવાના કારણે આગ લાગતા બે કિશોર દાજી જતાં બંનેને પ્રથમ લાઠી અને વધુ સારવાર માટે અમરેલી દવાખાને સારવાર માટે ખસેડાયા છે.
આ બનાવમાં લાઠી તાલુકાના લુવારીયા ગામે રહેતા અને ખેતી કામ કરતા જયંતિભાઈ રવજીભાઈ શિયાણી નામના ખેડૂતે પોતાની વાડીમાં કપાસનું વાવેતર કરેલ હોય ગઈકાલે તેઓએ મજૂરોને કામે રાખી કપાસ ઉતરાવી અને રાત્રીના સમયે તે તમામ કપાસની ગાંસડીઓ પોતાના ઘરે એક રૂમમાં મૂકાવતા હતા ત્‍યારે રૂમમાં રહેલ ઈલેકટ્રીક લેમ્‍પ કપાસની ગાંસડી સાથે અથડાતા ઈલેકટ્રીક શોક સર્કીટ થવાના કારણે તિખારા થતાં કપાસમાં આગ લાગી ગયેલ હતી. ત્‍યારે આ સમયે કપાસની ગાંસડીમાંથી નીચે પડેલ કપાસને ઢગલામાં નાખી રહેલા 14 વર્ષીય કિશોર બાપુ પુનાભાઈ તથા 1ર વર્ષનો કિશોર થાનસિંગ દુધસિંગ દાજી જતા બન્‍નેનેપ્રથમ લાઠી અને વધુ સારવાર માટે અમરેલી દવાખાને ખસેડાયા છે.

Source: Amreli Express