જાફરાબાદની સિન્‍ટેક્ષ કંપનીમાં લાગી ભીષણ આગ

રાજુલા, તા. ર4
જાફરાબાદની સિન્‍ટેક્ષ કંપનીમાં આજે મોડી સાંજે ભીષણ આગ લાગી હતી. ર કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. પોલીસ તેમજ રેવન્‍યુ વિભાગ ઘટના સ્‍થળે દોડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ જાફરાબાદની સિન્‍ટેક્ષ કંપનીમાં જયા કોટનની ગાંસડીઓ ર્ેારા દોરા બનાવવામાં આવી છે. ત્‍થા હજારો યુવતિઓ કામ કરે છે ત્‍યાં અચાનક મોડી સાંજે આગ લાગી હતી. આગનેકાબુમાં લેવા રાજુલા-જાફરાબાદના ફાયર ફાઈટર ઘટના સ્‍થળે દોડી ગયા હતા. આ આગમાં હાલમાં કરોડો રૂપિયાના નુકશાનનો અંદાજો લગાવાઈ રહૃાો છે.
આ બાબતે જાફરાબાદ પી.એસ.આઈ. દશરથસિંહ વાઢેરે જણાવ્‍યું હતું કે આ બાબતની કોઈ વિધિવત ફરિયાદ હજુ થઈ નથી. આગ કંઈ રીતે લાગી ? કેટલું નુકશાન થયું આ બાબતે હાલ તપાસ ચાલી રહી છે.
ઘટનાની જાણ થતા મામલતદાર પ્રાન્‍ત કલેકટર પ્રજાપતિ, પોલીસ સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયો હતો.

Source: Amreli Express