આલેલે : ખાંભા પંથકમાં વૃક્ષોનાં થડમાં ગેરૂ લગાવવાનાં કોન્‍ટ્રાકટમાં પણ ભ્રષ્‍ટાચારની બદબુ

ખાંભા, તા. ર4
ખાંભા તાલુકામાં સરકારના તમામ વિભાગોમાં ભ્રષ્‍ટાચારનો પીળો પરવાનો મળી ગયો હોય તે ઠેકેદારો ર્ેારા તમામ કામોમાં જેવા કે બાંધકામ- રોડ બનાવવા સ્‍ટેટ હાઈવે તેમજ પંચાયત સંચાલીત રોડમાં તો ભ્રષ્‍ટાચાર થાય જ છે. પરંતું થીગડા મારવામાં પણ ભ્રષ્‍ટાચારી બાબુઓના સહકારથી ઠેકેદાર લાખો રૂા.નો સરકારને ચુનો લગાવી રહૃાા હોય તેમ ખાંભા તાલુકાના તમામ સ્‍ટેટ હાઈવે ઉપરછેલ્‍લા બે વર્ષમાં એટલી વખત થીગડા મારવાના બહાને રૂા. ચાઉં થયા છે કે થીગડા મારવાની રકમમાંથી નવા રોડ બની જાય.
બાકી રહૃાું હોય તેમ માર્ગ મકાન સ્‍ટેટ અને પંચાયત હસ્‍તકના રોડની બન્‍ને સાઈડ ઉભેલા વૃક્ષોની ઓળખ અને ઉધઈથી બચાવવા માટે મારવામાં આવતા લાલ ગેરુ અને ચુનો લગાવવામાં પણ ભ્રષ્‍ટાચારીઓ ર્ેારા બેખોફ રીતે ભ્રષ્‍ટાચાર આચરીયો હોય તેમ વૃક્ષોને પણ ગેરુ લગાવવામાં વ્‍હાલા દવલાની નીતિ અપનાવી ભ્રષ્‍ટાચાર આદરવામાં આવ્‍યો હોય તેમ ખાંભાની મેઈનબજારમાં અનેક વૃક્ષો ગેરૂ લગાવ્‍યા વગરના રાખી ગેરુ-ચુનાનો બચાવ કરી ભ્રષ્‍ટાચાર આચરી હજારો રૂા. ચાઉં કરી વૃક્ષોના જતન કરવાના બદલે વૃક્ષોના પતન કરવાની કાર્યવાહી થતી હોય જવાબદાર વિભાગ ર્ેારા આ બાબતની તપાસ કરવામાં આવે તો ઘણાંના તપેલા ચડી જાય.

Source: Amreli Express