Main Menu

ચમારડીમાં યોજાનારા ઐતિહાસિક સમુહ લગ્નોત્‍સવની તડામાર તૈયારીઓ

બાબરાના ચમારડી ગામે આગામી તા. 13 માર્ચે ર01 દિકરીઓના સમુહ લગ્નનું આયોજન ગામના પનોતા પુત્ર અને સુરત સ્‍થિત ગોપાલ શેઠના નેજા હેઠળ જી.પી. વસ્‍તરપરા દ્વારા કરવામાં આવ્‍યું છે. ત્‍યારે, આ ભવ્‍ય સમુહ લગ્નમાં સમગ્ર રાજયમાંથી સાધુ સંતો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્‍થિત રહી નવદંપતિને આશિર્વાદ અને શુભકામના પાઠવશે. ત્‍યારે આયોજનમાં કોઇ કચાશ ન રહે તે માટે ગોપાલભાઈ દ્વારા બાબરા લાઠી દામનગરના દરેક સમાજના આગેવાનોની એક બેઠક બોલાવી હતી. રાધેફાર્મ હાઉસ ખાતે ગોપાલ શેઠના અઘ્‍યક્ષ સ્‍થાને મળેલ આ બેઠકમાં અલગ અલગ સમિતિઓની રચના કરી જવાબદારીઓ સોંપવામાં આવેલ તેમજ કાર્યક્રમમાં કોઇને મુશ્‍કેલી ન પડે તેની પુરી કાળજી લેવા જાણવામાં આવ્‍યું. આ તકે ગોપાલભાઈ દ્વારા સૌને અપીલ કરતા જણાવ્‍યું કે આ સમુહ લગ્નનો પ્રસંગ આપણા સૌનો હોય જેથી સૌએ ખભેખભા મિલાવી કામ કરીશું. તેઓએ નેત્રદાનઅને રકતદાન પણ કરવા સમગ્ર પંથકની જનતાને અનુરોધ કર્યો છે. રાધેફાર્મ હાઉસ ખાતે મોટી સંખ્‍યામાં સમગ્ર પંથકના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા. જેમાં મગનભાઇ જોગાણી, વિનુભાઇ કરકર, મગનભાઇ કોલડીયા, તુલસીભાઇ ગાજીપરા, સંજયભાઇ વસાણી, વલ્‍લભભાઇ ભાયાણી, દિલાવરભાઇ કોરેજા, હરેશભાઇ શિયાણી, વિનુભાઇ પલસાણા, યુનુસભાઇ ગોગદા, ઘનશ્‍યામભાઇ ધોળકિયા, મુકેશભાઈ પીપલવા, જગદીશભાઈ નાકરાની, કાળુભાઇ પોકળ વગેરે આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા. સર્વ સમાજની આ બેઠકને સફળ બનાવવા રાજુભાઇ વસ્‍તપરા, ચંદુભાઈ ચિતળિયા, ભાનુભાઇ પાશેરીયા સહિતના કમિટીના સભ્‍યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Source: Amreli Express(Next News) »