Main Menu

સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરતા નરેન્‍દ્ર મોદી

પ્રભાસ પાટણ મુકામે શ્રી સોમનાથ ટ્રસ્‍ટની 116મી બેઠક યોજવામાં આવી હતી. જેમાં તમામ ટ્રસ્‍ટી કેશુભાઈ પટેલ, નરેન્‍દ્રભાઈ મોદી, એલ.કે. અડવાણી, અમિતભાઈ શાહ, જે.ડી. પરમાર, પ્રવિણ લહેરી, હર્ષવર્ધન નિવેટીયા ઉપસ્‍થિત રહયા હતા. ટ્રસ્‍ટીઓ દ્વારા અગાઉના નિર્ણયોની અને પ્રગતિની સમીક્ષા સાથે ટ્રસ્‍ટના નાણાંકીય બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. ખાસ કરીને ભારતના દક્ષિણ, પૂર્વ અને ઉતરના રાજયોમાંથી આવવા ઈચ્‍છતા ભાવિકો માટે વિવિધ સગવડો કરી તેમજ દેશના મહત્‍વના શહેરોમાં શ્રી સોમનાથ મહોત્‍સવનું આયોજન કરીનેપ્રથમ જયોતિર્લિંગ દર્શન શિવભકતોની આસ્‍થાને અનુરૂપ વ્‍યવસ્‍થા કરવી. પ1 શકિતપીઠોમાંથી વિલુપ્‍ત થયેલ પ્રભાસ પાટણમાં ભચંદ્રભાગાભ શકિતપીઠનું નિર્માણ કરી શકિત સંપ્રદાયના લોકો માટે આધુનિક પઘ્‍ધતિથી ઉજાગર કરી શકિત ભકતોને અનન્‍ય ભાવના થાય તે રીતે શકિતપીઠની પુનઃ સ્‍થાપના કરવી તેમ નકકી થયું. વર્ષ ર017 માટે કેશુભાઈ પટેલની અઘ્‍યક્ષ તરીકે વરણી સર્વાનુમતે કરવામાં આવી. મંદિરના શિલ્‍પકામ, રંગ કામ અને રોશની અંગે થયેલ કાર્યવાહી આગળ વધારવાનો નિર્ણય કરવામાં આવ્‍યો પૂર્વ ટ્રસ્‍ટી વિનોદ નિવેટીયાની સ્‍મૃતિ માટે અંબુજા સિમેન્‍ટ કંપની તરફથી રૂા. પ કરોડના દાનની દરખાસ્‍ત કરવામાં આવી અને તેમાંથી એક કલા સંસ્‍કૃતિનું કેન્‍દ્ર નિર્માણ કરવાનું નકકી કરવામાં આવ્‍યું. ભારત સરકારની પ્રસાદ યોજના હેઠળ અતિ આધુનિક સવલતોવાળુ પાર્કિંગ, યાત્રાળુઓ માટે સ્‍વાગત કેન્‍દ્ર, ઘનકચરાના નિકાલની વ્‍યવસ્‍થાનો પ્રોજેકટ મંજૂર થયાની નોંધ લેવામાં આવી. દરિયાકાંઠે ધોવાણ અટકાવવાના હેતુથી રીટેનીંગ વોલ અને ફેસીંગ વોક-વેના નિર્માણની યોજનાની પર્યાવરણની મંજૂરી મેળવી, પ્રસાદ યોજના હેઠળ તેનું નિર્માણ કરવાનું નકકી કરવામાં આવ્‍યું. આ પ્રસંગે સૌ ટ્રસ્‍ટીની ઉપસ્‍થિતિમાં વડાપ્રધાને શ્રી સોમનાથ મંદિરની ભકિતભાવ પૂર્વક પૂજા- અર્ચના-આરતી કરી મંદિરસંકુલની મુલાકાત કરી.