Main Menu

અમરેલી જિલ્‍લામાં સિંહોની હાલત શ્‍વાન જેવી બની

સમગ્ર વિશ્‍વમાં એશીયાટીક સિંહ માત્ર સૌરાષ્‍ટ્રનાં જંગલમાં જ જોવા મળે છે. ત્‍યારે આપણી રાષ્‍ટ્રીય સંપત્તિ ગણાતા આ એશીયાટીક સિંહની દશા શ્‍વાનકરતાં પણ ખરાબ થઈ રહી હોય તેવો એક વિડીયો સોશ્‍યલ મીડીયામાં વાયરલ થતાં ભારે સનસનાટી મચી જવા પામી છે. ત્‍યારે વાયરલ થયેલ વિડીયો કયાં સ્‍થળનો છે તે ચોકકસ જાણી શકાયું નથી. પરંતુ આ વિડીયો ધારી ગીર પૂર્વેનાં આંબરડી, ધોબી કુઈ અથવા તો જેસરનાં ગેબર વિસ્‍તારનો હોવાનું અનુમાન જાણકારો લગાવી રહૃાા છે. આ વિડીયો વાયરલ થયા બાદ પણ વન વિભાગ આ બનાવથી અજાણ હોય વનવિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે.
અમરેલી જિલ્‍લામાં આજે સવારથી જ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એક ટ્રેકટરમાં કેટલાંક લોકો ગાડા માર્ગે પસાર થતાં હોય છે અને આ માર્ગ વન વિસ્‍તારનો હોય ત્‍યારે રસ્‍તામાં એક સિંહ દંપત્તિ મળી જતાં આ સિંહ દંપત્તિની પાછળ ટ્રેકટર દોડાવી અને આ રાષ્‍ટ્રી