Main Menu

સાવરકુંડલાનાં કૃષિ પ્રદર્શનમાં કૃષિમંત્રી રૂપાલા ગેરહાજર

અમરેલી જિલ્‍લામાં ભાજપ પરિવારમાં ચાલતો જુથવાદ ફુંફાડા મારી રહૃાો છે. અને જયારે પણ કોઈ કાર્યક્રમ હોય ત્‍યારે એકબીજા જુથની નારાજગી સપાટી પર આવી જાય છે.
આજે સાવરકુંડલા ખાતે ખેતીવાડી વિભાગ ઘ્‍વારા ખેડૂત સંમેલન અને કૃષિ પ્રદર્શન યોજાયું હતું. જેમાં પૂર્વ કૃષિમંત્રી સંઘાણીનું નામ આમંત્રણ પત્રિકમાં પ્રસિઘ્‍ધ ન થતાં તેઓ નારાજ બન્‍યા હતા.
આ કાર્યક્રમનાં અઘ્‍યક્ષપદે કેન્‍દ્રીય કૃષિમંત્રી પરશોતમભાઈ રૂપાલાનું નામ હતું અને તેઓ અમરેલીમાં હાજર હોવા છતાં પણ સંઘાણીની અવગણના થતાં રૂપાલાએ પણ ખેડૂત સંમેલનમાં જવાનું ટાળી દીધી હતું. અને બંને જીગરજાન મિત્રો ખાનગી શાળાનાં વાર્ષિકોત્‍સવમાં ઉપસ્‍થિત રહૃાા હતા. અને સરકારી અને તે પણ કૃષિ પ્રદર્શનનાં કાર્યક્રમમાં ગેરહાજર રહેતાં ભાજપમાં ચાલતો જુથવાદ સપાટી પર આવેલ છે.
જો કે, આ કાર્યક્રમમાં સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી અને ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડ પણ અપેક્ષિત હોવા છતાં પણ કોઈ કારણોસર ગેરહાજર રહૃાા હતા. જો કે આ બંને નેતાઓ અંગત કારણોસર ગેરહાજર રહૃાા હતા. કારણ કે તેઓ જુથબંધીનો હિસ્‍સોબન્‍યા ન હતા તે હકીકત છે.