Main Menu

Saturday, March 25th, 2017

 

વંડા ગામે પરિણીતાએ લગ્ન કરવાની ના પાડતા મહુવાનાં શખ્‍સે છરી ઝીંકી

અમરેલી, તા.ર4
સાવરકુંડલા તાલુકાના વંડા ગામે રહેતા બેનાબેન ઉર્ફે વર્ષાબેન દિનેશભાઈ સલખણા નામના 36 વર્ષીય પરિણીતાને ગત તા.ર1ના બપોરના ત્રણેક વાગ્‍યાના સમયે મહુવા વાળા મજીદ નામના શખ્‍સે તેણીને લગ્ન કરવાનું કહેતા આ પરિણીતાએ લગ્ન કરવાની ના પાડતા આરોપીએ ઉશ્‍કેરાઈ જઈ તેણીને ગાળો આપી ગળાના ભાગે છરીથી ગંભીર ઈજા કરતાં આ અંગે વંડા પોલીસમાં ફરિયાદ નોંધાતા પી.એસ.આઈ. પટેલે વધુ તપાસ હાથ ધરી છે.

Source: Amreli Express


રાજુલાનાં કડીયાળી ગામે દારૂ પી ઘરે આવવાની ના પાડતા જાનથી મારી નાખવાની ધમકી

અમરેલી, તા.ર4
રાજુલા તાલુકાનાં કડીયાળી ગામે રહેતા ભાણીબેન નારણભાઈ નાવર નામની 4પ વર્ષીય મહિલા છેલ્‍લા 1 વર્ષથી રીસામણે હોય ત્‍યારે મનસુખ ધનજીભાઈ બાબરીયાને કહેલ કે તારે દારૂ પી અમારા ઘરે આવવું નહીં તેમકહેતા તેણે ઉશ્‍કેરાઈ જઈ જેમ ફાવે તેમ ગાળો બોલી લાકડી વતી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ પીપાવાવ મરીન પોલીસમાં નોંધાઈ છે.

Source: Amreli Express


અમરેલી જિલ્‍લા યુવા ભાજપનાં આગેવાનો ‘શહીદ દિન કૂચ’માં જોડાયા

દેશના માટે હસતા હસતા ફાંસીના માંચડે ચડી જનારા શહીદ વીર ભગતસિંહ, સુખદેવ અને રાજયગુરૂની વીર શહાદતના દિવસ એટલે કે ર3મી માર્ચ 1931ને ભારતીય ઈતિહાસમાં સમગ્ર રાષ્‍ટ્રમાં શહીદ દિન તરીકે ઉજવાય છે. ત્‍યારે રાષ્‍ટ્રના માટે પ્રાણ ન્‍યોછાવર કરનાર આ નરબંકાઓ આજના યુવાનોની પ્રેરણા બને તેવા હેતુથી ભારતીય જનતા પાર્ટી, યુવા મોરચા દ્વારા તા.ર3મી માર્ચના રોજ વિશાળ માનવ મહેરામણ વચ્‍ચે ભારત માતાકી જય અને શહીદો અમર રહોના નારા સાથે શહીદ દિન કૂચ રેલી યોજવામાં આવી હતી. વિશાળ જનમેદનીને આક્રમકતાથી સંબોધતા મહેશ કસવાલાએ શહીદોને નમન કરતા જણાવ્‍યું હતું કે આજનો સમય આઝાદી બચાવવા માટેનો સંઘર્ષ કરવાનો સમય છે. ભારતના પુનઃ નિર્માણ કરવા માટે વડાપ્રધાન દેશ માટે દિવસ રાત મહેનત કરી રહયા છે. ત્‍યારે ભારત માતાને પુનઃ વિશ્‍વ શિખરે બિરાજમાન કરવા અને દેશના શહીદોના સપનાનું હિન્‍દુસ્‍તાન બનાવવા આવા કાર્યક્રમોની જરૂર છે. તેઓએ આજના કાર્યક્રમને ભાવનાત્‍મક બતાવતા જણાવ્‍યું હતું કે દેશનાયુવાનોમાં રાષ્‍ટ્રભાવના અને રાષ્‍ટ્રપ્રેમનું સિંચન થાય અને દેશના યુવાનોમાં દેશના ગદારો કે ફિલ્‍મી હીરોને બદલે ભગતસિંહ, સુખદેવ અને રાજયગુરૂ જેવા રાષ્‍ટ્રના સાચા હીરો દેશના યુવાનોના આઈડીયલ બને. અમરેલી જિલ્‍લા અઘ્‍યક્ષો અને શહેર મહામંત્રી યુવા મોરચા પ્રભારીના માર્ગદર્શન નીચે ત્રણેએ જિલ્‍લાના યુવા મોરચાના શહેર અને વોર્ડના હોદેદારો અને કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. ર3 માર્ચ શહીદ દિન 1931 નિમિતે ભારતીય જનતા યુવા મોરચો અમરેલી જિલ્‍લા દ્વારા ભાવનગર મુકામે ભભશહીદ દિન કૂચભભનું આયોજન કરવામાં આવેલ. તેમાં હાજર રહેલ. જેમાં મહેશભાઈ કસવાલા, પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજેન્‍દ્રસિંહ રાણા, ભગીરથભાઈ ત્રિવેદી, દિપકભાઈ વઘાસીયા, રાજેશભાઈ માંગરોલીયા, જગદીશભાઈ નાકરાણી, નિતેશભાઈ ડોડીયા, વનરાજભાઈ વરૂ, રામદેવસિંહ ગોહિલ, પ્રીતેશ નારોલા, દિગંત ભટ્ટ, હરેશ કાબરીયા, મૃગેશભાઈ કોટડીયા, વિપુલભાઈ બુહા, વિપુલ ધોરાજીયા, ચિરાગ ચાવડા, વિજય ચોટલીયા, દિલુભાઈ વાળા, રવિ પવાર, જયદીપ વિઠલાણી, મનીષ ધરાજીયા, દિલીપ રંગપરા, નિકુંજ માંગરોલીયા, સંજય કરકર, અનિરૂઘ્‍ધસિંહ રાઠોડ, ભારત જાની, બગસરા, ધારી, દામનગર, બાબરા, રાજુલા, અમરેલી, જાફરાબાદ સહિત અલગ અલગ યુવા મોરચાના મંડળમાંથી કાર્યકર્તાઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયાહતા. તેવું રાજેશ માંગરોલીયાની અખબારી યાદીમાં જણાવેલ છે.

Source: Amreli Express


કાઠી ક્ષત્રિય સમાજના વાળા અને કરપડા પરિવારના કુળદેવી માંના મંદિરે ઘ્‍વજારોહણ કરાયું

કાઠી ક્ષત્રિય સમાજના વાળા અને કરપડા પરિવાર દ્વારા કુળદેવી માતાજીના મંદિરે ઘ્‍વજારોહણ કરવામાં આવ્‍યું. જૂનાગઢ જિલ્‍લાના દાત્રણા ગામે આવેલ ગાત્રાડ માતાજીના ધામમાં કાઠી ક્ષત્રિય સમાજના વાળા અને કરપડા શાખાના કુળદેવી પર ગજની ઘ્‍વજા ચડાવી ધન્‍યતા અનુભવી હતી. આ પ્રસંગે બાબરા નગરપાલિકાના ઉપપ્રમુખ વનરાજભાઈ વાળા તેમજ કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને સંતો મહંતો ઉપસ્‍થિત રહયા હતા.

Source: Amreli Express


ચમારડીમાં ઉત્‍સાહભેર ‘‘વિશ્‍વ વન દિન”ની ઉજવણી કરવામાં આવી

સામાજિક વનવિભાગ-બાબરા તથા જનતા વિદ્યાલય-ચમારડીના સંયુકત ઉપક્રમે ચમારડી ખાતે વિશ્‍વ વન દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી. મુખ્‍યમંત્રી વિજય રૂપાણીના ઉદ્‌બોધનને માણવામાં આવ્‍યું. આ પ્રસંગે વનવિભાગના રાઠોડ તથા પરેશભાઈ મોરડીયાની ઉપસ્‍થિતિમાં વિદ્યાર્થીઓને દેશમાં વનની દયનીય સ્‍થિતિને ઉગારવા વૃક્ષારોપણ, વનસંરક્ષણ અને વન્‍યપ્રાણીઓના સંરક્ષણ ઉપર આચાર્ય સુરેશભાઈ નાકરાણીએ જાગૃતિ લાવવા વહેલી તકે પ્રયત્‍નશીલ થવા જણાવ્‍યું. એચ. જે. જાદવ, રેખાબેન ગાંભા, પરેશભાઈ મોરડીયાએ વન અંગેજાણકારી આપી વિદ્યાર્થીઓને ચકલીના માળાઓનું વિતરણ કરવામાં આવ્‍યું. માળાના દાતા નાથાભાઈ મગતરપરાનો આભાર માનવામાં આવ્‍યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનિષભાઈ તલસાણીયાએ કર્યુ.

Source: Amreli Express


25-03-2017

thumbnail of AMRELI EXPRESS

Source: Amreli Express