Main Menu

Friday, March 24th, 2017

 

અમરેલીમાં સાહિત્‍યકાર માયાભાઈ આહીરનું અદ્‌કેરૂ સન્‍માન કરાયું

અમરેલી પરિવાર ઘ્‍વારા સુપ્રસિઘ્‍ધ સાહિત્‍યકાર માયાભાઈ આહીરને સાહિત્‍ય જગતનાં સર્વોચ્‍ચ એવોર્ડ ભભકવિ દુલાભાયા કાગભભ એવોર્ડ મળતાં દિલીપ સંઘાણી સાંસ્‍કૃતિક હોલમાં પૂ. વલકુબાપુ, પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી તેમજ જુદી-જુદી 140 સંસ્‍થાઓ ઘ્‍વારા અદકેરૂસન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ તકે પૂ. વલકુબાપુએ આર્શિવચન પાઠવ્‍યા હતા અને પૂ. મોરારીબાપુ, કથાકાર અમરદાસ ખારાવાળા, કાનજી ભુટા બારોટ, કવિ રમેશ પારેખને યાદ કરાયા હતા. આ કાર્યક્રમમાં જિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍ક, જિલ્‍લા ભાજપ, અમરેલી જિલ્‍લા દુધ સંઘ, શકિત ગૃપ, ડો. જીવરાજ મહેતા ચેરીટેબલ ટ્રસ્‍ટ, નગરપાલીકા, જિલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ, માર્કેટયાર્ડ, ખોડલધામ સમિતિ, બ્રહ્મસમાજ, ક્ષત્રિય સમાજ, આહીર સમાજ, રઘુવંશી સમાજ સહિતની સંસ્‍થાઓ ઘ્‍વારા ભવ્‍યાતિભવ્‍ય સન્‍માન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ચંદુભાઈ સંઘાણીએ ભારે જહેમત ઉઠાવી હતી.

Source: Amreli Express


લીલીયા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં મીટર, સર્વિસ, ટ્રાન્‍સફોર્મર જપ્‍ત કર્યા

અમરેલી, તા. ર3
લીલીયા પીજીવીસીએલ ર્ેારા શહેર તથા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વીજ ગ્રાહકો પાસે બાકી વીજબીલનાં નાણા વસુલવા માટે અધિક્ષક ઈજનેર કે. વી. ભટ્ટના માર્ગદર્શન અને આદેશથી લીલીયાના સલડી ગામની ખેતીવાડી વિસ્‍તારમાંથી મીટર,સર્વિસ, ટ્રાન્‍સફોર્મર જપ્‍ત કરેલ. તેમજ લીલીયા શહેર, અંટાળીયા તથા લીલીયાનાં અન્‍ય ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી મીટર, સર્વિસ જપ્‍ત કરેલ. પીજીવીસીએલની કડક નીતિથી વીજબીલ ન ભરતા ગ્રાહકોમાં ફફડાટ વ્‍યાપી ગયો છે અને જુના બાકી વિજ બીલોના નાણા ભરાવા લાગ્‍યા છે. વધુમાં રજાના દિવસોમાં પણ ગ્રાહકોની સુવિધા માટે કેશબારી ખુલ્‍લી રહેશે. તેમ અધિક્ષક ઈજનેર કે. વી. ભટ્ટે જણાવ્‍યું છે.

Source: Amreli Express


રાજુલામાં હંગામી કર્મચારીઓની વિવિધ માંગને લઈને હડતાલ યથાવત

રાજુલા, તા.ર3
રાજુલા તાલુકા પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના આઈ.આર.ડી. મિશન મંગલમના રપ જેટલા કર્મચારીઓ હડતાલ પર છે. આર્થિક શોષણ સામે લડત ચલાવી રહયા છે. ત્‍યારે આજે ચોથા દિવસે આ હડતાલ યથાવત રહી હતી. આજે ભાજપના રવુભાઈ ખુમાણ, કોંગ્રેસના બાબુભાઈ રામ, અંબરીશભાઈ ડેર, ઘનશ્‍યામભાઈ લાખણોત્રા સહિતનાએ આ હડતાલની છાવણીની મુલાકાત લીધી હતી. 7મીએ મુખ્‍યમંત્રી રાજુલા આવી રહયા છે. ત્‍યારે રૂબરૂ રજૂઆત કરવા આશ્‍વાસન આપ્‍યું હતું.

Source: Amreli Express


રાજુલાનાં દરિયાકાંઠે મંજૂરી વગર જીંગા ઉછેર કેન્‍દ્ર શરૂ

વિકટર, તા.ર3
રાજુલા – જાફરાબાદ પંથકમાં અનેક નાના મોટા ઉદ્યોગો આવેલા છે. ત્‍યારે અમુક ભૂમાફીયાઓ દ્વારા ઉદ્યોગો સાથે ચાલવા માટે થઈને કરોડપતિ બનવાના સપના જોઈ રહયા છે. અને પર્યાવરણ કે ખેતી ઉત્‍પાદનોની પરવાહ કર્યા વગર કોઈ પણ જાતની પાસ પરમીટ વગર જયાં ત્‍યાં જમીનોમાં દબાણ કરીને લુખ્‍ખી દાદાગીરી કરીને જમીન પોતાની માલીકીની હોય તેમ જે તે ઉપયોગમાં લઈને કરોડપતિ બનવાના સપના જોઈ રહયા છે.
રાજુલા નજીક આવેલ દરિયાકાંઠાના ગામો જેવા કે, ભેરાઈ, પીપાવાવ ધામ, મજાદર, વિકટર, વિસળીયા, કથીવદર, દાતરડી, ખેરા, પટવા, ચાંચ બંદર, સમઢીયાળા સહિતના વિસ્‍તારોમાં ગેરકાયદે સરકારી જમીનો ઉપર કબ્‍જો કરી તેમજ મીઠાના આગરો માટે ફાળવાયેલ જમીનોમાં પર્યાવરણની મંજૂરી કે અન્‍ય તંત્રની મંજૂરી વગર બેફામ જીંગા ઉછેર કેન્‍દ્રો બની રહયા છે.
જેને લઈને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. જીંગા ઉછેર કેન્‍દ્ર બનાવવા માટે થઈને સમુદ્ર કિનારે અતિ મહત્‍વના ગણાતા એવા મેગરૂરના વૃક્ષનું બેફામ છેદન કરવામાં આવી રહયું છે. જેને લઈને દરિયાઈ પાણી ખૂબ જ ઝડપથી આગળ વધતા જાય છે અને ખેતરો માટે ગંભીર ખતરારૂપ સાબિત થઈ રહયા છે. તેમજ ખેડૂતોને ખેત ઉત્‍પાદનમેળવવામાં હાનિકારક સાબિત થઈ રહેલ છે.
અહીંના વિસ્‍તારમાં અંદાજિત પ00 થી 1000 તળાવો બનવા જઈ રહયા છે. ત્‍યાં આવેલ મેગરૂરના વૃક્ષો નજીક તેમજ તેમાં દરિયાઈ સૃષ્‍ટિનાં જીવો તેમજ વિદેશી પક્ષીઓ ઈંડા મૂકે છે. ત્‍યારે જીંગા ફાર્મ બનાવવાની લ્‍હાયમાં વૃક્ષોનું છેદન થતાં તેનો પણ નાશ થઈ રહયો છે. અને આવા જીંગા ઉછેરના ગેરકાયદે તળાવોમાં વીજ જોડાણ પણ શરૂ હોવાનું જાણવા મળેલ છે. તો તે અંગે પણ જો તપાસ કરવામાં આવે તેમાં પણ ભ્રષ્‍ટાચાર થતો હોવાનું ખૂલે તેમ છે. તો આ અંગે જવાબદાર તંત્ર દ્વારા યોગ્‍ય કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Source: Amreli Express


સરંભડાનાં ખેડૂત પરિવારમાં જન્‍મેલ જીતેશ દોંગાનું લેખનક્ષેત્રમાં જબ્‍બરૂ નામ

અમરેલી, તા. ર3
અમરેલી જીલ્‍લાના સરંભડા ગામના એક ખેડૂત પરિવારમાં જન્‍મેલા જીતેશ હાલ ગુજરાતી સાહિત્‍યના યુવા લેખકોમાં સૌથી લોકપ્રિય લેખક છે. પોતાનું પ્રાથમિક શિક્ષણ સરંભડા ગામમાં જ પૂર્ણ કર્યા પછી જીતેશે પોતાની સાયન્‍સ સ્‍કૂલ રાજકોટમાં કરી. પોતાની સ્‍કૂલમાં ટોપર રહી ચુકેલા જીતેશે હક.યત ચાંગા, આણંદમાં પોતાનું ઈલેકટ્રીકલ એન્‍જિનીયરીંગ પૂર્ણ કર્યુ.
એન્‍જિનીયરીંગમાં કોલેજ પ્‍લેસમેન્‍ટ ન મળતા તેણે અલગ-અલગ નોકરીઓ કરીને પરિવારને સપોર્ટ કર્યો. તેમનાપરિવારની ખેતી વરસાદ આધારિત હોય, અને જીતેશ ચાર બહેનો પછી સૌથી નાનો એક માત્ર સંતાન હોય, તેણે પોતાના પપ્‍પા પાસેથી રૂપિયા માગવાને બદલે પોતાની જાતે બધા અનુભવો કર્યા.
જીતેશના સાહિત્‍યના પડઘાઓ આજની યુવાન પેઢીના અવાજને બુલંદી આપે છે. જીતેશ કહે છે કે ભભમને એન્‍જિનીયરીંગમાં જ અહેસાસ થયેલો કે મને આ ભણવું ગમતું ન હતું. મને મારું કામ ગમતું ન હતું. જો ન ગમતું કામ જ જીવનભર કરતો રહીશ તો કયારેય સફળ નહી થાઉં. મને પાંચમાં સેમેસ્‍ટરમાં ખબર પડી કે મારે લેખક બનવું છે. મે એક બ્‍લોગ ચાલુ કર્યો. તે કોલેજમાં યુવાનોને ખુબ ગમ્‍યો. પછી મે ચાર સત્‍ય ઘટનાઓથી પ્રેરિત નવલકથા ભવિશ્‍વમાનવભ લખવાનું ચાલુ કર્યુ. વિશ્‍વમાનવ કોલેજકાળથી માંડીને કોલેજ પછીના બે વર્ષ સુધી લખાતી રહી. કોલેજ પછીના બે વર્ષ ખુબ કપરા નીવડયા. આપણા સમાજમાં બે ઘોડે સવારી કરવી ખુબ મુશ્‍કેલ થઈ પડે. હું દિવસે નોકરી કરું, અને રાત્રે નવલકથા લખું. આ બે વર્ષમાં મેં કુલ તેર અલગ-અલગ નોકરી કરી. મને કશું જ કામ ગમતું ન હતું. મે કોલ-સેન્‍ટર, વેઈટર, વોચમેન થી માંડીને ઈલેકટ્રીકલ ફર્નેસ બનાવતી કંપનીમાં સર્વિસ એન્‍જીનીયરનું કામ પણ કર્યુ. અમદાવાદ, વડોદરા, દહેજ, દિલ્‍હી એમ અલગ-અલગ જગ્‍યાએ ઈલેકટ્રીકલ એન્‍જીનિયરને લગતી નોકરીઓકરી. હું દરેક નોકરી એક-બે મહિનામાં છોડી દેતો. મારે તો લેખક બનવું હતું.ભભ
પરંતુ જીતેશ માટે લખવાની સપનાની દૂનિયા સામે વાસ્‍તવિક દૂનિયા અલગ હતી. ર01પમાં તેની પહેલી બુક વિશ્‍વમાનવ જાણીતા ગુજરાતી વકતા-કોલમિસ્‍ટ જય વસાવડા અને દિપક સોલિયા ર્ેારા ગુજરાત લિટરેચર ફેસ્‍ટીવલમાં લોંચ થઈ. એક મંદબુદ્ધિના બાળકના મગજમાં રચાતું વિશ્‍વ આ યુવાને ગુજરાતી સાહિત્‍યને આપ્‍યું. પુસ્‍તક ખૂબ લોકપ્રિય બન્‍યું. પરંતુ ગુજરાતી પબ્‍લિશિંગની દુનિયા તેને માફક ન આવી.
જીતેશનું સપનું હતું કે એક દિવસ જેમ અંગ્રેજી ભાષામાં કોઈ નવલકથા બહાર પડે અને લાખો માણસો ખરીદે, લેખક પાસે સાઈન કરાવે, સાંજે બેસીને એ વાર્તા વિષે વાતો કરે તેમ આપણી ગુજરાતી ભાષામાં પણ આવું થાય. પણ આ માણસ શું કરે ? તેને માટે તો સાહિત્‍ય જગત નાનું છે. માણસો ગુજરાતી ઓછું વાંચે છે. શું તે સપનાઓના જુએ?
જીતેશનું સપનું એક જ હતું કે એક દિવસ આખું ગુજરાત તેની નવલકથા વાંચે. માણે. ધિક્કારે. પણ કશુંક કરે. પરંતુ વાસ્‍તવિકતા અલગ ! પ્રકાશકો 1000 નવલકથા છાપવાની હિંમત પણ ન કરે !
પરંતુ જીતેશ કહે છેઃ ભભસપનાઓ મારી નાખવા એ જીવતે જીવ મરવા જેવો ગુનો હતો.ભભ છેવટે તેણે પોતાની અઢી વર્ષની મહેનત પછી લખાયેલી બીજી નવલકથા નોર્થપોલ સમગ્ર ગુજરાતને ફ્રીમાં ઈ-બૂક તરીકે આપી દીધી અને પુસ્‍તકની શરૂઆતમાં જ કહી દીધું કે હું ખેડૂતનો દીકરો છું. રૂપિયાની ભીખ નહીં માંગું. તમે આ આખી નવલકથા મફતમાં વાંચો. અને તમને લાગે કે આ નવલકથા વાંચીને તમારા જીવનમાં કશો બદલાવ આવ્‍યો, વાર્તા તમારો સમય સાર્થક બનાવે, તમે હસીને-રડીને ધ્રુજીને મોજમાં આવી જાઓ તો અને તો જ મને રૂપિયા આપજો.
જીતેશે પોતાની વેબસાઈટ વ્‍ય્‍ત્‍ભ્‍(ઝમ્‍:દ્યન્‍બ્‍ઈભઃ? પર ઈ-બૂકને ફ્રીમાં મૂકી દીધી. આ સાઈટ પર તેણે તેને પેમેન્‍ટ કરી શકાય તે માટે વિકલ્‍પ મુકયા. નવલકથાની હાર્ડકોપીની જગ્‍યાએ સાઈટને લોંચ કરી. જોત-જોતામાં વીસ દિવસમાં ઈન્‍ટરનેટ પર પ0000 વાંચકોએ તેને વાંચી. જીતેશને કેટલાયે લોકોએ પેમેન્‍ટ કર્યુ. જીતેશનું હજારો ગુજરાતી લોકો એક સાથે કોઈ સર્જનને વાંચે અને એક ઉત્‍સવ જેવું વાતાવરણ બને તે સપનું સાકાર થઈ રહૃાું છે. તેની બંને નવલકથાઓ પ્રિન્‍ટ સ્‍વરૂપે પણ બહાર આવી રહી છે.
જીતેશ કહે છેઃ ભભભાષા મરતી નથી હોતી. તેને મારવામાં આવતી હોય છે. મેં મારી બે વર્ષની મહેનત લોકો સમક્ષ મૂકી એ માત્ર એક પ્રયોગ હતો કે ગુજરાતી ભાષામાં યુવાનો વાંચે છે કે નહીં. વોટસએપ-ફેસબુક અને ઈમેઈલ થકી મારી નવલકથા હજારો યુવાનોએ વાંચી છે. .બ્‍થ્‍ત્‍? એપ્‍લીકેશનના ઉપયોગથી મનેલોકોએ પેમેન્‍ટ કર્યુ છે. મને ગૌરવ થાય છે કે મેં ગુજરાતીમાં જ સપનાઓ જોયા છે અને એજ ભાષામાં સાકાર કર્યા છે. મને મળતા પ્રતિસાદ પરથી હું ચોક્કસ પણે કહી શકું છું કે હું એક લેખક તરીકે ગુજરાતી ભાષામાં જ જીવીશ, લખીશ અને મરીશ.

Source: Amreli Express


અમરેલીનાં પરીક્ષા કેન્‍દ્રોમાં ખાનગી કારની આવન-જાવન અમરેલી, તા. ર3

અમરેલી શહેર હંમેશા પરીક્ષા માટે સંવેદનશીલ બન્‍યું છે. છતાં પણ શિક્ષણ વિભાગનાં અધિકારીઓ ઘ્‍વારા ચોરીનાં દુષણને ડામવાને બદલે તેને પોષણ મળી રહે તેવા કારનામાઓ કરવામાં આવી રહૃાા હોય શિક્ષણ પ્રેમીઓમાં નારાજગીનો માહોલ જોવા મળી રહૃાો છે.
અમરેલીનાં જુદા-જુદા પરીક્ષા કેન્‍દ્રોમાં પ્રશ્‍ન પેપર અને ઉત્તરવહી પહોંચાડવા અને પરત લાવવા તેમજ ચેકીંગ સ્‍કવોર્ડને લઈ જવા-લાવવા માટે શિક્ષણ બોર્ડ ઘ્‍વારા ટેક્ષી પાસીંગ કોન્‍ટ્રાકટરને કોન્‍ટ્રાકટ આપવામાં આવેલ છે.
આ કોન્‍ટ્રાકટરની શરત અનુસાર માત્ર ટેક્ષી પાસીંગ કારનો જ ઉપયોગ કરવાનો હોય છે. પરંતુ શિક્ષણ વિભાગનાં અમુક ભ્રષ્‍ટ અધિકારીઓ અને પેટા કોન્‍ટ્રાકટર વચ્‍ચે મિલીભગતથી ખાનગી પાસીંગની ઈનોવા સહિતની કારનો ઉપયોગ સંવેદનશીલ પરીક્ષા કેન્‍દ્રોમાં થતો હોવાથી પરીક્ષા પારદર્શીક રીતે ચાલી શકતી નથી.
ખાનગી કારમાં ચોરી માટેનું સાહિત્‍ય પણ હેરફેર થઈરહૃાાનું જાણવા મળેલ હોય શિક્ષણાધિકારી અને કલેકટરે આ મામલે ગંભીરતાથી કાર્યવાહી કરવી જોઈએ અને ચોરીનાં દુષણને પોષણ આપતી તમામ કાર્યવાહી પર રોક લગાવવી જોઈએ તેવી માંગ શિક્ષણ પ્રેમીઓમાંથી ઉભી થઈ છે.

Source: Amreli Express


અમરેલીનાં ચોરાપા વિસ્‍તારમાં ચાલતા જુગારધામ સામે કાર્યવાહી

અમરેલી, તા. ર3
અમરેલી પોલીસ અધિક્ષક જગદીશ પટેલ ર્ેારા અમરેલી જીલ્‍લામાં જુગારની અસામાજીક પ્રવૃત્તિની બદી દુર કરવા અને આવી જુગારની પ્રવૃત્તિ ચલાવનાર ઈસમો સામે કડકમાં કડક પગલા લેવા જરૂરી સુચના આપી માર્ગદર્શન પુરું પાડેલ હોય, જે અનુસંધાને ગઈ કાલ તા. રર/03/ર017 ના રાત્રિના અમરેલી એલ.સી.બી. પોલીસ ઈન્‍સ. એ.પી. પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે અમરેલી શહેરમાં ચોરાપા વિસ્‍તારમાં લક્કડ શેરીમાં રહેતાં પરેશભાઈ રતિલાલભાઈ અઘ્‍યારૂ પોતાના કબ્‍જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત લાભ માટે પૈસા-પાના વડે તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમાડી, જુગાર રમનારાઓ પાસેથી પૈસા ઉઘરાવી જુગારનો અડ્ડો ચલાવે છે તેવી ચોક્કસ બાતમી આધારે બાતમી વાળી જગ્‍યાએ રેઈડ કરતાં પરેશભાઈ રતિલાલભાઈ અઘ્‍યારૂના રહેણાંક મકાનમાંથી કુલ ચાર ઈસમો જેમાં (1) પરેશ ઉર્ફે પલ્‍લો રતિલાલભાઈ અઘ્‍યારૂ,ઉ.વ. 48, રહે. અમરેલી, ચોરાપા (ર) પરશોત્તમભાઈ બાબુભાઈ ગોઠડીયા, ઉ.વ. પર, રહે. ખીજડીયા (જં.) તા. અમરેલી (3) અતુલભાઈ ગભરૂભાઈ ગરાણીયા, ઉ.વ. 37, રહે. ખાંભા તથા (4) મનોજ ઉર્ફે મુન્‍નો મથુરભાઈ વસાણી, ઉ.વ. 47, રહે. ખાંભા વાળાઓ રોકડા રૂા.17,રપ0 તથા ગંજીપત્તા નંગ-પર, મળી કુલ રૂા.17,રપ0 ના મુદ્યામાલ સાથે મળી આવતાં ચારેય ઈસમો સામે જુગાર ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી અમરેલી શહેર પો.સ્‍ટે. હવાલે કરેલ છે.
આ ઉપરાંત ગઈ તા. ર1/03/ર017 ના રોજ અમરેલી હુડકો સોસાયટી વિસ્‍તારમાં રહેતાંહંસાબેન ધળફ ભીમાભાઈ પરમાર પોતાના રહેણાંક મકાને ગે.કા. દેશી પીવાનો દારૂ રાખે છે અને તેનું વેચાણ કરે છે તેવી બાતમી આધારે હંસાબેનના રહેણાંક મકાને રેઈડ કરતાં દેશી પીવાનો દારૂ લીટર 10 તથા આથો લીટર રપ0 મળી કુલ કિં. રૂા.600 નો મુદ્યામાલ મળી આવતાં આ અંગે પ્રોહી ધારા તળે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ અને આરોપી હંસાબેન ઘરે હાજર મળી આવેલ ન હોય તેમની શોધખોળ શરૂ કરેલ છે.
આ કામગીરી એલ.સી.બી. સ્‍ટાફના અબ્‍દુલભાઈ સમા, બલરામભાઈ પરમાર, રમેશભાઈ રાજયગુરૂ, પ્રફુલ્‍લભાઈ જાની, બાબુભાઈ ડેર, વિજયભાઈ ગોઃહિલ, હિંગરાજસિંહ ગોહિલ, જગદીશભાઈ ઝણકાત, તુષારભાઈ પાંચાણી, વિજયભાઈ વાઢેર, ડ્રાઈવર નુરભાઈ સીરમાન,યુવરાજસિંહ ગોહિલ, પ્રતાપભાઈ ડેર વિ.એ કરેલ છે.

Source: Amreli Express


અમરેલીનાં ચિત્તલ રોડ પર આવેલ રહેણાંક મકાનમાં કિંમતી નળની ચોરી

અમરેલી, તા. ર3
અમરેલીનાં સતત ટ્રાફિકથી ધમધમતા અને મોટી નૂતન હાઈસ્‍કૂલ સામે આવેલ ગણેશ સોસાયટીમાં રહેતાં ભવનેશભાઈ પરીખનાં ઘરમાં ભાડૂઆત બહારગામ જતાં ગત તા. 11/3 થી 1પ/3 ના સમયગાળા દરમીયાન કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ ઘરમાંપ્રવેશ કરી ઘરમાં, રસોડા, બાથરૂમમાં લગાવવામાં આવેલ ગેંડીનાં નળ નંગ-રપ કિંમત રૂા.1રપ00 તથા ગટરનું ઢાંકણું કિંમત રૂા.રપ0 મળી કુલ રૂા.1ર7પ0નાં મુદ્યામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાતા સીટીનાં એ.એસ.આઈ. ડી. એ. રબારીએ વધુ તપાસ હાથ ધરી છે.

Source: Amreli Express


મહુવા-મુંબઈ વચ્‍ચે ટ્રેન શરૂ ન કરાવી શકતા હો તો અમરેલી-મુંબઈ વચ્‍ચે એસ.ટી. તો શરૂ કરાવો-વિરજીભાઈ ઠુંમર

મહુવા-મુંબઈ વચ્‍ચે ટ્રેન શરૂ ન કરાવી શકતા હો તો અમરેલી-મુંબઈ વચ્‍ચે એસ.ટી. તો શરૂ કરાવો-વિરજીભાઈ ઠુંમર
અમરેલી, તા.ર3
ગુજરાત પ્રદેશ કિસાન ખેત મજદૂર કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમરે આજે અહીં પત્રકારોસાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે, હું લોક સભામાં અમરેલી સંસદીય મતક્ષેત્રનું પ્રતિનિધિત્‍વ કરતો હતો ત્‍યારે મેં અને રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી છબીલદાસ મહેતાએ કોંગ્રેસના અન્‍ય વગદાર આગેવાનોને સો રાખીને, ભાવનગર અને અમરેલી જિલ્‍લાના લોકો સુરત અને મુંબઈ સાથે સામાજિક અને આર્થિક દ્રષ્‍ટિએ ગાઢ સંબંધો ધરાવતા હોઈ, અમરેલી અને ભાવનગર જિલ્‍લાના લોકોને સુરત અને મુંબઈ જવા-આવવા માટે વાયા : અમદાવાદ થઈને ટ્રેઈન પકડવામાં અનેક પ્રકારની મુશ્‍કેલીઓનો સામનો કરવો પડતો હતો એ જે લોકોએ મુશ્‍કેલીઓ વેઠી છે તેમને જરૂર ખ્‍યાલ હશે કે કેટલી મુશ્‍કેલીઓ વેઠવી પડતી હતી અને તેથી ભાવનગર અને અમરેલી જિલ્‍લાના પ્રવાસીઓની મુશ્‍કેલીઓને ઘ્‍યાનમાં રાખીને અમે બંને આગેવાનોએ બીજા વગદાર આગેવાનોને સાથે રાખીને સુરત અને મુંબઈની સીધી ટ્રેઈન શરૂ કરવા સખ્‍ત અને સતત રાજકીય પ્રયત્‍નો કર્યા હતા અને મને જણાવતા આનંદ થાય છે કે તે સમયના રેલ્‍વે પ્રધાન લાલુપ્રસાદ યાદવ અને રાજયકક્ષાના રેલવે પ્રધાન નારણભાઈ રાઠવાએ અમારા રાજકીય દબાણને વશ થઈને અમારી માંગણી ગ્રાહય રાખી હતી અને મહુવા – સુરત – મહુવાની ટ્રેઈન શરૂ કરી હતી અને ત્‍યાર પછી સમય જતા મહુવા – સુરત- મહુવા ટ્રેઈનને મુંબઈ સુધી લંબાવવા ચેમ્‍બર ઓફ કોમર્સ સહિત વિવિધવ્‍યાપારી અને સામાજિક સંગઠનોએ અનેક વખત રજૂઆત કરી છે. પરંતુ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે સંસદમાં અમરેલી જિલ્‍લાના નબળા રાજકીય નેતૃત્‍વને કારણે દસ-દસ વર્ષના વાણા વાયા છતાં હજુ સુધી આ અતિ મહત્‍વની કહી શકાય એવી માંગણી સંતોષાતી નથી ત્‍યારે મને કહેવાનું મન થાય છે કે સંસદમાં અમરેલી જિલ્‍લાના હાલના પ્રતિનિધિ અમરેલી જિલ્‍લાની આ માંગણી સંબંધ અસરકારક અવાજ ઉઠાવી શકતા ન હોય તો કમ સે કમ અમરેલી – મુંબઈ – અમરેલી બસ સર્વિસ શરૂ કરાવે તો પણ અમરેલી જિલ્‍લાનું પ્રતિનિધિત્‍વ કર્યુ લેખે ગણાશે.

Source: Amreli Express


રાજુલા : રિલાયન્‍સ ડીફેન્‍સ કંપનીએ વાયદો પૂર્ણ ન કરતાં પૂનઃ આંદોલન શરૂ

રાજુલા, તા. ર3
રિલાયન્‍સ ડીફેન્‍સ કંપની ર્ેારા કોન્‍ટ્રાકટરો તેમજ કામદારોના છેલ્‍લા 3 વર્ષથી વેતન ન ચુકવતા થોડા સમય પહેલા જન અધિકાર મંચ તેમજ સ્‍થાનિક આગેવાનોના નેજા હેઠળ આંદોલન ખુબ ઉગ્ર બન્‍યું હતું ત્‍યારે રિલાયન્‍સ ડીફેન્‍સ કંપનીએ પ્રાંત અધિકારી પ્રજાપતિ તેમજ પોલીસ અધિકારી હિગરોજાની હાજરીમાં રર તારીખ સુધીમાં પ0% પેમેન્‍ટ ચૂકવી આપવા જન અધિકાર મંચના પ્રવીણ રામ તેમજ સ્‍થાનિક આગેવાનોને બાહેધરી આપી હતી પરંતુ કંપની ર્ેારા આ વાયદો પૂર્ણ ન થતા ફરીથી ધરણા તેમજ તમામ કામદારો હડતાલ પર ઉતરી ગયા છે તેમજ કંપનીમાંચાલતી તમામ બસો પણ બંધ થઈ ગઈ છે.
જન અધિકાર મંચના પ્રમુખ પ્રવીણ રામ ર્ેારા જણાવવામાં આવ્‍યું કે હવે જયાં સુધી પૈસા પૂર્ણનહી થાય ત્‍યાં સુધી હડતાલ સમેટાશે નહી તેમજ કંપની પૈસા આપવાની જગ્‍યાએ આ આંદોલનની યુનિટી તોડી રાજુલાના સ્‍થાનિક લોકો પર રાજ કરવાની માનસિકતા ધરાવતી હોઈ એવું લાગી રહૃાું છે ત્‍યારે હવે સ્‍થાનિક લોકો અને આગેવાનો માટે પૈસા કરતા પ્રતિષ્ઠાનો સવાલ ઉભો થયો છે ત્‍યારે આવા સમયે રાજુલાના સ્‍થાનિક લોકો તેમજ સ્‍થાનિક આગેવાનો એક થઈ કંપનીને ગાંધી ચિંઘ્‍યા માર્ગે સ્‍થાનિક લોકોની તાકાતની પ્રતીતિ પણ કરાવશે તેમજ આગામી દિવસોમાં રાજુલાના સ્‍થાનિક લોકોની પ્રતિષ્ઠા માટે જો જરૂર પડશે તો જન અધિકાર મંચ સાથે જોડાયેલા 140 સંગઠનોનું આ લડતમાં સમર્થન પણ લેવામાં આવશે એવું પ્રવીણ રામ ર્ેારા જણાવવામાં આવ્‍યું.

Source: Amreli Express