Main Menu

Wednesday, March 1st, 2017

 

અમરેલીમાં બાલગુરૂ દ્વારા ‘વાર્તા રે વાર્તા’ કાર્યક્રમ યોજાયો

આને કહેવાય બાળકોનો સર્વાંગી વિકાસ. દર રવિવારે વારતા રે વારતામાં બાળવારતા, બાળગીતો, ઉખાણાં, ટૂચકા, રાઈમ્‍સ, પ્રાણાયામ, વૈજ્ઞાનિક સાધનો બનાવવા, સ્‍વચ્‍છતા, સ્‍વસ્‍થતા, શિક્ષણ, પ્રમાણિકતા, સમયપાલન, લેખન, ચિત્રો દોરવા વિગેરેનાં પાઠ શીખવવામાં આવે છે. આ વારતા રે વારતા કાર્યક્રમનું સંચાલન બાલ એકસપ્રેસનાં સંપાદક રવજીભાઈ કાચા કરી રહયા છે. સાથે ડો. ભારતીબેન બોરડ, એલ.ડી. ચાવડા, દિલીપસિંહ ઠાકોર, કડેવાલભાઈ સહયોગ આપી રહયા છે. દર રવિવારે મોટી સંખ્‍યામાં બાળકો લાભ લે છે. કાર્યક્રમને અંતે ત્રિશૂલ એજન્‍સી તરફથી કાયમ ચોકલેટ અપા


નાની કુંકાવાવમાં વસંત મોવલીયાનાં હસ્‍તે મોક્ષરથનું કરાયું લોકાર્પણ1234

નાની કુંકાવાવ ગામે પોતાના વતનનું ઋણ અદા કરવા તથા વતનના ગામના વિકાસ માટે સતત મથતા હમવતની દાતા વસંતભાઈ મોવલીયા દ્વારા અંતિમ વિસામા માટે અદ્યતન ડિઝાઈન સાથેનો સ્‍ટીલનો સુંદર મોક્ષરથ લોકાર્પણ કરવાનો કાર્યક્રમ તા.ર6/રના રોજ નાની કુંકાવાવ ગામે યોજાઈ ગયો. તેમના પૂ. દાદા અને આ ગામના પૂર્વ સરપંચ સ્‍વાતંત્ર્ય સેનાની સ્‍વ. ભીખાલાલ મુળજીભાઈ મોવલીયા તથા દાદી સ્‍વ. પાર્વતીબેન ભીખાલાલ મોવલીયાના સ્‍મરણાર્થે આ સુંદર મોક્ષરથ અર્પણ કરવામાં આવેલ. આજના દિવસે સૌ પ્રથમ ભગવાન સત્‍યનારાયણની કથાનું આયોજન કરવામાં આવેલ અને પૂજા – અર્ચન બાદ લોકોની સુવિધા માટે મોક્ષરથની અર્પણ વિધિ તથા ઈલેકટ્રીક કરવત પણ અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે તેમના પિતા અને પૂર્વ તા.પં. પ્રમુખ બાવાલાલ મોવલીયા, માતુશ્રી જયાબેન તથા મોટા બાપુજી ગોવિંદભાઈ તથા ભાભુ હેમીબેન અનેસમગ્ર મોવલીયા પરિવારે પણ આ શુભ કાર્યમાં જહેમત ઉઠાવી હતી. આ ગામની વિકાસયાત્રામાં સતત મથતા યુવાન અને ઉત્‍સાહી શિક્ષણપ્રેમી ભાઈ વસંતભાઈ મોવલીયાના સન્‍માન સાથે સમગ્ર મોવલીયા પરિવાર અગ્રણીઓ તથા સૌ ગામજનોએ હાજર રહી આભારની લાગણી વ્‍યકત કરી હતી. સમગ્ર કાર્યક્રમની આયજન વ્‍યવસ્‍થા તેમજ રથની કામગીરી માટે જલ્‍પેશ મોવલીયાએ જહેમત ઉઠાવી હતી. આ લોકાર્પણ પ્રસંગે વતનના ગામ માટે આગવી દૃષ્‍ટિ સાથે વિવિધ ક્ષેત્રે ઉદાર હાથે દેણગી કરતાં શિક્ષણપ્રેમી સમગ્ર પરિવારને પૂર્વ બી.આર.સી. ઉદયભાઈ દેસાઈએ હૃદયપૂર્વક અભિનંદન પાઠવી શુભેચ્‍છાઓ પાઠવી હતી.


અમરેલી જિલ્‍લામાં સિંહોની હાલત શ્‍વાન જેવી બની

સમગ્ર વિશ્‍વમાં એશીયાટીક સિંહ માત્ર સૌરાષ્‍ટ્રનાં જંગલમાં જ જોવા મળે છે. ત્‍યારે આપણી રાષ્‍ટ્રીય સંપત્તિ ગણાતા આ એશીયાટીક સિંહની દશા શ્‍વાનકરતાં પણ ખરાબ થઈ રહી હોય તેવો એક વિડીયો સોશ્‍યલ મીડીયામાં વાયરલ થતાં ભારે સનસનાટી મચી જવા પામી છે. ત્‍યારે વાયરલ થયેલ વિડીયો કયાં સ્‍થળનો છે તે ચોકકસ જાણી શકાયું નથી. પરંતુ આ વિડીયો ધારી ગીર પૂર્વેનાં આંબરડી, ધોબી કુઈ અથવા તો જેસરનાં ગેબર વિસ્‍તારનો હોવાનું અનુમાન જાણકારો લગાવી રહૃાા છે. આ વિડીયો વાયરલ થયા બાદ પણ વન વિભાગ આ બનાવથી અજાણ હોય વનવિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે.
અમરેલી જિલ્‍લામાં આજે સવારથી જ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એક ટ્રેકટરમાં કેટલાંક લોકો ગાડા માર્ગે પસાર થતાં હોય છે અને આ માર્ગ વન વિસ્‍તારનો હોય ત્‍યારે રસ્‍તામાં એક સિંહ દંપત્તિ મળી જતાં આ સિંહ દંપત્તિની પાછળ ટ્રેકટર દોડાવી અને આ રાષ્‍ટ્રી


અમરેલી જિલ્‍લામાં સિંહોની હાલત શ્‍વાન જેવી બની123

તા. ર8
સમગ્ર વિશ્‍વમાં એશીયાટીક સિંહ માત્ર સૌરાષ્‍ટ્રનાં જંગલમાં જ જોવા મળે છે. ત્‍યારે આપણી રાષ્‍ટ્રીય સંપત્તિ ગણાતા આ એશીયાટીક સિંહની દશા શ્‍વાનકરતાં પણ ખરાબ થઈ રહી હોય તેવો એક વિડીયો સોશ્‍યલ મીડીયામાં વાયરલ થતાં ભારે સનસનાટી મચી જવા પામી છે. ત્‍યારે વાયરલ થયેલ વિડીયો કયાં સ્‍થળનો છે તે ચોકકસ જાણી શકાયું નથી. પરંતુ આ વિડીયો ધારી ગીર પૂર્વેનાં આંબરડી, ધોબી કુઈ અથવા તો જેસરનાં ગેબર વિસ્‍તારનો હોવાનું અનુમાન જાણકારો લગાવી રહૃાા છે. આ વિડીયો વાયરલ થયા બાદ પણ વન વિભાગ આ બનાવથી અજાણ હોય વનવિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે.
અમરેલી જિલ્‍લામાં આજે સવારથી જ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એક ટ્રેકટરમાં કેટલાંક લોકો ગાડા માર્ગે પસાર થતાં હોય છે અને આ માર્ગ વન વિસ્‍તારનો હોય ત્‍યારે રસ્‍તામાં એક સિંહ દંપત્તિ મળી જતાં આ સિંહ દંપત્તિની પાછળ ટ્રેકટર દોડાવી અને આ રાષ્‍ટ્રીય પ્રાણી સિંહને હેરાન પરેશાન કરવામાં આવી રહૃાા છે. તો બીજી તરફ આ સિંહ દંપત્તિ ટ્રેકટરનાં અવાજ તથા લોકોનાં હાકલા-પડકારાથી આકુળ વ્‍યાકુળ થઈ આમથી તેમ દોડી રહૃાું છે.
પરંતુ કાળા માથાના માનવી પોતાના વિકૃત આનંદ મેળવવા માટે થઈ ટ્રેકટરમાંથી નીચે ઉતરી અને આ સિંહ દંપત્તિની પાછળ ચાલીને જઈ અને સિંહને પથ્‍થર મારતો હોવાનું પણ આ વાયરલ થયેલા વિડીયોમાં સ્‍પષ્‍ટપણે દેખાઈ છે. અને સિંહ દંપત્તિને હેરાન પરેશાન કરતો વિડીયો વાયરલ કરી વન વિભાગનેખુલ્‍લી ચેલેન્‍જ કરી હોય તેમ લાગી રહૃાું છે.
ત્‍યારે આ વિડીયો અંગેનું સ્‍થળ ધારી નજીક આવેલ આંબરડી, ધોળી કુઈ અથવા તો જેસરનાં ગેબર વિસ્‍તાર હોવાનું વન્‍ય પ્રેમી જાણકારો બતાવી રહૃાા છે. ત્‍યારે આ વાયરલ થયેલ વિડીયો અંગે વનવિભાગ સફાળું જાગે અને રાષ્‍ટ્રી પ્રાણી સિંહ દંપત્તિને પથ્‍થર મારવાવાળા અને તેમને હેરાન કરનારા શખ્‍સો સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી પણ માંગ ઉભી થવા પામી છે.
અત્રે ઉલ્‍લેખનીય છે કે, અમરેલી જિલ્‍લાનો ઘણો મોટો ભાગ વનવિભાગમાં સમાયેલો છે અને વન્‍ય પ્રાણીઓ સિંહ, દિપડા તથા અન્‍ય પ્રાણીઓને માનવ જાત મુશ્‍કેલીમાં મુકે છે. અને આવા કેટલાય વિડીયો અગાઉ વાયરલ થયા છે તેમાં કોઈ ચોકકસ પરિણામ નહી આવવાના કારણે વન વિસ્‍તારમાં વન્‍ય પ્રાણીઓને છંછેડવા અથવા તો તેમને પથ્‍થર, લાકડી મારી ઈજા કરવાનાં બનાવો અવાર-નવાર બને છે. ત્‍યારે વનવિભાગ આવી રીતે રેરોકટોક વન વિસ્‍તારમાં પ્રાણીઓ માટે મુશ્‍કેલી સર્જનારા લોકો સામે લાલ આંખ કરે તે જરૂરી બન્‍યું છે.