Main Menu

Tuesday, February 28th, 2017

 

રાજુલામાં ડિમોલેશન ભાજપ પ્રેરિત ષડયંત્ર: અંબરીષ ડેર

રાજુલામા ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા તાજેતરમા કેબીન ધારકોને કેબીનો હટાવવા નોટીસ જારી કરી હતી. જો કે બાદમા ડિમોલેશન બંધરખાયુ છે ત્યારે કોંગ્રેસના આગેવાન અંબરીષભાઇ ડેરે એક નિવેદનમા જણાવ્યું હતુ કે આખુ ષડયંત્ર ભાજપ પ્રેરીત હતુ અને પહેલા નોટીસ અને બાદમા ડિમોલેશન બંધ રાખવા સુચના આપવામા આવી હતી. રાજુલા કોંગ્રેસના આગેવાન અંબરીષભાઇ ડેરે વધુમા જણાવ્યું હતુ કે રાજુલામા ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા તાજેતરમા તમામ કેબીન ધારકોને પોતાના કેબીનો હટાવવા નોટીસો પાઠવવામા આવી હતી. બાદમા ડિમોલેશન હાલ પુરતુ બંધ રાખવામા આવ્યું છે ત્યારે આ આખુ ષડયંત્ર ભાજપ પ્રેરિત હતુ અને પહેલા નોટીસ અને બાદમા બંધ રાખવા સુચના માત્રને માત્ર ભાજપની ચાલ હતી. પ્રજાને વિનવવા નાના માણસોને હેરાન કરી આખા રાયમા નવો ખેલ શરૂ થયો છે.

45 લિટર દેશી દારૂનાં અાથા સાથે મહિલા ઝડપાઇ

અમરેલી અને લીલીયા વચ્ચે એસટી તંત્રની સેવા ખોરવાઇ

અમરેલીડેપો માંથી ઉપડતી અમરેલી ભાવનગર વાયા લીલીયા સવાર 9 કલાકે આવે છે. તે ઘણાં સમયથી બંધ છે. જેના કારણે ઘણાં મુસાફરો અને વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે.

વહેલી સવારે હાથીગઢથી ઉપડતી બસ ગમે ત્યારે બંધ કરી દે છે. તેથી વિદ્યાર્થીઓ, મુસાફરો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે. લીલીયાથી નાઇટ પડી રહેતી અને તે બસ ઇંગોરાળાનો ફેરો કરે છે. પણ ગમે ત્યારે મન ફાવે ત્યારે બંધ કરી દેવામાં આવે છે. અને જુના સાવર જે લીલીયા સાંજના સમયે આવે છે તે પણ બંધ કરી દે છે.


પત્નીએ માવતરેથી પરત આવવાની ના પાડતા પતિએ ઝેરી દવા પી લીધી

લાઠી તાલુકાના ભીંગરાડ ગામની ઘટનાથી ચકચાર

લાઠીતાલુકાના ભીંગરાડ ગામના એક યુવાનની પત્ની સુવાવડ કરવા માવતરે ગઇ હોય અને બાદમાં યુવકે પરત આવવા ફોન કર્યો હોય તેની પત્નીએ આવવાની ના પાડતા લાગી આવવાથી યુવાને ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.

યુવાને ઝેરી દવા પી લીધાની ઘટના ગઇકાલે સવારે સાડા અગીયારેક વાગ્યાના સુમારે લાઠી તાલુકાના ભીંગરાડ ગામે બનવા પામી હતી. અહિં રહેતા રાજુભાઇ ભાઇલાલભાઇ રખૈયા (ઉ.વ. 23) નામના રાવળદેવ યુવાને પોતાના ઘરે મકાનના વાડામાં રાખેલ ઇયળ મારવાની ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.

રાજુ રખૈયાએ અંગે લાઠી પોલીસને એવુ જણાવ્યુ હતું કે તેની પત્ની સુમિતાએ પુત્રને જન્મ આપ્યો છે અને હાલમાં સુમિતા દેવકી ગલોળ ગામે માવતરે છે.

ગઇકાલે તેણે ફોન કરી પત્નીને તુ અહિં ઘરે આવી જા તેમ કહ્યુ હતું. પરંતુ તેની પત્નીએ મારે આવવુ નથી, તારે જે કરવુ હોય તે કરજે તેમ કહ્યુ હતું.

જેના કારણે લાગી આવવાથી તેણે ઝેરી દવા પીધી હતી. બનાવ અંગે લાઠીના હેડ કોન્સ્ટેબલ એન.એસ. કટારા તપાસ ચલાવી રહ્યા છે.


ગારીયાધારમાં હાર્દિક પટેલની ધમાકેદાર એન્‍ટ્રી

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્‍વીનર હાર્દિક પટેલ અને વરૂણ પટેલે ગઈકાલે ગારીયાધાર પંથકનો પ્રવાસ કરીને પાટીદાર સમાજ સમક્ષ અનામત અંગે વિસ્‍તૃત માહિતી રજુ કરી હતી અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ તકે બહોળી સંખ્‍યામાં પાટીદારો ઉમટી પડયા હતાં.


સાવરકુંડલાનાં કૃષિ પ્રદર્શનમાં કૃષિમંત્રી રૂપાલા ગેરહાજર

અમરેલી જિલ્‍લામાં ભાજપ પરિવારમાં ચાલતો જુથવાદ ફુંફાડા મારી રહૃાો છે. અને જયારે પણ કોઈ કાર્યક્રમ હોય ત્‍યારે એકબીજા જુથની નારાજગી સપાટી પર આવી જાય છે.
આજે સાવરકુંડલા ખાતે ખેતીવાડી વિભાગ ઘ્‍વારા ખેડૂત સંમેલન અને કૃષિ પ્રદર્શન યોજાયું હતું. જેમાં પૂર્વ કૃષિમંત્રી સંઘાણીનું નામ આમંત્રણ પત્રિકમાં પ્રસિઘ્‍ધ ન થતાં તેઓ નારાજ બન્‍યા હતા.
આ કાર્યક્રમનાં અઘ્‍યક્ષપદે કેન્‍દ્રીય કૃષિમંત્રી પરશોતમભાઈ રૂપાલાનું નામ હતું અને તેઓ અમરેલીમાં હાજર હોવા છતાં પણ સંઘાણીની અવગણના થતાં રૂપાલાએ પણ ખેડૂત સંમેલનમાં જવાનું ટાળી દીધી હતું. અને બંને જીગરજાન મિત્રો ખાનગી શાળાનાં વાર્ષિકોત્‍સવમાં ઉપસ્‍થિત રહૃાા હતા. અને સરકારી અને તે પણ કૃષિ પ્રદર્શનનાં કાર્યક્રમમાં ગેરહાજર રહેતાં ભાજપમાં ચાલતો જુથવાદ સપાટી પર આવેલ છે.
જો કે, આ કાર્યક્રમમાં સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી અને ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડ પણ અપેક્ષિત હોવા છતાં પણ કોઈ કારણોસર ગેરહાજર રહૃાા હતા. જો કે આ બંને નેતાઓ અંગત કારણોસર ગેરહાજર રહૃાા હતા. કારણ કે તેઓ જુથબંધીનો હિસ્‍સોબન્‍યા ન હતા તે હકીકત છે.


સરસ : બાબરા પંથકમાં ખેડૂતોએ ચણાનું પુષ્‍કળ ઉત્‍પાદન કર્યું

બાબરા પંથકના ખેતરોમાં ચોમાસું નબળુ હોવા છતાં ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું થોડે અંશે વાવેતર કર્યુ હતું.
આ વર્ષે બાબરા પંથકમાં શિયાળું પાકમાં ઘંઉ તેમજ ચણા, અડદ, મગ, તુવેર, સહિતના કઠોળનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્‍યું હતું જો કે, અહી વરસાદ ઓછો હોવાથી પાણીની મોટી મુશ્‍કેલી ખેડૂતોને સતાવતી હતી. તેમ છતાં મોટા ભાગના ખેડૂતોએ ઓછા પાણીએકઠોળનું વાવેતર કરી સારૂ એવું ઉત્‍પાદન મેળવ્‍યું છે. વળી જે કઠોળમાં ઓછું પાણી અને પિયત કરવું પડે તેવા કઠોળનું વાવેતર કરવાનું ખેડૂતો દ્વારા વધારે પસંદ કરવામાં કવા આવે છે.
ત્‍યારે, આ વર્ષે બાબરા તાલુકામાં દેશી ચણાનું વાવેતર કરવામાં આવ્‍યું છે. જે ગત સાલની સરખામણી કરતા ઘણું સારૂ છે. તાલુકાના મોટા ભાગના ખેતરોમાં દેશી ચણાનો પાક પાકી જતા અહી ખેડૂતો પાક લણવા લાગ્‍યા છે. સામાન્‍ય રીતે શિયાળુ પાકનું વાવેતર કરવામાં ખેડૂતો પુરતી કાળજી રાખે છે. કારણ કે, પાકને લેવામાં પુરતી તકેદારી રાખવી પડે છે. વળી ઓછા પાણી અને પિયતના કારણે જોખમ ખેડવું પડે છે.
આ બાબતે જાણીતા ખેતી વિષેયજ્ઞ દીનેશભાઈ પોકિયા જણાવયું હતું કે દેશી ચણાનો પાક લેવો સહેલો છે. કારણ કે આ પાક લેવામાં પાણીની ખુબજ ઓછી જરૂરિયાત પડે છે. તેમજ અન્‍ય શીયાળું પાક કરતા ચણા ના પાકમાં માવજતની બહુ ચિંતા નથી રહેતી તેથી ખેડૂતો હોંશે હોંશે ચણાનું વાવેતર કરી મબલક પાક મેળવે છે.
તેમજ બઝારમાં દેશી ચણાનો ભાવ પણ સારો મળી રહે છે. હાલ બજારમાં દેશી ચણાનો ભાવ રૂા.900 થી 100 રૂપિયા બોલાય છે. જો કે બાબરા માર્કેટીંગ યાર્ડમાં ચણાની આજની બજાર 900 થી 9પ0 રૂપિયા રહી હતી. તેજ આવક પણ 10 હજારથી 1પ હજારસુધીની નોંધાય છે


સેંજળ પીઠવડી શાળામાં વિજ્ઞાન દિવસ ઉજવાયો

વિવિધશાળાના વિદ્યાર્થીઓમા વિજ્ઞાન પ્રત્યેની જીજ્ઞાષાઓ વધે તે માટે સરકાર ગણિત વિજ્ઞાન તરફનો અભિગમ કેળવી રહી છે. જે અંતર્ગત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની પણ ઉજવણી થઇ રહી છે. ત્યારે અહીના ગીરધરભાઇ સંગ્રહાલય અને ડિસ્ટ્રીકટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર વિગેરેના સંયુકત ઉપક્રમે જુદીજુદી ત્રણ શાળામા કાર્યક્રમ યોજાયો હતો. વિષય જ્ઞાતા તરીકે ટી.જી.માંડલીયા, ચેતનભાઇ પાઠક તથા પંકજભાઇ લશ્કરી વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.


મોટા આંકડીયા લુણીધાર માર્ગ નવો બનાવવા CMને રજુઆત

તળાવ ઉંડા ઉતારવા, વીજ જોડાણ અંગે પત્ર પાઠવાયો

અમરેલીતાલુકાના મોટા આંકડીયાથી લુણીધાર માર્ગ નવો બનાવવા તેમજ તળાવ ઉંડા ઉતારવા અને ખેડૂતોને માંગે ત્યારે વિજ જોડાણ આપવા સહિતના પ્રશ્નો અંગે અહીના લોક સેવક દ્વારા મુખ્યમંત્રીને સમસ્યાનુ માંગ પત્ર પાઠવી રજુઆત કરવામા આવી છે.

મોટા આંકડીયાના લોક સેવક લાલભાઇ બોદર દ્વારા મુખ્યમંત્રીને પાઠવવામા આવેલ સમસ્યાના માંગ પત્રમા જણાવાયું હતુ કે મોટા આંકડીયાથી લુણીધાર માર્ગ બિસ્માર બની ગયો છે તેને નવો બનાવવાની ખાસ જરૂર છે. ઉપરાંત અમરેલીથી ગોંડલ વાયા મોટા આંકડીયા માર્ગ પહોળો બનાવવા અને સાઇડ કટીંગ કરવાની માંગણી કરવામા આવી છે. ઉપરાંત મોટા આંકડીયા ગામનુ તળાવ ઉંડુ ઉતારવા માટે ખાસ પેકેજ જાહેર કરવુ જેથી પાણીની સમસ્યા હળવી બની શકે અને અંદરની માટી ખેડૂતોને વિનામુલ્યે મળે તેવી વ્યવસ્થા કરવા રજુઆત કરી હતી. ઉપરાંત પીપળલગ તરફના ખારામાથી માટી ઉપાડીને ત્યાં પાણી સંગ્રહ થાય તેવુ તળાવનુ નિર્માણ કરવુ જેથી બે હજાર હેકટર જમીનને પીયતનો સીધો લાભ મળી શકે. ઉપરાંત ખેડૂતોને માંગે ત્યારે વિજ જોડાણ આપવા માંગણી કરવામાં આવી છે. અને વહેલી તકે ઉકેલ લાવવા રજુઆત કરી છે.


ગરમીની સિઝન શરૂ થતા ઉનાળું ફ્રુટસનું ધુમ વેંચાણ

અમરેલીમાંગરમીની સિઝન ચાલુ થઇ રહી છે ત્યારે ગરમીની સિઝનમાં આવતા ફ્રુટનું વેંચાણ પણ શરૂ થઇ ચુક્યું છે. અમરેલીમાં બપોરના સમયમાં ખૂબ ગરમી પડે છે જેથી લોકો બપોરના સમયે બહાર નીકળતા નથી.

હાલ દિવસેને દિવસે ગરમીનું પ્રમાણ વધતું જાય છે અને ગરમીને લીધે અમરેલીમાં લોકો બપોરના સમયમાં બહાર નકળતા નથી. નોકરીયાત વર્ગને બપોર ફરજીયાત બહાર નીકળવું પડે છે. ત્યારે ગરમીની સિઝનમાં ઠંડક આપતા ફ્રુટ્સ જેવા કે દ્રાક્ષ, તરબૂચ, શેરડી, શક્કરટેટી, વિગેરેનુ વેંચાણ ખૂબ વધી રહ્યું છે. અમરેલીના લોકો ફ્રુટ્સની ખરીદી પણ કરી રહ્યા છે અને ફ્રુટ્સનો આનંદ માણી રહ્યા છે.

ગરમીની સિઝનમાં અમરેલીમાં ઠેર ઠેર શેરડીના રસની દુકાનો પણ જોવા મળે છે અને અમરેલીના લોકો શેરડીના રસનો આનંદ માણી રહ્યા છે. અમરેલીમાં બપોરનાં સમયે જાહેર સ્થળો જેવા કે એસટી બસ સ્ટેન્ડ, સ્કૂલ કોલેજો વગેરે જગ્યાએ લોકો તથા વિદ્યાર્થીઓ શેરડીના રસનો આનંદ માણી રહ્યા છે.


અમરેલીમાં ખગોળશાસ્ત્રી લોક વિજ્ઞાન કેન્દ્રની મુલાકાતે

વિદ્યાર્થીઓને આકાશ દર્શન અને નક્ષત્રોની માહિતી પ્રદાન કરાઇ

ગુજરાતકાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગર્વમેન્ટ ઓફ ગુજરાત, ગાંધીનગર પુરસ્કૃત ડીસ્ટ્રીક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ગિરધરભાઇ સંગ્રહાલય અને બાલભવન, અમરેલીમાં મુખ્ય ટ્રસ્ટી જવાહરભાઇ મહેતા તથા હેમેન્દ્રભાઇ મહેતાની પ્રેરક ઉપસ્થિતિમાં ખગોળશાસ્ત્રી ડો. જે.જે. રાવલ દ્વારા વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે આકાશ દર્શન અને નક્ષત્રોની વિવિધ તલસ્પર્શી માહિતી વિદ્યાર્થીઓને પ્રદાન કરવામાં આવી હતી. સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી જવાહરભાઇ મહેતા તથા ચેરમેન હેમેન્દ્રભાઇ મહેતા દ્વારા પધારેલી ખગોળ શાસ્ત્રી ડો. જે.જે. રાવલનું પુષ્પગુચ્છ પ્રદાન કરી સ્વાગત કર્યુ હતું. ડો. જે.જે. રાવલ દ્વારા સંસ્થાના અનેક વિભાગોનું તલસ્પર્શી અભ્યાસ કરી, તેઓએ અનેરૂ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. સસ્થાના તારક દર્શન, કલા વિભાગ, સંગીત વિભાગ, બાયોટેક કોર્નર, તારા-ગંગા સાયન્સ પાર્ક, નેચરલ હિસ્ટ્રી વિભાગ, અમરેી પુરાત્વવિય વિભાગ, કાઠી હાઉસ, કોઇન્સ વિભાગ, ગાંધી ગેલેરી, કોમ્પ્યુટર વિભાગ વિગેરે વિભાગોની મુલાકાત લઇને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. જીવનતિર્થ વિદ્યાલયના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ સાથે ડો.જે.જે. રાવલનું એક મનનીય વક્તવ્ય પણ યોજાયું હતું.