Main Menu

Wednesday, February 1st, 2017

 

અમરેલી જિલ્‍લાની ગામ પંચાયતોની ચૂંટણી ર7 ડિસે.નાં રોજ યોજાશે

રાજય ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો
અમરેલી, તા. ર8
અમરેલી જિલ્‍લાની અંદાજિત 49ર ગામ પંચાયતોનાં સદસ્‍યો અને સરપંચની ચૂંટણી આગામી ર7 ડિસેમ્‍બરનાં રોજ યોજાશે તેમ રાજય ચૂંટણીપંચ ઘ્‍વારા આજે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલ છે.
આગામી પ ડિસેમ્‍બરથી 10 ડિસેમ્‍બર સુધી ઉમેદવારી પત્રક રજુ કરી શકાશે. 1ર ડિસેમ્‍બરનાં રોજ ઉમેદવારી પત્રકની ચકાસણી અને 14 ડિસેમ્‍બરનાં રોજ ઉમેદવારી પત્રક પરત ખેંચી શકાશે. મતદાન ર7 ડિસેમ્‍બર અને મતગણતરી ર9 ડિસેમ્‍બરનાં રોજ યોજાશે. અને જિલ્‍લામાં આજથી જ આદર્શ આચારસંહિતાની અમલવારી શરૂ કરવામાં આવી છે.
જિલ્‍લાનાં ધારી, ખાંભા, લીલીયા, કુંકાવાવ, વડીયા, ચિતલ, ડુંગર, ટીંબી, ડેડાણ, નાગેશ્રી સહિતનાં મોટા ગામોની પણ ચૂંટણી યોજાવાની હોય ભાજપ-કોંગ્રેસનાં સ્‍થાનીક આગેવાનોમાં ભારે ચહલપહલ શરૂ થઈ છે. અને પાટીદારો, દલિતો તેમજ નોટબંધીનાં કારણે ભાજપ માટે આ ચૂંટણી અગ્નિપરીક્ષા સાબિત થશે તેવું લાગી રહૃાું છે.

Source: Amreli Express