Main Menu

Sunday, November 27th, 2016

 

રાજુલામાં નોટબંધીના વિરોધમાં યુવક કોંગ્રેસની બાઈક રેલી

rajula-bike-reli_003અમરેલી, તા.ર6, દેશભરના નોટબંધીનાં નિર્ણય બાદ આમ આદમીને રોજબરોજના નાણા મેળવવામાં મુશ્‍કેલી ઉભી થઈ રહી છે. અને જન સમસ્‍યાને વાચા આપવામાટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારને ભીડવવા માટે આંદોલન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.
જે અંતર્ગત આજે જિલ્‍લા યુવક કોંગ્રેસના પ્રમુખ પરેશ ભુવાની આગેવાનીમાં રાજુલા ખાતે વિશાળ બાઈક રેલી યોજાઈ હતી. આ રેલી શહેરના તમામ રાજમાર્ગો પર ફરી હતી. જેને પ્રચંડ સમર્થન મળેલ હતું. યુવક કોંગ્રેસના સેંકડો આગેવાનોએ ભાજપ સરકારની કાર્યશૈલી વિરૂઘ્‍ધ બેનરો અને સુત્રોચ્‍ચાર દ્વારા વિરોધ કર્યો હતો અને બાઈક રેલી ને લઈને સ્‍થાનીક પોલીસે ચાંપતો બંદોબસ્‍ત ગોઠવ્‍યો હતો.
આ રેલીને સફળ બનાવવા માટે સની ડાબસરા, ઘનશ્‍યામભાઈ લાખણોત્રા, પ્રવિણ બારૈયા, અલ્‍તાફ ડોસાણી, જયેશ દવે, નિરવ ભટ્ટ, વિગેરે યુવાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

Source: Amreli Express


દિલીપ સંઘાણીની અઘ્‍યક્ષતામાં નાફસ્‍કોબ બોર્ડ ઓફ ડિરેકટર્સની બેઠક યોજાઈ

dhilipbhai_001અમરેલી, તા.ર6, આજે બેન્‍ગાલુરું ખાતે નેશનલ ફેડરેશન ઓફ સ્‍ટેટ કોઓપરેટીવ બેંક્‍સ લી. ( નાફસકોબ) ના બોર્ડ ઓફ ડાયરેક્‍ટરની મીટીંગ મળેલ હતી તેમાં હાલ માં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી એ કરેલા નિર્ણય ને આવકારવા માં આવેલ સાથે જીલ્લા સહકારી બેંકમાં આરબીઆઈ દ્વારા જે રીતે સહકારી બેંકો માં પ00-1000 ની નોટો સ્‍વીકારવાની પરવાનગી બંધ કરેલ છે તે અંગે ચર્ચા કરવામાં આવેલ દેશના અલગ અલગ રાજયો માંથી આવેલ ડાયરેક્‍ટર માં દેશ માં વર્તમાન સમય માં ચાલતી સહકારી પ્રવૃત્તિ અંગે પણ ચર્ચા કરેલ આજની બોર્ડ મીટીંગ માં નાફસકોબ ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, કર્ણાટક સ્‍ટેટ કોઓપરેટીવ બેંક ના ચેરમેન કે એન રજ્જના , નાફસકોબ નાં એમડી ભીમા સુબ્રમણ્‍યમ સહીત બોર્ડના સભ્‍યો હાજર રહેલ તેવું અખબારી યાદી માં જણાવાયેલછે

Source: Amreli Express


અમરેલી એલ.સી.બી.એ જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતાં 4ને ઝડપી લીધા

varali-a-cityઅમરેલી, તા. ર6
અમરેલી શહેરમાં બહારપરા વિસ્‍તારમાં દાતારનાં તકીયા પાસે ભરતભાઈ હરિલાલ પરીખ, રહે. અમરેલીવાળો જાહેરમાં ગ્રાહકો ભેગા કરી રૂપીયા લઈ વરલી મટકાંના આંકડા લખી વરલી મટકાંનો જુગાર રમી રમાડે છે તેવી હકીકત આધારે એલ.સી.બી. ટીમે અમરેલી બહારપરામાં દાતારના તકીયા પાસે રેઈડ કરતાં વરલી મટકાંના આંકડા લખનાર ભરતભાઈ હરિલાલ પરીખ, રહે.અમરેલી, તથા વરલી મટકાંના આંકડા લખાવનાર વિનોદભાઈ કાનજીભાઈ પરમાર, કેરીયા રોડ, અમરેલી, મનુભાઈ મોહનભાઈ મશરૂ, રહે.અમરેલી, જાવીદભાઈ વલીભાઈ માંડલીયા, રહે.અમરેલી, વાળાઓ વરલી મટકાંના જુગાર લગત સાહિત્‍ય તેમજ રોકડા રૂપીયા 18ર0 તથા મોબાઈલ ફોન નંગ-3 કિંમત રૂા.ર000 મળી કુલ રૂા.38ર0 નાં મુદ્યામાલ સાથે મળી આવતાં તેઓના સામે ધોરણસર કાર્યવાહી કરી અમરેલી સીટી પોલીસનાં હવાલે કરેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક જગદીશ પટેલની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઈન્‍સ. એ. પી. પટેલ, તથા એલ.સી.બી. સ્‍ટાફનાં અબ્‍દુલભાઈ સમા, રમેશભાઈ રાજયગુરૂ,બલરામભાઈ પરમાર, ભરતગર ગૌસ્‍વામી, ધર્મેન્‍દ્રરાવ પવાર, કિરીટભાઈ રેવર, બાબુભાઈ ડેર, સંજયભાઈ પદમાણી, સાર્દુળભાઈ ભુવા, પ્રફુલ્‍લભાઈ જાની, વિજયભાઈ ગોહિલ, જગદીશભાઈ ઝણકાત, પિયુષભાઈ ઠાકર, વિજયભાઈ વાઢેર, તુષારભાઈ પાંચાણી, ડ્રાઈવર નુરભાઈ સીરમાન, યુવરાજસિંહ ગોહીલ, પ્રતાપભાઈ ડેર વિ.એ કરેલ છે.

Source: Amreli Express


અમરેલીનાં સાંસદ નારણભાઈ કાછડીયાનાં રહેણાંક મકાનને આજે ઘેરી લેવામાં આવશે

virajibhai-thummar-color_1અમરેલી, તા. ર6
અમરેલીનાં સાંસદ નારણભાઈ કાછડીયાનાં ચક્કરગઢ માર્ગ પર આવેલ આલીશાન રહેણાંક મકાનને આજે કોંગી આગેવાનો બપોરે 3 કલાકે ઘેરાવ કરશે.
આ કાર્યક્રમ નોટબંધી બાદ વણસેલી પરિસ્‍થિતિનાં વિરોધમાં કરવામાં આવશે. જેમાં માજી સાંસદ ઠુંમર, ધારાસભ્‍ય પરેશ ધાનાણી જિલ્‍લા કોંગી પ્રમુખ પંકજ કાનાબાર સહિતનાં કોંગીજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે.
સાંસદનાં રહેણાંક મકાનને ઘેરવાના કાર્યક્રમને લઈને સ્‍થાનિક પોલીસ પણ સાવચેત બની છે. અને સાંસદનાં રહેણાંક મકાનને લોખંડી સુરક્ષા કવચ પુરૂ પાડવામાં આવી રભનું પણ જાણવા મળેલ છે.

Source: Amreli Express


અમરેલી જિલ્‍લામાં સોમવારે કોંગ્રેસનું બંધનું એલાન

congress_003અમરેલી, તા. ર6
અમરેલી જિલ્‍લામાં સોમવારે કોંગ્રેસ પક્ષ દ્વારા બંધનું એલાન આપવામાં આવેલ છેઅને કોંગી આગેવાનોએ જિલ્‍લાનાં તમામ નાના-મોટા વેપારીઓને, ખેડૂતો, ખેતમજુરો સહિત તમામને સહકાર આપવા અનુરોધ કરેલ છે.
આજે અમરેલી ખાતે માજી સાંસદ ઠુંમરના કાર્યાલયમાં ધારાસભ્‍ય પરેશ ધાનાણી, જિલ્‍લા કોંગી પ્રમુખ પંકજ કાનાબાર, ડી.કે. રૈયાણી, પોપટલાલ કાશ્‍મીરા, અલ્‍કાબેન ગોંડલીયા, લલિત ઠુંમર, અર્જુન સોસા, જીતુભાઇ ગોળવાળા, સંદીપ ધાનાણી સહિતનાં કોંગી આગેવાનોની તાકીદ બેઠક મળી હતી.
આ અંગે કોંગી આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે, ભારતની ભાજપ સરકારે નોટબંધીનો નિર્ણય કરીને સમગ્ર દેશની જનતાને કતારમાં લગાવી દીધી છે. દેશભરમાં ધંધા-રોજગાર પડી ભાંગ્‍યા છે.
જે અંતર્ગત અમરેલી જિલ્‍લામાં પણ 18 દિવસથી અરાજકતાનો માહોલ ઉભો થયો છે. વેપારીઓ અને ખેડૂતો, ગૃહિણીઓ, વૃઘ્‍ધો, યુવાનો સહિત સૌ કોઇ ત્રાહીમામ પોકારી ચુકયુ છે.
વધુમાં જણાવ્‍યુ હતુ કે, કાળાધન સામે કાર્યવાહી થાય તેનો કોઇ વાંધો ન હોઇ શકે પરંતુ, દેશની આમજનતા અને ખેડૂતોના ભોગે કાળાધન સામે કાર્યવાહી ન કરી શકાય અને સત્તાધારી પક્ષના આગેવાનો પાસે કરોડો રૂપિયાનું કાળુ ધન હોય સૌ પ્રથમ તેમની સામે કાર્યવાહી કરવાની જરૂર છે.
ઉપરોકત તમામ બાબતને લઇને અમરેલી જિલ્‍લામાં બંધનું એલાન આપવામાં આવ્‍યુ હોય જિલ્‍લાની તમામ જનતાનેબંધમાં જોડાવવા અને ભાજપ સરકારનાં અવ્‍યવહારૂ નિર્ણય સામે રોષ વ્‍યકત કરવા અનુરોધ કરવામાં આવેલ છે.

Source: Amreli Express


અમરેલીના સુળીયા ટીંબા પાસે જાહેરમાં જુગાર રમતાં 4 શખ્‍સો રૂા.1300ની મતા સાથે ઝડપાયા

અમરેલી, તા.ર6
અમરેલીના સુળીયા ટીંબા વિસ્‍તારમાં આજે બપોરે જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમી સીટી પોલીસને મળતાં પોલીસે દરોડો કરી જાહેરમાં તીનપતીનો જુગાર રમી રહેલા વિજય ભોળાભાઈ મકવાણા, જેસીંગ મુળુભાઈ ડાંગર, સુરેશ મનજીભાઈ મકવાણા તથા નાથા ખોડાભાઈને રોકડ રકમ રૂા. 1300 સાથે ઝડપી લઈ પોલીસે કોન્‍સ્‍ટેબલ જપદીપસિંહ ચુડાસમાએ ફરીયાદ નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.

Source: Amreli Express


લાઠી-ઝરખીયામાં ખોરાકમાં ઝેરી અસરની તપાસનો ધમધમાટ શરૂ : નમૂના લેવાયા

અમરેલી, તા.ર6, લાઠી તથા ઝરખીયા ગામે ગઈકાલે બપોરે જમ્‍યા બાદ 100 થી પણ વધુ લોકોને ઝેરી અસર થતા અમરેલી, બાબરા અને લાઠી દવાખાને ખસેડાયા બાદ આ અંગે પોલીસમાં જાહેર કરવામાં આવતા પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે. અને કેવા સંજોગોમાં અને કઈ મીઠાઈનાં કારણે લોકોને ઝેરી અસર થવા અંગે એફ.એસ.એલ. દ્વારા તમામ વસ્‍તુઓના નમૂના લઈ આગળની તપાસ હાથ ધરી છે.

Source: Amreli Express


બાઇક ચાલકે બોલેરોને સાઈડ ન આપતા લાકડી વડે માર મરાયો

અમરેલી, તા.ર6
ખાંભા તાલુકાના ખડાધાર ગામે રહેતા અને મજુરી કામ કરતા બાલુભાઈ ભાણાભાઈ સોલંકી નામના 38 વર્ષિય યુવા ગત તા.ર4ના રાત્રીના સમયે પોતાના હવાલાવાળુ મોટર સાયકલ લઈ બોરાળાથી હનુમાનપુર વચ્‍ચેથી પસાર થતાં હતા ત્‍યારે પાછળથી બોલેરો જીપ લઈને આવતાં ભરત કોળી, અશ્‍વિન કોળી, જયસુખ કોળી તથા 1 અજાણ્‍યા ઈસમો સાઈડ મોડી આપવા અંગેનું મન દુઃખ રાખી લાકડી વડે માર માર્યાનું ફરીયાદ ખાંભા પોલીસમાં ફરીયાદ નોંધાયછે.

Source: Amreli Express


હીંડોરણા ચોકડી પાસે દીપડાનાં હુમલામાં ધવાયેલા યુવકનું સારવાર દરમીયાન મોત

અમરેલી, તા.ર6
અમદાવાદના બાપુનગર વિસ્‍તારમાં રહેતા શાહનવાજ અનવરભાઈ શેખ તથા હનીફભાઈ કાદરભાઈ રહેમાન નામનાં બે યુવાનો ગત તા.રર/11 ના રોજ સાંજના 8 વાગ્‍યાના સમયે હીંડોરણા ચોકડી પાસેથી પસાર થતા હતા. ત્‍યારે દિપડાએ હુમલો કરી બન્‍ને યુવાને ગંભીર ઈજા કરી હતી. આથી બન્‍નેને પ્રથમ રાજુલા, ભાવનગર અને વધુ સારવાર માટે અમદાવાદ દવાખાને ખસેડાયેલ જયાં શાહનવાજ અનવરભાઈ શેખ નામનાં રર વર્ષિય યુવકનું સારવાર દરમીયાન મોત થયાનું રાજુલા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

Source: Amreli Express


કાગવદર ગામનાં પાટીયા પાસે કાર પલટી જતાં પ લોકોનો ચમત્‍કારીક બચાવ

રાજુલા, તા. ર6
રાજુલા નજીક કાગવદરનાં પાટીયા પાસે ઉના તાલુકાના સમઢીયાળા ગામેથી લગ્ન પ્રસંગ પુરો કરી સુરત જતાં હતાં અચાનક કાર પલ્‍ટી મારી જતાં કારમાં બેઠેલા પાંચ લોકોનો આબાદ બચાવ થયો હતો. અવારનવાર આ રોડ ઉપર અકસ્‍માત બનતા હોય છે. આ બનાવની જાણ 108ની ટીમને જાણ થતાં ઈએમટી દક્ષા ચૌહાણ સહિતના ઘટના સ્‍થળે જઈ તમામને ગાડીનીબહાર કાઢી અને રાજુલા સારવાર માટે ખસેડાયા હતા.

Source: Amreli Express