Main Menu

Friday, November 25th, 2016

 

અમરેલીમાં શકિત ગૃપ દ્વારા અનાથબાળકોને બટુક ભોજન કરાવાયું

અમરેલીમાં નિવૃત પોલીસ કર્મી હનુભાઈ વાળાના ધર્મપત્‍ની પુષ્‍પાબેન વાળાની પ્રથમ માસિક પૂણ્‍યતિથિ નિમિતે તેમના દીકરા ગૌતમભાઈ વાળા તથા અશોકભાઈ વાળા સહિત શકિત ગૃપનાં જનકભાઈ બોરીચા, કુલદીપભાઈ પરમાર, મીત જોષી, લાલભાઈ વાળા, અરૂણભાઈ પરમાર, નિકુંજ ચુડાસમા, જયદીપભાઈ તથા સત્‍યજીતભાઈ ધાધલ, શૈલેષભાઈ વાળા સહિતના મિત્રો દ્વારા સ્‍વ. પુષ્‍પાબેન વાળાની પ્રથમ માસિક પૂણ્‍યતિથિ નિમિતે અમરેલી શહેરના અલગ અલગ વિસ્‍તારમાં ગરીબ પરિવારના બાળકોને બટુક ભોજન કરાવી સંત કાર્ય કર્યું હતું.

Source: Amreli Express


ખાંભામાંથી બિમાર અવસ્‍થામાં શકરો નામનું પક્ષી મળી આવ્‍યું

ખાંભા, તા.ર4
ખાંભાનાં ભગવતી પરા ખાતે બીમાર અવસ્‍થામાં શકરો પક્ષી જોવા મળતા ભગવતી પરાના સેવાભાવી યુવાનો સંજય સોલંકી તથા જીજ્ઞેશ પરમારને મળી આવતા. લાયન નેચર ફાઉન્‍ડેશનની ઓફિસે બીમાર શકરો પક્ષીને લાવતા સંસ્‍થાના પ્રમુખ ભીખુભાઈ બાંટાવાળા દ્વારા ખાંભાનાં પશુ દવાખાને સારવાર અર્થે મોકલતા ડ્રેસર ગેડીયાભાઈ તથા રૂષી ગેડીયાએ તાત્‍કાલિક સારવાર આપી બીમાર અને ઉડી ન શકતા શકરાને પશુ દવાખાને વધુ સારવાર માટે પશુ દવાખાને રાખવામાં આવેલ.

Source: Amreli Express


વાંકીયાનાં શ્રમજીવીને સામાન્‍ય બાબતને લઈને માર પડયો

અમરેલી, તા. ર4
અમરેલી તાલુકાનાં વાંકીયા ગામે રહેતાં કીરીટભાઈ અમરાભાઈ મકવાણા નામના 36 વર્ષિય દલીત યુવકે પોતે ભાગવી રાખેલ ખેતરમાં ગત તા.રર-11 નાં રોજ પાણી પોતાના ખેતરમાં વાળતા આરોપી ભરતભાઈ હરજીભાઈ કથીરીયાએ ઉશ્‍કેરાઈ જઈ ગાળો આપી પાવડા વડે શરીરે આડેધડ માર મારી, મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાય છે.

Source: Amreli Express


લ્‍યો બોલો : બગસરામાં સરાજાહેર ચેનચાળા કરનારને પોલીસે ઝડપી લીધો

અમરેલી, તા. ર4
બગસરા ગામે હુડકો કોલોનીમાં રહેતાં વિમલ ધીરૂભાઈ સથવારા નામનો 19 વર્ષિય શ્રમિક ગઈકાલે બપોરે મેઘાણી આવાસ રોડ ઉપર ઉભો રહી ત્‍યાંથી પસાર થતીમહિલાઓ સામે બિભત્‍સ ચેનચાળા કરતો હોય,
આ અંગે બગસરા પોલીસને હકીકત મળતાં પોલીસે તેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Source: Amreli Express


અમરેલીમાં આગામી રવિવારે હોટેલ એન્‍જલમાં કવિ રમેશ પારેખની જન્‍મજયંતીની ઉજવણી કરાશે

અમરેલી, તા.ર4
અમરેલીની હોટેલ એન્‍જલમાં આગામી રવિવારે રાત્રીનાં 8:30 કલાકે ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર દ્વારા ભસંવાદભ સંસ્‍થાના સહયોગથી સુપ્રસિઘ્‍ધ કવિ રમેશ પારેખની જન્‍મ જયંતિની ઉજવણી નિમિતે ભઅતર ઢોળાયું રૂમાલમાંભ કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં યોગેશ ગાંધી, વસંતભાઈ પરીખ, હર્ષદ ચંદારાણા, શ્રીમતિ રસીલાબેન પારેખ પણ ઉપસ્‍થિત રહેશે. રમેશ પારેખની રચનાઓનું ગાન ગાર્ગી વોરા, રાજેશ વ્‍યાસ, આસ્‍થા મહેતા, ક્રિષ્‍ના જાની, મયુર વાઘેલા અને નિગમ ઉપાઘ્‍યાય કરશે. આમંત્રીતોને ઉપસ્‍થિત રહેવા પરેશ મહેતાએ અનુરોધ કરેલ છે.

Source: Amreli Express


જિલ્‍લા-તાલુકા પંચાયતનાં પેધી ગયેલ કર્મચારીઓની બદલી કરો

જિલ્‍લાની અંદાજિત પ00 ગામપંચાયતની ચૂંટણી નિષ્‍પક્ષ યોજવા માટે
અમરેલી, તા.ર4
અમરેલી જિલ્‍લાની અંદાજિત પ00 જેટલી ગામ પંચાયતોની ચૂંટણી આગામી એકાદ મહિનામાં યોજાઈ રહી હોવાની ચર્ચા વચ્‍ચે જિલ્‍લા વિકાસ અધિકારીએ એકના એક ટેબલે ફરજ બજાવતાં જિલ્‍લા-તાલુકા પંચાયતનાં કર્મચારીઓની સામૂહિક બદલી કરવી જોઈએ તો જ પંચાયતોની ચૂંટણી નિષ્‍પક્ષ યોજાઈ શકે તેમ છે. અમરેલી જિલ્‍લા પંચાયતની મહેકમ શાખામાંથી સૌ પ્રથમ પેધી ગયેલ કર્મચારીઓની બદલી કરીને શુભ શરૂઆત કરવાની જરૂર છે. કારણ કે સૌથી વધુ પેધી ગયેલ કર્મચારી મહેકમ શાખામાં છે. અને મહેકમ શાખાનાં અમુક ભ્રષ્‍ટ બાબુઓ ટેબલ નીચેથી નાણાં લઈને પેધી ગયેલ કર્મચારીને છાવરી રહયાનું જાણવા મળેલ છે. જિલ્‍લા અને તાલુકા પંચાયતોમાં અમુક કર્મચારીઓ એક દાયકાથીએકનાં એક ટેબલ અથવા તો એકની એક બિલ્‍ડીંગમાં ફરજ બજાવતા જોવા મળી રહયા છે. અને અનેક કર્મચારીઓ સતાધારી પક્ષના કાર્યકરોની જેમ વર્તન કરી રહયા હોય જિલ્‍લા વિકાસ અધિકારી સામૂહિક બદલી કરે તેવી માંગ જનતા જનાર્દનમાંથી ઉભી થવા પામી છે.

Source: Amreli Express


ધારાસભ્‍યનલિન કોટડીયા કહે છે ભાજપ સરકાર દ્વારા કૃષિપાક સુરક્ષા યોજના એક વર્ષમાં પુરી કરવા માંગ

ધારી, તા. ર4
રાજયમાં ખેડુતોને ખેતીપાકના રક્ષણ માટે સરકારે કંટાવાળા તારની વાડ માટે પ0% સહાયની કૃષિપાક સુરક્ષા યોજના જાહેર કરી છે, તે અધકચરી અને દુઃખાવા માટે ડોઝ સમાન છે. અનેક વખત રજુઆત કરી, તત્‍કાલીન મુખ્‍યમંત્રી મોદી અને અધિકારી સાથે ત્રણ વખત બેઠક કરી વિગતે સમજાવવા છતાં તાનાશાહી ભોગવતા વન વિભાગના અધિકારીઓ અને મંત્રી સરકારને ગેરમાર્ગે દોરી રભ હોય તેમ 6 ફુટની ઉંચાઈમાં જાળી અને તાર બાંધવા અને એ પણ સીમેન્‍ટ પીઢમાં કે જેનું રોઝ સામે રક્ષણ અશકય છે, તેવી વિચાર્યા વિનાની યોજના જાહેર કરી લોલીપોપ આપવામાં પાવરધી સરકારે ફરી 3 વર્ષની લાંબી લોલીપોપ આપી ખેડુતોને આકર્ષવા પ્રયાસ કર્યો છે, જે ખેડુતના હિતમાં નથી તેમ ધારીના ધારાસભ્‍ય કોટડીયાએ જણાવી મુખ્‍યમંત્રીને પત્ર લખી આ યોજનામાં 1 ફુટ પ્‍લીન્‍થ ઉપર 3 ફુટ જાળી અને ર મીટર તારની વાડ અને એ પણ ગેલ્‍વેનાઈઝ એંગલ કરવા અને તે મુજબ ભાવ અને સવલત આપવા માંગણી કરી છે.
જો સરકાર ખેડુતોનું હિત ઈચ્‍છતી હોય તો આ યોજના એક જ વર્ષ ર017 ની ધારાસભાની ચુંટણીની આચારસંહિતા લાગે તે પહેલા માંગે તે ખેડુતને મંજુરી આપવા અને ઉપરોકતડીઝાઈનમાં કરવા ભાર મુકતા કોટડીયાએ જણાવેલછે કે, જો પ્‍લીન્‍થ કરવામાં ન આવે તો ભુંડ જમીન ખોદીને નીચેથી જતા રહે અને ઉંચાઈ વધારવામાં ન આવે તો રોઝ, હરણ ઠેકીને કે પાડીને અંદર જતા રહી પાકને નુકશાન કરશે, સરકાર જયારે નાણા ખર્ચે છે તો અનેક વિકાસકામો ખાસ કરી ડામરના રસ્‍તા-ડેમ ની જેમ વેડફાય ન જાય તે જોવું જોઈએ. નવા મુખ્‍યમંત્રી છે, પ્રથમ વખત સત્તા સંભાળી છે ત્‍યારે ભુતકાળના અનુભવના આધારે કે અભ્‍યાસ કરીને આ યોજનામાં ફેરફાર કરશે તો તે ખેડુતના હિતમાં રહેશે અને સરકારી નાણાનો સાચા અર્થમાં ઉપયોગ થયો ગણાશે, આ બાબતે કદાચ કૃષિમંત્રીને સુઝયુ નહી હોય કે ભુંડને કંઈ રીતે રોકી શકાય અથવા તો એમને તો ગૌચરની જમીનવાળીને ગાયોના પેટમાં ન જતાં પોતાનું પેટ ભરે છે એટલે કદાચ ભુંડ આવે તોય જે બચ્‍યુ તે લાભમાં જ છે, અથવા ખેડુતોની મુશ્‍કેલી ન સમજાય અને તેથી જ વિધાનસભામાં હર્ષદભાઈ રીબડીયા, રાઘવજીભાઈ કે મારી રજુઆતની ઠઠ્ઠા-મશ્‍કરીમાં મંત્રી વઘાસીયા સહિત ખેડુતના દીકરા એવા ભાજપના કેટલાક ધારાસભ્‍યોએ કયારેય આ યોજનાના અમલ માટે તરફેણ નથી કરી અને મંત્રી બન્‍યા એટલે પોતાની રજુઆત છે તેવી પ્રસિઘ્‍ધી કરી ખેડુતોની લાગણી જીતવા નીકળ્‍યા છે, ત્‍યારે ખેડુતને બધુ જ યાદ છે કે સરકારે કેટલી અને કેવીમદદ કરી છે, કૃષિમંત્રી હોવા છતા ખેડુતોની બેંકમાં નાણા સ્‍વીકારતા નથી છતાં મંત્રી/ધારાસભ્‍યોની ચુપકીદી એજ આપની ખુમારી, કર્તવ્‍યનિષ્ઠા, નીડરતા અને વફાદારી દર્શાવે છે કે ખેડુત પ્રત્‍યે આપને કેટલી લાગણી છે છતાં પણ આ યોજનામાં ફેરફાર કરો ખેડુતો આપના ઋણી રહેશે એમ ધારાસભ્‍ય નલીનભાઈ કોટડીયાની એક અખબારી યાદી જણાવે છે.

Source: Amreli Express


આલે લે : અમરેલીની બેન્‍ક ઓફ બરોડામાં ચલણી નોટ ન હોવાનું બોર્ડ લગાવી દેવામાં આવ્‍યું

રિઝર્વ બેન્‍ક અને નાણાંમંત્રી ચલણી નોટની તંગી નથી તેવુંકહે છે ત્‍યારે
અમરેલી, તા.ર4
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં રૂા. પ00 અને રૂા. પ00 અને રૂા. 1000ની કરન્‍સી નોટ બંધ થવાના કારણે લોકો છેલ્‍લા કેટલાય દિવસોથી બેન્‍કો ઉપર કતાર લગાવી દીધી છે. અને હજુ પણ સદંતર કતારો બંધ થવા પામેલ નથી. સામે પક્ષે બેન્‍કોમાં પણ કરન્‍સી નોટનો જથ્‍થો મર્યાદીત થઈ જવા પામ્‍યો છે. તો અમરેલીની બેન્‍ક ઓફ બરોડાની મુખ્‍ય શાખામાં કરન્‍સી ખલાસ થઈ જતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહયો છે.
અમરેલીના સ્‍ટેશન રોડ ઉપર આવેલ બેન્‍ક ઓફ બરોડામાં કરન્‍સીનો જથ્‍થો ખલાસ થઈ જતાં બેન્‍ક સંચાલકે બહાર બોર્ડ લગાવી દીધું છે. આ બોર્ડના કારણે લોકો બેન્‍કના કર્મીઓ સાથે માથાકુટ પણ કરતાં હતા. ભારતીય રિઝર્વ બેન્‍ક દ્વારા નવી કરન્‍સી ચલણ બેન્‍ક સુધી પહોંચાડી શકતા નથી, તો કેટલીક બેન્‍કોમાં પણ હવે મર્યાદીત જ કરન્‍સીનો જથ્‍થો હોય, બેન્‍ક દ્વારા ગ્રાહકોને ઓછો ઉપાડ કરવા દઈ વધુ લોકોને લાભ આપવા પણ પ્રયાસ થાય છે. ત્‍યારે આગામી અઠવાડિયે સરકારી પગારનાં દિવસો પણ આવે છે. ત્‍યારે બેન્‍ક કર્મીઓ, અધિકારીઓ પણ કરન્‍સીના વધારા મેળવવા માટે ઉપલા અધિકારીઓને વિનંતી કરી રહયા છે.

Source: Amreli Express