Main Menu

November, 2016

 

આંબરડીમાં ઓપરેશન મોદી માઈન્‍ડ આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાયો

oparetion-modi-2સાવરકુંડલા, તા. ર8
દેશભરમાં નોટબંધીની વ્‍યાપક અસર થઈ છે ત્‍યારે ખેડૂતોમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી પ્રત્‍યે રોષ વધુ પડતો ગ્રામ્‍ય વિસ્‍તારોમાં જોવા મળી રહૃાો છે. સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે ખેડૂતોએ નોટબંધીના વિરોધ અંગે નવતર પ્રયોગ આદરીને ખેડૂતોની વ્‍યથાઓ વર્ણવવાનો પ્રયાસ કર્યો હતો અને નાટક રૂપીઓપરેશન મોદીના મગજનું ઓપરેશન કરીને કેન્‍દ્રની મોદી સરકાર સામે અનોખો વિરોધ નોંધાવ્‍યો હતો.
સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામના ખેડૂતોએ નોટબંધીને લઈને પારાવાર પરેશાનીથી કંટાળીને આખું ગામ એક જગ્‍યાએ એકત્રીત થઈને ખેડૂત આગેવાન દિપકભાઈ માલાણીની આગેવાનીમાં નાટકરૂપી કાર્યક્રમ કરવામાં આવ્‍યો. આ કાર્યક્રમનું નામ આપવામાં આવ્‍યું ઓપરેશન મોદી માઈન્‍ડ.
આંબરડીના ખેડૂત અગ્રણી દિપક માલાણીએ આંબરડી ગામના પશુ દવાખાના પર વિશાલ સંખ્‍યામાં ઉપસ્‍થિત ખેડૂતો સામે મોદી માસ્‍ક પહેરેલ કલાકાર રજુ કર્યો અને જુની પ00 અને 1000ની ચલણી નોટોની નોટબંધીનું નાટક રજુ કર્યુ. ત્‍યારે ખેડૂતોએ નોટબંધી ન કરવા હોહા દેકારો કર્યો અને ડોકટરની ટીમે મોદી માસ્‍ક પહેરેલ યુવકને ઉપાડીને લઈ ગયા ઓપરેશન થિયેટરમાં અને ત્‍યાં સર્જીકલ સ્‍પેશિયાલીસ્‍ટ ડોકટર દિપકભાઈ માલાણી અને સ્‍ટાફ ઘ્‍વારા શરૂ થયું ઓપરેશન મોદી માઈન્‍ડ.
સર્જીકલ ઓપરેશનમાં મોદી માઈન્‍ડમાં માસ્‍ક પહેરેલ યુવકના મગજમાંથી કૃષિક્ષેત્રને સાવ નાશ પામતા અમલવારી ભર્યા નોટબંધીના નિર્ણયોના કીડા કાઢવામાં આવ્‍યા હતા અને જાણે આબેહુબ નાટકથી ઉપસ્‍થિત વિશાળ જનમેદની પણ અચંબિત થઈ ઉઠી હતી.
અત્‍યાર સુધી કોંગ્રેસ સહિતના વિપક્ષો નોટબંધીના નિર્ણય સામે અવાજ ઉઠાવી રહૃાાછે. ત્‍યારે અમરેલી જીલ્‍લાનાં આંબરડીના ખેડૂતોએ ઓપરેશન મોદી માઈન્‍ડનું નાટક લોકો સમક્ષ રજુ કરીને નવતર પ્રકારનો વિરોધ નોંધાવતા રાજકીય લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

Source: Amreli Express


અમરેલી પંથકમાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની લાલ આંખ

અમરેલી, તા.ર8
અમરેલી તાલુકાના તરવડા ગામ તરફથી એક ઈસમ મોટર સાયકલ ઉપર ઈંગ્‍લીશ દારૂ લઈને અમરેલી તરફ આવે છે તેવી હકીકત મળતાં તરવડાથી અમરેલી રોડ ઉપર ગાવડા ચોકડીએ વોચ ગોઠવતાં તરવડા ગામના જયરાજ કાળુભાઈ વાળા, સીડી ડીલકસ મો.સા. નં. જી.જે.14.કે.6663 ઉપર ઈંગ્‍લીશ દારૂ નીબોટલ નંગ-ર તથા બિયરના ટીન નંગ-પ લઈ નીકળતાં તેને પકડી પાડેલ. અને ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-ર તથા બિયરના ટીન નંગ-પ કિંમત રૂા.1300 તથા મોટર સાયકલની કિંમત રૂા.ર0,000 ગણી કુલ કિંમત રૂા.ર1,300 નો મુદ્યામાલ કબજે કરી ધોરણસર કાર્યવાહી કરી અમરેલી તાલુકા પો.સ્‍ટે. હવાલે કરેલ છે. તેમજ અમરેલી સાવરકુંડલા બાયપાસ રોડ ઉપર આવેલ હુડકો સોસાયટીમાં રહેતો અનકભાઈ લોમભાઈ વાળા પોતાના રહેણાંક મકાને દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે અને દારૂ વેચે છે તેવી હકીકત આધારે હુડકો સોસાયટીમાં અનકભાઈ લોમભાઈ વાળાનારહેણાંક મકાને રેઈડ કરતાં દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી મળી આવતાં દારૂ બનાવવાનો આથો લીટર 3પ0, કિંમત રૂપિયા 700 તથા બે બેરલ કિંમત રૂપિયા 400 તથા દેશી દારૂ લીટર પ0, કિંમત રૂપિયા 1પ00 તથા પ્‍લાસ્‍ટીકનાં કેન બે, કિંમત રૂા. 1પ0 તથા દેશી દારૂ બનાવવાનાં ભઠ્ઠીનાં સાધનો કિંમત રૂપિયા 1પ0 મળી કુલ કિંમત રૂપિયા ર900 નો મુદ્યામાલ પકડી પાડેલછે. અને આરોપી અનકભાઈ લોમભાઈ વાળા હાજર મળી આવેલ ન હોય તેને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કરેલ છે. અને તેના સામે અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો રજી. કરાવેલ છે. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક જગદીશ પટેલની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઈન્‍સ. એ.પી.પટેલ તથા એલ.સી.બી. સ્‍ટાફના અબ્‍દુલભાઈ સમા, રમેશભાઈ રાજયગુરૂ, બલરામભાઈ પરમાર, ભરતગર ગૌસ્‍વામી, ધર્મેન્‍દ્રરાવ પવાર, કિરીટભાઈ રેવર, બાબુભાઈ ડેર, સંજયભાઈ પદમાણી, સાર્દુળભાઈ ભુવા, પ્રફુલ્‍લભાઈ જાની, વિજયભાઈ ગોહિલ, જગદીશભાઈ ઝણકાત, પિયુષભાઈ ઠાકર, વિજયભાઈ વાઢેર, તુષારભાઈ પાંચાણી, ડ્રાઈવર નુરભાઈ સીરમાન, યુવરાજસિંહ ગોહીલ, પ્રતાપભાઈ ડેર વિ.એ કરેલ છે.

Source: Amreli Express


સાવરકુંડલામાં સિંહબાળનું તેના પરિવાર સાથે મિલન કરાવતો વનવિભાગ

sinhbal_1સાવરકુંડલા, તા.ર8
સાવરકુંડલા રેન્‍જના આર.એફ.ઓ., મોર સહિતનો સ્‍ટાફ ગત તા.ર3 ના રોજ પેટ્રોલીંગમાં નીકળતા થોરડી ગામ નજીક એક સિંહ બાળ એકલુ ભટકતું હોય તુરંત તેને કબ્‍જે કરી મીતીયાળા બંગલે લાવવામાં આવેલ ત્‍યારબાદ તેના પરિવારને શોધવાની કવાયત હાથ ધરતા સિંહ બાળનો પરિવાર નેસડી નજીક લોકેટ થતા તેને પરિવાર સાથે મિલન કરાવેલ.

Source: Amreli Express


અમરેલીમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીનાં નોટ બંધીનાં નિર્ણયને ઉત્‍સાહભેર આવકારવામાં આવ્‍યો

dilip-sanghniઅમરેલી, તા.ર8
તાજેતરમાં આતંકવાદ, નકલી ચલણી નોટ અને કાળાબજારી અને બ્‍લેક મનીને નાથવા માટે ભારત સરકાર દ્વારા રૂા. પ00 તથા રૂા. 1 હજારની નોટબંધીનાં નિર્ણયને આવકારવા માટે ભારતીય જન પરિષદનાં નેજા નીચે એક કાર્યક્રમનું આયોજન પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણીનાંઅઘ્‍યક્ષ સ્‍થાને યોજવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે દિલીપભાઈ સંઘાણી દ્વારા નરેન્‍દ્ર મોદીએ રૂા. પ00, રૂા. 1000 નોટબંધીનાં નિર્ણયના વખાણ કર્યા હતા. આ નોટબંધીનાં કારણે ગરીબોનો ઉઘ્‍ધાર અને આંતકવાદને નાથવામાં ખૂબ જ મોટી સફળતા મળશે તેમ જણાવ્‍યું હતું.
આપણા દેશમાં કેટલાંક પડોશી દેશો નકલી ચલણી નાણું ઘુસાડી અને આપણા અર્થતંત્રને વેરવિખેર કરવાના સપના જોવે છે. ત્‍યારે નોટબંધીના કારણે આવા પડોશી દેશોની મેલી મુરાદ પૂરી થઈ શકે તેમ નથી.
અગાઉના જમાનામાં વિનિમય પ્રથા હતી અને લોકો વસ્‍તુના બદલામાં વસ્‍તુ અને કામ લેતા હતા અને ત્‍યારે પણ આવી રીતે કેશ-લેશ વહીવટ ચલતો હતો. તેવા કેશ-લેશ વહીવટ ફરી શરૂ થવા પામ્‍યો છે.
આ તકે આજના ભારત અને ગુજરાત બંધના એલાનને નિષ્‍ફળ બનાવવા બદલ વેપારીઓ સહિતનાં લોકોનો દુકાને-દુકાને ફરી આભાર વ્‍યકત કર્યો હતો.
આ કાર્યક્રમમાં દિલીપભાઈ સંઘાણી, જિલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ શરદભાઈ લાખાણી, જિલ્‍લા યુવા ભાજપના પ્રમુખ ભગીરથભાઈ ત્રિવેદી, દિનેશભાઈ પોપટ, કૌશિક વેકરીયા, ભાવનાબેન ગોંડલીયા, ભાસ્‍કરભાઈ શુકલ, શૈલેષ પરમાર, તુષારભાઈ જોષી સહિત અનેક આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.

Source: Amreli Express


બગસરા : જેતપુર બાયપાસ માર્ગ પર લકઝરી બસ, ટ્રેકટર અને બાઈકનો ત્રિપલ અકસ્‍માત

bagasara-axident_1બગસરા, તા. ર8
બગસરા, જેતપુર બાયપાસ રોડ પર આજે સાંજના એક લકઝરી બસે બાઈક તેમજ ટ્રેકટરને અડફેટે લેતા બે વ્‍યકિતને ગંભીર ઈજા પણ થતા પ્રાથમિક સારવાર માટે બગસરા ખસેડવામાં આવેલ.
વિગત અનુસાર સાંજના પાંચ કલાક આસપાસ વિસાવદરથી અમરેલી તરફ પુરપાટ ઝડપે લકઝરી બસ આવી રહી હતી. ત્‍યારે સામેથી આવી રહેલા બાઈક ચાલકને બચાવવા જતા ડ્રાયવરે સ્‍ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બસ રોડની સાઈડમાં ખેતરમાં ઉભેલા ટ્રેકટર પર ફંગોળાઈ હતી. જેના લીધે ટ્રેકટરનો બુકડો બોલી ગયો હતો. જયારે બાઈક ચાલક પણ હેબતાઈ જતા સ્‍લીપ થઈ જવાથી ચાલકના માંથામાં ગંભીર ઈજા થઈ હતી.
સદનસીબે બસમાં ડ્રાયવર સિવાઈ એક પણ પેસેન્‍જર (મુસાફર) ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
ઘટનાની જાણ થતાઆસપાસના લોકો દોડી આવેલ અને ઈજાગ્રસ્‍ત ભીખુભાઈ મનજીભાઈ રાઠોડ (ઉ.વ.પ3) રહેવાસી જીનપરા બગસરા જેમને માંથામાં ગંભીર ઈજા થઈ હતી. તેમજ બસનાં ચાલક અનવર હુશૈનમીર (ઉ.વ.4પ) રહે.સા.કુંડલાને પણ સામાન્‍ય ઈજા થતા બગસરા પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવેલ.

Source: Amreli Express


વલારડી ગામે કડીયા કામનાં સામાનની ઉઘરાણી કરતા યુવકને માર મરાયો

અમરેલી, તા.ર8
બાબરા તાલુકાના વલારડી ગામેરહેતા અને મજુરી કામ કરતાં વિશાલભાઈ ડાયાભાઈ પરમાર અને રમેશભાઈ ખોડાભાઈ પરમાર અગાઉ સાથે જ કડીયા કામ કરતા હોય, ત્‍યારે કડીયા કામનો સામાન વિશાલભાઈ પાસે હોય જેથી તે સામાનની ઉઘરાણી કરવા આરોપી રમેશ આવતા તેને ઘરે આવવાની ના પડતા રમેશ ઉશ્‍કેરાઈ જઈ અને લાકડી વડે મુંઢમાર મારી ગાળો આપ્‍યાની ફરીયાદ બાબરા પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે.

Source: Amreli Express


સાવરકુંડલામાંથી પોલીસે વિદેશી દારૂની પ બોટલ સાથે એક ઝડપાયો

અમરેલી, તા.ર8
સાવરકુંડલા ગામે આવેલ કાપડીયા સોસાયટી વિસ્‍તારમાં રહેતા ઈમરાન ભીખુભાઈ ભટ્ટી નામનો શખ્‍સ ગઈકાલે મોડી સાંજના સમયે મહેશ ટોકીઝ પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ – પ કિંમત રૂા.ર હજારની લઈ નિકળતા પોલીસે તેમને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Source: Amreli Express


આલેલે : જે રૂટ પર એસ.ટી. બસ બંધ હોય તેનું પણ ઓનલાઈન બુકીંગ થાય છે

સાવરકુંડલા, તા. ર8
ગુજરાત સ્‍ટેટ ટ્રાન્‍સપોર્ટ ર્ેારા ઓન લાઈન બુકીંગ સેવા ચાલુ છે. જેનો ખુબજ પ્રચાર સરકાર ત્‍થા એસ.ટી. તરફથી કરવામાં આવી રભે છે. તેની સામે આ સેવામાં કોઈ જ અપડેટ કરવામાં આવતુ નથી. જેથી છાશવારે ગ્રાહકો હેરાન થતાં જોવા મળી રભ છે. જેની ફરીયાદો સતત મળી રહે છે.
આજનાં કોમ્‍પ્‍યુટર યુગમાં પેસેન્‍જરપોતાનાં નેટ બેન્‍કીંગથી ઘરે બેઠા બુકીંગ કરાવી લઈને જયારે તે સમયે બસ સ્‍ટોપ પર જાય, ત્‍યારે ડેપો પરથી જાણવા મળે કે, આ બસ તો છ મહીનાથી બંધ થયેલ છે. જેની લેખીત ફરીયાદ અમારી પાસે પડેલી છે. તેમજ તાજેતરમાં દીવાળીમાં જયારે ખુબ ટ્રાફીક હતો ત્‍યારે સુરતથી સાવરકુંડલાની સ્‍લિપીંગની છ સીટ સેલ્‍વાસ સાવરકુંડલાવાળી બસમાં બુક કરાવેલ હતી. જે બસ છેલ્‍લા છ મહીનાથી સાદી બસ ચાલે છે. સ્‍લિપર બંધ કરી દીધા પછી પણ તેનું ઓનલાઈન બુકીંગ થયેલ હતું. જેની કમ્‍પ્‍લેઈન એસ.ટી.ડેપો સાવરકુંડલામાં કેશુભાઈ માવજીભાઈ ઘીનૈયાએ કરેલ છે. આમ સમગ્ર ગુજરાતના લોકો આ સિસ્‍ટમનો ભોગ બને છે. જેથી આ પ્રોગ્રામને અપડેટ કરવો અત્‍યંત જરૂરી છે. અન્‍યથા કોઈ ગ્રાહક કોર્ટમાં જઈને વળતર માંગે ત્‍યારે વ્‍યાજ ખર્ચ ચુકવવાનું થાય તે પહેલા ઓન લાઈન સેવા અપડેટ કરતાં રહેવાની વ્‍યવસ્‍થા કરવા સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળનાં પ્રમુખ રમેશભાઈ હીરાણીએ એસ.ટી. નાં નિયામકને કરી છે.

Source: Amreli Express


નાળ ગામે કળયુગી શ્રવણે પિતા ઉપર લોખંડના પાઈપ વડે કર્યો હુમલો

અમરેલી, તા.ર8
સાવરકુંડલા તાલુકાના નાળ ગામે રહેતા મનુભાઈ પીઠાભાઈ બગડા નામનાં પપ વર્ષિય આધેડે પોતાના પુત્ર ધના મનુભાઈ બગડાને મોટર સાયકલ ચલાવવાની ના પાડતા પુત્ર ધનાએ ગઈકાલે બપોરેનાળ ગામે ઉશ્‍કેરાઈ જઈ પોતાના પિતા મનુભાઈ ઉપર લોખંડના પાઈપ માથામાં મારી ઈજા કરતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. આ બનાવ અંગે વંડા પોલીસમાં ફરીયાદ થતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Source: Amreli Express


રાજુલામાં નોટબંધીના વિરોધમાં યુવક કોંગ્રેસની બાઈક રેલી

rajula-bike-reli_003અમરેલી, તા.ર6, દેશભરના નોટબંધીનાં નિર્ણય બાદ આમ આદમીને રોજબરોજના નાણા મેળવવામાં મુશ્‍કેલી ઉભી થઈ રહી છે. અને જન સમસ્‍યાને વાચા આપવામાટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારને ભીડવવા માટે આંદોલન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.
જે અંતર્ગત આજે જિલ્‍લા યુવક કોંગ્રેસના પ્રમુખ પરેશ ભુવાની આગેવાનીમાં રાજુલા ખાતે વિશાળ બાઈક રેલી યોજાઈ હતી. આ રેલી શહેરના તમામ રાજમાર્ગો પર ફરી હતી. જેને પ્રચંડ સમર્થન મળેલ હતું. યુવક કોંગ્રેસના સેંકડો આગેવાનોએ ભાજપ સરકારની કાર્યશૈલી વિરૂઘ્‍ધ બેનરો અને સુત્રોચ્‍ચાર દ્વારા વિરોધ કર્યો હતો અને બાઈક રેલી ને લઈને સ્‍થાનીક પોલીસે ચાંપતો બંદોબસ્‍ત ગોઠવ્‍યો હતો.
આ રેલીને સફળ બનાવવા માટે સની ડાબસરા, ઘનશ્‍યામભાઈ લાખણોત્રા, પ્રવિણ બારૈયા, અલ્‍તાફ ડોસાણી, જયેશ દવે, નિરવ ભટ્ટ, વિગેરે યુવાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

Source: Amreli Express