Main Menu

Saturday, October 29th, 2016

 

સાવરકુંડલાની મામલતદાર કચેરીમાં મીઠાઈ અને ફરસાણનાં વેપારીઓની બેઠક યોજાઈ

સાવરકુંડલા, તા. ર8
ભભપહેલુ સુખ તે જાતે નર્યાભભ શરીરની સ્‍વસ્‍થતાની આવી આવી ઘણી કહેવતો આપણે બોલતા, સાંભળતા હોઈએ છીએ. પરંતુ આપણે ગુજરાતીઓ એટલે જમવાનું આવે એટલે બધી કહેવતો કે શાણપણની વાતો ભુલી જતાં હોઈએ છીએ. આવુ સ્‍વાસ્‍થ્‍યની તકેદારીનુંએક સુંદર કાર્ય ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાએ કર્યુ. પ્રાંત અધિકારી તથા મામલતદારનાં ઘ્‍યાને એ વાત મુકી કે તહેવારો આવે છે અને ફરસાણનાં ભાવો આસમાને છે. માટે સાવરકુંડલાનાં તમામ ફરાસણનાં વેપારીઓની એ મિટીંગ બોલાવવી અને ભાવ બાંધણુ કરાવવું. તેથી પ્રાંત અધિકારીની સુચનાથી મામલતદાર અને ગ્રાહક સુરક્ષા મંડળનાં સંયુકત ઉપક્રમે નાયબ મામલતદાર હરેશભાઈ તલાટીએ સાવરકુંડલાનાં ફરસાણ-મિઠાઈનાં તમામ વેપારીઓની એક બેઠક મામલતદાર કચેરી સભા હોલમાં બોલાવવામાં આવેલી. અને વેપારીઓને તેલની અને બેસનની ગુણવતા અને તે અનુસાર ભાવ પુછવામાં આવ્‍યા બાદ હવે પછીનાં નવા ભાવો જાહેર કરવામાં આવ્‍યા. જેમાં પામોલીનમાં બનેલ ફરસાણ રૂા. 170નાં ભાવે તથા સીંગતેલમાં બનેલ ફરસાણ રૂા. ર00માં વેચવાનું નકકી કરવામાં આવ્‍યું. તેમજ ફરસાણ-મિઠાઈનાં તમામ વેપારીઓને કડક સુચના આપવામાં આવી કે તેઓ કયાં તેલમાં ફરસાણ કે મિઠાઈ બનાવે છે તેનું બોર્ડ ગ્રાહકો વાંચી શકે તેમ દુકાન પર ફરજીયાતપણે લગાડવું અને જે વેપારીની દુકાન પર આવું બોર્ડ નહી હોય તેના વિરૂઘ્‍ધ ધારાસર કાર્યવાહી કરીશુ તેમ જણાવેલ. મિટીંગમાં શહેરનાં નામી ફરસાણ ધારકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ હતા. પરંતુ પ્રાંત અધિકારી કે મામલતદારનેઆ મિટીંગમાં આવીને માર્ગદર્શન આપવાનો સમય ન મળ્‍યો જે સ્‍પષ્‍ટ દેખાતું હતું. સરકારે ગ્રાહકોનાં હીતો માટે લીધેલ પગલાઓ માત્ર રાજકોટ પુરતા મર્યાદિત નથી તેની પ્રતિતિ મામલતદાર કચેરી સાવરકુંડલાએ કરાવેલ હતી. ફરસાણ-મિઠાઈનાં વેપારીઓની બેઠક તાત્‍કાલીક મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાનાં રમેશભાઈ હીરાણી તથા ડો. રવિભાઈ મહેતાએ ખુબ પ્રયત્‍નો કરેલ હતા.

Source: Amreli Express


જાફરાબાદનાં યુવકને છરીનાં ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી

અમરેલી, તા.ર8
જાફરાબાદનાં નેસડી મહોલ્‍લામાં રહેતા અને મજૂરી કામ કરતાં ઈરફાનભાઈ અલીમીયાભાઈ હબસી નામના ર9 વર્ષીય યુવકે અગાઉ યાકુતભાઈ સોડાવાલા પાસેથી રૂા. 10 હજાર વ્‍યાજે લીધા હતા. જે રૂપિયાની યાકુતભાઈએ ઉઘરાણી કરતાં પછી આપવાનું કહેતા આરોપીએ ઉશ્‍કેરાઈ જઈ પોતાની પાસે રહેલ ચાકુ કાઢી હુમલો કરી ડાબા ખંભાના નીચેના ભાગે ગંભીર ઈજા કરી આરોપી નાશી જતાં આ અંગે જાફરાબાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Source: Amreli Express


અમરેલીનાં ઈલેકટ્રોનિકસનાં શો-રૂમ ‘રામ’ એન્‍ટરપ્રાઈઝમાં ગ્રાહકોની ભીડ

અમરેલી જિલ્‍લામાં ઈલેકટ્રોનિકસ ચીજવસ્‍તુઓનાંનંબર વન શો-રૂમ રામ એન્‍ટરપ્રાઈઝમાં છેલ્‍લા થોડા દિવસોથી ટેલીવીઝન, ફ્રિજ, ઓવન, ઘરઘંટીનાં વેચાણમાં જબ્‍બરો ઉછાળો આવ્‍યો છે. વ્‍યાજબી ભાવ, ઉત્તમ સર્વિસને લીધે ગ્રાહકોની ભારે ભીડ ઉમટી રહી છે. શો-રૂમનાં સંચાલક મનસુખભાઈ ઉંઘાડ અને જગદીશભાઈ દ્વારા ગ્રાહકોની ઉત્તમ સેવા કરવામાં આવી રહી છે.

Source: Amreli Express


અમરેલીના લક્ષ્મી ડાયમંડનાં એમ.ડી. અશોક ગજેરા મહારાષ્‍ટ્રનાં સી.એમ.ની સાથે

અમરેલી, તા.ર8
અમરેલીના જાણીતા કેળવણીકાર તથા ડાયમંડ કિંગ વસંતભાઈ ગજેરાના લઘુબંધુ તથા મુંબઈની જાણીતી કંપની લક્ષ્મી ડાયમંડ કાું. પ્રા.લિમીટેડ તથા સિગ્નસ ડાયમંડ કાું. મુંબઈના એમ.ડી. ડાયમંડ કિંગ અશોકભાઈ ગજેરાએ મુંબઈમાં મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડનવીસની સુચક મુલાકાત લીધી હતી. આ તકે અશોક ગજેરા દ્વારા મુંબઈમાં હીરા ઉદ્યોગની રહેલી વિશાળ તકો વિશે વિસ્‍તૃત ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન લક્ષ્મીડાયમંડ કાું. દ્વારા કરવા બદલ તથા શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્‍ટ- સુરત દ્વારા સેવાકિય પ્રવૃતિ એમ બે – બે રાષ્‍ટ્રીય પારિતોષિક મેળવવા બદલ ગજેરા પરિવારને મહારાષ્‍ટ્ર સરકાર તરફથી અભિનંદન આપ્‍યા હતા.
અમરેલીના યુવા ઉદ્યોગપતિ અશોક ગજેરાની આવી સિઘ્‍ધી તથા સિઘ્‍ધીથી અમરેલીને ગૌરવ અપાવવા બદલ ડાયનેમિક ગૃપ અમરેલીના પ્રમુખ હરેશ બાવીશી, જિલ્‍લા બિલ્‍ડર્સ એસો.ના પ્રમખ દિનેશ બાંભરોલીયા વિગેરેએ અભિનંદન આપ્‍યા છે.

Source: Amreli Express


અમરેલી માર્કેટયાર્ડ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ સહાયનાં ચેક અર્પણ કરાયા

અમરેલી માર્કેટયાર્ડમાં ચેરમેન પી.પી. સોજીત્રા ઘ્‍વારા ખેડૂતો, વેપારીઓ, મજુરો, તોલાટ, ગ્રામ્‍ય તેમજશહેરીજનો માટે પોતાની સુઝબુઝથી પોતાના પરિવારનાં સભ્‍ય ગણી અવનવી વિકાસની યોજનાઓ અમલમાં મુકેલ છે. આ યોજનાઓથી ખેડૂતો, વેપારીઓ સર્વેને માર્કેટયાર્ડમાંથી મદદરૂપ થઈ શકાય તે રીતે કાર્ય કરી રહૃાા છે. માર્કેટયાર્ડ અમરેલી ઘ્‍વારા અમરેલી તાલુકાનાં અકસ્‍માતે મૃત્‍યુ પામેલા ખેડૂત ખાતેદારનાં પરિવારોને વીમા સહાય યોજના તેમજ આર્થિક રીતે નબળા બાળકોને ઉચ્‍ચ અભ્‍યાસ અર્થે શૈક્ષણિક સહાય યોજના અંતર્ગત આજે તા. ર8/10/16નાં રોજ વિવિધ ક્ષેત્રમાં અભ્‍યાસ કરતા નીચે જણાવેલ એક સાથે અગીયાર વિદ્યાર્થીઓને ચેક અર્પણ કરવામાં આવેલ હતી. ઉચ્‍ચ અભ્‍યાસ અર્થે શિક્ષણ સહાય અંતર્ગત વિદ્યાર્થીનીઓ (1) કુ. બિરવા હિતેષભાઈ જોષી-અમરેલી (ર) કુ. ધરતીબેન મહેશગીરી ગોસાઈ- અમરેલી (3) કુ. કોમલ મહેશભાઈ ધાનાણી-અમરેલી (4) કુ. જેમિની હરેશભાઈ ભટ્ટ-અમરેલી (પ) કુ. કિંજલ રમેશભાઈ મારૂ-અમરેલી તેમજ વિદ્યાર્થીઓ (6) ઉર્વીશ ભાવેશભાઈ સાવલીયા-સાજીયાવદર (7) વિમલ સુરેશભાઈ ધાનાણી- અમરેલી (8) મોહિત કનુભાઈ ધાનાણી-અમરેલી (9) હર્ષ નિલેશભાઈ વ્‍યાસ આમ કુલ 9 વિદ્યાર્થીઓ દરેકને રૂા. 11 હજારનાં ચેકો માર્કેટયાર્ડ અમરેલીના વાઈસ ચેરમેન જીતુભાઈ સોમૈયા, સદસ્‍ય દલસુખભાઈ દુધાત, ધીરૂભાઈ ગઢીયા, વિનુભાઈ નાકરાણી, સાંગાભાઈ સાવલીયા, ભુપતભાઈ મેતલીયા,શંભુભાઈ દેસાઈ તથા પ્રકાશભાઈ કાબરીયાએ ચેક અર્પણ કર્યા હતા.

Source: Amreli Express


બગસરા એસ.ટી. ડેપોમાં ટાયરનાં અભાવે અનેક રૂટો બંધ

બગસરા, તા. ર8
બગસરા એસ.ટી. ડેપોમાં ટાયરના અભાવે અનેક મહત્‍વનાં રૂટો બંધ કરી દેવાતા તહેવારો ટાણે જમુસાફરો ખાનગી વાહન ચાલકો ર્ેારા લુંટાઈ રભ હોવાથી રોષ ભભુકી ઉઠયો છે.
વિગત અનુસાર છેલ્‍લા ઘણા સમય થયા બગસરા એસ.ટી. ડેપોમાં ટાયરની અછત વર્તાઈ રહી છે. સમયાંતરે એક પછી એક રૂટ બંધ કરી બસોને ઢેબે ચડાવી દેવાથી મહત્‍વનાં રૂટો બંધ થઈ ગયા છે. જેના લીધે મુસાફરો રજળી રભ છે.
ગ્રામ્‍ય વિસ્‍તાર એસ.ટી. રસ્‍તે વિખુટો પડી ગયો છે. બગસરા-વડીયા વાયા પીપરીયા માવજીંજવા બાલાપુરમાં તમામ રૂટો બંધ કરી દેવામાં આવ્‍યા છે.
દિપાવલીનાં તહેવારમાં એકસ્‍ટ્રા બસો દોડાવવાનાં બદલે મહત્‍વનાં રૂટો બંધ કરી દેતા લોકોને નાં છૂટકે ખાનગી ટ્રાવેલ્‍સનો ઉપયોગ કરવો પડી રભે છે. જેનો ટ્રાવેલ વાળા ફાયદો ઉઠાવી રભ છે. તેમ છતાં તંત્રનાં પેટનું પાણી પણ હલતુ નથી.
હવામાં કિલ્‍લા બાંધનાર ભાજપ સરકાર લોકોને સુવિધા આપવામાં સદંતર નિષ્‍ફળ ગઈ છે તે ધૂળીયા રસ્‍તા બાદ દિવસે દિવસે એસ.ટી. સુવિધા પણ ઝુંટવાઈ રહી છે ત્‍યારે નેતાઓ જિલ્‍લામાં નેતાઓ જિલ્‍લામાં બ્રોડગેજ રેલ્‍વે લાઈન તેમજ હવાઈ સેવાનાં દિવા સ્‍વપ્‍નો દેખાડી રભ છે. હવે તો જાગો…

Source: Amreli Express


સાવરકુંડલામાં ગુડઝ ટ્રેન નીચે આવી જવાથી વિરલ કારેલીયાનું મોત

સાવરકુંડલા, તા.ર8
સાવરકુંડલા શહેરની સમયમાંથી પસાર થતી ગુડઝ ટ્રેન નીચે આવી જવાથી વિરલ કારેલીયાનું કમકમાટી ભર્યું મોત નિપજતા સમગ્ર શહેરમાં અરેરાટીનું વાતાવરણ ઉભુ થયું છે.
વિગત એવા પ્રકારની છે કે આજે સાંજે પીપાવાવથી સુરેન્‍દ્રનગર તરફ જતી ગુડઝ ટ્રેન સાવરકુંડલા શહેરમાંથી પસાર થઈ રહી હતી ત્‍યારે, રેલ્‍વે ફાટક નજીક વિરલ કારેલીયા ટ્રેન નીચે આવી જતાં તેનું સ્‍થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજતાં આ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Source: Amreli Express


અમરેલીમાં દિવાળીની રાત્રીએ જાહેર માર્ગ પર આતશબાજી કરનાર શખ્‍સો સામે કરાશે કડક કાર્યવાહી

અમરેલી, તા.ર8
શહેરની જનતા દિવાળીના દિવસે રાત્રે રોશની જોવા અને ખરીદી કરવા માટે પરિવાર સાથે નીકળે છે. ત્‍યારે શહેરની મુખ્‍ય બજારો જેવી કે રાજકમલ ચોકથી ટાવર ચોક, હવેલી ચોક, લાયબ્રેરી ચોક, સંત મૂળદાસ ચોક અને ખાસ કરીને હરિ રોડ ઉપર તેમજ ભીડભાડ વાળી જગ્‍યા ઉપર કે જયાં લોકો ચાલીને જતા-આવતા હોય ત્‍યાં લુખ્‍ખા અને આવારા તત્‍વો દ્વારા જાહેર રસ્‍તા ઉપર ભયંકર અવાજ કરતા ફટાકડા જાણી જોઈને ફોડવામાં આવે છે. નાના-મોટા અકસ્‍માતોનો ભય રહે છે અને અરાજકતાનો માહોલ ઉભો કરતા હોય છે.
આવા લુખ્‍ખા આવારા અને રોમીયોગીરી કરતા તત્‍વોને સ્‍થળપર ટપારવામાં આવે અથવા ફરિયાદ કરવામાં આવે તો તે ઝગડો કરીને ધાક ધમકી આપે છે. પરિણામે સભ્‍ય સમાજના લોકોને દિવાળીના દિવસે બહાર નીકળવું મુશ્‍કેલ બને છે.
જિલ્‍લા પોલીસ અધિક્ષકના આગમનથી જિલ્‍લા ભરમાં કાયદો અને વ્‍યવસ્‍થા ખૂબ સારી બની છે તેમ છતાં અમરેલી શહેરની ટ્રાફિક સમસ્‍યા અને તહેવારને ઘ્‍યાને લઈ અસામાજિક અને આવારા તત્‍વો બેફામ બની જાય છે. તેવા સમયે અતિ સંવેદનશીલ અને ટ્રાફિકથી ધમધમતા માર્ગોપર સખત અને સઘન પોલીસ વ્‍યવસ્‍થા જાળવવા અને ભીડનો લાભ લઈ આવારા તત્‍વો મહિલાઓને પરેશાન ન કરે તે માટે સિવિલ ડ્રેસમાં પોલીસ બંદોબસ્‍ત ગોઠવી આવા તત્‍વોને જાહેરમાં પાઠ ભણાવવા અમરેલી જિલ્‍લા યુવા ભાજપ પ્રમુખ ભગીરથભાઈ ત્રિવેદી, શહેર યુવા ભાજપ પ્રમુખ રાજેશભાઈ માંગરોળીયા, યોગેશભાઈ ગણાત્રા, જીજ્ઞેશભાઈ કાબરીયા, જયદીપભાઈ પટેલ, પીન્‍ટુભાઈ કુરૂંદલે વિગેરેએ માંગણી કરેલ છે તેમ યાદીમાં જણાવાયેલ છે.

Source: Amreli Express


અમરેલી-કુંકાવાવ પંથકમાં રૂપિયા 9 કરોડનાં ખર્ચે માર્ગો બનાવાશે

અમરેલી, તા. ર8
અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણીની રજુઆતથી અમરેલી અને કુંકાવાવ વિસ્‍તારમાં રૂપિયા 9 કરોડનાં ખર્ચે માર્ગો બનાવવાનું જાહેર કરાયુ છે.
દેવરાજીયાથી તરક       તળાવ, વરૂડીથી નાના આંકડીયા, માંગવાપાળથી અમરપુરવરૂડી, નાના આંકડીયાથી સાંગાડેરી, પાણીયાથી કેરાળા, ઢુંઢીયા પીપળીયા એપ્રોચ માર્ગ, સનાળા- બાદનપુર-દેરડી તેમજ મોટા ઉજળા-તાલાળી-સનાળી મળી કુલ 8 માર્ગો માટે રૂપિયા 9 કરોડની ફાળવણી કરવામાંઆવતાં ગામજનો અને વાહનચાલકોમાં આનંદની લાગણી ઉભી થઈ છે.

Source: Amreli Express


શોક : બાબાપુરનાં કેળવણીકાર હસુમતીબેન ગુણવંતભાઈ પુરોહિતનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો

અમરેલી, તા.ર8
અમરેલી નજીક આવેલ બાબાપુર ગામનાં સ્‍વાતંત્ર્ય સેનાની ગુણવંતભાઈપુરોહિતનાં ધર્મપત્‍ની અને જાણીતા કેળવણીકાર હસુમતીબેન પુરોહિતનું ગઈકાલે નિધન થયા બાદ આજે સવારે તેમનો દેહ પંચ મહાભૂતમાં વિલીન થયો ત્‍યારે, સમગ્ર વાતાવરણ શોકમય બન્‍યું હતું.
આ તકે ભદ્રાયુભાઈ વચ્‍છરાજાની, ડો. વસંતભાઈ પરીખ, પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણી, ધારાસભ્‍ય પરેશ ધાનાણી, નારણભાઈ ડોબરીયા, શરદ લાખાણી, અશ્‍વિન સાવલીયા, જીવરાજભાઈ વાગડીયા, મુળશંકરભાઈ તેરૈયા, નાનજીભાઈ નાકરાણી, પ્રાગજીભાઈ હિરપરા, નારણભાઈ ભંડેરી, મોટાભાઈ સંવટ, મુકુંદભાઈ મહેતા સહિતના રાજકીય, સામાજિક અને શિક્ષણ જગતના આગેવાનો અને ગામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.
અગ્નિદાહ નિખીલભાઈ પુરોહિત દ્વારા આપવામાં આવેલ.

Source: Amreli Express