Main Menu

Friday, October 28th, 2016

 

અમરેલીમાં લાયોનેસ કલબ દ્વારા બાળકોને મીઠાઈ વિતરણ

લાયોનેસ કલબ ઓફ અમરેલી (મેઈન) દ્વારા આંગણવાડીના બાળકોને દિપાવલીના તહેવાર નિમિતે મીઠાઈ, નાસ્‍તો, બુકસ અને રમકડાનું વિતરણનો કાર્યક્રમ યોજાયો. તા.રર/10ને શનિવારના રોજ હનુમાનપરા રોડ, ફાટક પાસે આવેલ આંગણવાડીમાં બાળકોને મીઠાઈ, નાસ્‍તો તથા બાળકોને ઉપયોગી બુકસ અને કલેકશન કરેલ રમકડાંના વિતરણ કાર્યક્રમનું આયોજન લાયોનેસ કલબ ઓફ અમરેલી મેઈનના પ્રેસિડેન્‍ટ વર્ષાબેન પરીખે કર્યું હતું. આ કાર્યક્રમમાં મીઠાઈ, નાસ્‍તાના સ્‍પોન્‍સર હરીઓમ ડેરીનાં પ્રો. હરીભાઈ બાંભરોલીયા તરફથી 17 બાળકોને આપવામાં આવેલ. સાથે ઘરે બનાવેલ સ્‍પ્રાઉડ મગ વર્ષાબેન પરીખ તરફથી અને રમકડા, બુકસ કલેકશન લાયોનેસ મેમ્‍બર ભાવનાબેન મોરબીયા અને વર્ષાબેન તરફથી આપવામાં આવેલ. પ્રથમ આંગણવાડીના મનિષાબેન પટેલે અમારૂ સ્‍વાગત કરેલ. ત્‍યારબાદ બાળકોને પ્રાર્થના બોલાવેલ. ત્‍યારબાદ વર્ષાબેને પ્રાસંગિક પ્રવચન કરેલ અને સાથેભારતીબેન ગોરખીયાએ પણ બાળકો માટે જાગૃતિ, સ્‍વચ્‍છતા અંગે વાત કરી ત્‍યારબાદ મનિષાબેન પટેલે આંગણવાડીમાં લાભાર્થી અંગે બહેનો માટેની વિવિધલક્ષી યોજના, ઘણી સગર્ભા, કિશોરી અંગે વાત કરી સાથે બાળકોને સ્‍વચ્‍છતાના નિયમો, નાસ્‍તાના નિયમો, ફ્રુટ, સુખડી, અનાજ વગેરે આપે છે અને મહિનામાં બે વાર ચેકીંગ કરી રિપોર્ટ મોકલવામાં આવે છે વગેરે જણાવેલ. બાળકો સાથે ગોષ્ઠિ કરી બાળકોને મીઠાઈ, નાસ્‍તો આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં લાયોનેસ મેમ્‍બર અને સાથે બગસરા મહિલા કલ્‍યાણ મંડળના ભારતીબેન ગોરખીયાએ પણ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. ત્‍યારબાદ વૈશાલીબેન રાવળે આભારવિધિ કરી હતી.

Source: Amreli Express


મહેમાનોને સત્‍કારવા મીઠાઈ ફરસાણનો થાળ તૈયાર

અમરેલી, તા. ર7
દિવાળીના તહેવારો શરૂ થવા પામેલા છે. ત્‍યારે નવા વર્ષમાં મહેમાનોને સત્‍કારવા માટે શહેરના દરેક ઘરમાં અનેરો થનગનાટ જોવા મળી રભે છે. ત્‍યારે મહેમાનોનાં સ્‍વાગત માટે અમરેલીનાં ફરસાણ-મીઠાઈના વેપારીઓએ પણ અવનવી વેરાયટીઓ તૈયાર કરી અને બજારમાં મુકી છે. ત્‍યારે શાક માર્કેટમાં આવેલ ક્રિષ્‍ના ખમણ વાળા વેપારીએ દુકાનને ચેવડા મીઠાઈથી શણગારેલ તસ્‍વીરમાં નજરે પડે છે.

Source: Amreli Express


હુમલો : સાવરકુંડલાનાં પીઠવડીમાં વૃદ્ધ પર સિંહે હુમલો કરતાં સમગ્ર પંથકમાં ફેલાયો ફફડાટ

અમરેલી, તા.ર7
ગીરકાંઠાનાં અમરેલી જિલ્‍લાનાં સાવરકુંડલા તાલુકાનાં પીઠવડી ગામે ગઈકાલે સમી સાંજે એક વૃઘ્‍ધ પોતાના ઘરની બહાર શૌચક્રિયા કરવા માટે ગયેલા ત્‍યારે અંધારામાં અચાનક ત્રણ સિંહે આવી આ વૃઘ્‍ધ ઉપર હુમલો કરતાં વૃઘ્‍ધની રાડારાડથી તેમના પરિવારજનો આવી જતાં અને હાકલા પડકારા કરતા સિંહ જંગલ તરફ અંધારામાં નાશી ગયા હતા. જયારે આ સિંહના હુમલામાં ઘવાયેલા વૃઘ્‍ધને પ્રથમ સાવરકુંડલા અને વધુ સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવેલ છે.
આ બનાવમાં પ્રાપ્‍ત વિગતો અનુસાર સાવરકુંડલા તાલુકાનાં પીઠવડી ગામે રહેતા અને મજૂરી કામ કરી પેટીયું રળતાં ખીમાભાઈ ભાયાભાઈ ઝાપડીયા નામના 60 વર્ષીય વૃઘ્‍ધ ગઈકાલે સાંજના 8 વાગ્‍યાનાં સમયે વાળું-પાણી કરી અને પોતાના ઘરે પોતાના પરિવાર સાથે બેઠા હતા ત્‍યારે તેઓ શૌચક્રિયા કરવા માટે પોતાના ઘરની બહાર જતાં અચાનક જ એક વિકરાળ સિંહે બીલ્‍લી પગે પાછળથી આવી અને તેમની ઉપર હુમલો કરીદેતાં ખીમાભાઈએ રાડારાડ કરતાં તેમનો પરિવાર તથા આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા અને હાકલા પડકારા કરતાં ત્રણેય સિંહ આ ખીમાભાઈને છોડી અંધારામાં જંગલ તરફ નાશી ગયા હતા.
સિંહનાં હુમલામાં ઘવાયેલા વૃઘ્‍ધને પ્રથમ સાવરકુંડલા અને વધુ સારવાર માટે અમરેલી સરકારી દવાખાને ખસેડવામાં આવેલ છે. જો કે ગઈકાલે સાંજના સમયે આ ત્રણેય સિંહોએ એક ગાય ઉપર પણ હુમલો કરી તેનું મારણ કર્યું હતું.
જો કે બિન સતાવાર રીતે મળતા અહેવાલ મુજબ પીઠવડી ગામે સિંહ હુમલામાં ત્રણ વ્‍યકિત ઘવાયાનું જાણવા મળેલ છે.
અત્રે ઉલ્‍લેખનીય છે કે અમરેલી જિલ્‍લામાં અવાર-નવાર વન્‍ય પ્રાણીઓ દ્વારા માનવ જિંદગી ઉપર હુમલાના બનાવો વધી રહયા છે. ત્‍યારે વન વિભાગે જરૂરી પગલા ભરવા માંગ ઉભી થવા પામી છે.

Source: Amreli Express


હસુમતીબેન પુરોહિતનાં નિધનથી જિલ્‍લાએ પ્રખર કેળવણીકાર ગુમાવ્‍યા

અમરેલી, તા. ર7
બાબાપુરનાં સ્‍વાતંત્ર્ય સેનાની ગુણવંતભાઈ પુરોહિતનાં ધર્મપત્‍નિ હસુમતીબેન પુરોહિતનું આજે નિધન થતાં સમગ્ર જિલ્‍લામાં શોકનું વાતાવરણ ઉભુ થયુ છે.
અમરેલી જિલ્‍લા બેન્‍કનાં ચેરમેન અને પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણીએ શોકાંજલિ અર્પતાં સંદેશમાં જણાવેલ છેકે હસુમતીબેનનાં નિધનથી અમરેલી જિલ્‍લાએ પ્રખર કેળવણીકાર ગુમાવ્‍યા છે. અને અમરેલી જિલ્‍લાનું શિક્ષણક્ષેત્ર રાંક બન્‍યુ છે. પરમકૃપાળુ પરમાત્‍મા તેમના આત્‍માને ચિર શાંતિ અર્પે એવી પ્રાર્થના અંતમાં કરેલ છે.

Source: Amreli Express


અમરેલીના ઈતિહાસમાં પ્રથમ વખત નૂતનવર્ષના પ્રારંભે સર્વ સમાજનો સહિયારો સ્‍નેહ મિલન સમારંભ યોજાશે

અમરેલી, તા.ર7
અમરેલી નગર સેવાસદન તથા તેમના દ્વારા નિયુકત અમરેલી શહેર વિકાસ સમિતિના સયુંકત ઉપક્રમે અમરેલી શહેરના ઈતિહાસમાં નુતનવર્ષના પ્રારંભે પ્રથમ વખત સર્વ સમાજના સહિયારા સ્‍નેહ મિલન સમારંભનું ભવ્‍યઆયોજન અત્રેના સરદાર સર્કલ ખાતે નવનિર્મિત સીનીયર સીટીઝન પાર્ક ખાતે સવારે 10 કલાકે કરવામાં આવ્‍યું છે. જેમાં ઉપસ્‍થિત રહેવા અમરેલી શહેરના સર્વ સમાજના લોકોને તથા વિવિધ સામાજીક, રાજકીય, સહકારી, શૈક્ષણિક, વ્‍યાપારી, ઔદ્યોગીક, ધાર્મિક તેમજ સેવાકીય સંસ્‍થાઓના આગેવાનોને ઉપસ્‍થિત રહેવા નગર સેવા સદનના પ્રમુખ શ્રીમતિ અલ્‍કાબેન ગોંડલીયા તથા શહેર વિકાસ સમિતિના ચેરમેન પી.પી.સોજીંત્રા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે. સાથો સાથ આજ દિવસે સરદાર વલ્‍લભભાઈ પટેલનો જન્‍મ જયંતિ દિન હોય જેને પણ ભવ્‍ય રીતે ઉજવવામાં આવનાર છે. તે માટે નગર સેવા સદન, શહેરી વિકાસ સમિતિ, ખોડલધામ સમિતિ, પાટીદાર સમાજ તથા વિવિધ સામાજીક અને સેવાકીય સંસ્‍થાઓના આગેવાનો સાથે શહેર વિકાસ સમિતિના ચેરમેન પી.પી.સોજીત્રા સંકલન કરીને આયોજન કરી રહૃાા છે.
આ અંગે શહેર વિકાસ સમિતિના ચેરમેન પી.પી.સોજીત્રા તથા નગર સેવા સદનના પંમુખ શ્રીમતિ અલ્‍કાબેન ગોંડલીયાએ એક નિવેદનમાં જણાવેલ છે. નુતન વર્ષના નવલા દિવસે અમરેલી શહેરના ઈતિહાસમા પ્રથમ વખત અમરેલી શહેરના સર્વ સમાજના લોકો એકસાથે એકબીજાને હળીમળીને નુતનવર્ષની શુભકામના પાઠવી શકે અને સમગ્ર શહેરના શહેરીજનોમાં પારીવારીક ભાવના ઉભી થાય તેવા ઉમદાહેતુથી અત્રેના સરદાર સર્કલ ખાતે નગર સેવા સદન દ્વારા નવનિર્મિત વિશાળ સીનીયર સીટીઝન પાર્ક ખાતે સવારના 10 કલાકે, ભભ સર્વ સમાજના સહિયારા સ્‍નેહમિલન સમારંભનું ભવ્‍ય આયોજનભભ કરવામાં આવ્‍યું છે જેમાં ઉપસ્‍થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે.
સાથો સાથ શહેર વિકાસ સમિતિના ચેરમેન અને આધુનિક અમરેલીના સ્‍વપ્‍ન દ્રષ્‍ટા પી.પી.સોજીત્રાએ તા.31/10ને નુતનવર્ષના મંગલ દિવસે અખંડ ભારતના શિલ્‍પી સરદાર વલ્‍લભભાઈ પટેલનો જન્‍મ દિવસ હોય જેની ઉજવણી પણ આજ સ્‍થળે સર્વ સમાજના સહિયારા સ્‍નેહ મિલન વચ્‍ચે કરવાનું નકકી કરીને આ અંગે નગર સેવા સદન, શહેરી વિકાસ સમિતિ, ખોડલધામ સમિતિ પાટીદાર સમાજ તથા વિવિધ સામાજીક અને સેવાકીય સંસ્‍થાઓના આગેવાનો સાથે સંકલન કરીને આયોજન કરી રહૃાાં છે.

Source: Amreli Express