Main Menu

Sunday, October 23rd, 2016

 

RSS Dwara Pathsanchalan Ma upsthit Dileepbhai Sanghani

14707977_1790496291163820_3297429059418626796_o

RSS Dwara Pathsanchalan Ma upsthit Dileepbhai Sanghani, Ashiwinbhai Savaliya, Kaushikbhai Vekariya,Dr Gajera temaj Svayam Sevako
23-10-16

 


અમરેલીમાં ગુણવંતભાઈ પુરોહિતનું ભવ્‍ય સન્‍માન કરાયું

14606269_733678910112773_2840657906409728393_n

અમરેલી, તા. રર
અમરેલી ખાતે અમરેલી પરિવાર ઘ્‍વારા આજે અમરેલી જિલ્‍લાના વરિષ્ઠ અગ્રણી, સ્‍વાતંત્ર્ય સેનાની અને રચનાત્‍મક કાર્યો ઘ્‍વારા ગાંધી વિચારધારાને જીવંત રાખનાર આરઝી હકુમતનાં ખમીરવંતા સેનાપતિ શતાયું કર્મવીર ગુણવંતભાઈ પુરોહિતને તેમનાં જન્‍મ શતાબ્‍દી પ્રસંગે રાષ્‍ટ્રકક્ષાના પંણેતા સ્‍વામિ ધર્મબંધુજી તથા વિશ્‍વયુઘ્‍ધના સમયના એરમાર્શલ જનકકુમારની ઉપસ્‍થિતિમાં સન્‍માન કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો.
આજે બપોરે 3 કલાકે ડો. જીવરાજ મહેતા ચોક ખાતેથી એક રેલી સ્‍વરૂપે નીકળેલ યાત્રા અત્રેના ફોરવર્ડ સ્‍કુલનાં મેદાનમાં પહોંચ્‍યા બાદ રાષ્‍ટ્રીય એકતા અને સામાજિક સમરસતા કાર્યક્રમનો શુભારંભ થવા પામ્‍યો હતો.
આ પ્રસંગે ઉપસ્‍થિત સ્‍વામિ ધર્મબંધુજીએ જણાવ્‍યું હતું કે, આજના જમાનામાં સૌથી વધુ કોઈ કિંમતી હોય તો તે છે શિક્ષણ અને વર્ષોથી બાબાપુર જેવા નાના ગામોમાં રહી શિક્ષણની જયોત પ્રજવલ રાખનાર ગુણવંતબાપા પુરોહિતનાં જન્‍મ શતાબ્‍દી પ્રસંગે તેમનું સન્‍માન કરવા માટેનો યશ પણ અમરેલી પરિવાર તથા તેમના મોભી દિલીપભાઈ સંઘાણીને ફાળે જાય છે.
અમરેલી પરિવારના મોભી અને સ્‍વાતંત્ર્ય સેનાની ગુણવંતભાઈ પુરોહિત જન્‍મ શતાબ્‍દી ઉત્‍સવ સમિતિનાં કન્‍વીનર અને પૂર્વ કૃષિ અને સહકાર મંત્રીદિલીપભાઈ સંઘાણીનો અવાજ બેસી જવા છતાં પણ હજારોની સંખ્‍યામાં ઉપસ્‍થિત લોકોને આવકારવા માટે પોતાનો થનગનાટ વ્‍યકત કર્યો હતો.
આ પ્રસંગે કેન્‍દ્રીય રાજય કૃષિમંત્રી પરશોતમભાઈ રૂપાલાએ આજના કાર્યક્રમમાં ખુબ જ મોટો રાજીપો વ્‍યકત કરતા જણાવ્‍યું હતું કે, મહાત્‍મા ગાંધીજીના આદર્શને જીવનમાં કેમ ઉતારાય તેનો તાદ્રસ્‍ય નમુનો એટલે આરઝી હકુમતનાં સરસેનાપતિ ગુણવંતબાપા પુરોહિત છે. કેટલાક લોકો ગ્રામોથાનની માત્ર વાતો કરે છે ત્‍યારે આ ક્રાંતિવીર ગુણવંતબાપા પુરોહિતે 100 વર્ષ બાબાપુર જેવા નાના ગામમાં વિતાવી ગ્રામ્‍ય લોકોની સાચી સેવા કરી છે.
વર્ષો પહેલા અમરેલીમાં માત્ર ગણીગાઠી સ્‍કૂલ-કોલેજો હતી. ત્‍યારે બહારગામથી લોકો બાબાપુર ભણવા માટે આવતા હતા. તેમ રૂપાલાએ જણાવી ગુણવંતબાપાને નમન કર્યા હતા.
આ પ્રસંગે દેવેન્‍દ્રભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે, ગુણવંતભાઈ પુરોહિતે પોતાના જીવનમાં ગાંધી ચ્‍યવનપ્રાશ ઉતાર્યુ છે.
આ કાર્યક્રમમાં સ્‍વાતંત્ર્ય સેનાની બેચરભાઈ પોકળ, ચંદુભાઈ લાખાણી, બાલુભાઈ ઠાકર, ઉમંગભાઈ છાંટબાર તથા હિન્‍દુ-મુસ્‍લીમ સમાજના 3પ સમાજના આગેવાનો, 1પ0 થી વધુ એનજીઓનાં આગેવાનો, જિલ્‍લાભરના વેપારી મહાજનો, બાબાપુર સર્વોદય પરિવારનાં સદસ્‍યો, સ્‍થાનીક સ્‍વરાજની ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત તથા જિલ્‍લાપંચાયતનાં સદસ્‍યો તથા દેશ-વિદેશમાંથી પધારેલા આગેવાનો તેમજ અમરેલી માર્કેટયાર્ડના ચેરમેન પી.પી. સોજીત્રા, હેમેન્‍દ્રભાઈ મહેતા, દિલાવરબાપુ, વસંતભાઈ પરીખ, અમર ડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા, વાઈસ ચેરમેન મુકેશ સંઘાણી, અમરેલી જિલ્‍લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ શરદભાઈ લાખાણી, અમર ડેરીનાં ડીરેકટર્સ ભાવનાબેન ગોંડલીયા, રાજેશ માંગરોળીયા, એમડી આર.એસ. પટેલ, એડવોકેટ રાજેશ રૂપારેલ, બ્રહ્મ સમાજના યુવા આગેવાન ભગીરથ ત્રિવેદી, તુષાભાઈ જોષી, જિલ્‍લા બેંકના એમડી ચંદુભાઈ સંઘાણી, વાયસ ચેરમેન અરૂણભાઈ પટેલ, જનરલ મેનેજર બી.એસ. કોઠીયા, ધીરૂભાઈ વાળા, ખેડૂત અગ્રણી ધીરૂભાઈ ગઢીયા, અમરેલી યાર્ડના ડીરેકટર્સ કૌશીકભાઈ વેકરીયા, ઘનશ્‍યામભાઈ રૈયાણી, ભાવેશ ગોંડલીયા, ભાસ્‍કરભાઈ શુકલ, મોટાભાઈ સવંટ, પ્રહલાદ સોલંકી, લોહાણા સમાજનાં આગેવાન જયસુખભાઈ પોપટ, દિનેશભાઈ વિઠૃલાણી સહિત જિલ્‍લાભરનાં તમામ આગેવાનોએ ગુણવંતબાપાનું ભવ્‍ય સ્‍વાગત કર્યુ હતું.કાર્યક્રમની શરૂઆતમાં સ્‍વાગત પ્રવચન શરદભાઈ લાખાણીએ કર્યુ હતું. જયારે 100 દિપમાળાનું દીપ પ્રાગટય ઉપસ્‍થિત આગેવાનો ઘ્‍વારા કરવામાં આવ્‍યું હતું.

Source: Amreli Express


મોટા બારમણમાં બાળક પર સિંહણે હુમલો કરતા ભયનો માહોલ

ખાંભા, તા.રર
ખાંભા નજીક આવેલ મોટા બારમણ ગામનાં પાંચવર્ષીય બાળક પર સિંહણે હુમલો કરતાં સમગ્ર પંથકમાં ભયનો માહોલ ઉભો થયો છે.
વિગત એવા પ્રકારની છે કે મોટા બારમણનાં ખેડૂત કિશોરભાઈ સુદાણીની વાડીમાં રહેતા શ્રમજીવી પરિવારના માનવ ચઢારામ ભીલ નામનાં બાળક પર સિંહણે હુમલો કરતાં ઈજાગ્રસ્‍તી બાળકને 108ની મદદથી ખાંભાનાં સરકારી દવાખાને ખસેડાયેલ છે. ઈન્‍ચાર્જ આરએફઓ વાળા ઘટના સ્‍થળે દોડી ગયા હતા.

Source: Amreli Express


અમરેલી એલસીબીએ સ્‍કુટરમાં થતી વિદેશી દારૂની હેરફેર ઝડપી લીધી

અમરેલી, તા.રર
એલ.સી.બી.ટીમે પરપ્રાન્‍તનાઇંગ્‍લીશ દારૂની સ્‍કુિટરમાં હેરા-ફેરી થતી હોવાની બાતમી આધારે જેઠીયાવદરથી જામકા રોડ ઉપર આવળ માતાજીના મંદિર પાસે રોડ ઉપરથી નરેશભાઇ માધાભાઇ મહીડા, રહે.માંડવડાને હોન્‍ડા એવીએટર સ્‍કુરટર નં.જી.જે.11.એ.એફ.37પર માં પરપ્રાન્‍ત બનાવટની ઇંગ્‍લીશ દારૂની નાની બોટલ 180 મીલીની (ચપટાં) નંગ-7ર, કિં.રૂ.7ર00ના મુદ્‌ામાલની હેરાફેરી કરતો પકડી પાડી પ્રોહી મુદ્‌ામાલ કિં.રૂ.7ર00 તથા એવીએટર સ્‍કુીટર કિં.રૂ.10 હજાર ગણી કુલ કિં.રૂ.17,ર00નો મુદ્‌ામાલ કબજે કરેલ છે. અને આરોપી તથા મુદ્‌ામાલ બગસરા પોલીસ સ્‍ટેશન હવાલે કરેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક જગદીશ પટેલની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.એ.પી.પટેલ તથા એલ.સી.બી. સ્‍ટાફના અબ્‍દુલભાઇ સમા, બલરામભાઇ પરમાર, રમેશભાઇ રાજયગુરૂ, ભરતગર ગૌસ્‍વામી, ધર્મેન્‍દ્રરાવ પવાર, કિરીટભાઇ રેવર, બાબુભાઇ ડેર, સાર્દુળભાઇ ભુવા, પ્રફુલ્‍લભાઇ જાની, વિજયભાઇ ગોહિલ, ગોવિંદભાઇ પરમાર, જગદીશભાઇ ઝણકાત, પિયુષભાઇ ઠાકર, તુષારભાઇ પાંચાણી, ડ્રાઇવર નુરભાઇ સીરમાન, યુવરાજસિંહ ગોહિલ તથા પ્રતાપભાઇ ડેર વિગેરેએ કરેલ છે.

Source: Amreli Express


રાજુલામાં હોસ્‍પિટલ કવાર્ટરમાંથી રૂપિયા 4.પ0 લાખની ચોરી થતાં ચકચાર

રાજુલા, તા.રર
રાજુલા પોલીસ સ્‍ટેશનથી 100 મીટર દુર આવેલ હોસ્‍પિટલ કવાર્ટસમાંથી રૂપિયા 4.પ0 લાખની ચોરી થતા સન્‍નાટો વ્‍યાપી જવા પામ્‍યો છે. મોડી સાંજ સુધી હાલ પોલીસ પુછપરછ કરી રહી છે. પણ હજુ વિધિવત પોલીસ ફરિયાદ દાખલ થયેલ નથી.
જાણવા મળતી વિગત મુજબ રાજુલા સિવિલ હોસ્‍પિટલમાં વર્ષોથી નર્સ તરીકે ફરજ બજાવતા સુર્યાબેન દવે પોતાના પુત્ર પાસે રાજકોટ ગયા હતા. ત્‍યારે પોલીસ સ્‍ટેશનથી 100 મીટર દુર આવેલા હોસ્‍પિટલ કવાર્ટસમાંથી સોનાની વીટી સોનાનો મંગળસુત્ર બુટ્ટી સોનાની બંગડી સહિત રોકડ મળી રૂા.4.પ0 લાખની મતા ચોરી ગયા હતા. આજે સવારે નર્સ દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
સાંજે રાજુલા પી.આઈ. ચેતરીયા દ્વારા ફરીયાદી નર્સનું નિવેદન લેવાનું ચાલુ છે. હજુકોઈ વિધિવત ફરિયાદ દાખલ થઈ નથી. બે મહિના પહેલા થયેલ રૂ.રપ લાખની લુંટનો હજુ કોઈ સુરાગ નથી. ત્‍યારે રૂા.4.પ0 લાખની ચોરીની ઘટના સામે આવતા શહેરીજનોમાં અસલામતીનો માહોલ ઉભો થયો છે.

Source: Amreli Express


હીમખીમડીપરામાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ર4 બોટલ ઝડપાઈ

અમરેલી, તા.રર
ધારી નજીક આવેલ હીમખીમડી પરામાં રહેતા હનીફ કાદરભાઈ બ્‍લોચ નામના શખ્‍સના કબજા ભોગવટા વાળા મકાનમાં વિદેશી દારૂ છુપાવ્‍યો હોવાની બાતમી ધારીના પી.એસ.આઈ. મીનાબા ઝાલાને મળતાં તેઓએ પોતાના સ્‍ટાફ સાથે જઈ દરોડો કરી વિદેશી દારૂની બોટલ નંગ-ર4 કિંમત રૂા. 9600ના મુદામાલ ઝડપી લીધો હતો. જયારે દરોડા સમયે આરોપી હાજર મળી આવ્‍યો ન હોય, આરોપીની શોધખોળ આદરી છે.

Source: Amreli Express


લ્‍યો બોલો : જિલ્‍લા પંચાયતની સામાન્‍યસભામાં પતિદેવો ઘુસી ગયા

અમરેલી, તા. રર
અમરેલી જિલ્‍લા પંચાયતનાં સભાખંડમાં ગઈકાલે સામાન્‍યસભા જિલ્‍લા વિકાસ અધિકારીની ઉપસ્‍થિતિમાં યોજાઈ હતી. જેમાં મહિલા સદસ્‍યનાં પતિ પણ સામેલ થતાં ભારે આશ્ચર્ય ફેલાયું છે.
આજથી 3 દાયકા પહેલા કોંગ્રેસપક્ષનાં મોભી અને વડાપ્રધાન સ્‍વ. રાજીવ ગાંધીએ સ્‍થાનીક સ્‍વરાજયની સંસ્‍થાઓમાં મહિલાઓ માટે અનામત બેઠક રાખવાનો કાયદો બનાવીને રાજકીય પ્રવાહોમાં પણ મહિલાઓ પોતાનું યોગદાન આપેતે માટે પ્રશંસનીય પગલું ભર્યુ હતું.
પરંતુ અમરેલી જિલ્‍લા પંચાયતની મળેલ સામાન્‍યસભામાં કોંગી આગેવાનોએ જ મહિલાનાં યોગદાનની અવગણનાં કરીને તેઓ ચૂંટાયેલ ન હોવા છતાં પણ સામાન્‍ય સભામાં બેસીને વિવિધ પ્રશ્‍નોની ચર્ચા કરતાં અને ચૂંટાયેલ પત્‍નિ મુંગા મોઢે તમાશો જોયા કરતી હોય તેવું દ્રશ્‍ય જોવા મળતાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું.
જિલ્‍લા વિકાસ અધિકારીએ સામાન્‍યસભામાં માત્ર ચૂંટાયેલ હોય અને અપેક્ષિત હોય તેઓને જ સામાન્‍ય સભામાં બેસવાની મંજુરી આપવી જોઈએ તો જ મહિલાઓ રાજકીય પ્રવાહમાં જોડાઈ શકશે. બાકી અનામત બેઠક રાખવાથી કશું વળવાનું નથી તે હકીકત છે.

Source: Amreli Express


સાવરકુંડલામાં કાળમુખા ટ્રકે બાઈક સવારને હડફેટે લેતાં કમકમાટી ભર્યુ મોત નિપજયું

સાવરકુંડલા, તા. રર
સાવરકુંડલાના મહુવા રોડ ખાતે આજે ગંભીર અકસ્‍માત થતા સાવરકુંડલાથી મહુવા તરફ જતા લુહાર સમાજનાં બે યુવાનોને ટોરસ ટેન્‍કર દ્વારા બાઈકને ઓવર ટેક કરતા બાઈક ટેન્‍કર નીચે આવી જતા બાઈક સવાર બટુકભાઈ મગનભાઈ કારેલીયા (ઉ.વ.પ0) જાતે – લુહાર, રહે.શોરાવાડીનું ઘટના સ્‍થળ પર જ મુત્‍યું થયું હતું. જયારે બાઈક પાછળ બેઠેલો યુવાન મયુરભાઈ હરેશભાઈ રાઠોડ જાતે લુહાર રહે. શીવાજીનગર ગંભીર રીતે ઘાયલ થતા બનેને તાત્‍કાલીક 108 એમ્‍બ્‍યુલન્‍સમારફતે સાવરકુંડલા સિવીલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા. જયાં મૃતક બટુકભાઈ કારેલીયાને પી.એમ. માટે તથા ગંભીર રીતે ઘવાયેલ યુવાનને સાવરકુંડલાથી અમરેલી રીફર કરવામાં આવ્‍યા છે.
સાવરકુંડલાથી મહુવા તરફ જઈ રહેલા ટ્રક ટેન્‍કર નંબર જીજે.1ર.વાય.90પ4 દ્વારા બાઈક સવાર બંને યુવાનને આગળના વ્‍હીલમાં હડફેટે લેતા બાઈક હીરો હોન્‍ડા ડીલકક્ષ નંબર જીજે.14. એન.1790ને ટોટલ લોસ કીર નાખવામાં આવ્‍યું હતું. આ ગંભીર અકસ્‍માતની માગ થતા તાત્‍કાલીક સાવરકુંડલા સી.ટી. પી.આઈ., સી.જે. ગોસ્‍વામી તથા તમામ પોલીસ સ્‍ટાફ અને સેવાભાવી મનસુખભાઈ નાકરાણીની, પીયુષ મશરૂ, મહેશ મશરૂ, નગરપાલિકાના સદસ્‍યો વગેરે દોડી ગયા હતા.

Source: Amreli Express


(Untitled)

અમરેલી, તા.રર
રાજુલાનાં હિંડોરણા નજીક અમદાવાદનાં ર યુવકો પર અજાણ્‍યા શખ્‍સોએ જીવલેણ હુમલો કરતાં ભારે ચકચાર મચી ગઈ છે.
વિગત એવા પ્રકારની છે કે આજે વહેલી સવારે અમદાવાદના મહમદ શેખ અને શાહનવાઝ નામનાં યુવક પર અજાણ્‍યા શખ્‍સોએ જીવલેણ હુમલો કરતાં બંને યુવકોને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવેલ છે.
આ બનાવ અંગે પી.આઈ. ચેતરીયાએ અજાણ્‍યા શખ્‍સો વિરૂઘ્‍ધ ગુન્‍હો નોંધીતપાસ શરૂ કરેલ છે.

Source: Amreli Express


અમરેલીમાં દિવાળીનાં માહોલમાં સોના-ચાંદીમાં ઘરાકી

અમરેલી, તા. રર
અમરેલી શહેરમાં દિવાળીનાં તહેવારો નજી આવતાં જવેલર્સમાં સોના-ચાંદીમાં ઘરાકીનો માહોલ જોવા મળી રહૃાો છે. રવિવારે સોનાની ખરીદીનો શ્રેષ્ઠ દિવસ એટલે પુષ્‍યનક્ષત્રનો યોગ હોય જવેલર્સ સંચાલકોને જબ્‍બરી આશા જોવા મળે છે.
દિવાળીનાં તહેવારને ગણતરીનાં દિવસો જ બાકી રહૃાા છે. ત્‍યારે બજારમાં ખરીદીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દિવાળીનાં તહેવારોમાં સૌથી વધારે ખરીદી સોની બજારમાં જોવા મળે છે. દિવાળી અને લગ્નગાળાનાં દિવસો વચ્‍ચે કંઈ ખાસ્‍સુ અંતર ન હોય જેથી તેજીનો માહોલ છવાયો છે.
હાલ સોની બજારમાં અવનવી એન્‍ટીક જવેલરી, દેવી-દેવતાનાં છાપવાળા સોનાના સિકકા, અનકર જવેલરી, ડાયમંડ જવેલરીમાં ભારે ડિમાન્‍ડ જોવા મળી રહી છે. હાલ સોનાનાં ભાવમાં પણ મહદઅંશે ઘટાડો હોવાથી જવેલર્સમાં સારા વેપારની આશા જોવા મળી રહી છે.

Source: Amreli Express