Main Menu

Saturday, October 22nd, 2016

 

અમરેલી જિલ્‍લા પંચાયતનાં પદાધિકારીઓએ સ્‍વાતંત્ર્ય સેનાની ગુણવંતભાઈ પુરોહિતનું કર્યુ સન્‍માન

અમરેલી, તા. ર1
આરજી હકુમતના પ્રણેતા સ્‍વાતંત્ર્ય સેનાની, જિલ્‍લાના શિક્ષણવિદ, જિલ્‍લા પંચાયતના સબળ સુકાનીપ્રમુખ તરીકે કામ કરી ચુકયા છે તેવા ગુણવંતદાદા પુરોહિતના શતાબ્‍દી વર્ષ નિમીતે મળેલી આજની સામાન્‍યસભામાં સર્વાનુમતે ઠરાવ કરી શુભેચ્‍છા પાઠવી બાબાપુર મુકામે શિક્ષણની સંસ્‍થામાં જિલ્‍લાના પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમર, જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ પંકજભાઈ કાનાબાર, જિલ્‍લા પંચાયત ઉપપ્રમુખ કેહુરભાઈ ભેડા, શિક્ષણ સમિતિના ચેરમેન રમીલાબેન માલાણી, આરોગ્‍ય સમિતિનાં ચેરમેન ધર્મેન્‍દ્રભાઈ પાનસુરીયા, સિંચાઈ સમિતિનાં ચેરમેન દિનેશભાઈ ભંડેરી, ર0 મુદા અમલીકરણનાં ચેરમેન નિર્મળસિંહ રાઠોડ, શંભુભાઈ ધાનાણી, જયેશભાઈ નાકરાણી, હરેશભાઈ સિયાણી, મયુરભાઈ આસોદરીયા, વિપુલભાઈ સેલડીયા, દિપકભાઈ માલાણી, ઉમેદભાઈ ખાચર, શરદભાઈ ધાનાણી, મીનીબેન પુરોહિત, નિખીલભાઈ પુરોહિતે સન્‍માનપત્ર આપી સંસ્‍થામાં જઈ સન્‍માનીત કર્યા હતા.
સ્‍વાતંત્ર્ય સેનાની તરીકે આ દેશમાં લોકશાહીનાં સ્‍તંભ અને અમરેલી જિલ્‍લાનું ગૌરવ કોમી પરિબળોને નાથવા સફળતા મેળવી હતી. તે માટે અને શિક્ષણનો વ્‍યાપ છેવાડાના ગામડા સુધી પહોંચાડવા માટે પોતાનું આયુષ્‍ય નિરોગી અંતિમ ક્ષણ સુધી લોકોની સેવા માટે અને કોંગ્રેસના અડીખમ આગેવાન તરીકે તેમની સેવાને બિરદાવી હતી.

Source: Amreli Express


અમરેલી પંથકમાં ખનિજ માફીયાઓ બન્‍યા બેફામ : રેતી ભરેલ ટ્રેકટર ફરીવાર ઝડપાયું

અમરેલી, તા. ર1
અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા કેટલાંક સમયથી ખનિજ માફીયાઓ બેફામ બન્‍યા છે. સરકારને રોયલ્‍ટીની રકમ ભર્યા સિવાય ગેરકાયદેસર ખનિજ ચોરી થતી હોય, ત્‍યારે ર0 દિવસ પહેલાં રેતી ભરેલ ટ્રેકટરને ઝડપી લઈ અને તેમની સામે પોલીસમાં ફરીયાદ નોંધાય છે.
આ બનાવમાં અમરેલીમાં રહેતાં અને ટ્રેકટર નંબર જી.જે.ર3 એ.સી. પ939નાં ચાલક ગત તા.ર7ના રોજ રાત્રે શેત્રુંજી નદીમાંથી ગેરકાયદેસર 4 ટન જેટલી રેતી ભરી અને નીકળેલ. ત્‍યારે પોલીસે તેને ઝડપી લેતાં અને આ અંગે ખાણ અને ખનિજ વિભાગને જાણ કરતાં ર0 દિવસ બાદ ખાણ ખનિજ વિભાગનાં માઈન્‍સ સુપરવાઈઝર મિતેશ રામભાઈ ગોજીયાએ ટ્રેકટર ચાલક કમલેશ ધીરૂભાઈ જાદવ સામે પોલીસ ફરીયાદ નોંધાવેલ છે.
ફરીયાદમાં એમ પણ જણાવાયું છે કે, ર0 દિવસ પહેલા ઝડપાયેલ ટે્રકટર નંબર જી.જે.ર3 એ.સી.પ939 અગાઉ તા.1પ/પના રોજ પણ ગેરકાયદેસર રીતે રેતી ભરી નીકળેલ અને ત્‍યારે ઝડપાઈ જતાં બાદમાં પકડાયેલ ટ્રેકટરના ચાલકે દંડ ભરી દેતાં આ ટ્રેકટરને મુકત કરી દીધેલ હતું.
આમ આ ટ્રેકટર ફરી ઝડપાઈ જતાં મોટાકૌભાંડની આશંકા વચ્‍ચે ખનિજ માફીયા સામે વધુ તપાસ અમરેલી તાલુકા પી.એસ.આઈ. રામ ગોજીયા ચલાવે છે.

Source: Amreli Express


બુરે દિન : દામનગર શહેરને આઝાદીનાં 7 દાયકા બાદ પણ એસ.ટી. તંત્ર દ્વારા અન્‍યાય

દામનગર, તા.ર1
દામનગર એસ.ટી. તંત્ર ર્ેારા થઈ રહેલાં અન્‍યાય નબળી નેતાગીરી અને વહીવટી તંત્રની આડોડાઈથી આ પંથકની જનતામાં વ્‍યાપક રોષ ઉભો થયો છે.
દામનગર શહેરને લાંબા રૂટની બસો ફાળવવામાં, નવી શરૂ કરવામાં અમરેલી એસ.ટી. તંત્રનાં બાબુઓ ર્ેારા ઓરમાયુ વર્તન થઈ રભ્‍ું છે.
દામનગરમાં આજુબાજુનાં પચ્‍ચીસ જેટલા ગામડાનું હટાણુ છે. નગરપાલિકા, સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર, રેલ્‍વે સ્‍ટેશન, પોલીસ સ્‍ટેશન, હિરા ઉદ્યોગ, ઔદ્યોગીક વસાહત, મીલ- જીન ઉદ્યોગ સહિત ઉદ્યોગોથી દામનગર તાલુકા મથક જેવું શહેર અને રાજકીય ક્ષેત્રે સારુ નામ ધરાવતા આ પંથકને એસ.ટી. તંત્ર લાંબા રૂટની બસ ફાળવવા અથવા ચલાવવા ડીંગો બતાવે છે. ધારી ડેપોની ધારી-ભાવનગર અનિયમીત, સવારની અમરેલી- પાલીતાણા બંધ કરી દેવાઈ, સાંજની અમરેલી-ભાવનગર વિના કારણે બંધ, સાવરકુંડલા-ભાવનગર વાયા લીલીયા-દામનગર-રંઘોળા ટૂંકો માર્ગ છતાં આ રૂટ પર એક પણ બસ નથી. વધુ બસ સારી બસનું સુત્ર છતાં દામનગરને અન્‍યાય, અમરેલી- બગદાણા વાયા દામનગર શરૂ કરવા અને બંધ કરી દેવાયેલ જુના રૂટ અને બસને શરૂ કરવા માંગ ઉઠી છે. ટૂંકમાં દામનગર પંથકમાં એસ.ટી.ને સારી આવક થઈશકે. પ્રજાનાં પ્રતિનિધિઓ આ પ્રશ્‍ને ઘ્‍યાન આપી હિતનું કામ કરે તે જરૂરી છે.

Source: Amreli Express


બેદરકારીનો વધુ એક કિસ્‍સો પ્રકાશમાં આવતા ચકચાર કુંકાવાવનાં કામચોર કર્મચારીઓ સુધરવાનું નામ જ લેતા નથી

કુંકાવાવ, તા. ર1
કુંકાવાવ પીજીવીસીએલ કચેરીના કામચોર કર્મચારીઓ જાણે સુધરવાનું માંડી વાળ્‍યું હોય તેવી પરિસ્‍થિતિનું નિર્માણ કુંકાવાવની કચેરીમાં અવાર-નવાર ઘોર બેદરકારીનાં કિસ્‍સા તો ફોન ઉપરના કર્મચારીઓ ઘોરનીંદ્રામાં રીસીવર નીચે રાખીને સુઈ જવાના કિસ્‍સા તો એનક કામચોર કર્મચારીઓ નિષ્ઠાથી કામ કરતા નથી. જેથી સારા કર્મચારીને કામનું ભારણ વધે છે. ત્‍યારે ખેતીવાડીના ફોલ્‍ટ 1પ દિવસે પણ રીપેર થતા નથી અને ખેડૂતો ગામના સરપંચોને લઈને આવે ત્‍યારે રીપેર કરવામાં આવે છે. આવી પરિસ્‍થિતિ કચેરીમાં જોવા મળે છે. ત્‍યારે ઓફિસ કર્મચારીઓ માત્ર વસુલાતમાં વ્‍યસ્‍ત હોય લોકોની સમસ્‍યાનાં નિવારણની ચિંતા કરતા નથી. જેથી અનેક ગ્રાહકોને વિના કારણે ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે. ત્‍યારે ગત રાત્રીના મેઈન રોડ ઉપર વાયર તુટી ગયો તેની જાણ ઓફીસના ફોનમાં કરતા ફોનનું રીસીવર નીચે હતું જેની જેટકોમાં ફોન કરીને જાણ કરવામાં આવતા કર્મચારીએ આ ઈમરજન્‍સી વાયર રીપેર કર્યા હતા. ત્‍યારે જવાબદાર કર્મચારી ફોન ઉપર હાજર હતાઅને ફોનમાં ફોલ્‍ટ જાણવાની તસ્‍દી લીધી ન હતી અને હતું ફરજના હોમગાર્ડ જવાનોએ કોઈ અકસ્‍માત ન થાય તેની તકેદારી રાખી હતી. જયારે સવારનાં ચાર વાગ્‍યાથી જવાહર ચોક, કલાલ શેરી, દવાખાના સામેના ર00 જેટલા પરિવારોના ઘરમાં લાઈટ ન હતી અને કચેરી ફોનનું રીસીવર નીચે રાખીને કર્મચારી સુઈ જવાનો કિસ્‍સો પ્રકાશમાં આવતા કામચોર કર્મચારીની ઘોર બેદરકારીના ભોગ ગ્રાહકો, લોકો અને નિષ્ઠાવાન કર્મચારીઓ બને છે. ત્‍યારે અધિકારીઓ માત્ર વસુલાતની કામગીરીમાં ઘ્‍યાન આપતા હોય જેથી ગ્રાહકોની સમસ્‍યામાં રસ દાખવતા નથી. સકંટમાં અનેક જગ્‍યાએ જર્જરીત વાયરો અનેકવાર તુટીને રોડ ઉપર પડે છે. અનેક ટીસી બદલવાની જરૂર છે. અનેક લોખંડના પોલ પડવા વાંકે ઉભા છે. અનેક ફરિયાદીની સસ્‍મયા દુર કરવાના બદલે જવાબદાર અધિકારી કામચોર કર્મચારીઓને છાવરી રહૃાા હોય કચેરીમાં અંધાધુંધીનો માહોલ જોવા મળે છે.
ત્‍યારે સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ કોન્‍ટ્રાકટરોને પણ ફોલ્‍ટની કામગીરી સોંપવામાં આવે છે અને ઉપરી અધિકારીઓ અનેક ટેન્‍ડરોની કામગીરીમાં અંગત રસ લેતા હોય જેથી ગ્રાહકો, લોકોની સમસ્‍યા સમજી શકતા નથી. તો હવે ખેડૂતો, ગ્રાહકો સારા કર્મચારીની સમસ્‍યા દુર કરવા માટે કોઈ રાજકીય આગેવાનો આગળ આવે છે કે નહી તે જોવુંરહૃાું

Source: Amreli Express


હોમગાર્ડ સરકારનાં રૂપિયા બગાડે છે તેમ કહી દામનગરનાં યુવાનને ગાળો આપી

અમરેલી, તા. ર1
દામનગર ગામે રહેતાં ભાવેશભાઈ મસ્‍તરામભાઈ લશ્‍કરીને તે જ ગામે રહેતાં આરોપી હરેશ જીવરાજભાઈ ભાતીયા નામનાં શખ્‍સે હોમગાર્ડ સરકારના દાડયા છે અને સરકારનાં ખોટા રૂપિયા બગાડે તેમ કહેતાં ભાવેશભાઈ તેમ બોલવાની ના પાડતા આરોપીએ ઉશ્‍કેરાઈ જઈ ગાળો આપી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરીયાદદામનગર પોલીસમાં નોંધાતા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Source: Amreli Express


રાજુલામાં પ્રાંત અધિકારીએ ફટાકડાનો જથ્‍થો સીઝ કર્યો

રાજુલા, તા. ર1
આજે રાજુલાની ભરચક બજાર વચ્‍ચે છેલ્‍લા ઘણા વર્ષોથી હવેલી ચોક, વોરાવાડ જવાના રસ્‍તે રહેણાંક વિસ્‍તારની વચ્‍ચે ફટાકડાનાં મસમોટા જથ્‍થા સાથેના બે મોટા ગોડાઉનોની આકસ્‍મીક તપાસણી કરતા અનઅધિકૃત રીતે સંગ્રહ કરવામાં આવેલ ફટાકડાનો મોટો જથ્‍થો ઝડપાતા સીલ કરેલ છે. જેમાં કુરખાનહેસેન તાહેરઅલી ચૌહાણ રહે. રાજુલા જેના ગોડાઉનમાંથી ફુલઝર, ચકરી, દાડમ, બોમ્‍બ, રોકેટ વિગેરે મળીને રૂા. 1,80,000 નો જથ્‍થો તથા હુસેનભાઈ શેફુદીનભાઈ તથા નિલેશભાઈ ચંદ્રકાન્‍ત સંઘવી રહે. બંને રાજુલા જેમાં પણ ફુલઝર, ચકરી, દાડમ, બોમ્‍બ, રોકેટ વિગેરે ફટાકડા રૂા. ત્રણ લાખનો જથ્‍થો મળી આવેલ છે.
આ તપાસ દરમિયાન માલીકી અંગેના તથાલાયસન્‍સ તેમજ સ્‍ટોકપત્રક રજુ કરી શકેલ નથી. આ ગોડાઉન ગીચ વસ્‍તીમાં અને રહેણાંક વિસ્‍તારમાં આવેલ છે. તેમજ અકસ્‍માત સમયે સલામતી માટે પુરતી વ્‍યવસ્‍થા પણ ન હોય ઈન્‍ડીયન એકસ્‍પ્‍લોઝીવ એકટની કલમો તથા જોગવાઈઓનો ભંગ કરેલ હોય જાહેર હિતમાં ગોડાઉન સીલ કરેલ છે. તેમજ સીઝર હુકમો બજાવી સલામત સ્‍થિતિ જાળવી રાખવા હુકમ કરેલ છે. આ ગોડાઉન છેલ્‍લા ઘણા સમયથી શરૂ હતો. પરંતુ આ ગોડાઉનો કોઈ બંધ કરાવી શકતા નહોતા. પરંતુ તાજેતરમાં આવેલા પ્રાંત અધિકારી પ્રજાપતી ઘ્‍વારા ફટાકડા ગોડાઉન પર તપાસ કરતા ગેરકાયદેસર વહેંચાતા ફટાકડાનાં વેપારીઓમાં ફફડાટ વ્‍યાપી ગયેલ છે. આ અંગે પ્રાંત અધિકારીએ જણાવેલ છે કે, ઉનામાં ફટાકડાના ગોડાઉનમાં લાગેલ આગના અનુસંધાને અગમચેતીના પગલા ભરવામાં આવેલ છે.

Source: Amreli Express


અમરેલીનાં માર્કેટયાર્ડમાં કપાસનાં વાહનોની કતારો લાગી

અમરેલી, તા. ર1
અમરેલીનાં માર્કેટયાર્ડમાં આજે કપાસની ભરપુર આવક થતાં દરવાજાની બંને બાજુએ વાહનોની કતાર લાગી હતી. અને કપાસનો ભાવ ર0 કિલોનાં રૂપિયા માત્ર 700 થી 900 જેટલો મળતાં ખેડૂતોમાં બે છેડા ભેગા કરવાની ચિંતા જોવા મળી રહી છે.
અમરેલી જિલ્‍લાનાં ખેડૂતો લોહી-પાણી એક કરીને કપાસનો પાક તૈયાર કર્યો છે અને બજારમાં વેચાણ અર્થે લાવતાં તેનો પોષણક્ષમ ભાવ રૂપિયા 1ર00 થી 1પ00 મળવાને બદલે માત્ર રૂપિયા 700 થી 900 મળતાં ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહૃાું છે.
રાજયનાં તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને હાલનાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીવેળા ખેડૂતોને કપાસનો ભાવ રૂપિયા 1પ00 મળવો જોઈએ તેવી વાતો કરી હોય ખેડૂતોને રૂપિયા 1પ00નો ભાવ મળતો ન હોય ભારે આશ્ચર્ય ફેલાયું છે.

Source: Amreli Express