Main Menu

Wednesday, October 5th, 2016

 

અમરેલી જિલ્‍લાની જનતાની બ્રોડગેજ રેલ્‍વે પ્રશ્‍ને ધીરજ ખુટી

અમરેલી, તા. 4
અમરેલી જિલ્‍લાને આઝાદીનાં 7 દાયકા બાદ પણ બ્રોડગેજ રેલ્‍વેની સુવિધા અપાવવામાં તમામ પક્ષનાં આગેવાનો નબળા પુરવાર થયા હોય તેવા જ સમયે સાવરકુંડલાનાં વતની અને સુરત સ્‍થિત યુવા અગ્રણી નિરવ મસરાણીએ સુરત-સૌરાષ્‍ટ્ર રેલ્‍વે સુવિધા લડત સમિતિનાં બેનર તળે ગાંધી જયંતિથી જનજાગૃતિ અને પ્રતિક ધરણા શરૂ કર્યા છે.
ગઈકાલે લીલીયા અને સાવરકુંડલા રેલ્‍વે સ્‍ટેશને તમામ પક્ષોનાં આગેવાનો, સામાજિક સંસ્‍થાઓ, નિવૃત અધિકારીઓ, વેપારી સંગઠનોનાં સહયોગથી પ્રતિક ધરણા કર્યા બાદ આજે રાજુલા ખાતે અને આવતીકાલે મહુવા ખાતે પ્રતિક ધરણા કરીને મહુવા-સુરત વચ્‍ચે દોડતી અઠવાડીક ટ્રેનને દરરોજ દોડાવવાની પ્રબળ માંગ કરી છે.
આજે રાજુલા ખાતે નિવૃત પોલીસ અધિકારી ઠાકર, આમ આદમી પાર્ટીનાં કનુભાઈ દુધરેજીયા તેમજ અનેક રાજકીય અને સામાજિક આગેવાનો પણ સમર્થનમાં જોડાયા હતા.

Source: Amreli Express


ખેલૈયાઓમાં નારાજગી ઉભી કરતા મેઘરાજા

સાવરકુંડલા, જેસર, ખાંભા, ગોપાલગ્રામ સહિતનાં વિસ્‍તારોમાં દે ધનાધન વરસાદ
અમરેલી, તા.4
અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા 3 દિવસથી મેઘરાજા નવરાત્રિ મહોત્‍સવમાં હાજરીપુરાવતા હોવાથી ખેલૈયાઓમાં નારાજગી ઉભી થઈ છે. તો જગતાત ગણાતા ખેડૂતોમાં પણ મિશ્ર પ્રત્‍યાઘાતો જોવા મળી રહયા છે.
સાવરકુંડલામાં મોટા ઝીંઝુડા, પીઠવડી, વંડા, વડાળ, આંબરડી, જૂના સાવર, નેસડી, બાઢડા તેમજ ઝડકલા, જેસર તેમજ ગોપાલગ્રામ, ખાંભા સહિતના વિસ્‍તારોમાં પણ અર્ધાથી લઈને પાંચ ઈંચ વરસાદ પડયાના અહેવાલ મળી રહયા છે.

Source: Amreli Express


ડુંગર પોલીસ સ્‍ટેશનનાં ર પોલીસકર્મી પર જીવલેણ હુમલો થતાં ચકચાર

અમરેલી, તા.4
અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા કેટલાંક સમયથી પોલીસ ઉપર અસામાજિક તત્‍વો ર્ેારા હુમલાના બનાવો બની રભ છે. ત્‍યારે આજે વહેલી સવારે ડુંગર પોલીસ રાજુલા તાલુકાનાં મજાદર ગામના પાટીયા પાસે વાહન ચેકીંગ કરી રહેલાં બે પોલીસ કર્મી ઉપર હુમલો થતાં બન્‍ને પોલીસ કર્મીને સારવાર માટે પ્રથમ રાજુલા, મહુવા અને વધુ સારવાર માટે ભાવનગર દવાખાને ખસેડાયા છે.
આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ રાજુલા તાલુકાનાં ડુંગર પોલીસ સ્‍ટેશનના પોલીસકર્મી ચાંપરાજભાઈ સિંધવ તથા પોલીસના ડ્રાઈવર મહમદભાઈ ઉનડ રાજુલા તાલુકાનાં મજાદર ગામનાં પાટીયા પાસે વાહન ચેકીંગ કરતા હતા ત્‍યારે ત્‍યાંથી પસાર થતી કાર નંબર જી.જે.ર1 એ.એચ.67પ6ને રોકી તલાસી લેતાં આ કારમાં બેઠેલા કેટલાંક શખ્‍સોએ પોલીસ ડ્રાઈવર તથાએલ.આર.ડી. ઉપર જીવલેણ હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી દેતાં બન્‍ને ઘવાયેલા પોલીસ કર્મીને સારવાર માટે પ્રથમ રાજુલા, મહુવા અને વધુ સારવાર માટે ભાવનગર દવાખાને સારવાર માટે ખસેડાયા છે.
આ બનાવ અંગે જિલ્‍લા પોલીસ અધિક્ષક જગદીશ પટેલને જાણ થતાં પોલીસ ઉપર જીવલેણ હુમલો કરી નાશી છુટેલા આરોપીને ઝડપી લેવા સમગ્ર ગુજરાતમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. અને ઠેર ઠેર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું હતું.
ત્‍યારે છેલ્‍લે આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ પોલીસ કર્મીઓ ઉપર જીવલેણ હુમલો કરી નાશી છુટેલા 6 આરોપીને કાર સહીત વાસદ પોલીસે વાસદ ગામ નજીક ટોલનાકા પાસેથી ઝડપી લીધા છે.
આરોપી પોલીસ ઉપર હુમલો કર્યા બાદ આણંદથી બરોડા એકસપ્રેસ રોડ ઉપરથી પસાર થતાં હોવાની બાતમીનાં આધારે વાસદ પોલીસે વાસદ નજીક ટોલનાકા ઉપર છ જેટલા આરોપીને ઝડપી લઈ આગળની વધુ તપાસ હાથ ધરી છે.
ત્‍યારે અમરેલી જિલ્‍લામાં પોલીસ ઉપર હુમલાનાં બનાવોમાં વધારો થતાં પોલીસ કર્મીઓ તથા તેમનાં પરિવારોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

Source: Amreli Express


કોવાયા ગામ પાસે ટ્રેલર પુલ ઉપરથી પલ્‍ટી ગયું

અમરેલી, તા.4
બિહારના વતની સતદેવ યાદવ, દરોગા યાદવ નામના ટ્રેલર ચાલક ગઈકાલે કોવાયા ગામ નજીક પોતાના હવાલાવાળાટ્રેલર નંબર જી.જે.1ર એ.ટી. પ6પ7 લઈને જતા હતા ત્‍યારે સામેથી આવતા વાહનની લાઈટમાં અંજાઈ જતાં ટ્રેલરને પુલ ઉપર પલટી મરાવી દેતાં પીપાવાવ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Source: Amreli Express


માચીયાળા માર્ગ પર મહામુસીબતે કારચાલકની જીંદગી બચી

અમરેલી, તા. 4
અમરેલી ખાતેનાં માર્ગ-મકાન વિભાગ (સ્‍ટેટ)નાં અધિકારીઓ ભ્રષ્‍ટાચારમાં ગળાડૂબ બન્‍યા છે. કોન્‍ટ્રાકટર પાસેથી દર વર્ષે લાખો રૂપિયાનું કમિશન મેળવીને માર્ગો, પુલો કે મકાનો બનાવવામાં થતો બેફામ ભ્રષ્‍ટાચાર સામે આંખ મિંચામણા કરી રહૃાા હોય જેનો ભોગ નિર્દોષ જનતા બની રહી છે. તેની સાબિતી આપતી ઘટના સામે આવી છે. અમરેલીનાં માચીયાળા માર્ગ પર બનતાં પુલનાં કાર્ય વેળા ડાયવર્ઝન માટેનું બોર્ડ નિયમાનુસાર ન લગાવાતાં એક કાર ચાલક આજે પુલ પર ચડી જતાં મહા મુસીબતે તેની જીંદગી બચી હતી. આની જવાબદારી કોની છે તેવો વેધક પ્રશ્‍ન ઉભો થયો છે.

Source: Amreli Express


અમરેલીના જિલ્‍લા વિકાસ અધિકારીએ ખોટી રીતે ઉપપ્રમુખપદેથી દુર કર્યા છે : અરવિંદભાઈ કાછડીયા

અમરેલી, તા. 4
અમરેલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ કાછડીયા (માંગવાપાળ) કે જેઓ જિલ્‍લા વિકાસ અધિકારીને લોકોનાપ્રશ્‍નો અવાર- નવાર લેખીત તેમજ મૌખિક રજુઆતો કરતા અને ગામડે આંગણવાડીઓ બાંધવાના મુદે અગાઉ ઉપવાસ આંદોલન કરીને ભુલકાઓને બેસવાની આંગણવાડીઓ રૂા.પાંચ કરોડના ખર્ચે બાંધવા હુકમ કરાવેલ.
ગત તા.ર8/9 ના રોજ ચાંદગઢ ગામના અતી ગરીબ માણસોને એક વરસ થવા છતા પુર હોનારતથી મકાનો પડી ગયા તેની સહાય નહી મળતા આ સહાયનો મંજુરીનો હુકમ કરાવવા ગરીબોની સાથે અરવિંદભાઈ કાછડીયાએ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીખે આ ઉપવાસ આંદોલન કરવાની આગેવાની લઈને જિલ્‍લા વિકાસ અધિકારીને તા.ર8/9 ના રોજ લેખીત આપીને ઉપવાસ આંદોલનની ચિમકી આપતા જિલ્‍લા વિકાસ અધિકારીએ પુર પિડીતોને સહાય આપવાના બદલે આ આંદોલનની આગેવાની લેનાર અરવિંદભાઈ કાછડીયાને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદેથી ખોટી રીતે દુર કરતો હુકમ કરીને આવી અન્‍યાય સામેની લડતને દબાવી દેવાની કોશીષ કરેલ છે. અરવિંદભાઈ કાછડીયાની યાદીમાં જણાવ્‍યા અનુસાર પુર પિડીતોની સહાયનું આંદોલન અરવિંદભાઈ કાછડીયાની આગેવાનીમાં ઉપવાસ આંદોલન થશે થશે અને થશે અને તેમની સામે કરેલ અન્‍યાયી હુકમ ને પણ પડકારી અને ભુતકાળમાં ડીડીઓએ કાયદા નિયમોની ઉપરવટ જઈ ખોટી રીતે કરેલ દરેક કામગીરી અને કાર્યવાહીને સરકારમાં અને કોર્ટમાં પડકારવામાં આવશેતેનાથી દબાઈને ગરીબ લોકો માટે કરવાનું થતું આંદોલન અટકશે નહી છેક સુધી લડી લેવામાં આવશે. તેમ જણાવ્‍યું હતું.

Source: Amreli Express


અમરેલી તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ અરવિંદભાઈ કાછડીયાને હોદ્યા પરથી દૂર કરતાં જિલ્‍લા વિકાસ અધિકારી

અમરેલી તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ અરવિંદભાઈ કાછડીયાને હોદ્યા પરથી દૂર કરતાં જિલ્‍લા વિકાસ અધિકારી
અમરેલી, તા.4
અમરેલી તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ અને માંગવાપાળના પૂર્વ સરપંચ અરવિંદભાઈ કાછડીયાને જિલ્‍લા વિકાસ અધિકારીએ ઉપપ્રમુખના હોદા પરથી દૂર કરતા સ્‍થાનીક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
વિગત એવા પ્રકારની છે કે અરવિંદભાઈ કાછડીયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બન્‍યા બાદ પણ માંગવાપાળ ગામના સરપંચ તરીકે તેઓએ રાજીનામું ધરી દીધું છતાં પણ 3 જૂન, ર016માં જુદા-જુદા 4 ચેક પર સરપંચના હોદાનો દૂરૂપયોગ કરીને સહીઓ કરીને પેમેન્‍ટ કરેલ હોય જે અંગે જિલ્‍લા વિકાસ અધિકારીએ ખુલાશો કરવા જણાવ્‍યા બાદ નિયત સમયમાં યોગ્‍ય ખુલાશો ન કરી શકતાં તેઓને ઉપપ્રમુખના હોદા પરથી દૂર કરવાનો હુકમ થતાં ભારે ચકચાર મચી છે.

Source: Amreli Express


અમરેલીનાં જાળીયામાં બીએસએનએલનાં મોબાઈલ ટાવર શોભાનાં ગાંઠીયા સમાન

અમરેલી, તા.4
બીએસએનએલ મોબાઈલનું નેટવર્ક સમગ્ર દેશમાં અન્‍ય મોબાઈલ કંપનીઓ કરતાં ઘણું મોટું ને વિસ્‍તૃત છે. સારૂ છે. પારદર્શક છે. સસ્‍તુ છે. ને ખુબજ ફેલાવો ધરાવતું છે. પણકોલ કરો એટલે તરતજ કેસેટ વાગે છે કે ઈસ રૂટકી સભી લાઈને વ્‍યસ્‍ત હૈ. અગરતો આપકા નેટવર્ક મીલતા નહિ, કૃપયા આપ કયૂમે હો ઈન્‍તઝાર કરો લાઈન પે બને રહો. ગામના પાદરમાં ટાવર હોવા છતાં જાળીયા ગામના બીએસએનએલનાં ગ્રાહકોની આવી સ્‍થિતિ છે. જાળીયા ગામમાં એન્‍ટ્રી કરો એટલે પહેલા બીએસએનએલના ટાવરના દર્શન થાય. બહાર ગામથી આવતા લોકોને ટાવર જોઈને એમ થતુ હશે કે અહિયા તો બીએસએનએલનું નેટવર્ક પુરબહારમાં આવતું હશે. આવનાર લોકોને કયા ખબર છે કે ભભઆ ટાવર શોભાના ગાઠીયા જેવો છેભભ
જાળીયા ગામમાં આઈડીયા, એરટેલ, વોડાફોન, રિલાયન્‍સ જેવી કમ્‍પનીઓના ટાવર કે તેની વ્‍યવસ્‍થા છે. આ કમ્‍પનીઓનું રજી અને 3જી ઈન્‍ટરનેટ ફુલ સ્‍પિડમાં આવે છે. ને બિલ્‍ડીંગના ઉપરના માળે જાય તો રિલાયન્‍સનું 4જી નેટવર્ક પણ ખુબજ સ્‍પિડમાં આવે છે ને સારૂ આવે છે. ને ડાઉનલોડ કરો એટલે સેકન્‍ડોમાં આવે છે. પણ જો તમે બીએસએનએલના ઉપભોકતાને પુછો તો તે તરત જ મોઢુ બગાડશે ને કહેશે હવે તો બીએસએનએલ બંધ કરી ને અન્‍ય કમ્‍પનીમાં જવું પડશે. ભભબીએસએનએલનાં અધિકારીઓ જે તમારી પાસે આજ કરાવવું છે તો જ તેને પ્રાઈવેટ કમ્‍પનીવાળા યોગ્‍ય મહેનતાણું આપેને. સરકાર લોકોની સગવડતા વધારવા માટે અનેક યોજનાઓ કરે છે ને સરકારએની જાહેરાતમાં પણ કહે છે ભભતમારા વિચારો કરતા પણ તેજભભ પણ આ ભ્રષ્‍ટ અધિકારીઓલોકો સુધી પહોચવા દે તોને. જો બીએસએનએલનું નેટવર્ક સારુ આવે તો ગ્રાહકો વધે પણ આ નેટવર્ક આવવા દેવું કે નહિ તે તો આ અધિકારીઓના હાથમાં છે ને. જેમ બને તેમ તેને તેના ગ્રાહકો ઘટે તેમાં રસ છે. કારણ પ્રાઈવેટ કમ્‍પનીઓ સાથે તેની મીલીભગત છે. એટલે તો ગામમાં ટાવર હોવા છતા ગ્રાહકો હેરાન થાય છે. જાળીયા ગામમાં 3પ0 થી 400 ગ્રાહકો આ મોબાઈલનો ઉપયોગ કરે છે.
ગામનાં ટાવરથી ઉત્તર દિશા ને ટાવરની સિઘ્‍ધમાં દક્ષિણ દિશામાં ર00 મીટર જાવ એટલે તરત જ કવરેજ ક્ષેત્રની બહાર. આપકા નેટવર્ક મીલતા નહી. આની રજુઆત ટેલીફોનીક રીતે વારંવાર કરવા છતા પરીણામ શૂન્‍ય આવે છે. જો રીપેર કરી નાખે તો ગ્રાહકો પ્રાઈવેટ કમ્‍પનીમાં જાય નહી. પ્રાઈવેટ કમ્‍પની મોકલવા માટે આ અધિકારીઓ રીપેરીંગ કરાવતા નથી ને ગ્રાહકો હેરાન થાય તેમાં જ એને મજા આવે છે.
અરે તમે જેનો પગાર ખાવ છો તેને તો વફાદાર રહો. હવે તો સરકાર કર્મચારીઓના વજન જેટલો પગાર આપે છે. પણ છતા આ ભ્રષ્‍ટ અધિકારીઓને કામ જ કરવું નથી ને સરકારની યોજના લોકો સુધી પહોંચવા દેવી નથી. બસ એકજ મુદ્યાનો કાર્યક્રમ છે. કયાથી વધારાના પૈસા મળે છે, અહિયાથી તો તમે બચી જશો પણઉપરવાળી યાદીમાંથી તમે બચી શકવાના નથી તેમ ભાજપનાં પૂર્વ પ્રમુખ પ્રાગજીભાઈ હિરપરાએ એક નિવેદનમાં જણાવેલ છે.

Source: Amreli Express


અમરેલી જિલ્‍લામાં હળવા વરસાદથી લઈ 1 ઈંચ જેટલો વરસાદ પડયો

અમરેલી, તા. 4
અમરેલી જિલ્‍લામાં નવરાત્રીની સાથે વરસાદ પણ શરૂ થતાં આજે ચોથા નોરતાનાં દિવસે પણ દિવસ ભર હળવા વરસાદથી લઈ સા.કુંડલા પંથકમાં ર9 મી.મી. વરસાદ નોંધાયો છે.
આજે રાત્રે 8 વાગ્‍યા સુધીમાં અમરેલી 3 મી.મી., બાબરા 4 મી.મી., બગસરા 3 મી.મી., ધારી ર મી.મી., જાફરાબાદ 1ર મી.મી., ખાંભા 14 મી.મી., લાઠી 3 મી.મી., રાજુલા ર0 મી.મી., સાવરકુંડલા ર9 મી.મી., જયારે વડીયા 6 મી.મી. વરસાદ નોંધાયો છે.

Source: Amreli Express


અમરેલી જિલ્‍લાની આંગણવાડી વર્કરો પાસેથી નિયત કામ સિવાય અન્‍ય કોઈ કામ ન લેવા તાકીદ

અમરેલી, તા. 4
છેલ્‍લા ઘણા સમયથી રાજયમાં આંગણવાી વર્કરો તેમજ હેલ્‍પરો પાસે તેમની મુળ કામગીરી સિવાયની બીજી અનેક કામગીરીઓ લેવામાં આવી છે. જેની અસર બાળકો અને ધાત્રી બહેનોનાં આરોગ્‍ય ઉપર પડી રહી છે. જેની રજુઆતો ગુજરાત રાજય આંગણવાડી વર્કસ એન્‍ડ હેલ્‍પર્સ ફેડરેશનનાં પ્રમુખ ચંદુભાઈ લાખાણી તેમજ પ્રદેશ ઉપપ્રમુખ મોટાભાઈ સંવટ ઘ્‍વારા સરકારમાં અનેકવાર રજુઆતો કરીને અન્‍ય કામગીરીઓ ન લેવા માટે જણાવેલછે. તેમજ સંગઠન ઘ્‍વારા સુપ્રિમ કોર્ટમાંથી પણ ચુકાદો મેળવેલ હોવા છતાં અને સુપ્રિમ કોર્ટે પણ આંગણવાડી કર્મચારીઓ પાસેથી અન્‍ય કામગીરી ન લેવા ચુકાદો આપ્‍યો હોવા છતાં અધિકારીઓ તેમની મનમાની કરીને દબાણપૂર્વક કામગીરી લેતા હોવાનું સંગઠનની જાણમાં આવેલ છે.
આ એક ગંભીર બાબત છે. તેમજ સુપ્રિમ કોર્ટની અવમાનનાં થતી હોવાનું સ્‍પષ્‍ટ જણાય આવતું હોય આવી અન્‍ય કામગીરી ન લેવા સંગઠન તરફથી અધિકારીઓને ચેતવણી આપવામાં આવે છે.
સરકારમાં પણ આ બાબતે ઉચ્‍ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને આ વધારાની કામગીરીઓ સત્‍વરે બંધ કરાવવાની રજુઆતો કરેલ છે. જે અન્‍વયે સરકારે પણ તાત્‍કાલિક અસરથી પરીપત્ર બહાર પાડીને આસીડીએસમાં ફરજ બજાવતાં આંગણવાડી વર્ક કે હેલ્‍પર પાસે અન્‍ય કામગીરી ન લેવા સ્‍પષ્‍ટ આદેશ કર્યો છે. આમ છતાં કોઈ આંગણવાડી વર્કર કે હેલ્‍પર પાસે કોઈ જગ્‍યાએ વધારાનું કામ લેવામાં આવતું હોય તો પ્રદેશ ઉપાઘ્‍યક્ષ મોટાભાઈ સંવટ (મો. 98રપપ પ114પ) ને જાણ કરવી અથવા રૂબરૂ મળવું તેમ યાદીમાં જણાવેલ છે.

Source: Amreli Express