Main Menu

Monday, October 3rd, 2016

 

બાબરામાં નાયબ મામલતદાર પી.એચ. મકવાણા વયમર્યાદાથી નિવૃત થતાં થયું સન્‍માન

બાબરામાં નાયબ મામલતદાર પી.એચ. મકવાણા વયમર્યાદાથી નિવૃત થતાં થયું સન્‍માન
બાબરામાં મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર મહેસુલ તરીકે ફરજ બજાવતા પી.એચ.મકવાણાની બદલી સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે થતા બાબરા મામલતદાર કચેરીના સ્‍ટાફ ર્ેારા મામલતદાર ચિંતન વૈષ્‍ણવના અઘ્‍યક્ષ સ્‍થાને વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં નાયબ મામલતદાર પી.એલ. મારૂ, વાછાણીભાઈ, વિજયભાઈ ડેર, આઈ.જી.વાળા તેમજ રેવન્‍યુ તલાટી મંત્રી, કલાર્ક તેમજ મઘ્‍યાહન ભોજનના હરેશભાઈ ખાચર, વ્‍યાજબી ભાવની દુકાનના હોદેદાર અતુલભાઈ ત્રીવેદી, કલ્‍પેશભાઈ ખખ્‍ખર, મનોજભાઈ પઢીયાર, યુથ ફેડરેશનના હરેશભાઈ વડાવીયા, કુલદીપભાઈ ભટ્ટ વગેરે ઉપસ્‍થિત રહી નાયબ મામલતદાર પી.એચ.મકવાણાનું સન્‍માન કરી ભાવભરી વિદાય આપી હતી તેમજ આ કચેરીમાં એક માસ અગાઉ બદલી પામેલ સીટી તલાટીપરમારભાઈનું પણ મામલતદાર ર્ેારા સન્‍માન કરી વિદાય આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ ત્રીવેદી ર્ેારા કરવામાં આવ્‍યું હતું.


સાવરકુંડલા નાગરિક બેન્‍કનાં હોદ્‌ેદારોની બિનહરીફ વરણી

સાવરકુંડલા નાગરિક બેન્‍કનાં હોદ્‌ેદારોની બિનહરીફ વરણી
સાવરકુંડલા, તા.1
સાવરકુંડલા નાગરિક સહકારી બેંકના સત્તાધીશોની યોજાયેલી ચૂંટણી માં ચેરમેન પદે પરાગ ત્રિવેદી, વાઇસ ચેરમેન પદે અશ્વિનભાઈ ઉપાઘ્‍યાય અને એમ.ડી. તરીકે હિતેષ સરૈયા સર્વાનુમતે ચૂંટાઈ આવતા કાર્યકર્તાઓ સાથે શહેરીજનોએ હર્ષભેર બેંક સત્તાધીશો ને વધાવી ફટાકડા ફોડી ખુશી વ્‍યક્‍તત કરેલી હતી ચંદ્રેશભાઈ રવાણીની જહેમત ખરા અર્થમાં રંગ આવેલ હતી અને પક્ષાપક્ષીના વિવાદ વગર સૌને પ્રાધાન્‍ય મળેલ હતું
સાવરકુંડલાની નાગરિક સહકારી બેંક લિમિટેડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો સફાયો કરીનેકુલ 11 ડિરેકટરોમાંથી 10 ડિરેકટરો સત્તાધારી બેંક પેનલના ચૂંટાઈ આવ્‍યા હતા ભાજપ પ્રેરિત પેનલ સામે પક્ષાપક્ષીથી પર રહેલી બેંક પેનલ એ ભાજપ પ્રેરિત પેનલનો સફાયો થયેલો હતો ત્‍યારે બેંક પેનલ એ ગઈકાલે એજન્‍ડા બહાર પાડીને ચેરમેન વાઇસ ચેરમેન અને એમ.ડી.ની ચૂંટણી યોજાતા આજે નાગરિક બેંકના વર્તમાન ચેરમેન ગોવિંદભાઈ પરમારના અઘ્‍યક્ષસ્‍થાને બોર્ડ ઓફ ડિરેક્‍ટરોની મીટીંગ શરુ થઇ જેમાં ખુદ નાગરિક બેંકના ચેરમેન ગોવિંદભાઇ પરમારએ બેંકના ચેરમેન પદે પરાગભાઈ ત્રિવેદીના નામની દરખાસ્‍ત રજુ કરેલી જે બધાજ ડિરેકટરોએ સર્વાનુમતે ચેરમેન પદે પરાગ ત્રિવેદી ચૂંટાઈ આવ્‍યા હતા વાઇસ ચેરમેન પદે અશ્વિનભાઈ ઉપાઘ્‍યાય તો એમ.ડી.પદે હિતેષ સરૈયાની વરણી થતા કાર્યકર્તાઓ સાથે શહેરીજનોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી ગઈકાલે બેંક પેનલના ચૂંટાયેલા ડિરેકટરો સાથે સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, વેપારીઓ, કાંગ્રેસી નગરસેવકો સાથેની પરામર્શ બેઠક મળેલી જેમાં 80% વર્ગ એ નાગરિક બેંકનું સુકાન શહેર કાંગ્રેસ પ્રમુખ હસુભાઈ સૂચકને સોંપવાની રજૂઆતો થયેલી પણ વિશાલ હૃદયના હસુભાઈ સુચકે ખેલદિલી પૂર્વક શહેરીજનોની લાગણીને શિરોમાન્‍ય રાખીને જાહેરમાં નાગરિક બેંકની સત્તામાં વીરદાદા જશરાજ સેનાના પ્રમુખ હિતેષ સરૈયાને બેંકનો કોઈપણ હોદ્‌ો આપવાજાહેરમાં સુચન કરેલું હતું જયારે બેન્‍ક પેનલને જીતાડવા દિવસ રાત એક કરીને તનતોડ મહેનત કરનારા ચંદ્રેશભાઈ રવાણી, શરાદભાઈ પંડયા, એડવોકેટ કેશુભાઈ વાઘેલા, હસુભાઈ સૂચક, ગિરીશદાદા રાજયગુરુ, મહેશભાઈ જયાણી સહીતના કર્મીષ્ટ અગ્રણીઓએ હસુભાઈ સૂચકની લાગણી સાથેની ખુમારીને બિરદાવેલી હતી બપોરે આરંભ થયેલી બોર્ડ ઓફ ડિરેકટરોની મીટીંગ પક્ષાપક્ષીથી પર રહીને ભાજપના યુવાન પરાગ ત્રિવેદી ચેરમેન પદે, વેપારી આલમના અગ્રણી અશ્વિનભાઈ ઉપાઘ્‍યાયને વાઇસ ચેરમેન પદ તો કાંગ્રેસના ત્રણ ટર્મના નગરસેવક અને માનવતાનું કાર્ય કરતા આવતા વીર દાદા જશરાજ સેનાના પ્રમુખ હિતેષ સરૈયાને એમ.ડી. પદે નિમણુંક થતા કાંગ્રેસી કાર્યકર્તાઓ સહીતના નગરજનોએ બેંક સત્તાધીશોની વરણીની ફટાકડા ફોડી આતિષબાઝી કરીને વધાવેલ હતી.
અત્રે એ ઉલ્‍લેખનીય છે કે, નાગરિક બેન્‍ક 61 વર્ષ જૂની છે. અને 17 હજાર સદસ્‍યો છે. 10 વર્ષ પહેલા વાર્ષિક રૂપિયા રર હજાર નફો કરતી બેન્‍કમાં આજે 38 લાખ રૂપિયાનો નફો થાય છે. અને 10 વર્ષ પછી 1પ ટકા ડિવીડન્‍ડ પણ આપવામાં આવી રહયું છે.