Main Menu

Sunday, October 2nd, 2016

 

કપોળ બોર્ડિંગને ભાડે આપવી એ ગેરકાયદેસરનું કૃત્‍ય

કપોળ બોર્ડિંગને ભાડે આપવી એ ગેરકાયદેસરનું કૃત્‍ય
અમરેલી, તા. 1
અમરેલી જિલ્‍લામાં ભારે ચકચારી બનેલ કપોળ બોર્ડિંગનાં મકાનનાં પ્રકારણમાં આજે નવો વળાંક આવેલ છે. હવે એક ટ્રસ્‍ટી કહે છે કે, કપોળ બોર્ડિંગનું વેચાણ નહિ બલ્‍કે તેને ભાડે આપવામાં આવી છે. તો અન્‍ય ટ્રસ્‍ટી કહે છે કે, ટ્રસ્‍ટનાં બંધારણ મુજબ બોર્ડિંગ ભાડે આપી શકાય નહિ.
વિગત એવા પ્રકારની છે કે, અમરેલીની મ્‍યુનિસિપલ ગર્લ્‍સ હાઈસ્‍કુલની બગલમાં આવેલ કપોળ વિદ્યોત્તેજક ફંડ ટ્રસ્‍ટની 90 વસા જમીન આજથી 100 વર્ષ પહેલા ગાયકવાડ સરકારે કપોળ મહાજનને શિક્ષણનાં હેતુસર વિનામુલ્‍યે આપી હતી અને ત્‍યાં કપોળ બોર્ડિંગનું મકાન બનાવાયું હતું.
આ મકાનમાં મહાત્‍મા ગાંધીએ ર દિવસનું રોકાણ કર્યુ હોય એટલે આ મકાનનું ઐતિહાસિક મહત્‍વ વધી ગયું છે. ક્રમશઃ કપોળ બોર્ડિંગમાં વિદ્યાર્થીઓની સંખ્‍યા ઘટી જતાં છેલ્‍લા એકથી દોઢ દાયકાથી ઐતિહાસિક મકાન બિસ્‍માર બની ગયું હતું.
દરમિયાનમાં ટ્રસ્‍ટીઓએ 3 મહિના પહેલા ચેરીટી કમિશનર સમક્ષ બોર્ડિંગ તેમજ અન્‍ય મકાનો સહિત 90 વસા જમીન વેચવા માટે ચેરીટી કમિશનર સમક્ષ મંજુરી માંગી હતી જે મંજુરી મળી ન હોય અને આ બાબતથી ટ્રસ્‍ટીઓ વચ્‍ચે વિવાદ ઉભો થયો.
વર્ષોથી કાર્યભાળ સંભાળનાર કિશોરભાઈ મહેતાને છુટા કરીદેવામાં આવ્‍યા અને તેમના પર આવકવેરા કચેરીનું મકાન ખાલી કરવાનું દબાણ કરવામાં આવ્‍યું. અને અન્‍ય એક ટ્રસ્‍ટી મોટાભાઈ ગાંધીને પણ દબાવવાનો પ્રયાશ થયો અને અંતે મકાન વેચાવાની મંજુરી ન મળતાં બુઘ્‍ધિજીવી ટ્રસ્‍ટીઓએ દુનિયાને ઊંધા ચશ્‍મા પહેરાવવા માટે હાલ બોર્ડિંગને રર મહિના માટે રૂપિયા પ1 લાખમાં ભાડે આપી હોવાનો લુલો બચાવ કર્યો.
જે અનુસંધાને મોટાભાઈ ગાંધી કે જેઓ ટ્રસ્‍ટી છે તેઓએ જણાવેલ કે, મકાનને ભાડે આપી શકાતું નથી અને આ માટેનો કોઈ ઠરાવ પણ કરવામાં આવ્‍યો નથી. અને તેઓ આ મામલે ચેરીટી કમિશનરની કોર્ટમાં ફરિયાદ કરીને મનાઈ હુકમ મેળવશે. તેમજ છેક હાઈકોર્ટ સુધી કેસ લઈ જઈને પણ કપોળ બોર્ડિંગનાં વેચાણ કે ભાડે દેવા માટેની પ્રક્રિયાનો વિરોધ કરશે. તેમ અંતમાં જણાવેલ છે.


અમરેલીની ગણેશ સોસાયટીથી સુખનિવાસ કોલોની સુધીનાં માર્ગનું નવિનીકરણ બાદ લોકાર્પણ કરાયું

અમરેલી, તા. 1
અમરેલી નગર સેવા સદન તેમજ જિલ્‍લા સેવા સદનના વહીવટીતંત્ર અને પાલીકાના પદાધિકારીઓ તેમજ ધારાસભ્‍ય, શહેર વિકાસ સમિતિ, શહેર કોંગ્રેસ સંકલન સમિતિના સમન્‍વયથી અત્રેના ચિતલ રોડ ઉપર આવેલ ગણેશ સોસાયટીના 7 મીટર પહોળા તેમજ 330 મીટરની લંબાઈ ધરાવતા મુખ્‍ય માર્ગને પેવર બ્‍લોકથી મઢીને નવીનીકરણ કરેલા આમાર્ગનું અને અત્રેના સરદાર સર્કલથી સુખનિવાસ કોલોની તરફ જતાં માર્ગની જમણી સાઈડમાં સમર્થ વ્‍યાયામ મંદિરની કમ્‍પાઉનડ વોલને લગત રોડ સાઈડ ઉપર પેવર બ્‍લોકીંગનું બ્‍યુટીફીકેશન કરાયું છે. જે બંને નવીનીકરણ કામો સંપન્‍ન થતા આજે ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણી, શહેર વિકાસ સમિતિના ચેરમેન પી.પી. સોજીત્રા તેમજ કોંગ્રેસ શાસીત નગરપાલીકાના પ્રમુખ શ્રીમતિ અલ્‍કાબેન ગોંડલીયા, ઉપપ્રમુખ નટુભાઈ સોજીત્રા, કારોબારી ચેરમેન સંદિપભાઈ ધાનાણી, ટાઉન પ્‍લાનીંગ સમિતિના ચેરમેન શકીલભાઈ કાદરી, નગરસેવક મૌલીકભાઈ ઉપાઘ્‍યાય, હંસાબેન જોષી, પ્રવિણભાઈ માંડાણી, ફરીદભાઈ રઈશ, પતાંજલભાઈ કાબરીયા સહિતના પાલીકાના પદાધિકારીઓ તેમજ શહેર કોંગ્રેસ સંકલન સમિતિના જે.પી. સોજીત્રા, લલીતભાઈ ઠુંમર, ડી.કે. રૈયાણી અરવિંદભાઈ સીતાપરા, નરેશભાઈ અઘ્‍યારૂ, રફીકભાઈ મોગલ, પોપટલાલ કાશ્‍મીરા, શરદભાઈ ધાનાણી, અર્જુનભાઈ સોસા, જીતુભાઈ ગોળવાળા, મુઝફરહુસેન સૈયદ, કોંગી આગેવાન હાર્દિકભાઈ સેંજલીયા, ઘનશ્‍યામભાઈ પરીખ તેમજ શહેરના તેમજ આ વિસ્‍તારના પ્રબુઘ્‍ધ નાગરીકોની ઉપસ્‍થિતિમાં જિલ્‍લા કલેકટર દિલીપકુમાર રાણા તેમજ અધિક નાયબ કલેકટર જે.કે. ઠેસીયાના વરદ હસ્‍તે ખુલ્‍લા મુકવામાં આવ્‍યા હતા.
આ તકે જિલ્‍લા પોલીસ અધિક્ષક જગદીશ પટેલ, જિલ્‍લા વિકાસ અધિકારી, જિલ્‍લાપુરવઠા અધિકારી સહિતના ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહૃાા હતા. પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમર તથા પૂર્વ કેન્‍દ્રીય મંત્રી સ્‍વ. મનુભાઈ કોટડીયાના ધર્મપત્‍ની હંસાબેન આ તકે આવી પહોંચતા ઉપસ્‍થિત આગેવાનોએ તેમને સત્‍કાર્યા હતા. પરંતુ અન્‍ય કાર્યક્રમમાં વ્‍યસ્‍ત હોવાના કારણે તેઓ શુભેચ્‍છા મુલાકાત લઈને રવાના થયા હતા.
અમરેલીનાં ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણી, શહેર વિકાસ સમિતિના ચેરમેન પી.પી. સોજીત્રા ઘ્‍વારા અમરેલી શહેરના વિકાસ માટે અનેકવિધ સુચનો કરવામાં આવી રહૃાા છે અને તે સુચન અનુસાર કોંગ્રેસ શાસિત નગરપાલીકાના પ્રમુખ શ્રીમતિ અલ્‍કાબેન ગોંડલીયા, ઉપપ્રમુખ નટુભાઈ સોજીત્રા તેમજ પાલીકાના તમામ સભ્‍યો શહેર કોંગ્રેસ સંકલન સમિતિના માર્ગદર્શન હેઠળ પાલીકાના ચીફ ઓફીસર સાગર રાડીયા તેમજ એન્‍જીનીયર એચ.પી. ખોરાસીયા સાથે નતનવા વિકાસકાર્યો માટે અને શહેરની સુંદરતા વધે તે માટે આયોજન કરી રહૃાા છે.
ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણી અને શહેર વિકાસ સમિતિના ચેરમેન પી.પી. સોજીત્રાના વિકાસલક્ષી વિચારો અને સુચનો અંતર્ગત અમરેલી નગર સેવા સદન તરફથી વિકાસ કામોની વણથંભી વણઝાર શરૂ કરવામાં આવી છે. તેમાં જિલ્‍લા કલેકટર દિલીપકુમાર રાણા, જિલ્‍લા પોલીસ અધિક્ષક જગદીશ પટેલ સહિતના ઉચ્‍ચ અધિકારીઓ પણ પોતાનું કુનેહપૂર્વકનું વહીવટી માર્ગદર્શનઆપી રહૃાા છે અને આ બધાની ફલશ્રુતી સ્‍વરૂપે અત્રેના ગણેશ સોસાયટીના મુખ્‍ય માર્ગ ઉપર 14 માં નાણાપંચ યોજના અંતર્ગત રૂા. ર0 લાખના ખર્ચે બ્‍લોક પેવીંગનું કામ પુર્ણ કરવામાં આવ્‍યું છે. સાથોસાથ યુડીપી 78 યોજના અંતર્ગત અત્રેના સરદાર સર્કલથી સુખનિવાસ કોલોનીના માર્ગ ઉપર રૂા. ર0 લાખના ખર્ચે બ્‍લોક પેવીંગથી રોડ સાઈડનું બ્‍યુટીફીકેશનનું કામ પુર્ણ કરવામાં આવ્‍યું છે. અને આજે આ બંને નવીનીકરણના કામો સંપન્‍ન થતા બંને માર્ગોને જાહેર જનતા માટે ખુલ્‍લા મુકવામાં આવ્‍યા છે. તેમ પાલીકાના સંકલનકર્તા શૈલેષભાઈ રૂપારેલ ઘ્‍વારા જણાવાયું છે.


જાળીયાનાં 80 વર્ષનાં ર વૃઘ્‍ધો 6પ વર્ષથી ચલાવે છે સાયકલ

અમરેલી, તા. 1
આજનાં એકવીસમી સદિનાં યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ વિકાસની હરણફાળ ભરી છે. છતાં પણ આજે હોસ્‍પીટલમાં કયાંય જગ્‍યા મળતી નથી તેટલી હદે રોગચાળાએ માથુ ઊંચકેલ છે. તેવા જ સમયે જાળીયાનાં વયોવૃઘ્‍ધ ર મિત્રો પાસેથી તંદુરસ્‍તીનું રહસ્‍ય જાણવા મળેલ છે.
ઈ.સ. 1936માં અમરેલીનાં જાળીયા ગામે જન્‍મેલ સુલેમાનભાઈ પરમાર અને મીઠાભાઈ રાઠોડ છેલ્‍લા 6પ વર્ષથી નિયમિત સાયકલ ચલાવે છે. અને આજે પણ બંને જીગરજાન મિત્રો તેમના પુત્ર કે પૌત્ર પાસેથી એક પાઈ લીધા વગર સ્‍વમાનભેર મહેનત કરીને તેનો જીવન નિર્વાહચલાવી રહૃાા છે.
સુલેમાનદાદા જાળીયામાં દરરોજ સાયકલ પર અખબાર વિતરણનું કાર્ય કરે છે. તો મીઠાબાપાનાં પુત્રો પણ પ્રૌઢ થયા છે છતાં પણ તેઓ તેમના પુત્રો પર આધારિત રહેવાને બદલે આજે પણ ખેતીકાર્ય કરીને પેટીયુ રળી લે છે.
આશ્ચર્યજનક બાબત એ છે કે, મીઠાબાપા વર્ષોથી તેના સગા- સંબંધીઓ કે જેઓ જાળીયાથી 60 થી 70 કિ.મી. સુધીમાં વસવાટ કરે છે ત્‍યાં આજે સારા-નરસા પ્રસંગોએ સાયકલ લઈને જ ત્‍યાં જાય છે. અને પાંચ વર્ષ પહેલા તો બંને પતિ-પત્‍નિ હંમેશા ડબલ સવારી સાયકલમાં અમરેલી સુધી આવન-જાવન કરતાં હતા.
ઉપરોકત બંને વૃઘ્‍ધોને 80 વર્ષની વયે ડાયાબીટીસ, બ્‍લડપ્રેશર, કોલેસ્‍ટ્રોલ શું કહેવાય તેનો અંદાજ નથી તેમજ મીઠાબાપા આજે પણ ભરપુર ખોરાક લે છે અને જબ્‍બરી તંદુરસ્‍તી ધરાવે છે. આથી એ સાબિત થઈ રહૃાું છે કે, બંને વૃઘ્‍ધો 80 વર્ષની વયે યુવાન જેવી તંદુરસ્‍તી ધરાવે છે તેની પાછળ સાદો ખોરાક અને સાયકલીંગ કારણભુત છે.
આજે વૃઘ્‍ધ દિન નિમીતે બંને મિત્રો જાળીયાથી અમરેલીનો ર3 કિ.મી.નો પ્રવાસ સાયકલ પર કરીને ભભઅમરેલી એકસપ્રેસભભ કાર્યાલય સુધી માત્ર 90 મિનિટમાં પહોંચી ગયા અને પરત પણ તેઓ સાયકલ પર જ ગયા હતા.


લ્‍યો બોલો : બગસરામાં પાલીકાના શાસકોએ માર્ગોના ખાડા પુરવા માટે મોરમનામાત્ર ઢગલાઓ જ કર્યા

બગસરા, તા. 1
બગસરા પાલિકા દ્વારા રોડ ખોદાણને લીધે શહેરભરમાં પડેલ ખાડાઓ પુરવા રોડ વચોવચ્‍ચ મોરમ (ટાશ)ના ઢગલા કરી દીધા બાદ ફોળવામાં ન આવતા પ્રજાના પૈસાનું પાણી થઇ રહયુ છે. સાથોસાથ લોકોની મુશ્‍કેલીમાં વધારો થતા લોકરોષ ભભૂકી ઉઠયો છે.
વિગત અનુસાર ચોમાસાની વિદાય બાદ શહેરભરમાં ભૂગર્ભ ગટર તેમજ પાણીની પાઇપ લાઇન માટે કરેલ ખોદાણને લીધે ઉબડ-ખાબડ તેમજ મસમોટા ખાડાઓ પડી જતા તેની મરામર માટે પાલિકાએ શહેરભરમાં રોડ વચ્‍ચે મોરમ (ટાશ)ના ઢગલા કરી દીધા પરંતુ આવા ઢગલાઓ ફોળવામાં ન આવતા લોકોની મુસીબતમાં વધારો થયો છે.
શહેરનાં અમુક વિસ્‍તારોમાં તો એક માસ પૂર્વે કરેલા ઢગલાઓ આજેપણ ફોળ્‍યા વગર જેમના તેમ પડયા છે. એકબાજુ ખાડાઓ અને રોડ વચ્‍ચેના ઢગલાઓની લોકોની હાલત ઉલમાંથી ચૂલમાં પડયા જેવી થઇ છે. પાલિકાની આવી ઘોર બેદરકારીથી પ્રજા પરેશાન થઇ રહી છે ત્‍યારે તંત્રએ આળસ ખંખેરી આવા ઢગલાઓ ફોળી પ્રજાના પૈસાનો સદ્‌ઉપયોગ થાય તેવી માંગણી ઉઠી છે.


અમરેલીમાં મંજુરી વગર મકાન ભાડે આપનાર વિરૂઘ્‍ધ કાનુની કાર્યવાહી

અમરેલી, તા.1
પોલીસ અધિક્ષકની સૂચના તથા માર્ગદર્શન હેઠળ અમરેલી એસ.ઓ.જી. પો.સ.ઈ. વી.જી.ભરવાડ તથા સ્‍ટાફના હેડ કોન્‍સ.પ્રભાતભાઈગરૈયા, પ્રકાશભાઈ જોષી, પો.કોન્‍સ. હરેશભાઈ વાણીયા, ગૌરવભાઈ પંડયા, તથા ડ્રા.હેડ કોન્‍સ.જે.પી.કોચરા વિગેરે સ્‍ટાફના માણસોએ ચક્કરગઢ રોડ, રોકડીયાપરા, અમરેલી તાલુકા પો.સ્‍ટે. વિસ્‍તારમાં પરપ્રાંતીય મકાન ભાડુઆતોનું ચેકીંગ હાથ ધરતા મકાન માલીક શામજીભાઈ રવજીભાઈ મારૂ, ઉ.વ.6પ, રહે. રોકડીયાપરા, અમરેલી વાળાને પોતાના કબ્‍જા ભોગવટાવાળા મકાનમાં પરપ્રાંતિય ઈસમને ભાડુઆત તરીકે રાખેલ હોય અને તે અંગે નજીકના પો.સ્‍ટે.માં કોઈ માહિતી આપેલ નહી હોય કે ભાડેથી રહેનાર પરપ્રાંતિય ઈસમને ભાડુઆત તરીકે રાખેલ હોય અને તે અંગે નજીકના પો.સ્‍ટે.માં કોઈ માહિતી આપેલ નહી હોય કે ભાડેથી રહેનાર પરપ્રાંતિય ઈસમના કોઈ આધાર પુરાવા રાખેલ નહી જે તમામ મકાન માલિકોએ અધિક જિલ્‍લા મેજી. અમરેલીનાં જાહેરનામાનો ભંગ કરી ભારતીય ફોજદારી ધારા-1860 ની કલમ – 188 મુજબ ગુન્‍હો કરેલ હોય, તેમના વિરૂઘ્‍ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અમરેલી પો.સ્‍ટે.માં ફરીયાદ આપેલ છે. અને આ ગુન્‍હાના કામે ધોરણસર ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. અને આગળની તપાસ અમરેલી તાલુકા પો.સ્‍ટે.ને સોંપેલ છે.


અમરેલીનાં ગિરધરભાઇ સંગ્રહાલયમાં આજે ગાંધી જયંતિ નિમીત્તે ગાંધીજીનાં અસ્‍થિ કુંભના દર્શન કરી શકાશે

અમરેલી, તા.1
શ્રીગિરધરભાઇ સંગ્રહાલય-બાલભવન અને જિલ્‍લા લોક વિજ્ઞાન કેન્‍દ્ર, અમરેલી સ્‍થિત પૂ. મહાત્‍મા ગાંધીજીનો અસ્‍થિ કુંભ ડો. હરિપ્રસાદભાઇ ભટ્ટ કે, જેઓ આઝાદ ભારતના પ્રથમ ચૂંટણીના અમરેલીના ધારાસભ્‍ય ચૂંટાયા હતા. ધારાસભ્‍ય તરીકેના શપથ વિધી વખતે ડો. હરિપ્રસાદજીને હૃદયહુમલો આવતા મુંબઇ વિધાનસભા ગૃહમાજ ઢળી પડયા હતા, મુંબઇ રાજયના નાણાપ્રધાન તરીકે શપથ લઇ રહેલા મોરારજીભાઇ દેસાઇ (ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન) દોડીને ડોકટર પાસે આવેલા, ડોકટરને રાજઘાટ સમિતિ, નવી-દિલ્‍હી દ્વારા પૂ.ગાંધીજીનો અસ્‍થિ કુંભ પ્રદાન થયેલ. વર્ષ 19પપમાં મ્‍યુઝિયમની સ્‍થાપના વેળાએ રાજરત્‍ન પ્રતાપરાય મહેતાની વિનંતીથી સુમિત્રાબેન ભટ્ટે શ્રી ગિરધરભાઇ સંગ્રહાલયને અસ્‍થિ કુંભ ભેટ આપેલ.
રજી ઓકટોબરના રોજ ગાંધી જયંતિ (આંતરરાષ્‍ટ્રીય અહિંસા દિન) નિમીત્તે શ્રી ગિરધરભાઇ સંગ્રહાલય ખાતે આ અસ્‍થિ કુંભ સૌ નગરજનો તેમજ ગાંધી વિચારધારા સાથે જોડાયેલા તમામ લોકો, શાળાના બાળકો તેમજ સર્વે માટે સવારના 9:00 થી 1રઃ00 દરમ્‍યાન પૂ.ગાંધીજીના અસ્‍થિ કુંભ દર્શનાર્થે રાખવામાં આવેલ છે. સૌ-કોઇને આ અપ્રતિમ-અલભ્‍ય લાભ લેવા તેમજ દરેક શાળાઓને પણ વિનંતી છે, કે શાળાના વિદ્યાર્થીઓને પૂ. ગાંધી જયંતિ નિમીત્તે આ સંસ્‍થાની મુલાકાતે પધારવા અનુરોધ કરવામાં આવેછે.
સંસ્‍થાના મુખ્‍ય ટ્રસ્‍ટી જવાહરભાઇ મહેતા, ચેરમેન હેમેન્‍દ્રભાઇ મહેતા, મનુભાઈ મહેતા, પી.કે. લહેરી, નિલેશભાઇ પારેખ, મોટાભાઇ સંવટ, નારણભાઇ ડોબરીયા, સાજીદખાન પઠાણ, ડાયરેકટર નિલેશ કે. પાઠક, ડેપ્‍યુ. ડાયરેકટર દિનેશભાઇ ત્રિવેદી, ચેતનભાઈ પાઠક, પંકજભાઈ લશ્‍કરી, અરૂણભાઇ પાનસુરીયા દ્વારા જાહેર જનતાને અલભ્‍ય લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.


ગરીબ કલ્‍યાણ મેળાનાં કારણે જ ગરીબો પરેશાન

સાવરકુંડલા તાલુકા પંચાયતની કારોબારી સમિતિનાં ચેરમેન સાટીયાનો આક્ષેપ
અમરેલી, તા. 1
અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા ર દિવસમાં અમરેલી અને સાવરકુંડલા ખાતે ગરીબ કલ્‍યાણ મેળાનું આયોજન થયું તે અંગે સાવરકુંડલા તાલુકા પંચાયતની કારોબારી સમિતિનાં ચેરમેન ભરતભાઈ સાટીયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
તેઓએ જણાવેલ છે કે, મેળાઓ અને ઉતસવોમાં રચીપચી રહેતી ભાજપ સરકાર ગરીબ કલ્‍યાણ મેળા ઘ્‍વારા જે સહાય કરે છે તે સહાય કોંગ્રેસ સરકાર પણ કરતી હતી. પરંતુ ગરીબોનાં સ્‍વમાનને ઘ્‍યાને રાખીને બંધબારણે જ સહાય કરાતી હતી. જયારે ભાજપ સરકાર આજે ગરીબોને જાહેર મંચ પર બોલાવીને તેના ફોટોગ્રાફ, વિડીયોગ્રાફી કરીને સહાય ચુકવતી હોય ગરીબોનું આત્‍મ સન્‍માન ઘવાઈ રહૃાું હોય છતાં પણ ભાજપ સરકારને તેની પબ્‍લીસીટી ગરીબોનાં આત્‍મ સન્‍માન કરતાં વધારે વ્‍હાલી લાગી રહી છે.
વધુમાં જણાવેલ છે કે, ગરીબ કલ્‍યાણ મેળામાં જે રકમની સાધન સહાય કરવામાં આવે છે તેના કરતાં તો મેળાનાં આયોજનમાં વધારે ખર્ચ થઈ રહૃાો છે. કર્મચારીઓ, અધિકારીઓ, ગરીબોને લઈ આવવા એસ.ટી. મંડપ વિગેરે ખર્ચ બિનજરૂરી થઈ રહૃાો છે. છતાં પણ ભાજપ સરકાર પાસે વિચાર કરવાનો સમય નથી તેમ અંતમાં જણાવેલ છે.


તા.પ ઓકટો. સુધી ગાજવીજ સાથે હળવાથી મઘ્‍યમ વરસાદની આગાહી

અમરેલી, તા.1
હવામાન ખાતાની આગાહી અનુસાર નવરાત્રિના દિવસો દરમિયાન ખાસ કરીને તા.3 થી તા.પ ઓકટોબર-ર016 સુધીમાં ગુજરાત તથા સૌરાષ્‍ટ્રમાં ગાજવીજ સાથે હળવાથી મઘ્‍યમ અને નહિવત સ્‍થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે. યોજાનાર નવરાત્રિના સ્‍થળોએ ભેજવાળા વાતાવરણને લીધે શોટ- સર્કિટથી આગ, અકસ્‍માત કે લોકોની ભીડમાં ભાગદોડ કે અન્‍ય કોઇ કારણોસર અકસ્‍માત ન બને તે માટે જરૂરી તકેદારીના પગલા લેવા આયોજકો તથા સંબંધિતોને કલેકટર, અમરેલીની એક યાદીમાં અપીલ કરીછે.


શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની કામગીરી લેવાનું બંધ કરાવો

અમરેલી, તા. 1
ગુજરાત સરકાર ઘ્‍વારા શિક્ષણ સંસ્‍થામાં ફરજ બજાવતાં શિક્ષકો પાસે શિક્ષણ સિવાયની અન્‍ય સેવાઓ જેવી કે, ડીઝાસ્‍ટર, વસતી ગણતરી, મતદારયાદી તૈયાર કરવી તેમજ અન્‍ય કામગીરી સોંપવા સામે રાજયના અખિલ ગુજરાત શાળા સંચાલક મહામંડળ અને ખાનગી પ્રાથમિક શાળા સંચાલક મંડળ ઘ્‍વારા ગુજરાત હાઈકોર્ટમાં રીટ દાખલ કરી શિક્ષણ સિવાયની કોઈપણ પ્રકારની કામગીરી નહી સોંપવા દાદા માંગેલ છે. ફકત ચૂંટણી સમયે મતદાન મથક અંગેની કામગીરી કરવા શિક્ષકોની સેવાઓ લેવા સંમતિ દર્શાવેલ છે. ગુજરાત રાજયમાં ચાલુ શૈક્ષણિક સત્ર દરમિયાન પ્રવેશોત્‍સવ, કલા ઉત્‍સવ, સ્‍વચ્‍છતા અને સમરસતા કાર્યક્રમ, ખેલ મહાકુંભ જેવા અનેક કાર્યક્રમો જાહેર કરી બાળકોના શિક્ષણના ભોગેશિક્ષણ સિવાયની જે કામગીરી લેવામાં આવે છે તથા સરકાર ઘ્‍વારા અનેક પ્રકારની માહિતી જે ઉપલી કચેરીઓમાં ઉપલબ્‍ધ હોવા છતાં વારંવાર માંગવામાં આવે છે. જયાં કારકુન ન હોય તથા આચાર્યની પણ જગ્‍યા ખાલી હોય ત્‍યારે શિક્ષકોને આ કામગીરી કરવી પડે છે. આ બાબતે રાજય શાળા સંચાલક મહામંડળના મહામંત્રી કનુભાઈ સોરઠીયાએ ઉપરોકત વિગતો અંગે આક્રોશ વ્‍યકત કરી સરકારી નીતિની આકરી ઝાટકપી કાઢેલ છે.


અમરેલીમાં પીજીવીસીએલ દ્વારા યોજાયેલ કાર્ય શિબિરનો કલેકટર રાણાનાં હસ્‍તે પ્રારંભ થયો

અમરેલી, તા. 1
અમરેલી પી.જી.વી. સી.એલ.ની વર્તુળ કચેરી દ્વારા તેમના કાર્યક્ષેત્રના મહિલા કર્મચારીઓ અને અધિકારીઓ માટે ‘તનાવ મૂક્‍ત કાર્ય પઘ્‍ધતિ અને મહિલા સશક્‍તિતકરણના સંદર્ભમાં એક કાર્યશિબિર સંપન્ન થઇ હતી.
જિલ્‍લા કલેકટર દિલીપકુમાર રાણાએ જણાવ્‍યું હતું કે, રાજય સરકાર દ્વારા મહિલા સશક્‍તિતકરણ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. તે સંદર્ભમાં છેવાડાના માનવી સુધી તેનો લાભ આપવા આપણે સૌએ કટીબઘ્‍ધ થવું જરૂરી છે. તેમણે આ શિબિરના સંદર્ભે જણાવ્‍યું હતું કે, મહિલા કર્મચારીઓ અને મહિલા અધિકારીઓ તેમના ઘરની જવાબદારીની સાથે તેમજ ફરજ પણ બજાવે છે ત્‍યારે માર્ગદર્શન શિબિર ખુબજ ઉપયોગી પુરવાર થશે.
રાણાએએચ.ઓ.એફ. એટલે કે હેલ્‍થ, ઓફિસ અને ફેમીલી એમ ત્રણે બાબતોને લક્ષમાં રાખી મહિલાઓ તેમની ફરજો તનાવમૂક્‍તત રીતે કરે તે ખુબજ આવશ્‍યક છે. તેમણે જિલ્‍લા વહિવટી તંત્ર દ્વારા આ નવરાત્રી મહોત્‍સવ અત્રેની સુખનિવાસ કોલોની ખાતે ઉજવનાર નવરાત્રીમાં સૌ બહેનોને ભાગ લેવા નિમંત્રણ પાઠવાયું છે.
પ્રજાપિતા બ્રહ્મા કુમારીઝના અમરેલી સેન્‍ટરના સહયોગ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં જૂનાગઢ સેન્‍ટરના હિનાબેને નારી સશક્‍તિતકરણમાં ઉપયોગી એવી અનેક બાબતો સહિત જીવનમાં અસુરક્ષા, નિરાશા, હતાશા જેવી બાબતોથી મુક્‍તત રહેવાના ઉપાયો અને બ્રહ્માકુમારીઝ સેન્‍ટરના મેડીટેશન કાર્ય પઘ્‍ધતિઓ બાબતે વિશેષ માર્ગદર્શન પુરૂ પાડયું હતું.
અધિક્ષક ઇજનેર આજુકીયાએ મહિલા કર્મચારીઓ અને મહિલા અધિકારીઓ જયારે કટુંબ પરિવાર સહિતની બેવડી જવાબદારીઓ વહન કરતા હોય છે ત્‍યારે તેઓ તનાવમુક્‍તત રહી તેમની ફરજો અદા કરી શકે તે માટે વિશિષ્ઠ જ્ઞાન સ્‍વરૂપે આવા કાર્યક્રમ યોજવામાં આવે છે. રાજય સરકાર પણ આ દિશામાં સતત પ્રયત્‍નશીલ હોવાનું તેમણે ઉમેર્યુ હતું.
કાર્યક્રમના પ્રારંભમાં કાર્યપાલક ઇજનેર પરિખે સૌને આવકારી બાંસુરી પર સુંદર સુરો રેલાવી ભક્‍તિતગીત રજૂ કર્યુ હતું.
કાર્યક્રમમાં અમરેલી પ્રજાપિત બ્રહ્માકુમાર સેન્‍ટરના મુખ્‍ય સંચાલિકા ગીતાબેન તેમજ કિંજલબેનઉપસ્‍થિત રહ્યા હતા. આ તકે નાયબ માહિતી નિયામક બી.એસ. બસીયા અને અન્‍ય અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રિતિબેને કર્યુ હતું.