Main Menu

October, 2016

 

શોક : બાબાપુરનાં કેળવણીકાર હસુમતીબેન ગુણવંતભાઈ પુરોહિતનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો

અમરેલી, તા.ર8
અમરેલી નજીક આવેલ બાબાપુર ગામનાં સ્‍વાતંત્ર્ય સેનાની ગુણવંતભાઈપુરોહિતનાં ધર્મપત્‍ની અને જાણીતા કેળવણીકાર હસુમતીબેન પુરોહિતનું ગઈકાલે નિધન થયા બાદ આજે સવારે તેમનો દેહ પંચ મહાભૂતમાં વિલીન થયો ત્‍યારે, સમગ્ર વાતાવરણ શોકમય બન્‍યું હતું.
આ તકે ભદ્રાયુભાઈ વચ્‍છરાજાની, ડો. વસંતભાઈ પરીખ, પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણી, ધારાસભ્‍ય પરેશ ધાનાણી, નારણભાઈ ડોબરીયા, શરદ લાખાણી, અશ્‍વિન સાવલીયા, જીવરાજભાઈ વાગડીયા, મુળશંકરભાઈ તેરૈયા, નાનજીભાઈ નાકરાણી, પ્રાગજીભાઈ હિરપરા, નારણભાઈ ભંડેરી, મોટાભાઈ સંવટ, મુકુંદભાઈ મહેતા સહિતના રાજકીય, સામાજિક અને શિક્ષણ જગતના આગેવાનો અને ગામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.
અગ્નિદાહ નિખીલભાઈ પુરોહિત દ્વારા આપવામાં આવેલ.

Source: Amreli Express


અમરેલીમાં લાયોનેસ કલબ દ્વારા બાળકોને મીઠાઈ વિતરણ

લાયોનેસ કલબ ઓફ અમરેલી (મેઈન) દ્વારા આંગણવાડીના બાળકોને દિપાવલીના તહેવાર નિમિતે મીઠાઈ, નાસ્‍તો, બુકસ અને રમકડાનું વિતરણનો કાર્યક્રમ યોજાયો. તા.રર/10ને શનિવારના રોજ હનુમાનપરા રોડ, ફાટક પાસે આવેલ આંગણવાડીમાં બાળકોને મીઠાઈ, નાસ્‍તો તથા બાળકોને ઉપયોગી બુકસ અને કલેકશન કરેલ રમકડાંના વિતરણ કાર્યક્રમનું આયોજન લાયોનેસ કલબ ઓફ અમરેલી મેઈનના પ્રેસિડેન્‍ટ વર્ષાબેન પરીખે કર્યું હતું. આ કાર્યક્રમમાં મીઠાઈ, નાસ્‍તાના સ્‍પોન્‍સર હરીઓમ ડેરીનાં પ્રો. હરીભાઈ બાંભરોલીયા તરફથી 17 બાળકોને આપવામાં આવેલ. સાથે ઘરે બનાવેલ સ્‍પ્રાઉડ મગ વર્ષાબેન પરીખ તરફથી અને રમકડા, બુકસ કલેકશન લાયોનેસ મેમ્‍બર ભાવનાબેન મોરબીયા અને વર્ષાબેન તરફથી આપવામાં આવેલ. પ્રથમ આંગણવાડીના મનિષાબેન પટેલે અમારૂ સ્‍વાગત કરેલ. ત્‍યારબાદ બાળકોને પ્રાર્થના બોલાવેલ. ત્‍યારબાદ વર્ષાબેને પ્રાસંગિક પ્રવચન કરેલ અને સાથેભારતીબેન ગોરખીયાએ પણ બાળકો માટે જાગૃતિ, સ્‍વચ્‍છતા અંગે વાત કરી ત્‍યારબાદ મનિષાબેન પટેલે આંગણવાડીમાં લાભાર્થી અંગે બહેનો માટેની વિવિધલક્ષી યોજના, ઘણી સગર્ભા, કિશોરી અંગે વાત કરી સાથે બાળકોને સ્‍વચ્‍છતાના નિયમો, નાસ્‍તાના નિયમો, ફ્રુટ, સુખડી, અનાજ વગેરે આપે છે અને મહિનામાં બે વાર ચેકીંગ કરી રિપોર્ટ મોકલવામાં આવે છે વગેરે જણાવેલ. બાળકો સાથે ગોષ્ઠિ કરી બાળકોને મીઠાઈ, નાસ્‍તો આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં લાયોનેસ મેમ્‍બર અને સાથે બગસરા મહિલા કલ્‍યાણ મંડળના ભારતીબેન ગોરખીયાએ પણ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. ત્‍યારબાદ વૈશાલીબેન રાવળે આભારવિધિ કરી હતી.

Source: Amreli Express


ચમારડી ગામે ‘અમરેલી એકસપ્રેસ’નું રસપુર્વક વાંચન કરતા લાલજીભાઈ અસલાલીયા

બાબરા, તા.ર7
બાબરા તાલુકાના ચમારડી ગામે 07 નવેમ્‍બરથી અગ્રણી ઉદ્યોગપતિ લાલજીભાઈ જીવરાજભાઈ અસલાલીયા પરિવાર દ્વારા પિત્રુ કલ્‍યાણ અર્થે શ્રીમદ ભાગવત સપ્‍તાહનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. જેની તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. ચમારડી ગામે શરમાળીયાપરામાં શ્રીમદ ભાગવત સપ્‍તાહ યોજાશે ત્‍યારે કથા સ્‍થળ ઉપર અગ્રણી ઉદ્યોગપતિ લાલજીભાઈ વસ્‍તરપરા જિલ્‍લાનું લોકપ્રિય દૈનિક ‘‘અમરેલી એકસપ્રેસ” રસપુર્વક વાંચન કરી હાર્દિકશુભકામના પાઠવી હતી.

Source: Amreli Express


સાવરકુંડલા સુન્‍ની મુસ્‍લિમ જમાતનાં પ્રમુખનાં નિકાહમાં આગેવાનો ઉપસ્‍થિત રહૃાા

સાવરકુંડલા સુન્‍ની મુસ્‍લિમ જમાતનાં પ્રમુખ ઈરફાન કુરેશીના નિકાહમાં સૂફીસંત અલ્‍હાઝ સરકાર સૈયદ દાદાબાપુ કાદરીના નિગાહે કરમથી નિકાહમાં કોંગ્રેસ-ભાજપના અગ્રણીઓ ખાસ ઉપસ્‍થિત રહયા હતા. જેમાં અમરેલીના ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણી, પૂર્વ સાંસદ નવિનચંદ્ર રવાણીના જયેષ્ઠ પુત્ર અને હાલ સાવરકુંડલા શહેરમાં પાલિકા, યાર્ડ, તાલુકા પંચાયત, જિલ્‍લા પંચાયત બાદ નાગરિક બેંકમાં જવલંત સફળતાના સારથી ચંદ્રેશભાઈ રવાણી, શહેર કોંગ્રેસના પ્રમુખ અને પાલિકાના રાહબર કારોબારી ચેરમેન હસુભાઈ સૂચક, બ્રહ્મસમાજના યુવા અગ્રણી અને ભાજપના યુવા નેતા એવા નાગરિક બેંકનાં ચેરમેન પરાગભાઈ ત્રિવેદી, સેવાની જયોત જગાવી ગરીબોના બેલીની છાપ ધરાવતા નાગરિક બેંકના એમ.ડી. હિતેષ સરૈયા, પાલિકાના ઉપપ્રમુખ અને સાવરકુંડલા સુન્‍ની મુસ્‍લિમ જમાતના કાર્યશીલ ઉપપ્રમુખ નાશીર ચૌહાણ, જિલ્‍લા ડાયમંડ સેલના પ્રમુખ અને સખીદાતા એવા ઘનશ્‍યામભાઈ ડોબરીયા, અમરેલી જિલ્‍લા ભાજપના પૂર્વ મહામંત્રી શરદભાઈ પંડયા, પાલિકાના કર્મિષ્ઠ સદસ્‍ય હસુભાઈ બગડા, અશોકભાઈ ખુમાણ, મહેશભાઈ સુદાણી, પાટીદાર યુવા અગ્રણી કરશનભાઈ ડોબરીયા, રાજુભાઈ ઓપેરા, વરૂણ કુંભાણી, વેપારી અગ્રણી અશ્‍વિનભાઈ,સાગર મશીનરી સાથે મુસ્‍લિમ સમાજનો અડધી રાતનો હોંકારો ગણાતા ઉસ્‍માનખાન પઠાણ (ઓસાભાઈ) સહિતના આગેવાનો સુન્‍ની મુસ્‍લિમ જમાતના પ્રમુખ ઈરફાન કુરેશીના નિકાહ પ્રસંગે હાજર રહયા હતા અને અગ્રણીઓએ સૂફીસંત સરકાર દાદાબાપુ કાદરીના આશિર્વચનો લીધા હતા.

Source: Amreli Express


મહેમાનોને સત્‍કારવા મીઠાઈ ફરસાણનો થાળ તૈયાર

અમરેલી, તા. ર7
દિવાળીના તહેવારો શરૂ થવા પામેલા છે. ત્‍યારે નવા વર્ષમાં મહેમાનોને સત્‍કારવા માટે શહેરના દરેક ઘરમાં અનેરો થનગનાટ જોવા મળી રભે છે. ત્‍યારે મહેમાનોનાં સ્‍વાગત માટે અમરેલીનાં ફરસાણ-મીઠાઈના વેપારીઓએ પણ અવનવી વેરાયટીઓ તૈયાર કરી અને બજારમાં મુકી છે. ત્‍યારે શાક માર્કેટમાં આવેલ ક્રિષ્‍ના ખમણ વાળા વેપારીએ દુકાનને ચેવડા મીઠાઈથી શણગારેલ તસ્‍વીરમાં નજરે પડે છે.

Source: Amreli Express


બાબાપુરનાં વતની અને સ્‍વાતંત્ર્ય સેનાની ગુણવંતભાઈ પુરોહિતનાં ધર્મપત્‍નિ હસુમતીબેન પુરોહિતનો દેહાંત

અમરેલી, તા.ર7
અમરેલી જિલ્‍લાનાં વયોવૃઘ્‍ધ સ્‍વાતંત્ર્ય સેનાની પ્રખર કેળવણીકાર ગુણવંતભાઈ પુરોહિતનાં ધર્મપત્‍નિ શ્રીમતિ હસુમતીબેન પુરોહિતનું આજે સાંજે નિધન થયુ છે.
સદ્ગતની અંત્‍યેષ્ઠિ આવતીકાલ શુક્રવારે સવારે 9 કલાકે બાબાપુર ખાતે રાખેલ છે. તેમનું બેસણું તા.ર9/10/16ને શનિવાર સવાર 10 કલાકથી સાંજના 4 સુધી બાબાપુર ખાતે રાખવામાં આવેલ છે.

Source: Amreli Express


હુમલો : સાવરકુંડલાનાં પીઠવડીમાં વૃદ્ધ પર સિંહે હુમલો કરતાં સમગ્ર પંથકમાં ફેલાયો ફફડાટ

અમરેલી, તા.ર7
ગીરકાંઠાનાં અમરેલી જિલ્‍લાનાં સાવરકુંડલા તાલુકાનાં પીઠવડી ગામે ગઈકાલે સમી સાંજે એક વૃઘ્‍ધ પોતાના ઘરની બહાર શૌચક્રિયા કરવા માટે ગયેલા ત્‍યારે અંધારામાં અચાનક ત્રણ સિંહે આવી આ વૃઘ્‍ધ ઉપર હુમલો કરતાં વૃઘ્‍ધની રાડારાડથી તેમના પરિવારજનો આવી જતાં અને હાકલા પડકારા કરતા સિંહ જંગલ તરફ અંધારામાં નાશી ગયા હતા. જયારે આ સિંહના હુમલામાં ઘવાયેલા વૃઘ્‍ધને પ્રથમ સાવરકુંડલા અને વધુ સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવેલ છે.
આ બનાવમાં પ્રાપ્‍ત વિગતો અનુસાર સાવરકુંડલા તાલુકાનાં પીઠવડી ગામે રહેતા અને મજૂરી કામ કરી પેટીયું રળતાં ખીમાભાઈ ભાયાભાઈ ઝાપડીયા નામના 60 વર્ષીય વૃઘ્‍ધ ગઈકાલે સાંજના 8 વાગ્‍યાનાં સમયે વાળું-પાણી કરી અને પોતાના ઘરે પોતાના પરિવાર સાથે બેઠા હતા ત્‍યારે તેઓ શૌચક્રિયા કરવા માટે પોતાના ઘરની બહાર જતાં અચાનક જ એક વિકરાળ સિંહે બીલ્‍લી પગે પાછળથી આવી અને તેમની ઉપર હુમલો કરીદેતાં ખીમાભાઈએ રાડારાડ કરતાં તેમનો પરિવાર તથા આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા અને હાકલા પડકારા કરતાં ત્રણેય સિંહ આ ખીમાભાઈને છોડી અંધારામાં જંગલ તરફ નાશી ગયા હતા.
સિંહનાં હુમલામાં ઘવાયેલા વૃઘ્‍ધને પ્રથમ સાવરકુંડલા અને વધુ સારવાર માટે અમરેલી સરકારી દવાખાને ખસેડવામાં આવેલ છે. જો કે ગઈકાલે સાંજના સમયે આ ત્રણેય સિંહોએ એક ગાય ઉપર પણ હુમલો કરી તેનું મારણ કર્યું હતું.
જો કે બિન સતાવાર રીતે મળતા અહેવાલ મુજબ પીઠવડી ગામે સિંહ હુમલામાં ત્રણ વ્‍યકિત ઘવાયાનું જાણવા મળેલ છે.
અત્રે ઉલ્‍લેખનીય છે કે અમરેલી જિલ્‍લામાં અવાર-નવાર વન્‍ય પ્રાણીઓ દ્વારા માનવ જિંદગી ઉપર હુમલાના બનાવો વધી રહયા છે. ત્‍યારે વન વિભાગે જરૂરી પગલા ભરવા માંગ ઉભી થવા પામી છે.

Source: Amreli Express


બાબાપુરનાં વતની અને પ્રખર કેળવણીકાર હસુમતીબેનનાં નિધનથી ન પુરી શકાય તેવી ખોટ

અમરેલી, તા. ર7
અમરેલીનાં બાબાપુર ગામે વર્ષોથી શિક્ષણની જયોત શરૂ રાખનાર અને હજારો યુવકો અને યુવતિઓનું જીવન ઘડતર કરનાર હસુમતીબેન પુરોહિતનાં નિધનથી અમરેલી જિલ્‍લાને ન પુરી શકાય તેવી ખોટ પડી છે. તેમ એકશોકાંજલિ સંદેશમાં અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણીએ જણાવેલ છે.
તેઓએ શોકાંજલિ સંદેશમાં જણાવેલ છેકે હસુમતીબેન પુરોહિતે જિલ્‍લામાં શિક્ષણ ક્ષેત્રે અજોડ કાર્ય કર્યુ છે. તેઓનાં નિધનથી શિક્ષણ ક્ષેત્રને જબરૂ નૂકશાન થયુ છે. તેઓનાં પવિત્ર આત્‍માને પરમકૃપાળુ પરમાત્‍મા શાંતિ અર્પે એવી પ્રાર્થના અંતમાં કરી છે.

Source: Amreli Express


હસુમતીબેન પુરોહિતનાં નિધનથી જિલ્‍લાએ પ્રખર કેળવણીકાર ગુમાવ્‍યા

અમરેલી, તા. ર7
બાબાપુરનાં સ્‍વાતંત્ર્ય સેનાની ગુણવંતભાઈ પુરોહિતનાં ધર્મપત્‍નિ હસુમતીબેન પુરોહિતનું આજે નિધન થતાં સમગ્ર જિલ્‍લામાં શોકનું વાતાવરણ ઉભુ થયુ છે.
અમરેલી જિલ્‍લા બેન્‍કનાં ચેરમેન અને પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણીએ શોકાંજલિ અર્પતાં સંદેશમાં જણાવેલ છેકે હસુમતીબેનનાં નિધનથી અમરેલી જિલ્‍લાએ પ્રખર કેળવણીકાર ગુમાવ્‍યા છે. અને અમરેલી જિલ્‍લાનું શિક્ષણક્ષેત્ર રાંક બન્‍યુ છે. પરમકૃપાળુ પરમાત્‍મા તેમના આત્‍માને ચિર શાંતિ અર્પે એવી પ્રાર્થના અંતમાં કરેલ છે.

Source: Amreli Express


જાફરાબાદની સિન્‍ટેક્ષ કંપની ગેરરીતિની પર્યાપ્‍ત બની

અમરેલી, તા. ર7
જાફરાબાદનાં લુણસાપુર ગામે કાર્યરત સિન્‍ટેક્ષ કંપની પ્રારંભથી જ વિવાદનું કેન્‍દ્ર બની હોય જિલ્‍લાનાં સત્તાધીશોએ કોઈપણની શેહશરમ રાખ્‍યા વગર કંપનીનાં સંચાલકોને રૂકજાવનો આદેશ કરવો જોઈએતેવી માંગ દરિયાકાંઠા વિસ્‍તારમાંથી ઉભી થવા પામી છે.
સિન્‍ટેક્ષ કંપનીએ હેતુફેર જમીન કર્યા વગર જ સ્‍પીનીંગ મિલ શરૂ કરી દીધી છે. કંપનીએ સરકારી પડતર જમીન, તળાવો અને માર્ગો પર વ્‍યાપક દબાણ કર્યાની ફરિયાદ ઉભી થઈ છે.
તદઉપરાંત એક વર્ષ પહેલા ભરતીનું નાટક કરીને હજારો બેરોજગાર યુવાનો સાથે છેતરપીંડી અને વિશ્‍વાસઘાત કર્યા બાદ અધુરામાં પુરૂ હોય તેમ ગઈકાલે ર હજાર ટન જેટલી રેતીનો જથ્‍થો નાયબ કલેકટરે ઝડપી લેતા ભારે ચકચાર મચી ગઈ છે.
દરિયાકાંઠે વિકાસ કરવાનાં નામે શરૂ થયેલ આ કંપનીનાં સંચાલકો દિગ્‍ગજ નેતાઓની મીઠ્ઠીનજર તળે નીતિ-નિયમોનો ઉલાળીયો કરી રહૃાા હોય આ બાબત ભાજપ સરકાર માટે શરમજનક બનવી જોઈએ.
કંપનીનાં સંચાલકો ઉદ્યોગપતિઓ છે કે માફીયાઓ તે સમજી શકાતું ન હોય કલેકટરે કંપનીની તમામ ગેરરીતિ સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉભી થઈ રહી છે.

Source: Amreli Express