Main Menu

September, 2016

 

અમરેલીની મૂકબધિર શાળામાં 70માંઆઝાદી દિનની અનેરી ઉજવણી કરાઈ

અમરેલી, તા.18
1પમી ઓગષ્‍ટ-16ની આઝાદીની અમરેલી મુકામે શ્રીમતિ તાપીબેન મોહનલાલ રૂગનાથ મહેતાની બહેરા મૂંગા બાળકોની શાળામાં આઝાદીની અનોખી ઉજવણી કરવામાં આવેલ. તમામ મૂકબધીર બાળકો તથા બાળકીઓને રાષ્‍ટ્રઘ્‍વજ આપીને રાષ્‍ટ્રવાદની જયોતને સદા પ્રજવલિત રાખવાનો આ કાર્યક્રમ એડવોકેટ અને યુવા ભાજપના મંત્રી હિતેષ એમ. સોલંકી અને તેમના મિત્રો તથા શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવેલ.
પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા રાષ્‍ટ્રનો જે વિકાસ થઈ રહયો છે તેમાં યુવાનોએ પણ આગળ આવી સહભાગી થવું જોઈએ. આ ઉપરાંત ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે બિરાજમાન થયેલા વિજયભાઈ રૂપાણી દ્વારા વર્ગ-3ની ભરતીમાં 10 ટકા વેઈટીંગ લીસ્‍ટને ર0 ટકા કરવાનો પ્રથમ નિર્ણય યુવાનો માટે ખૂબ લાભદાયક બિરદાવવા યોગ્‍ય છે તેમ જણાવેલ છે.

અમરેલી-ચલાલા માર્ગ પર ટાવેરા વૃક્ષ સાથે અથડાતા 1 વ્‍યકિતનું મોત

અમરેલી, તા.18

લાઠી તાલુકાનાં ચાવંડ ગામે રહેતા રાકેશભાઈ રમેશચંદ્ર દવે તથા ડ્રાયર સહિતના લોકો આજે કોઈ રક્ષાબંધન કરવા માટે ચલાલા ગયા હતા અને સાંજના સમયે ચલાલાથી ચાવંડ જવા માટે ટાવેરા કાર નંબર જી.જે.18 એ.બી. 4339માં નીકળ્‍યા હતા. ત્‍યારે દેવરાજીયા ગામ નજીક પહોંચતા કાર ચાલકે કોઈ કારણોસર સ્‍ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતાં કાર રોડ સાઈડના ઝાડ સાથે અથડાય પડતાં કારમાં બેઠેલા રાકેશભાઈ રમેશભાઈ દવે (ઉ.વ.39)ને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્‍થળે મોત થયું હતું. જયારે આ કારમાં બેઠેલા જયોતિબેન રાજેશભાઈ, રાજવીબેન રાજેશભાઈ, કરીશ્‍માબેન રાજેશભાઈ, જીત રાજેશભાઈ તથા બાબરા ગામના ભાવનાબેન પ્રદિપભાઈ, ગાયત્રીબેન પ્રદિપભાઈ સહિત 7 લોકોને નાની- મોટી ઈજાઓ થતાં ઘવાયેલા તમામને સારવાર માટે અત્રેના સરકારી દવાખાને ખસેડવામાં આવેલ છે. આ બનાવની જાણ અમરેલી તાલુકા પોલીસને થતાંપી.એસ.આઈ. રામ ગોજીયા, સાર્દુળભાઈ ભુવા, મનીષભાઈ જોષી સહિતનો સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી જઈ ઘવાયેલાઓને સારવાર માટે દવાખાને ખસેડવાની વ્‍યવસ્‍થા કરી હતી.


લાઠીથી જેતપુર સુધી સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદની રેલયાત્રા યોજાઈ

લાઠી, તા.18

સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદનાં મહામંત્રી દિલશાદ શેખના જણાવ્‍યા અનુસાર સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદનાં પ્રમુખ દિનેશ વિઠલાણીની રાહબરી હેઠળ 70માં આઝાદીનાં પૂર્વ દિવસે ઢસા-જેતલસર બ્રોડગેઈજ મંજૂર થતાં સરકારના રેલ્‍વે મંત્રાલયનો ઋણ સ્‍વીકાર અંગે સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદના 70 કાર્યકરોએ ટ્રેઈનમાંલાઠીથી જેતલસર પ્રવાસ કરેલ.

લાઠી રેલ્‍વે સ્‍ટેશને સ્‍ટેશન માસ્‍તર તથા રેલ્‍વે ડ્રાઈવર અને કર્મચારીઓનું સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદના પ્રમુખ દિનેશ વિઠલાણી અને હોદેદારોએ શાલ ઓઢાડી તથા પુષ્‍પગુચ્‍છથી સન્‍માન કરેલ અને લાઠી રેલ્‍વે સ્‍ટેશને 70 આઝાદી દિન નિમિતે વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું.

આ રેલયાત્રામાં સૌ.વિ. પરિષદના અમરેલી જિલ્‍લા પ્રમુખ ભીખુભાઈ અગ્રાવત, મંત્રી મુકેશભાઈ જાની, શહેર પ્રમુખ રાજુભાઈ પંડયા, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી વિચાર મંચના પ્રમુખ મનિષભાઈ સિઘ્‍ધપરા, બીપીનભાઈ રૂપાલા, મહિલા કાર્યકર્તા રેખાબેન રાઠવા, ભાવનાબેન ગોંડલીયા, સપનાબેન પરમાર તથા અમરેલી તાલુકા પ્રમુખ કનુભાઈ અધેરા, યુવાપાંખ પ્રદેશ મંત્રી નારણભાઈ મકવાણા, કાર્યાલય મંત્રી રોહિતભાઈ મહેતા, લાઠી તાલુકાના પ્રમુખ વિઠલભાઈ રીઝીયા, દામનગરના પ્રમુખ હર્ષદભાઈ ઠાકર, ખોડાભાઈ, કુંકાવાવ તાલુકાના પ્રમુખ એડવોકેટ યોગેશભાઈ દવે તથા તેમની ટીમના સભ્‍યોએ ભાગ લીધેલો.

જેતપુર મુકામે રાજકોટથી યશવંત જનાણી, મેંદરડાથી કિરીટભાઈ દવે, જીમ્‍મી અડવાણી, હસુભાઈ કોટેચા જોડાયા હતા. જેતપુર રેલ્‍વે સ્‍ટેશને સૌ.વિ. પરિષદના મંત્રી ગુણવંતભાઈ ધોરડા, જેતપુર તાલુકા પ્રમુખ પ્રોફેસર રવજીભાઈ રોકડ અને તેમની ટીમે રેલયાત્રીઓનું ભવ્‍ય સ્‍વાગત કરેલહતું.

ઢોલ નગારા સાથે જેતપુરના પ્રબુઘ્‍ધ નાગરિકોએ જેતપુર સ્‍ટેશન પર ઋણ યાત્રા વ વિજય યાત્રીના સ્‍વાગત માટે સ્‍ટેશન પર આવેલ હરીજન બાળાઓએ કંકુ-ચોખાથી રેલયાત્રીનું સ્‍વાગત કરી પરિષદના પ્રમુખ અને અન્‍ય હોદેદારોને રક્ષાબંધન કરી શુભકામના પાઠવેલ. જેતપુર સ્‍ટેશન પર પરિષદના પદાધિકારીઓએ ભારત સરકારના પ્રતિનિધિ તરીકે જેતપુર સ્‍ટેશન માસ્‍તર તથા રેલ્‍વે કર્મચારીઓનું ફૂલહાર, શાલ ઓઢાડી સન્‍માન કરેલ. ગાંધી ચિંઘ્‍યા માર્ગે પરિષદની માગણીને મળેલ સફળતા બદલ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયેલ. જે અતિ આનંદના વાતાવરણમાં પૂર્ણ થયેલ.


અમરેલી જિલ્‍લામાં 4 સ્‍થળોનો રૂા. 10 કરોડનાં ખર્ચે વિકાસ કરાશે : રાજુ ધ્રુવ

અમરેલી, તા.18

રાજય સરકારના પવિત્ર વિકાસ બોર્ડના ચેરમેન રાજુભાઈ ધ્રુવે છેલ્‍લા બે દિવસથી અમરેલી જિલ્‍લાની મુલાકાતે આવેલ હતા. તેઓએ બપોરે અમરેલી ખાતે પત્રકાર પરિષદમાં માહિતી આપતાં જણાવ્‍યું હતું કે, અમરેલી જિલ્‍લાના 4 સ્‍થળોનો રૂા. 10 કરોડનાં ખર્ચે વિકાસ કરવામાં આવશે. અમરેલી જિલ્‍લાનાં ભૂરખીયા ખાતેના મંદિર, ભોજલધામ, ધારી નજીક આવેલ ખોડિયાર મંદિર તથા રાંદલના દડવા ગામે સારા માર્ગો, શૌચાલય, અત્‍યાધુનિક ધર્મશાળા જેવી રૂા. 10 કરોડના ખર્ચે સુવિધાઓ ઉભી કરાશે.

પત્રકાર પરિષદ દરમિયાન રાજુભાઈ ધ્રુવે જિલ્‍લાના અગ્રણી પત્રકારો પાસેથી અન્‍ય કેટલાંક        સ્‍થળોનો વિકાસ કરવા માટે માહિતી માંગતા પત્રકારોદ્વારા અમરેલીના કામનાથ મહાદેવ મંદિર પાસેની જગ્‍યા, જાફરાબાદના શિયાળબેટ ગામ વિગેરે સ્‍થળોની માહિતી પુરી પાડવામાં આવતા તેનો વિકાસ પણ ભવિષ્‍યમાં કરવામાં આવશે તેવી ખાત્રી આપી હતી.

આ પત્રકાર પરિષદમાં રાજુભાઈ ધ્રુવ, અધિક કલેકટર જે.કે. ઠેસીયા, નાયબ માહિતી નિયામક ભરતભાઈ બસીયા, જિલ્‍લા ભાજપના ઉપપ્રમુખ રિતેશ સોની, ભરતભાઈ વેકરીયા તથા પત્રકારો ઉપસ્‍થિત રહયા હતા.


અમરેલીમાં ભુદેવોએ આસ્‍થાભેર જનોઈ ધારણ કરી

અમરેલીમાં આજે ભુદેવોએ આસ્‍થા અને ઉત્‍સાહભેર સામુહિક રીતે જનોઈ ધારણ કરી હતી. અને શાસ્‍ત્રોકત વિધી અને મંત્રજાપ સાથે બ્રહ્મસમાજનાં અગ્રણી મુળશંકરભાઈ તેરૈયા સહિતનાં ભુદેવો આ કાર્યક્રમમાં જોડાયા હતા.


અમરેલીની ગર્લ્‍સ હાઈસ્‍કુલમાં દિલીપ સંઘાણીના હસ્‍તે થયું ઘ્‍વજવંદન

અમરેલી ખાતે શહેરની મઘ્‍યમાં આવેલ પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલીત ટી.પી.અને શ્રીમતિ એમ.ટી.ગાંધી સરકારી ગર્લ્‍સ હાઈસ્‍કુલ ખાતે સંસ્‍થાના પ્રમુખ અને રાષ્‍ટ્રિય સહકારી નેતા દિલીપભાઈ સંઘાણીના હસ્‍તે ઘ્‍વજ વંદન કરાયું હતું. 70 માં સ્‍વાતંત્ર્ય પર્વ નિમીતે પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલીત ચાર સંસ્‍થાઓ (1) ટી.પી.અને શ્રીમતિ એમ.ટી.ગાંધી ગર્લ્‍સ હાઈસ્‍કુલ, (ર) એમ.વી.પટેલ કન્‍યા છાત્રાલય, (3) બી.એમ.પટેલ ફીઝીયોથેરાપી કોલેજ અને (4) અનુદાનિત સરકારી પ્રાથમિક શાળાના સંયુકત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો. આ તકે સંસ્‍થાના ટ્રસ્‍ટી શરદભાઈ લાખાણી, ઉપ પ્રમુખ બાલુભાઈ તંતી, સંસ્‍થાના મંત્રીમેહુલભાઈ ધોરાજીયા, બાબુભાઈ હિરપરા, ભાવનાબેન ગોંડલીયા, વશરામભાઈ કોટડીયા, ધીરૂભાઈ ગઢીયા, રાજુભાઈ માંગરોળીયા, રામજીભાઈ કાપડીયા સહિતના મહાનુભાવોએ ઉપસ્‍થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્‍થાના નિયામક અરૂણબેન માલાણી, આચાર્ય રવિભાઈ પરમાર તેમજ સમગ્ર સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી તેવું ભાવનાબેન ગોંડલીયાની અખબારી યાદીમાં જણાવાયેલ છે.

બાબરા નજીક આવેલ ચમારડીનાં ખેતર માર્ગ પર થયેલ દબાણને દુર કરાવતા મામલતદાર ચિંતન વૈષ્‍ણવ

ચમારડી, તા. 16

બાબરા તાલુકાના ચમારડી ગામે ખેતરમાંજાહેર માર્ગ પર આર.સી.સી.ની દિવાલ બનાવી ખેડૂત દ્વારા જાહેર રસ્‍તો બંધ કરી દેવાતા આસપાસના ખેડૂતોએ આ બારાની રજુઆત બાબરા મામલતદારને કરવામાં આવી હતી. મામલતદાર ચિંતન વૈષ્‍ણવ દ્વારા સ્‍થળ તપાસ કરી દબાણ ગેરકાર્યદેસર ગણાતા તાત્‍કાલીક જી.સી.બી. બોલાવી તોડી પાડવામાં આવ્‍યું હતું.

બાબરા તાલુકાના ચમારડી ગામે રહેતા ચંદુભાઈ ચોપડા, કલ્‍યાણભાઈ બેલડીયા, તથા કેશુભાઈ બેલડીયા સહિતના 10 થી 1પ જેટલા ખેડૂતોએ બાબરા મામલતદારને રજુઆત કરી છે. કે ખેતર માર્ગ પર અહિ ખેતી ધરાવતા ખેડૂત ભગવાનભાઈ મનજીભાઈ સોજીત્રા દ્વારા ખેતર વચ્‍ચે આવેલ જાહેર માર્ગમાં આર.સી.સી.ની દિવાલ ચણી માર્ગને બંધ કરી દેવાતા અમો તમામ ખેડૂતોને અમારા ખેતરમાં બળદગાડા, ટે્રકટર તથા અન્‍ય ખેતીને લગતા સાધનો લઈ જવામાં મુશ્‍કેલી પડી રહી છે. હાલ ચોમાશાની સીઝન હોય ત્‍યારે ખેતરમાં બળદ ગાડા તથા ટ્રેકટર લઈને જવાનું થતું હોય છે. પણ અહી માર્ગ બંધ હોય. જેથી આસપાસના દરેક ખેડૂતોને ભારે હાડમારી ભોગવી પડી છે. ચમારડી ગામના ખેડૂતોની રજુઆત મામલતદાર ચિંતન વૈષ્‍ણવને મળતા જ તેઓ દ્વારા તાત્‍કાલીક અસરથી સ્‍થળની વિજીટ કરી હતી. ગ્રામપંચાયતના મંત્રી તેમજ ખેડુતોને બોલાવી રૂબરૂ સમસ્‍યા સાંભળી અને સ્‍થળની ચકાસણી કરી હતી. જે ગેરકાયદેસર જણાતાતાત્‍કાલીક જી.સી.બી. બોલાવી દબાણ દુર કરતા ખેડૂતોએ હાશકારો અનુભવ્‍યો હતો. આ બાબતે મામલતદાર ચિંતન વૈષ્‍ણવે જણાવ્‍યું હતું કે ખેતરમાં તથા જાહેર માર્ગો પર દબાણ કરતા કોઈપણ તત્‍વ હશે તો એને ડામી દેવામાં આવશે.


બગસરા પાલીકાની સામાન્‍ય સભા ર ડઝન જેટલા મુદ્યા સાથે યોજાઈ

બગસરા, તા. 16

બગસરાટાઉન હોલ ખાતે આજે મળેલ સામાન્‍ય સભામાં ર4 મુદ્યાઓમાંથી 1 થી 14 મુદ્યા, 14 વિરૂઘ્‍ધ, 13 મતે જયારે 1પ થી ર4 મુદ્યાઓ સર્વાનુમતે પસાર થયેલ.

વિગત અનુસાર ચીફ ઓફિસર પ્રશાંત ભીંડીના અઘ્‍યક્ષ સ્‍થાને મળેલ સામાન્‍ય સભામાં પાલિકાના ર8 સભ્‍યો પૈકી 1 સભ્‍યની ગેર હાજરીથી 14 કોગ્રેસ તેમજ 13 ભાજપના સભ્‍યો વચ્‍ચે મળેલ મીટીંગમાં 1 થી ર4 મુદાઓની ચર્ચા થયેલ.

જેમાંથી 1 થી 14 મુદા ગત મીટીંગના હોય મ્‍યુનિસિપલ એકટ પ1 પેટા કલમ-1ર, મુજબ 90 દિવસની અવધી પુરી થઈ ન હોય રજુ કરતા ભાજપે ગેરકાયદે હોવાનું જણાવી વિરોધ કરેલ તેમજ છતાં કોંગ્રેસની બહુમત હોય 14 વિરૂઘ્‍ધ 13 મતે મંજુર થયેલ.

જયારે 1પ થી ર4 મુદાઓ સર્વાનુમતે મંજુર થતા ભશકારો લીધો હતો. અત્રે ઉલ્‍લેખનીય છે કે ગત મીટીંગમાં પ્રમુખની ગેર હાજરીનો લાભ લઈ ભાજપે અવિશ્‍વાસની દરખાસ્‍ત રજુ કરેલ પરંતુ પોતાના પક્ષે સ્‍પષ્‍ટ બહુમત ન હોવા છતાં મુકેલ દરખાસ્‍તથી વિકાસનાં કામો ખોરંભે પડતા લોકોમાં નારાજગી જોવા મળેલ.

પરંતુ આજની મીટીંગમાં હકારાત્‍મક વલણથી વિકાસના કામને વેગ મળશે તેવી ચર્ચા થઈ રહી છે.


અમરેલી પાલીકા દ્વારા આઝાદી પર્વે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

અમરેલી, તા. 16

અમરેલી નગરપાલીકા ઘ્‍વારા આઝાદી પર્વ નિમિતે ત્રિવિધ કાર્યક્રમોની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આઝાદી પર્વની પૂર્વ સંઘ્‍યાએ અત્રેના ગાંધીબાગ ખાતે શહેરનાં નાના ભૂલકાઓને સાથે રાખીને ફુલઝર તેમજ આકાશ રંગોળી જેવા ફટાકડાઓની આતશબાજીનો કાર્યક્રમ યોજીને અદકેરા આનંદ વચ્‍ચે પૂર્વ સંઘ્‍યાને વધાવી હતી. તેમજ બીજા દિવસે 1પ ઓગષ્‍ટના રોજ સવારના 10-00 કલાકે ગાંધીબાગ ખાતે ઘ્‍વજવંદન, વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો અને બાદમાં ડોર ટુ ડોર ઘન કચરા કલેકશન માટે ખરીદ કરવામાં આવેલા નવા વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.

અમરેલી નગરપાલીકા ઘ્‍વારા આ વર્ષની આઝાદી પર્વની ઉજવણી અલગ રીતે કરવામાં આવે તેવું સુચન શહેર વિકાસ સમિતિનાં ચેરમેનપી.પી. સોજીત્રાએ પાલીકા પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયા સહિત ટીમ નગરપાલીકાને કર્યુ હતુ જે અનુસંધાને તા. 14 ઓગષ્‍ટની સાંજે એટલે કે આઝાદી પર્વની પૂર્વ સંઘ્‍યાએ અત્રેના ગાંધીબાગ ખાતે સેંકડો નાના ભૂલકાઓને ફુલઝર આપીને પાલીકા પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયા તથા નગરસેવક હિરેન સોજીત્રા, મૌલિક ઉપાઘ્‍યાય, કોંગી આગેવાન બી.કે. સોળીયા વિગેરેએ આકાશ રંગોળી જેવા નિર્દોષ દારૂખાનુ ફોડીને આતશબાજીનો કાર્યક્રમ નાના ભુલકાઓ સાથે યોજયો હતો. જે સમયે ઉપસ્‍થિત નાના ભુલકાઓના મોં ઉપર અદકેરો આનંદ છવાયો હતો. આ કાર્યક્રમમાં નાના ભુલકાઓ સાથે આવેલા વાલીગણ પણ જોડાયા હતા અને આઝાદીની પૂર્વ સંઘ્‍યાને અદકેરા ઉત્‍સાહ વચ્‍ચે વધાવી હતી.

નગરપાલીકાના પ્રમુખ શ્રીમતી અલ્‍કાબેન ગોંડલીયા તથા ટીમ નગરપાલીકા અને પાલીકાના તમામ શાખાના વડા અને કર્મચારીઓ આઝાદી પર્વને અલગ રીતે ઉજવવાના મુડમાં હોય તેમ 1પ ઓગષ્‍ટના સવારે 10-00 કલાકે ગાંધીબાગ ખાતે પાલીકા પ્રમુખ શ્રીમતી અલ્‍કાબેન ગોંડલીયાએ ઘ્‍વજવંદન કાર્યક્રમનું અઘ્‍યક્ષ પદ સંભાળીને ત્રિરંગા ઘ્‍વજને સલામી આપી હતી. આ સમયે પાલીકાનાં ઉપપ્રમુખ નટુભાઈ સોજીત્રા, કારોબારી ચેરમેન સંદિપભાઈ ધાનાણી, ટાઉન પ્‍લાનીંગ શાખાના ચેરમેન શકીલબાપુ કાદરી સહિત નગરપાલીકાના તમામ ચૂંટાયેલ સભ્‍યોતથા પાલીકા પ્રમુખ શ્રીમતી ગોંડલીયાના આમંત્રણને માન આપીને પધારેલા ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણી, શહેર વિકાસ સમિતના ચેરમેન પી.પી. સોજીત્રા, પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમર, જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ પંકજભાઈ કાનાબાર તથા કોંગ્રેસપક્ષના સંકલન સમિતિના સભ્‍યો જે.પી. સોજીત્રા, ડી.કે. રૈયાણી, અરવિંદભાઈ સીતાપરા, રફીકભાઈ મોગલ, નરેશભાઈ અઘ્‍યારૂ, વિક્રમભાઈ ભટ્ટ સહિતનાઓએ પણ સલામી આપી હતી. અને બાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્‍તકની પ્રાથમિક શાળાઓની બાળાઓએ વિવિધ સાંસ્‍કૃતિક કૃતિઓ રજુ કરી હતી. જે કૃતિઓને ઉપસ્‍થિત આગેવાનો અને ટીમ પાલીકાએ માણીને કૃતિ રજુ કરનારને વિવિધ રોકડ રકમ તેમજ ચોકલેટ, બિસ્‍કીટ વડે પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા.

બાદમાં પાલીકા પ્રમુખ શ્રીમતી અલ્‍કાબેન ગોંડલીયાએ ટીમ નગરપાલીકા અને ઉપસ્‍થિત આગેવાનોને સરપ્રાઈઝ આપીને અમરેલી શહેરના રહેણાંક તેમજ કોમર્શીયલ વિસ્‍તારમાં ડોર ટુ ડોર ઘન કચરા કલેકશન માટે ખરીદ કરવામાં આવેલા નવા વાહનોની લોકાર્પણ વિધિના કાર્યક્રમની જાહેરાત કરીને ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણી, શહેર વિકાસ સમિતિના ચેરમેન પી.પી. સોજીત્રા તેમજ પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમરને નવા વાહનોની ચાવીઓ સુપ્રરત કરીને આ વાહનોને રૂટ ઉપર દોડાવવા માટે જિલ્‍લા કોંગ્રેસના પ્રમુખ પંકજભાઈકાનાબાર તેમજ સંકલન સમિતિના જે.પી. સોજીત્રા, ડી.કે. રૈયાણી, અરવિંદભાઈ સીતાપરા, રફીકભાઈ મોગલ, નરેશભાઈ અઘ્‍યારૂ, વિક્રમભાઈ ભટ્ટ સહિતનાઓને લીલી ઝંડી આપવા વિનંતી કરી હતી અને લીલી ઝંડી મેળવ્‍યા બાદ ઉપરોકત ત્રણેય આગેવાનોએ ડ્રાઈવીંગ સીટ ઉપર બેસીને ગાંધીબાગ ખાતેથી વાહનો સરદાર સર્કલ સુધી ચલાવ્‍યા હતા.

આમ નગરપાલીકા ઘ્‍વારા આઝાદીના દિને તેમજ તેમની પૂર્વ સંઘ્‍યાએ ત્રિવિધ કાર્યક્રમો યોજીને તમામ નગરજનોને સાથે રાખીને ભવ્‍ય ઉજવણી કેવી રીતે કરી શકયા તેનું શ્રેષ્ઠ ઉદાહરણ શહેર વિકાસ સમિતિના ચેરમેન પી.પી. સોજીત્રાના સુચન બાદ પુરૂ પાડયું હતું.

આ તમામ કાર્યક્રમની ભવ્‍ય સફળતા પાલીકાના ઈન્‍ચાર્જ ઓફીસર ચૌહાણ, બાંધકામ વિભાગના એચ.પી. ખોરાસીયા તથા તેમની ટીમ, આરોગ્‍ય વિભાગના સ.ડી. ગોંડલીયા તથા તેમની ટીમ, રોશની વિભાગનાં ભરતભાઈ શુકલ અને સિકંદરભાઈ મોગલ સહિતની ટીમ તથા ગેરેજ વિભાગના નરેન્‍દ્ર તળાવીયા સહિતની ટીમે પાલીકા પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયાના અંગત મદદની વિનુભાઈ કાબરીયા સાથે સંકલન કરીને જે આયોજન કર્યુ હતું તેના કારણે મળી હોવાનું પાલીકાના સંકલન કર્તા શૈલેષભાઈ રૂપારેલની યાદીમાં જણાવાયું છે.


ચમારડીના ઉદ્યોગપતિ ગોપાલભાઈ વસ્‍તરપરા સહિતનાં આગેવાનોએ સીએમ અને ડેપ્‍યુટી સીએમને શુભેચ્‍છા પાઠવી

બાબરાના ચમારડી ગામનાં વતની અને સુરત સ્‍થિત ઉદ્યોગપતિ ગોપાલભાઈ વસ્‍તપરા તેમજ સહિતના આગેવાનો ગાંધીનગરના સ્‍વર્ણિમ સંકુલ ખાતે નવનિયુકત મુખ્‍યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્‍યમંત્રી નિતીન પટેલને શુભકામનાઓ પાઠવી હતી.નરેન્‍દ્રભાઈ મનજીભાઈ કુકડીયા, ઈશ્‍વરભાઈ મધુભાઈ નારોલા, કનૈયાલાલ લાભુભાઈ નારોલા, જેમનભાઈ મહેન્‍દ્રભાઈ બગડીયા, રમેશભાઈ કાનજીભાઈ વિરડીયા, મહેશભાઈ બાલુભાઈ ધેવરીયા, અકુંરભાઈ ગોરધનભાઈ બાબરીયા, હિતેશભાઈ નાનજીભાઈ ડુંગરાણી, ઉમેશભાઈ અરવિંદભાઈ ભીંકડીયા, ધનજીભાઈ જસમતભાઈ રાખોલીયા, ભુપતભાઈ ભગવાનભાઈ કનાળા, અરવિંદભાઈ બાબુભાઈ રૂપારેલીયા, નટવરલાલ બાલુભાઈ વસોયા, ચંન્‍દ્રકાંતભાઈ ધનશ્‍યામભાઈ સુહાગીયા, અરવિંદભાઈ જીવરાજભાઈ કથીરીયા, અમરીશભાઈ ધનશ્‍યામ ભાઈ રામાણી, મનસુખભાઈ મોહનભાઈ ચોથાણી, સંજયભાઈ છગનભાઈ ચોડવાડીયા, વિપુલભાઈ ધીરૂભાઈ અકબરી, રસીકભાઈ ધીરૂભાઈ કિકાણી, રાજેશભાઈ જાદવભાઈ વસ્‍તરપરા, પ્રવિણભાઈ મનસુખભાઈ કરકર, પ્રવિણભાઈપરબતભાઈ વેકરીયા, અરવિંદભાઈ અરજણભાઈ પોકળ, મગનભાઈ કેશવભાઈ કોલડીયા, રમેશભાઈ લાલજીભાઈ પોલરા, લાલજીભાઈ જીવરાજભાઈ અસલાલીયા, લાલજી ભાઈ લીંબાભાઈ બરવાળીયા, મીતેશભાઈ છગનલાલ ભાદાણી, શૈલેષભાઈ ચતુરભાઈ વઘાસીયા, રહાુલકુમાર પ્રમોદચંદ્ર નાયક, ચંદુભાઈ શંભુભાઈ દેસાઈ, મણીલાલ વિરજીભાઈ સલોડિયા, મનજીભાઈ લક્ષ્મણભાઈ ઈસામલીયા, રાજુ ભાઈ ભુપતભાઈ વાઘાણી, લાલજી ભાઈ પરસોત્તમભાઈ માણીયા, ચંદુભાઈ રવજીભાઈ ચિત્તલીયા, પરેશભાઈ રસીકભાઈ કથીરીયા, જીગ્નેશ કાંતિભાઈ તજા, દિપક ભાઈ લલીતભાઈ રજોડીયા,