Main Menu

September, 2016

 

અમરેલી જિલ્‍લામાંથી પ હજારની જનમેદની સૌની યોજનાનાં લોકાપર્ણમાં ઉપસ્‍થિત રહેશે

અમરેલી, તા. ર9

સૌરાષ્‍ટ્રની અતિ મહત્‍વની યોજના સૌરાષ્‍ટ્ર નર્મદા અવતરણ (સૌની) યોજનાના લીંક 1 ના લોકાપર્ણનો કાલે કાર્યક્રમ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે થવાનો છે. ત્‍યારે આ યોજનાથી જળ સમસ્‍યા તથા કૃષિ અને પશુ પાલન ક્ષેત્રમાં ખુબજ મોટો ફાયદો થવાનો છે. સાથો સાથ અર્થતંત્રમાં પણ વૃઘ્‍ધિ થવાની છે. અને સૌરાષ્‍ટ્રમાં સોનાનો સુરજ ઉગવાનો છે. માટે અમરેલી જિલ્‍લાના કાર્યકર્તાઓ તથા ખેડૂતો, પશુ પાલકો અને આમ જનતામાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહૃાો છે.

ર01ર ના વર્ષમાં તે વખતના મુખ્‍ય મંત્રી અને હાલના વડા પ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે આ યોજનાનું ખાત મુર્હૂત કરવામાં તેમના જ હાથે આ યોજનાનું લોકાપર્ણ થવા જઈ રહૃાું છે. 1ર હજાર કરોડના ખર્ચની આ યોજના ચાર લીંકમાંવહેચવામાં આવેલ છે. જેમાં લીંક 1 નું કામ પુર્ણ થયેલ હોય, જેનાંથી 10 ડેમો ભરાવવાના છે. જયારે લીંક રનું કામ 60% જેટલું પુર્ણ થતા તેમાં આવતા ડેમો ભરાવના છે. આમ આ યોજનાથી સૌરાષ્‍ટ્ર હરીયાળું બનશે.

અમરેલી જિલ્‍લા ભાજપ દ્વારા જિલ્‍લાભરથી 96 જેટાલ બસો તથા કાર દ્વારા કાર્યકરો, ખેડૂતો, પશુ પાલકો અને આમ લોકો પ000 હજારની સંખ્‍યામાં ઉમટી પડવાના છે. ત્‍યારે અમરેલી જિલ્‍લાના આ કાર્યક્રમના ઈન્‍ચાર્જ અને રાજયના કૃષિ મંત્રી વી.વી.વઘાસીયા, સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા, સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, ધારાસભ્‍ય બાવકુભાઈ ઉઘાંડ, પુર્વ પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબાર, સહકારના ઈન્‍ચાર્જ શરદભાઈ લાખાણી, વિદ્યાનસભાના કાનાણી, કૌશીક વેકરીયા, જિલ્‍લા ભાજપના ઉપપ્રમુખો મનુભાઈ આદ્રોજા, મયુરભાઈ હિરપરા, જીતુભાઈ ડેર, રીતેશભાઈ સોની, વંદનાબેન મહેતા, જયોત્‍સનાબેન અગ્રાવત, રંજનબેન ડાભી, મંત્રીઓ ભરતભાઈ વેકરીયા, હીતેશભાઈ જોષી, ચેતનભાઈ શિયાળ, રાજુભાઈ ગીડા, જયાબેન ગેલાણી, મંજુલાબેન વિરડીયા, મધુબેન જોષી, અલ્‍કાબેન દેસાઈ કોષાઘ્‍યક્ષ ભીખાભાઈ સરવૈયા તેમજ અમરેલી જિલ્‍લાના વિવિધ તાલુકા પ્રદેશ ભાજપના પ્રમુખો, મહામંત્રીઓ તેમજ વિવિધ આગેવાનો દ્વારા બુથ સ્‍તરે આયોજન કરીને બધાને સાથેજોડવામાં આવ્‍યા છે. તેમજ જિલ્‍લા ભાજપના હોદેદારો, મંડલના પ્રમુખ, મહામંત્રીઓ વગેરે આ કાર્યક્રમને લઈને પુરા જોશમાં તમામ તૈયારીઓ કરી રહૃાા છે. તેમ જિલ્‍લા ભાજપ કાર્યાલયની અખબાર યાદીમાં જણાવાયું છે.


બાબરાનાં લુણકી ગામનાં સરપંચને જિલ્‍લા વિકાસ અધિકારીએ હોદ્‌ા પરથી ફરજમોકુફ કર્યા

બાબરા, તા. ર9

આમ તો ગામનાં સરપંચે ગામનો વિકાસ કરવાનો હોય છે. પરંતુ અમુક સરપંચ ગામનાં વિનાશ ભલે થાય પરંતુ પોતાનો વિકાસ થાય તેવું માનીને ઘરની ધોરાજી ચલાવીને વહીવટ કરતાં હોય છે. ત્‍યારે જિલ્‍લા વિકાસ અધિકારી આવા સરપંચને હોદા પરથી દુર કરીને સરપંચને તેની હેસિયત બતાવતાં હોય છે. અને આવી એક ઘટના બાબરાનાં લુણકી ગામે બની છે.

લુણકી ગામના સરપંચ ગોરધનભાઈ દેવશીભાઈ કુંભાણી પોતાની માતા સમજુબેન ઘ્‍વારા સાર્વજનિક માર્ગ પર દબાણ કર્યુ હોય જે દબાણ દુર કરવા બાબતે ઉચ્‍ચ અધિકારીઓએ અનેક વખત સરપંચને જાણ કરી છતાંપણ સરપંચ દબાણ હટાવવાને બદલે ઉચ્‍ચ અધિકારીઓને અવળે માર્ગે ચડાવતી દલીલો કરતાં હોય અંતે જિલ્‍લા વિકાસ અધિકારીએ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ પ7(1) અન્‍વયે સરપંચનાં હોદા પરથી હાંકી કાઢતા ભ્રષ્‍ટાચારી સરપંચોમાં ફફડાટ ફેલાયો છે.


અમરેલીનાં સરદાર સર્કલથી મણીનગર સુધીનાં માર્ગનું પૂ. પ્રમુખ સ્‍વામી માર્ગ નામકરણ કરાશે

અમરેલ, તા. ર9

સંત શિરોમણી અને વિશ્‍વ વંદનીય પૂજય પ્રમુખ સ્‍વામીને શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરવાનાં ઘ્‍યેય સાથે શહેર વિકાસ સમિતિનાં ચેરમેન પી.પી. સોજીત્રાએ પાલીકા પ્રમુખને પત્ર પાઠવીને સરદાર સર્કલથી મણીનગર સુધીનાં માર્ગનું ભભપૂ. પ્રમુખ સ્‍વામી માર્ગભભ નામકરણ કરવાની માંગ કરતો પાલીકા પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયાએ આ માંગ સ્‍વીકારી લીધી છે. પાલીકા પ્રમુખે શહેર વિકાસ સમિતિનાં ચેરમેનને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, પરમ પૂજય પ્રમુખ સ્‍વામી મહારાજ વિશ્‍વ વંદનીય છે અને તેમના અક્ષરવાસ બાદ તેઓની કાયમી સ્‍મૃતિઅમરેલી નગર માટે જળવાઈ રહે તેવા હેતુસર જયાં અમરેલી શહેરના ચિતલ રોડ ઉપર આવેલ સેન્‍ટર પોઈન્‍ટ (સર્કિટ હાઉસ)થી મણીનગર વાયા પોલીસ હેડ કવાર્ટર વાળો રસ્‍તો કે જે રસ્‍તા ઉપર સુચિત સ્‍વામીનારાયણ મંદિર બનાવવાનું આયોજન છે તે રસ્‍તાને ભભપરમ પૂજય પ્રમુખ સ્‍વામી મહારાજ માર્ગભભનું નામકરણ કરવા માટેનો ઠરાવ સમગ્ર સભા તરફ મોકલી આપવામાં આવ્‍યો છે. અને આ અંગેની વહીવટી પ્રક્રિયા પ્રગતિમાં હોય જે ટુંક સમયમાં પુર્ણ કરીને નામકરણવિધિ કરવામાંઅ આવશે તેની સહર્ષ નોંધ લેવા અંતમાં જણાવેલ છે.


રાષ્‍ટ્રઘ્‍વજનું અપમાન કરનાર સામે કાર્યવાહી કરવા માંગ

અમરેલી, તા. ર9

અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિનાં બેનરતળે આજે કોંગી આગેવાનોએ કલેકટર મારફત રાજયપાલને આવેદનપત્ર પાઠવીને રાષ્‍ટ્રઘ્‍વજનું અપમાન કરનાર તમામ સામે રાષ્‍ટ્રદ્રોહનો ગુન્‍હો દાખલ કરવાની માંગ કરી છે.

જિલ્‍લા કોંગી પ્રમુખ પંકજ કાનાબાર, માજી સાંસદ વિરજી ઠુંમર, દિપક માલાણી, પાલીકા પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયા, જયશ્રીબેન ડાબસરા, મીનાબેન કોઠીવાલ સહિતનાં આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્‍યું હતું.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, અમરેલી ખાતે કલેકટર ઘ્‍વારા રાજય સરકારની સુચના મુજબ ત્રિરંગાયાત્રાનું 14મી ઓગષ્‍ટ ર016નાં રોજ આયોજન કરવામાં આવેલ હતું. રાષ્‍ટ્રઘ્‍વજ સંહિતા મુજબ પાલન ન કરતા આ યાત્રા દરમિયાન ત્રિરંગા ઝંડામાં અશોકચક્ર (ધર્મચક્ર) ન રાખીને રાષ્‍ટ્રઘ્‍વજનું અપમાન કરેલ છે. રાજય સરકાર અને કેન્‍દ્ર સરકાર ઘ્‍વારા પોતાના પક્ષની સસતી પ્રસિઘ્‍ધિ કરવા માટે આવી યાત્રાનું આયોજન થયું હોય તેવું લાગી રહૃાું છે. આ દેશની શાન વધે તે જોવાની આપની બધાની ફરજ છે. પરંતુ આવી યાત્રા મારફત રાષ્‍ટ્રઘ્‍વજનું અપમાન થાય તે કયારેય પણ ચલાવી ન શકાય. રાષ્‍ટ્રઘ્‍વજના અપમાન બદલ આ દેશમાં અનેક વખત રાષ્‍ટ્રદ્રોહના ગુનાઓ દાખલ થયેલ છે. રાષ્‍ટ્રઘ્‍વજના અપમાન કરવા બદલ જે કોઈઅધિકારી/પદાધિકારીએ રાષ્‍ટ્રઘ્‍વજના અપમાન કરવાની ગુનાહિત પ્રવૃતિ કરેલ હોય તેના ઉપર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે અને રાજદ્રોહની કલમ લગાવવામાં આવે. અમોને બંધારણીય વડા તરીકે આપના ઉપર પૂરેપૂરો વિશ્‍વાસ છે. રાષ્‍ટ્રઘ્‍વજના અપમાન બદલ આપના મારફત આ અંગે કાયદાકીય રીતે ગૃહ વિભાગને જણાવશો.

આ બાબતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે ખાનગી ચેનલ મારફત માફી પણ માંગેલ છે પરંતુ માફી માંગવાથી રાષ્‍ટ્રઘ્‍વજનું થયેલ અપમાન ક્ષમ્‍ય ન ગણી શકાય. તો તે અંગે આપ જરૂર યોગ્‍ય સુચન કરશો તેવી માંગ અંતમાં કરેલ છે.


અમરેલીનાં સરદાર સર્કલથી મણીનગર સુધીનાં માર્ગનું ભભપૂ. પ્રમુખ સ્‍વામી માર્ગ નામકરણ કરાશે

અમરેલ, તા. ર9

સંત શિરોમણી અને વિશ્‍વ વંદનીય પૂજય પ્રમુખ સ્‍વામીને શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરવાનાં ઘ્‍યેય સાથે શહેર વિકાસ સમિતિનાં ચેરમેન પી.પી. સોજીત્રાએ પાલીકા પ્રમુખને પત્ર પાઠવીને સરદાર સર્કલથી મણીનગર સુધીનાં માર્ગનું ભભપૂ. પ્રમુખ સ્‍વામી માર્ગભભ નામકરણ કરવાની માંગ કરતો પાલીકા પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયાએ આ માંગ સ્‍વીકારી લીધી છે. પાલીકા પ્રમુખે શહેર વિકાસ સમિતિનાં ચેરમેનને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, પરમ પૂજય પ્રમુખ સ્‍વામી મહારાજ વિશ્‍વ વંદનીય છે અને તેમના અક્ષરવાસ બાદ તેઓની કાયમી સ્‍મૃતિઅમરેલી નગર માટે જળવાઈ રહે તેવા હેતુસર જયાં અમરેલી શહેરના ચિતલ રોડ ઉપર આવેલ સેન્‍ટર પોઈન્‍ટ (સર્કિટ હાઉસ)થી મણીનગર વાયા પોલીસ હેડ કવાર્ટર વાળો રસ્‍તો કે જે રસ્‍તા ઉપર સુચિત સ્‍વામીનારાયણ મંદિર બનાવવાનું આયોજન છે તે રસ્‍તાને ભભપરમ પૂજય પ્રમુખ સ્‍વામી મહારાજ માર્ગભભનું નામકરણ કરવા માટેનો ઠરાવ સમગ્ર સભા તરફ મોકલી આપવામાં આવ્‍યો છે. અને આ અંગેની વહીવટી પ્રક્રિયા પ્રગતિમાં હોય જે ટુંક સમયમાં પુર્ણ કરીને નામકરણવિધિ કરવામાંઅ આવશે તેની સહર્ષ નોંધ લેવા અંતમાં જણાવેલ છે.


બગસરામાં ડહોળા પાણીને લઈને શહેરીજનોમાં નારાજગીનો માહોલ

બગસરા, તા.ર3
બગસરામાં છેલ્‍લા ર0 દિવસથી ડહોળુ અને પ્રદૂષિત પાણી વિતરણથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. દર્દીઓ ઉભરાય રહયા છે તેમ છતાં નિંભર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં લોક રોષ ભભૂકી  ઉઠયો છે.
વિગત અનુસાર બગસરા નગરપાલિકા દ્વારા ડહોળુ અને પ્રદૂષિત પાણી વિતરણ કરી 40 હજાર કરતાં વધારે લોકોના આરોગ્‍ય સાથે ચેડા થઈ રહયા છે. પીવા લાયક પાણી ન હોવાથી ગૃહિણીઓ ત્રાહિમામ પોકારી ગઈ છે. અરે પીવાનું તો એક બાજુ રહયું કપડા ધોવા માટે પણ યોગ્‍ય ન હોવાનું ચર્ચાઈ રહયું છે.
આ પ્રદૂષિત પાણી ફટકડી કે ગાળવાથી પણ શુઘ્‍ધ થતું ન હોય પાણીના અન્‍ય સ્‍ત્રોત ન હોય લોકોને ના છુટકે પીવા માટે ઉપયોગ કરવો પડે છે. જેના લીધે શહેરભરમાં ડાયેરીયા જેવા રોગચાળાએ માજા મૂકી છે. દવાખાનાઓમાં દર્દીઓની કતારો જોવા મળી રહી છે. તેમ છતાં પાલિકાના સતાધીશોની આંખ ઉઘડતી નથી.
ડહોળા પાણી મળવા અંગે તંત્રને પૂછતા જણાવેલ કે મહી પરિએજ યોજના હેઠળ આવતું પાણી ઉપરથી જડહોળુ આવે છે. જયારે નળ દ્વારા મળતું પાણી જોતા મેઈન પાઈપ લાઈન લીકેજના લીધે ગટરનું પાણી ભળી જતું હોવાનું ચર્ચાઈ રહયું છે. સત્‍ય જે હોય તે પરંતુ તાકીદે આ ડહોળા પાણીનો પ્રશ્‍ન હલ થાય તેવું લોકો ઈચ્‍છી       રહયા છે. ડહોળા પાણી સમયે જ યાદ આવતો ફીલ્‍ટર પ્‍લાન્‍ટ અંગે પક્ષા-પક્ષી ભૂલી સરકારમાં રજૂઆત કરવામાં આવે તો આવનારા દિવસોમાં લોકોને શુઘ્‍ધ પીવાનું પાણી મળી રહે તેમ છે. પરંતુ શું રાજકીય આગેવાનો અંગત સ્‍વાર્થમાંથી ઉંચા આવશે કે નહીં તે તો સમય જ કહેશે.

અમરેલીમાં લેઉવા પટેલ સમાજનો વિદ્યાર્થી સન્‍માન સમારોહ યોજાયો

તા.ર1/8ને રવિવારના રોજ લેઉવા પટેલ સંકુલ ખાતે શ્રી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ તથા અમરેલી જિલ્‍લા ખોડલધામ સમિતિનાં સંયુકત ઉપક્રમે દસમો તેજસ્‍વી તારલાઓ તેમજ સમાજની ગૌરવન્‍તિ પ્રતિભાઓનું ભવ્‍યાતિ ભવ્‍ય રીતે સન્‍માન સમારોહ યોજાયેલ. આ કાર્યક્રમના અઘ્‍યક્ષ અગ્રણી ઉદ્યોગપતિ પ્રતાપભાઈ વસાની ટુરબો બેરિંગ રાજકોટ શોભાવેલ. દીપ પ્રાગટય ભકિતરામ બાપુ દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમના મુખ્‍ય વકતા શૈલેષ સગપરીયા (ડેપ્‍યુટી ડાયરેકટર સ્‍પીપા)એ પોતાની આગવી શૈલીમાં વિદ્યાર્થી તેમજ વાલીઓને શૈક્ષણિક સંગઠન તેમજ એકતાની ભાવના રૂપે વકતવ્‍ય આપેલ. તેમજ પ્રેમજીભાઈ ડોબરીયાએ ઉપરોકત બન્‍નેસંસ્‍થાઓને સંગઠન તેમજ સેવાકીયના કાર્યક્રમ મુજબ માર્ગદર્શન આપેલ તેમજ પ્રતાપભાઈ વસાનીએ દરેક સેવાકીય કાર્ય શૈક્ષણિક કાર્ય સંગઠન કાર્યક્રમ બાબતે જે કાંઈ ભવિષ્‍યમાં જરૂરત પડે તેમાં મારો સંપૂર્ણ સહકાર રહેશે. ઉપરોકત કાર્યક્રમમાં ધોરણ 1 થી 1રના વિદ્યાર્થી સમાજની પ્રતિભા જેવી કે ડોકટર, પીએચડી, એન્‍જીનીયરીંગ તમામ ફેકલ્‍ટી તથા વિવિધ ક્ષેત્રમાં સફળતાના શિખરો સર કરે તેવા તમામ દીકરા દીકરીઓનું ટ્રાવેલિંગ બેગ, મોમેન્‍ટો તેમજ સન્‍માન પત્રથી સમાજના મોભીઓ દ્વારા સન્‍માન કરવામાં આવેલ. આ સન્‍માન સમારોહમાં ઉપસ્‍થિત રાજસ્‍વી રત્‍નો જેનીબેન ઠુંમર, પી.પી. સોજીત્રા, દિલીપભાઈ સંઘાણી, વીરજીભાઈ ઠુંમર, પ્રતાપભાઈ દુધાત, શરદભાઈ લાખાણી, મુકેશ સંઘાણી, શરદ ધાનાણી, અશ્‍વિનભાઈ સાવલીયા, બેચરભાઈ, સીમાબેન સાંગાણી, અગ્રણી તેમજ ઉદ્યોગપતિ દાતા દકુભાઈ ભુવા, કાળુભાઈ ભંડેરી, વસંત મોવલીયા, ડી.કે. રૈયાણી, એ.બી. કોઠીયા, રમેશભાઈ કાથરોટીયા, બાબુભાઈ ચોવટીયા, બટુકભાઈ ગજેરા, કેયુર રૈયાણી, ગોરધનભાઈ માંદલીયા, ધીરૂભાઈ અકબરી, ભરતભાઈ ચક્રાણી, મનુભાઈ દેસાઈ, લાલભાઈ દેસાઈ, કાળુભાઈ ધામી, કાળુભાઈ રૈયાણી, કાળુભાઈ સુહાગીયા, ચતુરભાઈ ખુંટ, વલ્‍લભભાઈ રામાણી, મનસુખભાઈ ધાનાણી, દિનેશભાઈ બાંભરોલીયા, નિમેશ ગોયાણી, આર.બી. શીરોયા, ડો.ધડુક, એમ.કે. સાવલીયા તેમજ બંને સંસ્‍થાના તમામ હોદેદારો, ટ્રસ્‍ટીઓ, તમામ સભ્‍યો, વાલીઓ, વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ સફળ બનાવવામાં મુકેશભાઈ કોરાટ, સંજય રામાણી, ભીખુ કાબરીયા, સુરેશ દેસાઈ, સંજય માલવિયા, રિધેશ નાકરાણી, અરજણભાઈ કોરાટ, ભરતભાઈ પાનસુરીયા, હસુભાઈ કુંજડીયા, દીપક ધાનાણી, જયસુખ સોરઠીયા, મીની શેઠ, નિલેશ મુલાણી, રમેશ બાબરીયા, જીજ્ઞેશ કયાડા, ભરત બાવીશી, કેતન કાબરીયા, પંકજ કાબરીયા, વિમલ દેવાની, મહેશ રામોલીયા, ધીરૂભાઈ ઠુંમર, અલ્‍પેશ કાકડીયા, મુકેશ સોરઠીયા, વિરલ કાનાણી, ચંદુ સાવલીયા, ભરત સોજીત્રા, વિનોદ સાવલીયા, નીલુ કોરાટ, રાહુલ ધાડીયા, ભુપતભાઈ ઉંધાડ, પરેશભાઈ દુલાભાઈ રામોલીયા, તુષાર મકાણી, રાજુ ટીંબડીયા, લાલો ટીંબડીયા, સી.પી. ગોંડલીયા, ચીમનભાઈ સોજીત્રા, સંદીપ તારપરા, અનિલ ચક્રાણી, હરેશ પદમાની, એન.જી. રામાણી, હિરેન વઘાસીયા, રાજુભાઈ કાંતિભાઈ બાલધા, અરવિંદ સુરાણી, હિંમત વડાળીયા, ચકકરગઢના તમામ શિક્ષક ટીમ, અમરેલી ખોડલધામ સમિતિ શિક્ષક ટીમ ફોટોગ્રાફી સ્‍ટુડિયો ટીમ બન્‍ને સંસ્‍થાના તમામ સભ્‍યો તેમજ પટેલ સંકુલનો કાર્યક્રમમાં કેમ્‍પસનો ઉપયોગ કરવા બદલ બંને સંસ્‍થાએ પટેલ સંકુલનો આભાર વ્‍યકત કરેલ.


અચ્‍છે દિન : અમરેલી જિલ્‍લા બેંકના ગ્રાહકો માટે ડેબીટ કાર્ડ ઈશ્‍યુ કરવામાં આવ્‍યા

અમરેલી, તા. ર3

અમરેલી જિલ્‍લા સહકારી બેંક લી. દ્વારા તેમના ગ્રાહકોની સુવિધા રૂપે ડેબીટકાર્ડ ઈશ્‍યુ કરવામાં આવી રહેલ છે. બેંકના ગ્રાહકની વધુ સુવિધા અર્થે બેંક દ્વારા અમરેલી મુકામે હેડઓફિસમાં એ.ટી.એમ. સુવિધા પણ શરૂ કરવામાં આવેલ છે. આજરોજ બેંકના અમરેલી ખાતેના એ.ટી.એમ.માં કાર્યરત ભારતની તમામ બેંકોના વિઝા, માસ્‍ટર, અને રૂપે ડેબીટ કાર્ડ દ્વારા પણ નાણાકીય ઉપાડ કરી શકાય તેવી સુવિધાનું ઉદઘાટન બેંકના ચેરમેન દિલીપભાઈ સંઘાણી દ્વારા કરવામા આવેલ છે.

આ પ્રસંગે બેંકના મેનેજીંગ ડીરેકટર ચંદુભાઈ સંઘાણી,અમરેલી જિલ્‍લા ખરીદ વેંચાણ સંઘના ચેરમેન શરદભાઈ લાખાણી, બેંકના ડીરેકટર ભાવનાબેન ગોડલીયા તથા જિલ્‍લા દુધ સંઘના ડીરેકટર નરેન્‍દ્રભાઈ પરવાડીયા, તુષારભાઈ જોષી, બેંકના કોમ્‍પ્‍યુટર સેકશન મેનેજર ડી.સી.ધાનાણી, નિતીનભાઈ વઘાસીયા, મનિષભાઈ સુખડીયા, તથા પ્રજ્ઞેશભાઈ ગોંડલીયા ઉપસ્‍થિત રહેલ હતા.

અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લી.ના અમરેલી મુકામેના એ.ટી.એમ.માં ભારતની તમામ બેંકના કાર્ડ જેવા કે વિઝા, માસ્‍ટર અને રૂપે ડેબીટ કાર્ડ દ્વારા રોકડ ઉપાડની સુવિધા શરૂ કરવામાં આવેલ છે. તો આ સુવિધાનો લાભ તમામ નાગરીકોને લેવા બેંકના જનરલ મેનેજર (સી.ઈ.ઓ.) બી.એસ.કોઠીયા યાદી જણાવે છે. બેંકનું આ એ.ટી.એમ. ર4 કલાક કાર્યરત રહેશે.


અમરેલીની નવજીવન હોસ્‍પિટલમાં જન્‍માષ્‍ટમીનાં પર્વે પણ રાઉન્‍ડ ધ કલોક સારવાર મળતી રહેશે

અમરેલી, તા.ર3

ભારતીય સંસ્‍કૃતિ માટે જન્‍માષ્‍ટમીએ પવિત્ર અને ખૂબ જ મોટો તહેવાર છે. સામાન્‍ય રીતે લોકો આ તહેવાર દરમિયાન પોત પોતાના ધંધામાંથી સામાન્‍યતઃ પાંચથી સાત દિવસની રજાઓ લઈને પોત પોતાની રીતે આનંદ ઉલ્‍લાસથી આ ઉત્‍સવમાં પોતાનો ટાઈમ આપતા હોય છે. પરંતુ આરોગ્‍ય ક્ષેત્રે કંઈક અલગ જ વિશેષતા હોય છે. દરેક ડોકટર પોતાના દર્દીઓ માટે આ તહેવારોની રજાઓ જતી કરીને પણ ઘણીવાર દર્દીઓ માટે અવિરત સેવાઓ આપતા હોય છે. તેથી જ સમાજમાં ડોકટરને ઉચ્‍ચ દરજજો આપવામાં આવે છે.

આરોગ્‍ય ક્ષેત્રે અતિ આધુનિક સારવાર માટે ખૂબ જ નામના મેળવીને નવજીવન જનરલ હોસ્‍પિટલની ડોકટર ટીમ તથા મેનેજમેન્‍ટ ટીમ ખૂબ જ મહત્ત્યવનો નિર્ણય કર્યો છે કે જન્‍માષ્‍ટમીની રજાઓમાં નવજીવન જનરલ હોસ્‍પિટલના તમામ વિભાગોમાં ઈમરજન્‍સી સારવાર માટે ર4 કલાક કાર્યરત રહેશે. વધુમાં નવજીવન જનરલ હોસ્‍પિટલના જે કોઈ પણ સામાન્‍ય ચાર્જ છે તેજ લેવામાં આવશે. ચાર્જમાં વધારો કરવામાં આવશે નહીં. જેથી માનવસેવા યજ્ઞ (અમૂલ્‍ય સારવાર)નો લાભ લે તેવો નવજીવન જનરલ હોસ્‍પિટલ મેનેજમેન્‍ટ તરફથી અનુરોધ કરવામાં આવ્‍યો છે.

ઈમરજન્‍સી સારવાર વધુ સારી રીતે અને ઝડપી આપી શકાય તે હેતુથી દરેક દર્દી તથા તેમના સગાઓને અગાઉથી જ હોસ્‍પિટલમાં નીચેના ફોન નંબર પર ફોન કરીને સંપર્ક કરવા નમ્ર વિનંતી છે. જેના નંબરો 9978ર 93000, 9978ર ર3000, 78749 07રર7, (0ર79ર) રરરરર3 તેમજ (0ર79ર) રરરરર4 છે.


અમરેલીનાં કોંગી આગેવાનોએ ગાંધીનગરમાં કર્યો હલ્‍લાબોલ

ગાંધીનગર, તા. ર3

ગાંધીનગર ખાતે આજે યોજાયેલ જનઆક્રોશ રેલી અને વિધાનસભા ભવનને ઘેરાવ કરવાનાં કાર્યક્રમમાં અમરેલી જિલ્‍લાનાં કોંગીજનો અગ્રેસર રહૃાા હતા. અને જિલ્‍લાની પંચાયતો અને પાલીકામાં કોંગ્રેસને ગયા વર્ષે મળેલ પ્રચંડ સફળતાનો પડઘો કોંગી આગેવાનોમાં જોવા મળતો હતો.

અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણી, જિલ્‍લા પંચાયતનાં પ્રમુખ જેનીબેન ઠુંમર, માજી સાંસદ વિરજી ઠુંમર, જિલ્‍લા પંચાયતનાં ઉપપ્રમુખ કેસુરભાઈ ભેડા, દિપક માલાણી, પ્રતાપ દુધાત, અમરેલી પાલીકાનાં પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયા સહિતનાં સેંકડો આગેવાનોએ કોંગ્રેસપક્ષનાં દિગ્‍ગજોની સંગાથે ખભેખભા મિલાવીને દલિતોનાં પ્રશ્‍ને ભાજપ સરકારનેભીંસમાં મુકવાનો સફળ પ્રયાશ કર્યો હતો. માજી સાંસદ ઠુંમર વિધાનસભાની દિવાલ પર ચડવામાં સફળ રહૃાા હતા અને કોંગ્રેસપક્ષનો ઘ્‍વજ લહેરાવવામાં સફળ રહૃાા હતા.