Main Menu

Whatsapp Live

રાજુલામાં ડિમોલેશન ભાજપ પ્રેરિત ષડયંત્ર: અંબરીષ ડેર

રાજુલામા ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા તાજેતરમા કેબીન ધારકોને કેબીનો હટાવવા નોટીસ જારી કરી હતી. જો કે બાદમા ડિમોલેશન બંધરખાયુ છે ત્યારે કોંગ્રેસના આગેવાન અંબરીષભાઇ ડેરે એક નિવેદનમા જણાવ્યું હતુ કે આખુ ષડયંત્ર ભાજપ પ્રેરીત હતુ અને પહેલા નોટીસ અને બાદમા ડિમોલેશન બંધ રાખવા સુચના આપવામા આવી હતી. રાજુલા કોંગ્રેસના આગેવાન અંબરીષભાઇ ડેરે વધુમા જણાવ્યું હતુ કે રાજુલામા ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા તાજેતરમા તમામ કેબીન ધારકોને પોતાના કેબીનો હટાવવા નોટીસો પાઠવવામા આવી હતી. બાદમા ડિમોલેશન હાલ પુરતુ બંધ રાખવામા આવ્યું છે ત્યારે આ આખુ ષડયંત્ર ભાજપ પ્રેરિત હતુ અને પહેલા નોટીસ અને બાદમા બંધ રાખવા સુચના માત્રને માત્ર ભાજપની ચાલ હતી.વધુ વાંચો

પત્નીએ માવતરેથી પરત આવવાની ના પાડતા પતિએ ઝેરી દવા પી લીધી

લાઠી તાલુકાના ભીંગરાડ ગામની ઘટનાથી ચકચાર લાઠીતાલુકાના ભીંગરાડ ગામના એક યુવાનની પત્ની સુવાવડ કરવા માવતરે ગઇ હોય અને બાદમાં યુવકે પરત આવવા ફોન કર્યો હોય તેની પત્નીએ આવવાની ના પાડતા લાગી આવવાથી યુવાને ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે. યુવાને ઝેરી દવા પી લીધાની ઘટના ગઇકાલે સવારે સાડા અગીયારેક વાગ્યાના સુમારે લાઠી તાલુકાના ભીંગરાડ ગામે બનવા પામી હતી. અહિં રહેતા રાજુભાઇ ભાઇલાલભાઇ રખૈયા (ઉ.વ. 23) નામના રાવળદેવ યુવાને પોતાના ઘરે મકાનના વાડામાં રાખેલ ઇયળ મારવાની ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે. રાજુ રખૈયાએ અંગે લાઠી પોલીસને એવુ જણાવ્યુ હતું કેવધુ વાંચો